મેં પ્રિન્ટીંગ માં નોકરી શરુ કરી .ઈંગ્લીશ આવડે નહિ એટલે સખત મહેનતની કરવી પડતી . પણ ગુરુવારે પગારનો ચેક જયારે મારા હાથમાં આવે ,અને હું જયારે એને રૂપિયામાં ગણું ત્યારે મારા હરખ નો પાર નો . રહેતો શરૂઆતમાં મને રવિ અને સોમ એમ બે દિવસ કામ કરવું પડતું દરરોજના દસ દસ કલાક કામ કરતો .એમાં રવિવારના મને દોઢો પગાર મળતો .હું બે દિવસ નો મજુર પણ બાકીના અઠવાડીયાના પાંચ દિવસનો મહારાજા .મહિનાઓ વીત્યા પછી મને થોડું થોડું ઈંગ્લીશ બોલતા અને સમજતા આવડવા માંડ્યું .પણ આપના દેશમાં ઈંગ્લીશ ભણીને આવેલા કરતા હું અહીનું ઈંગ્લીશ જોકે સ્પષ્ટ નહિ પણ બોલતો ખરો મારા ઈંગ્લીશ નાં ઉચ્ચારો એકદમ અમેરિકન જેવા નહિ .પણ આપણા દેશમાંથી ઈંગ્લીશ ભણીને આવેલા કરતા મારું ઈંગ્લીશ અમેરિકનો થોડું ઘણું સમજે ખરા .આપણા દેશમાં ધાણીયું ફૂટે એવું બોલે પણ ઈની ધાણીયું આંય હવાય જાય ,પણ આતાની ધાણી યું ઓછી હવાય એનો એક દાખલો આપું છું . જે છોકરીનું નામ connie હોય ઈને તમે પાણિની મુનીના વ્યાકરણ મુજબ કોની બોલો તો કોઈ ન સમજે પણ ખાણી બોલો તો સમજે .મારું એવું થયું કે મારા કોરા પાના ઉપર અક્ષરો પડ્યા .કામ કરતા કરતાં મને મહિનાઓ વિત્યા એટલે મને થોડું થોડું ઈંગ્લીશ બોલતા આવડવા માંડ્યું . એક વાત છેકે અહીના ઓફિસરો કે એવા મોટા હોદ્દા વાળા પોતાના માથે મોટા ઈ નો ભાર લઈને ફરતા નથી .એટલે મારા જેવાને કોણ મેનેજર છે કે કોણ માલિક છે એ ઓળખાય નહિ . અમારા પ્રિન્ટીંગ પ્રેસના માલિક હતા . કે જેની થાળીમાં હાજર માણસનો રોટલો એવો માણસ મારાજેવા સામાન્ય નોકરે પાણી કે એવું પીણું ધોળ્યું હોય .એ શેઠ પોતે ગાભો લઈને જાતે સાફ કરવા માંડી જાય .ધોળ નારને એમ પણ ન કહે કે એલા જરા ધ્યાન રાખતો હોય તો ?અને અહી મારા જેવાને કોઈ એમ પણ નો કહે કે ફલાણો ભાઈ શેઠ છે, કે મેને જર .અને બીજું અમારા શેઠ જેવો મોટો માણસ હોય એને ફક્ત સર કહીને બોલાવે ,બાકીનાને એના નામથીજ બોલાવે નામની પાછળ ભાઈનો કે સાહેબનો પ્રત્યય એવખ લગાડવાનોજ નહિ .આપણા દેશ માતો ત્રણ દોક્ડાના પોલીસવાળાને જમાદાર કહેવો પડે, અને મુંબઈ હોયતો હવાલદાર કહેવો પડે ,અમારા શેઠ મી .ચેસ ને હું ઓળખાતો નહિ કે આ શેઠ છે . હું એને મારા જેવોજ ધારતો .હું એને હાથના ઇશારાથી દુર હોય તો બોલાવું .અહી બોલાવવાના ઈશારાની રીત પણ જુદી આપણા દેશમાં ચાર આંગળીઓ વાંકી વાળીને બોલાવાય અહી અમેરિકામાં હથેળી ચત્તી કરી ત્રણ આંગળીઓ અંગુઠાથી દબા વી રાખી .અંગુઠાની પાસેની આંગળી વાકી વાળીને બોલાવાય . હું શેઠને આવીરીતે બોલવું મારી પાસે આવે એટલે પૂછે . તમારા માટે હું શું મદદ કરું એટલે હું કહું કે આલે આ પૈસા ત્યાં મશીનમાંથી મારા માટે રસ લઇ આવને ? શેઠ બોલે પૈસા તમારી પાસે ભલે રહ્યા કોઈ વખત તમે મારા માટે લાવી આપજો એવું બોલીને મારા માટે રસ લઇ આવે .
