જયારે ભારતના ભાગલા નહોતા પડ્યા .અને બીજા વિશ્વ યુદ્ધ વખતે રાવળપિંડી (પંજાબ)પાસે ચક્લાલામાં લશ્કરની છાવણી હતી .ત્યાં એક આર્મીની નર્સોને ટ્રેનીંગ આપવાની સ્કુલ હતી . એમાં જે પુરુષો નર્સ જેવી ટ્રેનીંગ લેતા હોય એને નર્સિંગ ઓડલી કહે વાતા ,અમેરિકામાં પુરુષ પણ જે નર્સ જેવું કામ કરતા હોય ,એ પણ નર્સ તરીકે ઓળખાતા હોય છે .ચક્લાલામાં છોકરીઓને અને છોકરાઓને ટ્રેનીંગ લેવાનું એક સ્થળે હોય પણ રહેવાના ક્વાટર્સ અલગ અલગ ,છોકરા છોકરીઓને મીલીટરીની શિસ્તમાં રહેવું પડતું હોય છે .જયારે રજાઓ હોય અથવા કામમાંથી છુટ્ટી મળી હોય ત્યારે છોકરાઓ છોકરીયો વિશેની મો સવાસની ખુબ વાતો કરતા હોય ,અને એવી રીતે છોકરીયો પણ છોકરા વિશેની વાતો એની મશ્કરી કરવામાં કંઈ ઓછી ઉતરે એવી નો હોય .એક અકબર -બીરબલનો કિસ્સો યાદ આવી ગયો જે આપના માટે હું રજુ કરું છું .એક વખત વાતો કરતા કરતાં અકબરે બીરબલને પૂછ્યું . આ લશ્કરના જુવાનો પોતાના વતનથી ઘણે દુર અહી રહે છે .તે નવરાતના સમય કેવી રીતે પસાર કરતા હશે ? કોઈ વખત આપણે જાતે વેશ પલટો કરીને મુલાકાત લઈએ ,બીરબલે કીધું જહાંપનાહ એની વાતોમાં કઈ સારાવાટ નહિ હોય, માટે આપણે એ લોકોની વાતો વાતો સંભાળવા જવું એ યોગ્ય નથી .પણ અકબરે હઠ લીધી એટલે બીરબલ સંમત થયો અને એક વખત અકબર અને બીરબલ ભિખારીનો વેશ લઇ ,છાવણીએ પહોંચ્યા ,અને જ્યાં આ જુવાનીયા તોલે વળી વાતોએ વળગ્ય હતા ,ત્યાં પહોંચ્યા .અને બોલ્યા “વાસ્તે અલ્લાહ કુછ ખાનેકા મિલ જાય બહોત ભુક લાગી હૈ )સાંભળીને એક જવાન બોલ્યો .બાપુ થોડા ઠહર જાઓ અબી ખાને કે લીએ બ્યુગલ બજેગા ,મૈ આપકે લીએ ખાના લા દુંગા અકબર અને બીરબલ એ જવાનોની વાતો સાંભળવા તેઓની નજીક બેઠા .એક જવાન બોલ્યો . વો જો અકબર કી લાડકી હૈને વો મુજ્હે એકાંત મેં મીલ્જાય તો મૈ ઉસકો પકડકે ઝાડીમે ખીંચ લેજાઉં વો કાબુમે ન આય તો મેં સાલીકે ઉપર તાનાકસી કરું ,ભલેહી મે કત્લ હો જાઉં .મગર છોડું નહિ . ત્યાં બીજો બોલ્યો વો બીરબલ વાલીભી ખુબ સુરતીમેં કહા કામ હે . અકબર કે આ લોકો કેમ સમય પસાર કરે છે એનો અનુભવ થઇ ચુક્યો , હાલો હવે જટ ઘર ભેગા થઇ જઈએ .એવી રીતે આ ચકલાલા વાળા નર્સિંગ ઓડ લિયો વાતો કરે નર્સિંગ ઓડ લીઓમાં એક છોકરો બહુ શરમાળ અને ઓછાબોલો બહુ ભોળિયો હતો . એનું નામ સાથી મિત્રોએ કબુતર પડેલું . મૂરખ માટે સારો શબ્દ ભોળો છે ,છોકરાઓ બધા નર્સો વિષે બોલે કે ફલાણી નર્સ મારી ખાસ દોસ્ત છે એને હું બહુ ગમું છું .મોકો જોઇને અમો ઘણી વખત મળીએ પણ છીએ .