
વિશ્વામિત્ર ક્ષ ત્રિ ય હતા એટલે રાજર્ષિ કહેવાતા ,પણ વિશ્વામિત્રનું કહેવાનું હતું કે મને પણ બ્રહ્મર્ષિની કક્ષામાં મુકો ઋષિ કહેવડાવવું એ કંઈ બ્રાહ્મણોનો ઈજારો નથી .તેઓ વાલ્મિકી ઋષિનો દાખલો આપતા ‘પણ ઋષીઓ એનું કંઈ સંભાળતા નોતા ખાસ કરીને ગુરુ વસિષ્ઠ વિરોધ કરતા .સાથે સાથે એવું પણ કહેતા કે ખુબ આકરી તપસ્યા કરવાથી બ્રહ્મર્ષિ થઇ શકાય છે . એક રાત્રે વિશ્વ મિત્રનું લોહી ઉકળી ઉઠ્યું એમણે ગુરુ વસિષ્ઠ ને મારી નાખવાનો મનસુબો કર્યો અને એક પૂનમની ચાંદની રાત્રે ગુરુ વસીસ્થ્ના આશ્રમે પહોંચી ગયા .અને વસિષ્ઠ ને મારી નાલ્હ્વાનો લાગ જોતા સંતાઈને ઉભા રહ્યા આ વખતે ગુરુ વસિષ્ઠ પોતાની પત્ની અરુંધતી સાથે વાતોમાં વ્યસ્ત હતા .આ વખતે પુનમના ચંદ્રની ચાંદની જોઈ અરુન્ધતીએ પોતાના પતિ ગુરુ વસિષ્ઠને પૂછ્યું . આવું શુદ્ધ નિર્મળ તાપ કોનું હશે ગુરુ વસિષ્ઠ બોલ્યા આવું તાપ તો મહર્ષિ વિશ્વામિત્ર સિવાય બીજા કોનું હોય શકે ? આ ગુરુ વસિષ્ઠ નાં વચનો સાંભળી વિસ્વા મિત્રનો ક્રોધ એકદમ ઓગળી ગયો અને તેઓ વસિષ્ઠ જ્યાં બેઠા હતા ત્યાં ગયા .ઋષિ વિશ્વામિત્રને જોઈ ગુરુ વસિષ્ઠ બોલ્યા પધારો બ્રહ્મર્ષિ . મધુર વચન માણસોમાં નો ક્રોધાવેશ ઓગળી દેતું હોય છે મને એક મારા બાળ પણની વાત યાદ આવી જે આપને હું કહું છું . હું બીલખા શ્રીમાંન્નાઠુંરામ શર્માના આશ્રમમાં સંસ્કૃત ભણતો ત્યારે એક કરુણા શંકર ઓધવજી કરીને હાટીના માળિયા નો ચોદેક વરસનો પરણેલો છોકરો પણ ભણતો એ એટલો બધો ચીડિયા સ્વભાવનો હતો કે કહેવાની વાત નહિ એક વખત મારી સાથે ચડસા ચડસીમાં ઉતર્યો મારા માટે અસહ્ય વચનો બોલવા લાગ્યો .એક વચન એવું બોલ્યોકે તું નમાલો છો .લોહી દેખીને ગભરાય જા એવો છો ચનલ તારામાં હિંમત હોયતો મને ચાકુ માર હું હાલીશ પણ નહિ .અને આ મેનાનો માર્યો સાવઝ ઉભો ઠગાયો મારા બ્લોગર મિત્ર સુરેશ જાનીએ મને એરીઝોનાનો સવાઝ એવું બિરુદ આપ્યું છે એમ આશ્રમમાં મને વિદ્યાલયનો સાવઝ નામ આપેલું . અમરાપુર ગિર ના જગ્જીવને .