કોઈ એમ મને ન કહેકે આ આપણા શેઠ છે .એવું ન કહે અને મારી આવી હરકતોથી હસે અને મજા કરે . જે દેશમાં ગાળો દેવાનાય પૈસા માગે એ દેશમાં વણ માગી શિખામણ કે સલાહ નો આપે . એક વખત હું મારી જમવા માટેની રજામાં કાગળના વિશાલ રોલ ઉપર બેસીને જમતો હતો ,શેઠ મારી પાસેથી પસાર થતા હતા ,મને જોઇને મારી પાસે આવ્યા અને બોલ્યા ,કેમ નોકરીમાં તમને ફાવે છેને ? પ્રેસના કારીગરો ઓછો પગાર મળે છે .એવી બુમો પાડતા હોય હું પણ લોલે લોલ કરૂ .આમતો હું મારા પગારથી ખુબ ખુશ હતો .મેં શેઠને જવાબ દીધો . આમતો મને ફાવે છે પણ આ શેઠ છે ઈ બહુ લોભિયો છે .પગાર બહુ નથી દેતો , મારી વાત સાંભળી શેઠ બહુ શાંતિથી બોલ્યા ,કેમ તમને જયારે દાખલ થયા ત્યારે કીધું હતું કે તમારો પગાર ત્રણ મહિના પછી વધારી દેવામાં આવશે પણ તમારો પગાર ફક્ત બે મહિનામાંજ નો વધારી દીધો ? વખત જતા મને ઓળખાણ પડી કે જેને મેં લોભિયો કીધો હતો, એતો પોતે શેઠ હતા .પછી હું બહુ મર્યાદામાં રહું .બહુ વિવેક જાળવું .એક વખત શેઠે મને તેમની ઓફિસમાં બોલાવ્યો . હું ગયો ,એટલે એની સેક્રેટરી ને બહાર જવાનું કહ્યું .સેક્રેટરી બહાર ગઈ એટલે શેઠે મને કીધું , તમે મારાથી અચકાવ નહિ .તમે એક મારા મિત્ર તરીકે મારી સાથે વરતજો તમારા જેવો મિત્ર મને હજી સુધી મળ્યો નથી,અને મળવાનો પણ નથી . કોઈ છોકરી નવી નોકરીમાં દાખલ થાય એટલે મને વાત કરે ,તમે ઓલી છોકરીને જોઈ ?પછી મને પૂછે તમારા દેશમાં રૂપાળી છોકરીને જોઇને છોકરાઓ શું કહે . મેં મનમાં કીધું અમારા દેશમાં અજાણી છોકરીની મશ્કરી કરવા જાઓ તો તમારા હાડકાં ભંગાય જાય . પણ મેં શેઠને કીધું અમે આવી રૂપાળી છોકરીને કહીએ કેમછો ટમ ટમ ? એક વખત મારા કમરનો મણકો ખસી ગયો આ વખતે હું ઘરે હતો .હું તાત્કાલિક હોસ્પીટલમાં દાખલ થયો . એક સરે વગેરે નિદાન કર્યું મને પથારીમાજ ચત્તા સુતા રહેવાનું કહ્યું જરાય હલવુ ચાલવું નહિ . નર્સો બહુ દેખરેખ રાખે ડોકટરો પણ ખુબ કાળજી લ્યે .એક વખત એક નર્સ ભીના ટુવાલથી મારું શરીર સાફ કરતી હતી . મને સુન્નત બાબતનો પ્રસન પૂછ્યો મેં એને બહુ સંતોષ કારક જવાબ આપ્યો મારા જવાબથી એ બહુ ખુશ થએલી . મેં એને સારું લગાડવા બોલ્યો કે અત્યારે તું કોઈ માં પોતાના છ મહિનાના છોકરાની કાળજી લ્યે એવી તું મને લાગે છે મને તારા ઉપર મારી માજેવો પ્રેમ આવે છે . અને નર્સ બોલી તુને તારી બાયડી કે ગર્લ ફ્રેન્ડ કહેતા તારી જીભમાં કાંટા લાગે છે હું તારી માં જેવડી છું .? આ વખતે હું અમેરિકાના રીત રિવાજથી અજાણ હતો .કોઈ સ્ત્રી મારી સાથે હાથ મેળવવા .આવે તો હું ભાગતો ,પછી મારી દીકરાની અને ભાઈની અમેરિકા વહુઓએ સમજાવ્યો કે કોઈ સ્ત્રી તમને ભેટે kiss કરે તો તમારે સામે પણ એવીરીતે વર્તવું .સ્ત્રી તમને મળવા આવે અને તમે ભાગો એતો સ્ત્રીઓનું ઘોર અપમાન છે . અને વખત જતા આ તમારા આતા અમેરિકન રીવાજ થી માહિત ગાર થઇ ગયા .