કબુતર બોલ્યો ,મને ઓલી છોકરી બેહદ ગમે છે પણ મને એની સાથે વાત કરવાની હિંમત નથી હાલતી .એક જાણે એને કીધું સાલા ડરપોક છોકરીઓ મેળવવા માટે થોડુક સાહસ પણ કરવું પડતું હોય છે .બીજું થોડીક બુદ્ધિ અને કુશળતા પણ જોઈએ .આ બધાની સાથે પ્રભાવશાળી દેખાવ પણ હોવો જોઈએ . હાળા તારો દેખાવજ જાય એવો છેકે કામદેવ તુને દર્શન દેવા આવ્યા હોય તોય તુને જોઇને ભાગી જાય .એક છોકરો બોલ્યો .હિંમત કરીને તું એને કહીજ દે કે હું તુને બહુ ચાહું છું .એ કઈ તુને મારી નહિ નાખે કે ફરિયાદ પણ નહિ કરે બહુ બહુ તો તુને ગાળો આપશે .અને એવી અપ્સરા જેવી રુપાળી ની ગાળો પણ ભાગ્ય શાળીનેજ મળે માટે તું હિંમત કરીને એને કહીજ દે કે તું મને બહુ ગમે છે .માટે મને તું મળ .હિંમતે મરદા તો મદદે ખુદા એની તો તુને ખબર છેને ? અને બાપડો કબુતર કોકનો ચડાવ્યો ચડી ગયો . અને એક સાંજે એણે સાહસ કર્યું . એ નર્સની રૂમે ગયો અને નર્સને કીધું “મેરી માશુક મેં તુજ્પર મરતા હું “નર્સ બોલી મરકે દિખાવ આટલું બોલી નર્સ પોતાની રૂમમાં ઘુસી ગઈ અને બારણું બંધ કરી દીધું . કબૂતરે એક ક્ષ ણ નો પણ વિચાર કર્યો નહિ અને ઝહર પી લીધું અને એ નર્સની રૂમ આગળ લાંબો થઈને સુતો , સવારે નર્સ સ્કુલે જવા ઘર બહાર નીકળી તો આ દૃશ્ય જોયું ,અને ફક્ત એટલું બોલીકે તુને બીજે ક્યાય મરવાની જગ્યા ન મળી કે તું અહી મારી રૂમ આગળ માર્યો . એટલું બોલી તે સ્કુલે જતી રહી .”તડપતા છોડકે ગુજર જાએ પછી સૌ ને ખબર થઇ . અભાગ્ય કબૂતરના સગા વહા લાઓની કોઈને ભાળ નહિ .એટલે તેના અંતિમ સંસકાર ત્યાંજ કરવાનું નક્કી થયું .સૌ તેની સ્મશાન યાત્રામાં જોડવા તૈયાર થઈને આવીગયા આ હોલો જેને પોતાની પ્રેમિકા માનતો હતો ,તે હજુ ત્યાર થઇ રહી હતી .કોઈએ કીધું છેકે “પઢી થી નમાજે જનાજા તો ગૈરો ને પઢી મરેથે જિનકે લીએ વોતો રહે વજુ કરતે ” પણ પછી નર્સને જોરદાર પસ્તાવો થયો . એણે પણ ઝેર પી લીધું .અને ચિઠ્ઠી લખી કે જે માણસે મારી એકજ ટકોરથી પોતાના જાનની કુરબાની આપી દીધી એવા હીરાને હું પારખી નો શકી ,હવેતો હું મરીને એની સાથે સ્વર્ગમાં લગન કરીશ .
Like this:
Like Loading...
Related
હૈયા સોંસરવી ઊતરી જાય એવી આ પ્રેમકથા છે. અને એ એવી પ્રેમકથા ચે જે હજી દંતકથા નથી બની. શિરીં ફરહાદ, લયલા મજનુ, શેણી વિજાણંદ, સોહની મહિવાલ, રોમિયો જૂલિયેટના કિસ્સા તો આપણે કથા લેખકોની કલમેથી જે રીતે ટપક્યા તે રીતે જાણ્યા છે, પણ આ તો આતાની સીધી કલમેથી લાગણીઓ ઉછાળ્યા વિનાની શુદ્ધ પ્રેમકથા છે, આતા, આભાર.
તમારો આભાર દિપક ભાઈ