મેં હાથમાં ચાકુ લીધું .અને કરુણાએ પોતાનો હાથ લાંબો કર્યો . હું તેના હાથ ઉપર ચાકુથી ચરકા કરવા માંડી ગયો . જો મને કોઈએ રોક્યો ન હોતતો હું વધારે ચાકુ મારત પણ વાતનો કટકો કરુનો હાલ્યો પણ નહિ . મારી ફરિયાદ એક માણેકલાલ ચંદારાણા નામના આશ્રમ ના મોભાદાર અને મુખ્ય ત્રષ્ટિ પાસે ગઈ મને માણેકલાલ બાપાએ બોલાવ્યો .મને જો સમજ્યા વિના ઠપકો આપશે કે ખીજાશે તો માણેકલાલ બાપાની ખેર નથી . હું એનો કાકડો દબાવી દઈશ ,કેમકે કરુણાએ મને ઉશ્કેર્યો અને મેં ચાકુથી એના હાથ ઉપર લીટા કર્યા છે .આવું હું છડે ચોક બોલેલો . હું માણેકલાલ બાપાની રૂમે ગયો .માણેકલાલ બાપા બોલ્યા અહી આવ મારી પાસે બેસ .હૂતો માની પણ નથી શકતો કે તું આવું કામ કરે તું કોનો દીકરો છો તે બિચારા બ્રાહ્મણ ના દીકરાને લોહી કાઢ્યો આપ નહિ માનો પણ હું પોકે પોકે રડવા લાગેલો .
ઋષિ વિશ્વામિત્ર ગુરુ વસિષ્ઠ ને મળ્યા પછી ઘ્જોર તપસ્યા કરવા વનમાં ગયા અને કંદ મૂળ ફળ ફૂલ પાંદડા વગેરે બહુ અલ્પ પ્રમાથયું છે ન્માજ ખાતા આવી કઠીન તપસ્યાથી સ્વર્ગલોકમાં ઈન્દ્રનું ઇન્દ્રાસન વિશ્વામિત્ર પડાવી લેશે એવો ભય સૌ દેવતાઓને લાગ્યો અને સૌ થી વધારે ઇન્દ્ર પોતાને ભય પેઠો અને વિશ્વ મીય્રની ઈર્ષ્યા થવા લાગી .એણે વિશ્વામિત્રને તાપથી ચલિત કરવા માટે અપ્સરાઓ મોકલવાનો નિશ્ચય કરો સૌ પ્રથા એને રંભા નામની અપ્સરાને મોકલી રમ્ભારે પોતાનાતથી બની શકે એટલી ઋષિને કામ વ્યાપે એવી ચેષ્ટા કરી પણ ઋષિ જરાય ચલાય માનન થયા .પછે ઇન્દ્રે મેનકા કે જે તમામ અપ્સરાઓ કરતા અધિક સુંદર હતી .તેને ઋષિનું તાપ ભંગ કરવા મ્મોક્લવા માટે બોલાવી અને મેનકાને કીધું કે તું હવે ઋષિની તપસ્યાનો ભંગ કરવા તું જા મેનકા બોલી મહારાજ હાલ હું ઋતુ મતી છું .માટે તમે કોઈ ઉર્વશી કે બીજી કોઈને મોકલો પ ણ ઇન્દ્રે પોતાનો આગ્રહ જારી રાખ્યો મોકલી મેન્કાએ પોતાસની સફળતા માટે કામદેવ અનઅને રતિને વિશ્વામિત્રનીતપ સ્યા ભંગ કરવા પોતાને સફળતા મળે એમાટે પ્રાર્થના કરી .કામદેવે આશીર્વાદ આપ્યા . અને મેનકા રૂમ ઝૂમ કરતી વિશ્વ મિત્ર જ્યાં તાપ કરવા બેઠા હતા ત્યાં પહોંચી નૃત્ય શરુ કર્યું .કામદેવના બાન વછુટ્યા ઋષિ ની સમાધિ તૂટી તેણે મેનકાને જોઈ કામાંન્તુર મેનકાએ જાની લીધું કે ઋષિ તાપસ્યામાંથી જાગૃત થઇ ગયા છે મારું કર્તવ્ય હવે પૂરું થયું છે એવું વિચારી એ ચાલવા માંડી .પણ વિશ્વામિત્ર એને પોતાની બાહોમાં ઝકડવા મેનકાની પાછળ પડ્યા “કામાંતુંરા ણામ ન ભયમ ન લજ્જા ઋષીએ મેનકાને પકડી પાડી , ઋતુ મતિ મેનકા સાથે સંભોગ કર્યો આ વખતે મેનકા અતિ પ્રસન્ન હતી અને મેનકાએ ગર્ભ ધારણ કર્યો .અને પછી તે સ્વર્ગમાં પાછી ગઈ સમય આવ્યે મેનકાએ બાળકીનો જન્મ આપ્યો અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ બાળકીનું શકુંતલા એવું નામ આપ્યું પછી સ્વર્ગમાં તે કંઈ અપ્સરાઓને બાળકો હોય એવું યોગ્ય નથી એટલે એ ઋષિ વિશ્વામિત્રને શકુંતલાને સોંપવા મૃત્યુ લોકમાં ઋષિ વિશ્વ મિત્ર પાસે આવી અને શાકુન્તાકાને સંભાળી લેવા વિનતિ કરી બાળકીને જોઈ વિશ્વામિત્ર પોતાનો હાથ આંખો આડો કરી લીધો પણ કણાદ ઋષિ એ માનવતા દાખવી ,અને પોતે મેનકાને શકુંતલા પોતાને આપી દેવા કહ્યું મેનકાએ કણાદ મુનિને શકુંતલા સોપી પોતે ઇન્દ્ર લોકમાં જતી રહી
Like this:
Like Loading...