Like this:
Like Loading...
Related
સરસ લેખ. આવા લેખો જ અમેરિકા માટે આપણા દેશમાં જે ગેરસમજ છે, એ દૂર કરશે.
મારો એક આવા ‘બીલ’ને મળ્યાનો અનુભવ આ રહ્યો…
https://gadyasoor.wordpress.com/2008/07/09/meet_bill/
————-
એકમેકને જાતિ માટેની સભાનતા વગર , વિના સંકોચે ભેટનાર અહીંના લોકો આપણા લોકો કરતાં ઓછા દંભી છે – અને એમાં સેકસની ભાવના હોતી જ નથી. હાથ મિલાવવા જેવું જ સહજ.
——
આથી પીતરી તમને ભેટે એમાં પોતાનો બરડો થાબડવાનું હવે બંધ કરશો ને?
પ્રિય સુરેશભાઈ
આ દેશમાં તમે કહો છો એમ બધું સામાન્ય છે . અને હું પહેલી વખત અમેરિકા આવ્યો .1969 માર્ચ 19 ફરવા માટે ત્યારથી જોતો આવ્યો છું . એટલે મને પિતરી મારો વાહો થાબડે કે સહ શયન કરે મને કોઈ ફરક પડતો નથી અને હરખાતો પણ નથી એટલે હું મારો વાહો હરખાઈ જઈને થાબડતો નથી તમે આપણા જેટલા ભાઈઓને ઓળખો છો . એમાં વધારે છોકરિયું મને ભેટી હશે , અને વધારે છોકરીઓએ મારી સાથે ફોટા પડાવ્યા હશે .પણ મારા પેટનું પાણી પણ હાલતું નથી કે હું ફૂલાય જતો પણ નથી .કોઈ પણ વસ્તુનો અતિરેક હોય એ વસ્તુ સામાન્ય બની જતી હોય છે . એમ આ છોકારીયું ભેટવા વાળી વાત સામાન્ય બની જતી હોય છે . આપના દેશમાં નર્તકી એવી ઠુમરી ગાય કે વીજળી ગિરાઈ જાયગી જબ પરદા ઉઠાયા જાયગા . હું એને એવું કહું કે ઈ તારા મલક ભારતમાં, આ અમેરિકામાં તું તારી ઘાઘરી ઉઠાવ તોય કોઈ પતંગિયું પણ પડતું નથી . માટે મારા વહાલા ગુરુદેવ આ તમારો શિષ્ય ડગે એમ નથી . એની ખાતરી રાખજો .
સુરેશ જાની
આ લેખ શ્રેણીનો આશય જ એ છે કે, આપણા સમાજમાં અમેરીકા વીશે જે ખોટા ખયાલો પ્રવર્તે છે; તેની તરફ ધ્યાન દોરવું.
આપણે ત્યાં હજારો લોકો અમેરીકા વી. દેશોમાં જઈ આવેલા છે; પણ અહીંનું ન શીખવા જેવું જ શીખી લાવ્યા છે.બસો વરસ પહેલાં જ્યાં જંગલો જ હતા; એ દેશ આજે વીશ્વ સત્તા બન્યો છે – તેની પાછળનાં પરીબળો આપણે અપનાવતા થઈએ તો આપણે ઘણા આગળ વધી શકીએ.
પણ આપણી મહાન પરંપરાઓ આડે આવે છે.તેથી ઘણા લાગણી વ્યક્ત કરવા
x o લખે. સાથે મર્યાદા ધ્યાન રાખવાની જરુર છે જ
.From cultural backgrounds to social occasions, use these tips to address people properly with or without a kiss.
BY DIANE GOTTSMAN
How do you kiss someone other than your spouse?
“ Don’t kiss someone you have never met before. It’s too much smooch, too fast.”
