મેં પ્રિન્ટીંગ માં નોકરી શરુ કરી .ઈંગ્લીશ આવડે નહિ એટલે સખત મહેનતની કરવી પડતી . પણ ગુરુવારે પગારનો ચેક જયારે મારા હાથમાં આવે ,અને હું જયારે એને રૂપિયામાં ગણું ત્યારે મારા હરખ નો પાર નો . રહેતો શરૂઆતમાં મને રવિ અને સોમ એમ બે દિવસ કામ કરવું પડતું દરરોજના દસ દસ કલાક કામ કરતો .એમાં રવિવારના મને દોઢો પગાર મળતો .હું બે દિવસ નો મજુર પણ બાકીના અઠવાડીયાના પાંચ દિવસનો મહારાજા .મહિનાઓ વીત્યા પછી મને થોડું થોડું ઈંગ્લીશ બોલતા અને સમજતા આવડવા માંડ્યું .પણ આપના દેશમાં ઈંગ્લીશ ભણીને આવેલા કરતા હું અહીનું ઈંગ્લીશ જોકે સ્પષ્ટ નહિ પણ બોલતો ખરો મારા ઈંગ્લીશ નાં ઉચ્ચારો એકદમ અમેરિકન જેવા નહિ .પણ આપણા દેશમાંથી ઈંગ્લીશ ભણીને આવેલા કરતા મારું ઈંગ્લીશ અમેરિકનો થોડું ઘણું સમજે ખરા .આપણા દેશમાં ધાણીયું ફૂટે એવું બોલે પણ ઈની ધાણીયું આંય હવાય જાય ,પણ આતાની ધાણી યું ઓછી હવાય એનો એક દાખલો આપું છું . જે છોકરીનું નામ connie હોય ઈને તમે પાણિની મુનીના વ્યાકરણ મુજબ કોની બોલો તો કોઈ ન સમજે પણ ખાણી બોલો તો સમજે .મારું એવું થયું કે મારા કોરા પાના ઉપર અક્ષરો પડ્યા .કામ કરતા કરતાં મને મહિનાઓ વિત્યા એટલે મને થોડું થોડું ઈંગ્લીશ બોલતા આવડવા માંડ્યું . એક વાત છેકે અહીના ઓફિસરો કે એવા મોટા હોદ્દા વાળા પોતાના માથે મોટા ઈ નો ભાર લઈને ફરતા નથી .એટલે મારા જેવાને કોણ મેનેજર છે કે કોણ માલિક છે એ ઓળખાય નહિ . અમારા પ્રિન્ટીંગ પ્રેસના માલિક હતા . કે જેની થાળીમાં હાજર માણસનો રોટલો એવો માણસ મારાજેવા સામાન્ય નોકરે પાણી કે એવું પીણું ધોળ્યું હોય .એ શેઠ પોતે ગાભો લઈને જાતે સાફ કરવા માંડી જાય .ધોળ નારને એમ પણ ન કહે કે એલા જરા ધ્યાન રાખતો હોય તો ?અને અહી મારા જેવાને કોઈ એમ પણ નો કહે કે ફલાણો ભાઈ શેઠ છે, કે મેને જર .અને બીજું અમારા શેઠ જેવો મોટો માણસ હોય એને ફક્ત સર કહીને બોલાવે ,બાકીનાને એના નામથીજ બોલાવે નામની પાછળ ભાઈનો કે સાહેબનો પ્રત્યય એવખ લગાડવાનોજ નહિ .આપણા દેશ માતો ત્રણ દોક્ડાના પોલીસવાળાને જમાદાર કહેવો પડે, અને મુંબઈ હોયતો હવાલદાર કહેવો પડે ,અમારા શેઠ મી .ચેસ ને હું ઓળખાતો નહિ કે આ શેઠ છે . હું એને મારા જેવોજ ધારતો .હું એને હાથના ઇશારાથી દુર હોય તો બોલાવું .અહી બોલાવવાના ઈશારાની રીત પણ જુદી આપણા દેશમાં ચાર આંગળીઓ વાંકી વાળીને બોલાવાય અહી અમેરિકામાં હથેળી ચત્તી કરી ત્રણ આંગળીઓ અંગુઠાથી દબા વી રાખી .અંગુઠાની પાસેની આંગળી વાકી વાળીને બોલાવાય . હું શેઠને આવીરીતે બોલવું મારી પાસે આવે એટલે પૂછે . તમારા માટે હું શું મદદ કરું એટલે હું કહું કે આલે આ પૈસા ત્યાં મશીનમાંથી મારા માટે રસ લઇ આવને ? શેઠ બોલે પૈસા તમારી પાસે ભલે રહ્યા કોઈ વખત તમે મારા માટે લાવી આપજો એવું બોલીને મારા માટે રસ લઇ આવે .