Related
ગાલિબે ‘દીવાન’માં કહ્યું છે :
‘હમકો માલુમ હૈ જન્નત (સ્વર્ગ) કી હકીકત લેકિન,
દિલ કે ખુશ રખને કો ‘ગાલિબ’ યહ ખ્યાલ અચ્છા હૈ.’
સ્વર્ગ-નરક ક્યાં છે એની તો અમને ખબર છે, પણ એની કલ્પનામાં રાચવાનો માણસને આનંદ આવતો હોય છે. માણસનાં સત્કર્મો જ સ્વર્ગ છે. પીડિતો અને કચડાયેલા લોકોની સેવા કરવી એના જેવું સ્વર્ગ બીજું કયું હોઈ શકે ?
‘સ્વર્ગ- ન. (સં.) દેવોનો લોક’ એવો અર્થ થાય છે. દેવોને રહેવા માટેનો દેશ એટલે સ્વર્ગ. સ્વર્ગને પરમેશ્વર પણ કહી શકાય. પરમેશ્વર તો આખા જગતનું જીવન અને તેજ છે. સ્વર્ગ કેવું છે, એ કોઈને ખબર નથી. ગુજરાતીમાં કહેવાય છે : ‘મર્યા વિના સ્વર્ગે ના જવાય.’ જે મરે છે, એ કહેવા આવતો નથી કે સ્વર્ગ કેવું છે ? ‘ગાંધીગીતા’માં કહ્યું છે : ‘કેવું તે સ્વર્ગમાં હોય તે તો હું નથી જાણતો / જાણવા દૂરની સ્થિતિ ઈચ્છતો પણ હું નથી.’ ‘પુરાણ’માં સાત લોકની કલ્પના કરવામાં આવી છે. પૃથ્વીની ઉપર ઊંચે સાત લોક આવેલા છે. તેમાંનો ત્રીજો લોક તે સ્વર્ગ છે, એવું કહેવાય છે. જે લોકો પૃથ્વી ઉપર ઉત્તમ કાર્યો કરે છે, પરાક્રમો કરે છે, જે યશ મેળવે છે, એવા લોકોનું મરણ થાય છે ત્યારે ‘સ્વર્ગે સિધાવ્યો વીરો’ એવું કહેવાય છે. ‘ગીતા રહસ્ય’માં કહેવાયું છે : ‘યજ્ઞાયાગાદિ કર્મ અથવા નાના પ્રકારનું દેવતાઓનું આરાધન કરનારાને કેટલોક કાળ સ્વર્ગવાસ પ્રાપ્ત થાય, પણ પુણ્યનો અંશ પૂરો થતાં પુનઃ જન્મ લઈ ભૂલોકમાં આવવું પડે છે. ગાંધીજીએ કહ્યું છે : ‘સ્વર્ગ અને પૃથ્વી આપણી અંદર જ છે. આપણે પૃથ્વીથી તો પરિચિત છીએ, પણ આપણી અંદરના સ્વર્ગથી તો બિલકુલ અપરિચિત છીએ.’ સ્વર્ગ ક્યાં છે ? તો ‘સ્વર્ગ અહીં છે-અહીં છે.’ આપણે એ સ્વર્ગને પામી શકીએ છીએ ? જે પોતાની અંદરના સ્વર્ગને જાણી લે છે તે ‘મર્હિષ’ કે ‘મહાત્મા’ બની જાય છે. જ્યાં માણસની ઉત્તમ કલ્પનાનો માળો બને છે. એમાં આપણા આદર્શનાં ઇંડાં મૂકાય છે, વિશ્રામ કરાય છે એ જ આપણું સ્વર્ગ છે. જ્યાં મુક્ત મનથી વિહાર કરી શકાય, પ્રાણીમાત્ર સાથે પ્રેમથી જોડી શકાય- એ આ જગતમાં જ શક્ય છે, એ જ આપણું સ્વર્ગ છે. એક વાત નિશ્ચિત છે કે સ્વર્ગનો રસ્તો નરકમાંથી જ જાય છે. મર્હિષ અરવિંદે કહ્યું છે : ‘કોઈ પણ વ્યક્તિ જે નરકમાંથી પસાર થઈ નથી, સ્વર્ગમાં પહોંચી શકતી નથી.’ જેમ કોઈ વસ્તુ મહેનત સિવાય મળતી નથી, કોઈ સિદ્ધિ મેળવવા માટે પરસેવો પાડવો પડે છે એ જ રીતે સ્વર્ગ મેળવવા માટે પણ નરકના દ્વારમાંથી પસાર થવું જ પડે છે.