Who would have thought an innocent gesture of goodwill could cause so much confusion among friends, family, associates and even your spouse at a social function? When to kiss, how many kisses, left cheek, right cheek, both cheeks, lips or not? Have you ever greeted someone with a handshake and a cheery, “Hello” only to be surprised by an overbearing hug and a wet smooch on the lips? Regions and cultures often dictate kissing rules, but the bottom line to the kissing dilemma is this: When in doubt, don’t!
In the business world, the corporate environment plays a significant part in our decision to kiss or not to kiss. Conservative fields, such as accounting and banking, may offer you a friendly handshake, while someone in the arts may offer you a cheek and outstretched arms once a comfortable relationship has been established.
Some things to consider before taking the plunge include how well you know the person, whether it is a business or social occasion and your own motive behind the friendly affection.
The following are some general kissing rules. Although they are not written in stone, you and your spouse can practice these techniques when faced with a social engagement. Keep in mind that much of this depends on the personality of the kisser.
The Cultural Rules Of The Kiss:
1. The fabulous French seem to enjoy a kiss, more specifically two—once on each cheek—starting on the left.
2. Most Italians are warm and demonstrative and particularly enjoy bestowing their kisses on close friends and family.
3. The Germans are more reserved and considered not as kiss-friendly as the Italians. While they do not object to kissing their family and close friends, a handshake is the best option when you are unsure of how to proceed.
4. Spunky Spaniards like the two-kiss rule, often starting with the right cheek and moving left.
5. When greeting someone from the United Kingdom, a nod and handshake are the safest bet.
6. African tribes show homage to their leader by kissing the ground on which he or she has recently walked. (Hey guys, try this on your wife sometime and see what happens!)
7. Americans love to kiss, especially in the South. It is not unusual to greet a friend or colleague with whom we are comfortable, with a warm smile, extended arms and a big smooch to the cheek. Although, the protocol in business is to shake hands, it is not uncommon to turn clients and colleagues into friends and family, so the clearly defined line often becomes murky.
General Rules For Kissing:
1. Follow the leader. If your longtime client greets you with extended arms and leans in for a little peck, you do the same, unless you are uncomfortable. In this case, you should smile your most genuine smile, show your pearly white teeth and extend your hand for a friendly, yet professional shake. (Then start praying that you haven’t offended the owner of your largest account.)
2. Don’t kiss someone you have never met before. It’s too much smooch, too fast.
3. If you’re kissing someone that your spouse is uncomfortable with, cease and desist immediately.
4. Lip-to-lip contact is reserved for only you and your husband or wife.
5. Be a consistent kisser. If you greet someone with a kiss, don’t forget to pucker up to say, “Good bye.” Offering your hand for a handshake after a hello kiss sends a confusing message.
6. If you are a habitual air kisser, grazing the cheek of the other person with your own, refrain from making the “Moi, Moi” sound into the other person’s ear.
7. If your kiss includes a hug, a few short taps on the back are appropriate, but avoid pounding the back of the other person as if you are burping a baby.
8. A quick sweep of cherry lip wax over dry and scaly lips is a gesture of goodwill.
9. Finally, the discreet use of toothpaste and a toothbrush or breath mints before a passionate kiss with your spouse is always welcome.
આતાજી, આ આખો લેખ ખુબ સરસ રીતે નિખાલસતાથી લખાયો છે એ ખુબ ગમ્યો .
અમેરિકા અને ઇન્ડીયાની સરખામણી થઇ શકે એમ નથી .અમેરિકામાં આવીએ એટલે
શરૂઆતમાં આપણા મનમાં ઇન્ડીયાના વર્ષોથી દ્રઢ થયેલા ખ્યાલો હોય છે .અહીના
નવા સામાજિક જીવનનો જેમ જેમ અનુભવ થતો જાય એમ જુના ખ્યાલો બદલાતા જાય છે
અને છેવટે અહીના સામાજિક ઢાંચામાં ગોઠવાઈ જઈએ છીએ .
આવા અમેરિકાના જાત અનુભવના પ્રસંગો વિષે લખતા રહેશો . મજા આવશે
પ્રિય વિનોદભાઈ ગંગા સતીના ભજનો સાંભળ્યાં ગગા સતી વિષે પણ જાણવા મળ્યું .જીઓ ગંગા સતી
પ્રિય સુરેશભાઈ તમે મારા હિતેચ્છુ છો મારા હિત માટે લાંબુ અંગ્રેજી લખાણ લખ્યું હશે પણ હું વાંચી નથી શક્યો sorry પ્રજ્ઞાબેન મને ટૂંકમાં સમજાવે એવી વિનતી