
હું જયારે બીજી વખત અમેરિકા આવ્યો ત્યારે મેં નોકરી કરવાનું નક્કી કર્યું . મારા ભાઈના તેડાવ્વાથી હું અમેરિકામાં કાયમ રહેવાના વિસા સાથે આવેલો .મારા ભાઈ અને તેની અમેરિકન પત્નીએ મને બહુ વિનતી કરીને કહ્યુકે તમે દેશમાં ઘણી જોખમી અને હાડમારી વાળી નોકરી કરી છે હવે તમે આરામ કરો અને તમારામાં જે આવડત છે .શોખ છે, તેનો ઉપયોગ ઉપયોગ કરો .બાપા સ્વર્ગવાસી થયા પછી તમે બાપ તરીકે અમને હૂફ આપો અને લહેર કરો , મેં કીધું કે હું દેશમાં હતો ,ત્યારે હું ગરીબી સામે ઝઝૂમતો હતો મારા તેજસ્વી દિકરાઓ અને મારી પ્રેમાળ પત્ની પાસે ઉઘાડા પગે ઝાળાં ઝાંખરાંમાં બકરીઓ ચરાવી તેં મને પૈસાની મદદ કરવાની ઘણી વખત ઓફર કરેલી તું અમેરિકા હતો આવા કપરા સમયમાં પણ તારી મદદ નોતી લીધી . તો હવે આ દેશમાં હું શા માટે પગભર ન રહું ? હું અહિ નોકરી કરીશ અને મારા ખર્ચના પૈસા પણ હું તુને આપતો જઈશ .
અને પછી નોકરીની શોધખોળ આદરી ,એકતો મને ઈંગ્લીશ બોલતા સમજતા કે લખતા વાંચતા આવડે નહિ .એટલે મારે ગધા વૈતરું કરવું પડે . એક નોકરી વિષે મારા ભાઈએ વાત કરીકે નોકરી તો છે પણ તમને કદાચ ન ગમે ,મેં કીધું ,તું વાત તો કર કેવી નોકરી છે ? ભાઈએ કીધું કે કૂકડીના ઈંડાં વિણી ને તેને ખોખામાં ભરતા જવા .મેં કીધું આવી નોકરી હું કરું .અને હું દેશમાં વાત કરું તો મારેતો નીચા જોણું થાય ,એટલે આ નોકરી હું નહી કરું . કોક બીજી નોકરી ગોત પછી અમે એક પ્રિન્ટીંગ પ્રેસમાં ગયા આ જગ્યાએ હંમેશા નોકરી હોયજ છે . અમો પ્રિન્ટીંગ પ્રેસની ઓફિસે ગયા .અહીના માલિક મી . ચેસ અને મેનેજર ડેવિડ હેનરીને મળ્યા આ દેશમાં મનેજર હોય કે ગમે તેવા મોટા હોદ્દાવાળો માણસ હોય એને સાહેબ કે ભાઈનો પ્રત્યય લગાડવાનો નહિ . સિવાય કે બહુ મોટી કંપનીનો માલિક હોય ,એને સર કે મિસ્ટર જોશી કે મી મુનશી કે મી જાની કે મી ,ફાની કહીને બોલાવાય અહીના ઓફિસરો મોટા ઈ નો ,બોઝ માથે લઈને ફરતા નથી। હોતા . મારા ભાઈનેજ મારા વતી બોલવાનું રહેતું કેમકે મને ઈંગ્લીશ આવડે નહિ . ડેવિડે કીધું કે નોકરીતો તમારા ભાઈ જોગી છે પણ બહુ સખ્ત મહેનતની છે આ નોકરી વીસ વીસ બાવીસ બાવીસ વરસના છોકરાઓ નોકરી કરે છે મારા ભાઈએ આ વાત મને કરી . મેં ભાઈને કીધું .તું એકદી મારા ભાઈ પાસેથી કામ લીજો પાસેથી કામ લીજો મારો ભાઈ આછોક્રાઓને થકવી દ્યે એમ છે .મારા ભાઈની વાત સાંભળી ડેવિડ મને જ્યાં કામ ચાલતું હતું એ જગ્યાએ લઇ ગયો .