આ જગત સ્વર્ગ જ છે એને જોવાની અને પામવાની આપણી દૃષ્ટિ જોઈએ. વેદવ્યાસે કહ્યું છે : ‘જેનો પુત્ર આજ્ઞાકારી હોય, સ્ત્રી (પોતાના) કહેવામાં હોય અને મનમાં ધનનો લોભ ના હોય, તે આ જગતમાં જ સ્વર્ગ પામી શકે છે.’ સ્વર્ગ નામનો કોઈ દેશ નથી કે જેથી વિઝા લઈને આપણે ત્યાં જઈ શકીએ. સ્વર્ગને શોધવા જવા કરતાં, ‘તું તારી જાતને જો’ જેથી તને સ્વર્ગનાં દર્શન થશે. આપણે જ્યાં છીએ ત્યાં સ્વર્ગ કે નરક બનાવી શકીએ છીએ. જે લોકો સારાં કાર્યો કરે છે એમના માટે તો સર્વત્ર સ્વર્ગ જ છે. ‘શતપથ-બ્રાહ્મણ’ (૬/૫/૪/૮)માં કહ્યું છે : ‘પુણ્ય કર્મ કરવાવાળા સ્વર્ગ લોકમાં જાય છે.’ લોકોપયોગી કાર્યો જ સ્વર્ગના દ્વાર સુધી લઈ જતાં હોય છે. માણસ પોતાનાં કાર્યોના આધારે જ એની પ્રાપ્તિ માટે ઇચ્છા રાખી શકે. આપણે કહીએ છીએ કે, બાવળ વાવીને કેરીની આશા રાખવી એ ઠગારી બાબત છે, એવી જ રીતે દુષ્કર્મો કરીને સ્વર્ગની ઇચ્છા કરવી યોગ્ય છે ? ‘મહાભારત’ના ‘દ્રોણપર્વ’ (૭૧/૧૪)માં કહ્યું છે : ‘પોતાનાં પુણ્ય કર્મોના આધારે જ વિદ્વાન સદાય સ્વર્ગની આકાંક્ષા રાખે છે, પરંતુ સ્વર્ગવાસીઓ દ્વારા સ્વર્ગથી આ લોકની આકાંક્ષા કરી શકાતી નથી.’ તેથી આપણા ભક્ત કવિએ ‘માગુ જનમો જનમ અવતાર’ની જ ખેવના કરી છે. આપણા ઋષિ-મુનિઓએ સ્વર્ગનો જે રસ્તો બતાવ્યો છે તે ‘વાલ્મીકિરામાયણ’ (૨/૧૦૯/૩૧)માં કહેવાયો છે : ‘સત્ય, ધર્મ, પરાક્રમ, પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ, પ્રિયવચન તથા દેવતાઓ, મહેમાનો અને બ્રાહ્મણોની પૂજા કરવી- સાધુ પુરુષોએ આ બધાને સ્વર્ગનો માર્ગ બતાવ્યો છે. માણસને સ્વર્ગમાં કોણ લઈ જાય છે અથવા સ્વર્ગનો હેતુ શું છે ? ‘પદ્મપુરાણ’ (૪/૯૨/૫૮)માં કહ્યું છે : ‘ગરીબને દાન, સમર્થ વ્યક્તિનું ક્ષમાદાન, યુવા તપસ્વીઓ અને જ્ઞાનીઓનું મૌન, ઉચિત સુખ-સામગ્રીની અનિચ્છા, જીવો પર દયા- વ્યક્તિને સ્વર્ગ અપાવે છે.’ જેના મનમાં કોઈપણ પ્રકારની અપેક્ષા નથી અને જે સમાન દૃષ્ટિ કે સમાન ભાવે સેવા કરે છે એને સ્વર્ગ અહીં જ છે.