કોઈ એમ મને ન કહેકે આ આપણા શેઠ છે .એવું ન કહે અને મારી આવી હરકતોથી હસે અને મજા કરે . જે દેશમાં ગાળો દેવાનાય પૈસા માગે એ દેશમાં વણ માગી શિખામણ કે સલાહ નો આપે . એક વખત હું મારી જમવા માટેની રજામાં કાગળના વિશાલ રોલ ઉપર બેસીને જમતો હતો ,શેઠ મારી પાસેથી પસાર થતા હતા ,મને જોઇને મારી પાસે આવ્યા અને બોલ્યા ,કેમ નોકરીમાં તમને ફાવે છેને ? પ્રેસના કારીગરો ઓછો પગાર મળે છે .એવી બુમો પાડતા હોય હું પણ લોલે લોલ કરૂ .આમતો હું મારા પગારથી ખુબ ખુશ હતો .મેં શેઠને જવાબ દીધો . આમતો મને ફાવે છે પણ આ શેઠ છે ઈ બહુ લોભિયો છે .પગાર બહુ નથી દેતો , મારી વાત સાંભળી શેઠ બહુ શાંતિથી બોલ્યા ,કેમ તમને જયારે દાખલ થયા ત્યારે કીધું હતું કે તમારો પગાર ત્રણ મહિના પછી વધારી દેવામાં આવશે પણ તમારો પગાર ફક્ત બે મહિનામાંજ નો વધારી દીધો ? વખત જતા મને ઓળખાણ પડી કે જેને મેં લોભિયો કીધો હતો, એતો પોતે શેઠ હતા .પછી હું બહુ મર્યાદામાં રહું .બહુ વિવેક જાળવું .એક વખત શેઠે મને તેમની ઓફિસમાં બોલાવ્યો . હું ગયો ,એટલે એની સેક્રેટરી ને બહાર જવાનું કહ્યું .સેક્રેટરી બહાર ગઈ એટલે શેઠે મને કીધું , તમે મારાથી અચકાવ નહિ .તમે એક મારા મિત્ર તરીકે મારી સાથે વરતજો તમારા જેવો મિત્ર મને હજી સુધી મળ્યો નથી,અને મળવાનો પણ નથી . કોઈ છોકરી નવી નોકરીમાં દાખલ થાય એટલે મને વાત કરે ,તમે ઓલી છોકરીને જોઈ ?પછી મને પૂછે તમારા દેશમાં રૂપાળી છોકરીને જોઇને છોકરાઓ શું કહે . મેં મનમાં કીધું અમારા દેશમાં અજાણી છોકરીની મશ્કરી કરવા જાઓ તો તમારા હાડકાં ભંગાય જાય . પણ મેં શેઠને કીધું અમે આવી રૂપાળી છોકરીને કહીએ કેમછો ટમ ટમ ? એક વખત મારા કમરનો મણકો ખસી ગયો આ વખતે હું ઘરે હતો .હું તાત્કાલિક હોસ્પીટલમાં દાખલ થયો . એક સરે વગેરે નિદાન કર્યું મને પથારીમાજ ચત્તા સુતા રહેવાનું કહ્યું જરાય હલવુ ચાલવું નહિ . નર્સો બહુ દેખરેખ રાખે ડોકટરો પણ ખુબ કાળજી લ્યે .એક વખત એક નર્સ ભીના ટુવાલથી મારું શરીર સાફ કરતી હતી . મને સુન્નત બાબતનો પ્રસન પૂછ્યો મેં એને બહુ સંતોષ કારક જવાબ આપ્યો મારા જવાબથી એ બહુ ખુશ થએલી . મેં એને સારું લગાડવા બોલ્યો કે અત્યારે તું કોઈ માં પોતાના છ મહિનાના છોકરાની કાળજી લ્યે એવી તું મને લાગે છે મને તારા ઉપર મારી માજેવો પ્રેમ આવે છે . અને નર્સ બોલી તુને તારી બાયડી કે ગર્લ ફ્રેન્ડ કહેતા તારી જીભમાં કાંટા લાગે છે હું તારી માં જેવડી છું .? આ વખતે હું અમેરિકાના રીત રિવાજથી અજાણ હતો .કોઈ સ્ત્રી મારી સાથે હાથ મેળવવા .આવે તો હું ભાગતો ,પછી મારી દીકરાની અને ભાઈની અમેરિકા વહુઓએ સમજાવ્યો કે કોઈ સ્ત્રી તમને ભેટે kiss કરે તો તમારે સામે પણ એવીરીતે વર્તવું .સ્ત્રી તમને મળવા આવે અને તમે ભાગો એતો સ્ત્રીઓનું ઘોર અપમાન છે . અને વખત જતા આ તમારા આતા અમેરિકન રીવાજ થી માહિત ગાર થઇ ગયા .