એક કલાકની પચ્ચીસ હજારની સ્પીડથી 80 પાનાની ચોપડીઓ બ હાર નીકળે ,અને તેની નક્કી કર્યા મુજબની સંખ્યામાં થપ્પીઓ થાય એ વારા ફરતી બે જણા ઉપાડી ઉપાડીને ઘોડામાં મુકતા જાય અને આ ઘોડા ભરાય જાય એટલે બાઇ ડ રી મશીન વાળા લઈ જાય . મને ઇશારાથી ડેવિડે સમજાવ્યો કે આ છોકરાઓ ચોપડીઓની થપ્પીઓ ઉપાડે છે .એમ તારે ઉપાડવાની છે . મેં બે ત્રણ થપ્પીઓ ઉપાડી એટલે ડેવિડને થઈ ગયું કે આ માણસ વીસ વીસ વરસના છોકરાઓથી જાય એવો નથી .પછી મારાભાઈને કીધું કે કાળથી કામ ઉપર લેતા આવજો ,સવારના 7 વાગ્યે કામ શરુ થઇ જાય છે .તે વખતે કલાકના દોઢ કે બે ડોલર ઓછામાં ઓછો પગાર આપવાનો કાયદો હતો .મારો પગાર નક્કી થયો .રવિ અને સોમ એમ બે દિવસ કામ કરવાનું નક્કી થયું .દરરોજ દસ કલાક કામ કરવું પડે .રવિવારના દિવસનો દોઢો પગાર મળે . અમેરિકા આવ્યા પહેલા મારી બકરીને પકડવા જતા કુતરાને પાટુ મારવા ગયો .કુતરો ઘામાં નો આવ્યો .એટલે મારો પગ ધ્રચ્કાય ગયો .મારો પગ ખુબ દુ:ખવા લાગ્યો .લંગડાતે પગે માંડ ઘરે પહોચ્યો ./ ડોક્ટર પાસે ગયા ડોકટરે પાટો (પ્લાસ્ટર )બાંધવાનું કહ્યું અને આ પટો ત્રણ મહિના પછી ખુલ્લે .મારે અમેરિકા જવાની સંપૂર્ણ તૈયારી હતી . પ્લેનની ટિકીટ પણ આવી ગઈ હતી .મારી સાથે મારી પત્ની પણ આવી શકે એમ હતી .પણ એમને લોકોએ ભડકાવેલી ખાસતો એમની બેન પાણી જે મહેસાણા જીલ્લાની હતી .તે કહે ભાનુબુન અમેરિકામાં ઠંડી બહુ પડે બરફ પડે ,શાકભાજી થાય નહિ માંસ ખાવું પડે, દેવ મંદિર ન મળે દારુ પીવો પડે , એટલે મારા ભાઈએ મારા દીકરાએ સમજાવી કે અહી બધુંજ ઢગલા બંધ મળે છે .અને અહી એવાં તો આલીશાન મંદિરો હોય છે કે ભગવાનને જલસા છે .અંબામા અહિ જાપાનીસ કીમતી સાડીઓ પહેરે છે . પણ મારા ઘરવાળાં અહી આવવા તૈયાર નો થયાં ,.હું તો નોકરીએ ચડી ગયો .મારો પગ સખત દુખે પણ હું કોઈને કહું નહિ જો વાત કરું તો નોકરીએ જવાનું બંધ કરી દ્યે .દર ગુરુ વારે પગારનો ચેક મળે તેદિ ડોલરના દસેક રૂપિયાની આજુબાજુ ભાવ હતો . હું ગણતરી કરું મારો પગાર મહિનાનો સવા બસો રૂપિયા જેટલો હતો .મેરા ભારત મહાનમાં કામ કરવા માં સખત પગ દુખે આ વખતે મને દેશવટો પામેલો હલામણ જેઠવો યાદ આવતો .એક વખત હલામણ ને ભેસો પાણીના ખાડામાં પડી હતી .ભેંસોના છાણ મૂત્ર વાળું પાણી પીવું પડ્યું .”તરસ ન જાણે ધોબી ઘાટ ” ત્યારે હલામણ પોતાના મનને કહે છે કે “ડોબાના ડોળેલ ભાંભર જળ ભાવે નઈ ,સુગાળો ન થા શરીર વેણું જળ વાંહે ર્યાં ” બાપુ હુંતો બરાબર કામ કરવા માંડી ગયો .