હજરત મહંમદ પયગંબર સાહેબે કહ્યું છે : ‘તારું સ્વર્ગ તારી માતાના પગ તળે છે.’ કવિવર ટાગોરે પણ કહ્યું છે કે, ઈશ્વર બધે તો પહોંચી શકે નહીં એટલે એણે માતાને મોકલી આપી છે. મા તો સ્વર્ગનું ધામ છે, સ્વર્ગ ક્યાંય શોધવા જવાની જરૃર નથી, પણ આજની પેઢીને એનો સંદેશો મળી શકતો નથી. મિલ્ટને પણ કહ્યું છે : ‘મન જ પોતાની અંદર સ્વર્ગને નરક અને નરકને સ્વર્ગ બનાવી શકે છે.’ સ્વર્ગમાં જવા માટે કોઈ સીડીની જરૃર નથી. માણસનાં કાર્યો જ એને સાચી દિશામાં દોરી જતાં હોય છે, પણ જેને દોઝખમાં જાણીબૂઝીને પડવું હોય, એને તો કોણ બચાવી શકે છે ? બેસેનબર્ગે કહ્યું છે : ‘નરક ઈશ્વરનો ન્યાય છે, સ્વર્ગ એનો પ્રેમ છે, પૃથ્વી એની દીર્ઘકાલીન યાતના’ છે. ઈશ્વર તો ગજ-કાતર લઈને બેઠેલો છે. ‘વધે ઘટે તેને કરે બરાબર, સૌની લે સંભાળ.’ બેકને પણ કહ્યું છે : ‘જે પરોપકારમાં લાગેલા છે, પરમાત્મામાં જેને વિશ્વાસ છે, અને જે સત્યનું આચરણ કરે છે, એના માટે આ પૃથ્વી જ સ્વર્ગ છે.’ સ્વર્ગ ક્યાંય નથી, અહીં છે. વિષ્ણુ શર્માએ ‘પંચતંત્ર’ (૩/૧૦૭)માં કહ્યું છે : ‘વૃક્ષો કાપી, પશુઓને મારી તથા ખૂનનો કાદવ કરીને જો સ્વર્ગ મળતું હોય તો નરક કોને મળશે ?’ એવો પ્રશ્ન કરીને માનવજાતને ચેતવી છે, એ અંધશ્રદ્ધામાં ઘસડાઈને એવાં કાર્યો કરે છે. સનાઈને ફારસીમાં લખ્યું છે : ‘તેં સ્વર્ગ અને નરક જોયું નથી. સમજી જા કે ઉદ્યમ સ્વર્ગ છે અને આળસ નરક છે.’ જે આળસુ છે એના માટે તો નરક જ નરક છે. તેલુગુમાં સટ્ટિ લક્ષ્મીનરસિંહમે કહ્યું છે : ‘સ્વર્ગ અને નરકની બાબતમાં ચર્ચા કરવાની શી જરૃરત છે ? માણસનું મન જ સ્વર્ગ અને નરક છે.’ તો ટામસ મૂરે પણ કહ્યું છે : ‘પૃથ્વી પર એવું કોઈ દુઃખ નથી કે જે સ્વર્ગ દૂર ન કરી શકે.’ કરી શકે છે, પણ માણસ આળસ તજે તો જ શક્ય છે. દાગનો એક શે’ર છે :
‘દુનિયા હી મેં મિલતે હૈ હમેં દોઝખોં- જન્નત
ઇન્સાન જરા સૈર કરે ઘર સે નિકલ કર.’
પ્રજ્ઞા બેન
એક કચ્છી ભગતે કીધું છેકે પીર પેગંબર ઓલિયા મીળે વયા મરી
ચોણ ઊડાં જી ગાલિયું નાવ્યો કોઈ વરી
પીર પીર કુરો કર્યો નાહીં પીરનજી ખાણ
પંચ ઇન્દ્રીકે વશ કરો તાં પીર થીંદા પાણ
અલ્લાના ઓલિયા જેવા ફકીર એક શાયરને આંગણે આવી ઊભા.
બન્નેનું જીવન-ચિંતન ઊંડું હતું. સત્સંગમાં મજા આવી. સત્સંગ કરી બાબાએ વિદાય માગી. શાયર તેમને દરવાજા સુધી વિદાય આપવા ગયા.
વિદાય લેતાં પહેલાં બાબાએ પૂછ્યું, ‘ભાઈજાન મારે લાયક કંઈક સેવા હોય તો ફરમાવો.’
વિનયભર્યા સ્વરે શાયર બોલ્યા, ‘બાબા, આપને અમારા કરતાં ખુદા સાથે સીધો સંબંધ છે. મારે માટે દુઆ માગજો.’
ઓલિયા તરત બોલ્યા, ‘આપની ખ્વાહિશ શું છે? મતલબ મિલકતના માલિક બનવું છે?’
શાયર તરત બોલ્યા, ‘ના, બાબા. દોલતનો નશો તો ઇન્સાનને હેવાન બનાવે છે અને નેકીનો માર્ગ ભુલાવે છે.’
બાબાએ પૂછ્યું, ‘તો પછી કીર્તિની ખ્વાહિશ છે? જગમશહૂર થવું છે?’
શાયર સ્મિત કરતાં બોલ્યા, ‘ખુદાએ મારી શાયરીમાં જોશ પૂર્યું છે. મારી શાયરીઓ મને મુલ્કમશહૂર કરી રહી છે. જોકે ખ્યાતિ હાનિકારક છે. માનવીમાં ઘમંડનો કેફ ઉપજાવનારી છે એટલે ખુદા પાસે મારા માટે દુઆમાં નમþતા માગજો.’
શાયરની વધુ પરીક્ષા કરવા ફકીરે છેલ્લે પ્રશ્ન પૂછ્યો, ‘ભાઈજાન જિગરમાં જિજીવિષા ન હોય તેવો જણ જગતમાં જડવો મુશ્કેલ છે. તમારા મનમાં ખુદાને મળવાની ઇચ્છા હોય તો તેમની સાથે તમને મેળવી આપું.’
શાયર તરત જ બોલી ઊઠ્યાં. ‘ના, બાબાજી ના. એવી ગુસ્તાખી હું કરવા નથી માગતો. ખુદાને પામવાનું, ખુદાને જાણવાનું કામ તો તમારા જેવા અલ્લાતાલા બંદાનું છે. ખુદા મહાસાગર છે અને હું તો પાણીનો ક્ષણભંગુર પરપોટો છું. એક પળ પછી તો ફૂટી જવાનો છું. હા, મારે માટે એટલું માગજો કે એક ક્ષણ પછી પૂરી થનારી જેવી મારી જિંદગી પર ખુદાની અમીદૃષ્ટિ પડે. તેમની કૃપાથી જ મારી જિંદગી પાવન થશે.’
ખુદાના બંદા ફકીરના મોઢામાંથી શબ્દ સરી પડ્યા, ‘ભાઈજાન, તમે ક્યારેય કોઈની દુઆના મોહતાજ થાઓ એમ નથી. તમારા જેવી જીવનની સમજણ મને પણ આપે એવી બંદગી હવે મારે ખુદા પાસે કરવી છે.’
તે મુઠ્ઠીઊંચેરા માનવી હતા શાયર મોહમ્મદ ઇકબાલ.
આનુંનામ શાયર કે જેના પાસેથી ઓલિયા જવાને જ્ઞાન મળ્યું