ઈ ખર્ચ કાઢતાં સુરેશ જાની ની ભાષામાં કહું તો ફદયાં અને અમારી ભાષામાં કહું તો કાવડિયા ભેગા થવા માંડ્યાં . પછી .મારાં માં ને બોલાવવા પડ્યા . એને દિકરાના દિકરાની વહુ સાથે ફાવ્યું નહિ . છતાં માં કોઈદી ફરિયાદ નોતાં કરતા .પણ દિકરા વહુ ફરિયાદ કરવા માંડ્યા કે મા આપની સાથે ઝઘડો કરનાર બાઈ સાથે હળે ભળે છે .માં કોઈનું માનતા નથી .પછી અમે નક્કી કર્યું કે માને અહી તેડાવી લઈએ . માં અહી આવી ગયાં આ વખતે મારો ભત્રીજો વિક્રમ ત્રણેક વરસની ઉમરનો હતો . માનો અંત:કરણનો પ્રેમ વિક્રમ ઓળખી ગયો . માં સાથે વાતો કરવાનું બહુ મન થાય પણ માં સમજે નહિ . એટલે વિક્રમ માને કંઈ કહેવું હોય તો મને પૂછે હું એને ગુજરાતી શીખવું આમ કરતા કરતાં વિક્રમ ગુજરાતી શીખવા માંડ્યો . માએ અહીની પરીસ્થીની વાત મારી પત્નીને કરી . માં ચાર ગુજરાતી ભણેલા હતાં . માના કાગળો મારી પત્ની વાંચે . અને એને વિશ્વાસ બેઠો અને તે અમેરિકા આવી . પછી વિક્રમ વધુને વધુ ગુજરાતી બોલતા શીખવા માંડ્યો . પણ તમે કહેવાનું ફાવ્યું નહિ . કેમકે હું બધાને તુકારાથી બોલવું .એટલે એ રીતે એ તુકારાત્મક ભાષા શીખ્યો જે હજી ચાલુ છે પણ અમારી પાસેથી ભાષા શીખેલો વિક્રમ ચોક્ખું અમારા જેવું બોલે . મારી પત્ની સાથે એને બે હદ ગમે લાડ પણ દીકરા જેવું કરે .અહીના છોકરા લાડમાં પોતાની મને mom કહે અને એનો ઉચ્ચાર મામ જેવો કરે , વિક્રમ એની માને મમ્મી કહે પણ મારી પત્નીને મામ કહે કૈક ખાવાની વસ્તુ માગે જે એના માબાપને ના ગમતી હોય .એટલે વિક્રમને નો આપીએ , તો વિક્રમ કહે કાઢ કાઢ તે હંતાડી દીધી છે .
પ્રિન્ટીંગ પ્રેસના માલિક થેન્ક્સ ગિવીંગ નાં દિવસોમાં ટર્કીની લોટરી કાઢે , કોઈને કહી આપવાનું નહિ .જેનો નંબર લાગે એને 22 પાઉન્ડ જેટલા વજનની ટ ર્કી મળે .એક વરસ મને લોટરી લાગી ,અમે કોઈ ખાઈએ નહિ એટલે એલીઝાબેથ(મારા ભાઈની પત્ની )ની બેનને આપી દીધેલી .એ આલ રીબ્લીંગ નામનો માણસ વાત કરતો હતો કે મને પંદર વરસમાં કોઈ ડી લોટરી લાગી નથી .આ અરસામાં પ્રેસ્સમાં નોકરી કરતી છોકરીઓ લોટરી કાઢે એક ડોલરની ટીકીટ હોય મારી પાસે છોકારીયું આ વી અને મને પૂછ્યું તારે ટર્કી રમવું છે ? મેં કીધું હું ટર્કી માટે ઘરડો કહેવાઉં , તો એક ચ્બબ્લી છોકરી બોલી તને ટર્કી યુ જુવાન કરી દેશે . હવે આપને વાંચવામાં વહુ કંટાળો આવે એ પહેલા હું સમેટી લઉં .