Daily Archives: માર્ચ 18, 2013

ચરણ સ્પર્શ કરવા જેવી સ્ત્રી શક્તિઓ

બ્રિટીશરોએ  વિશ્વમાં રાજ્ય કર્યું .એની કુશળતા ,ચાણક્ય નીતિ કેટલેક અંશે સચ્ચાઈ ને આભારી છે .આપણા ઉપર રાજ્ય કરી ગયા .એટલે આપને એને વખોડીએ એ વાત એક જુદી છે .આઝાદી અપાવવામાં  ગાંધીજીના અહિંસક હથિયારને આપણે  યશ આપીએ છીએ  બરાબર છે .પણ અંગ્રેજો પોતાને પણ આઝાદી આપીને છુટું થવું  હતું .ઘણા દેશોને આજાદ કર્યા  એમાં ક્યાં દેશે  ઉપવાસ કરીને અંગ્રેજોને  આઝાદી આપવા માટે મજબુર કર્યા .?કેટલાક  મારા જાત અનુભવો  હું લખવા માગું છું ..જયારે બીજું વિશ્વ યુદ્ધ જોર શોરથી ચાલી રહ્યું હતું બ। લશ્કરમાં  માણસોની જોર શોરથી ભરતી થઇ રહી હતી . દલાલો સાડાપાંચ થી થોડીક વધુ ઉંચી લાકડીયો લઇ શરેમાં ઘૂમતા હોય  કોઈ છોકરો મળે ,એને ભરતી થવા માટે લલચાવે ,એવું કહે કે  લશ્કરના સૈનિકોને મદદ કરનારા માણસો ને અમે નોકરી અપાવીએ છીએ .માણસ હા પાડે એટલે એની લાકડી વતી ઉંચાઈ  માપ લ્યે એને રેસ્ટોરામાં ખાવા લઇ જાય ,અને પછી રીક્રુ ટીંગ ની ઓફિ સે મોકલી આપે . હું ભરતી  થએલો માણાવદરથી  રેલ્વે સ્ટેશન ઉપર એક  રેલવેના  ભારખાનાના ડબા  જેવો  ડબો હતો  એમાં   યુનિફોર્મધારી  એક આર્મીનો ઓફિસર અને બે ચાર જણા નાના માણસો હતા .હું એ ડબ્બો જોવા ગયો મને  પ્રેમથી  આવકાર્યો , મને મારા પ્રશ્નોના જવાબમાં મને ઉઠા ભણાવવા માંડ્યા ,બધા દેશી માણસો હતા . મેં કીધું કે હું તો  લશ્કરમાં ભરતી થવા આવ્યો છું , લશ્કરના માણસોને  મજુરી જેવી મદદ કરવાની નોકરી કરવા હું  નથી આવ્યો . પછી ઓફિસર બોલ્યો  ,અમે તમને ખાલી તમે ગભરાય ન જાઓ માટે  મજુર ભરતીની વાત કરી .આતો લશ્કરના સૈનિક નિજ ભરતી કરવા અમે આવ્યા છીએ .પછી મેં ભરતી થવા માટે હા પાડી ,અણે  મેં કીધું કે હું મારી માને મળીને આવું છું તો ઓફિસર બોલ્યો હવે તમારાથી  ન જવાય . અરે અહીંથી સીધો હું જતો રહું તો મારા  માબાપને કેટલી ચિંતા થાય . પછી ઓફિસરને નાના માણસે સમજાવ્યો કે   જે માણસ રાજી ખુશીથી  ભરતી થઇ રહ્યો છે . એ પાછો આવ્યા વગર નહિ રહે . હું ઘરે ગયો માને બધી  વાત કરી  માં રોઈ પડી પણ પછી  પોતાના વહાલા દીકરાને સંમતિ આપી . મને રેલ્વેમાં બેસાડી દીધો .સાથે એક માણસ આવ્યો .અમો  અમદાવાદ પાંચ કુવા પાસે  આર્મીની ઓફિસે આવ્યા .ગોરા ઓફિસરે  મારી પુછ પરછ કરી , અને કીધું કે  હમણાં વડોદરા  તમારે ટ્રેનીંગ લેવા જવું પડશે . પછી તમને  દુનિયામાં  ગમે  ત્યાં   મોકલશે   ત્યાં તમે જવા તૈયાર છો  ? તમે રાજી ખુશીથી ભરતી થયા છો . તમને કોઈએ ભરતી થવા માટે દબાણ નથી કર્યું ને ? આ અંગેજ હતો અને માણાવદરમાં ભરતી કરનારા દેશી હતા, હું જયારે સક્કર (સિંધ)હતો .  સક્કારને  સ્થાનિક લોકો સખર  કહે છે . સખરના પાદરમાં  સિંધુ નદી વહે છે . જેનું પાણી  ચા માં વધુ ભેંસનું દૂધ નાખ્યું હોય અને જેવો રંગ હોય  એવા રંગનું અને ઠંડુ . માબાપના સંસ્કારની ખાસ કરીને મારી મન એવી ગહરી અસર હતી કે  લશ્કરના માણસોની ખરાબી મારામાં નહોતી પ્રવેશી શકી મેં કોઈ  સ્મેં દસ રૂપિયાની નોટ ખિસ્સામાં મૂકી ત્રીને  હીણી  નજરથી જોઈ નોતી  .મારીઆવી  વાતો સાંભળીને કોઈ બ્લોગર કે વાંચનાર ઇનામ આપવાનો નથી પણ મારા નિજાનંદ માટે સત્ય વાત કહું છું . સિંધુ નદીનાં એક બેટમાં  સાતબેલા  નામે  હિન્દુનું  ધાર્મિક સ્થળ છે . હાલ આ જગ્યાએ મસ્જીદ બનાવી છે એવું સંભળાય છે સાતબેલામાં  રવિવારે મેળા જેવું  થતું .ત્યાં એક જુવાન ખુબ સુરત છોકરી ઉભી હતી . મેં એને  મિલ્ટ્રી ની અદાથી સલામ કરી  છોકરી હસી પડી એનો બાપ મારી પાસે આવ્યો . બ્રિટીશના વખતમાં  આર્મીના માણસ  સામે  દાદાગીરી નો ચાલે  મને  નામૃતાથી પૂછ્યું . મારી દીકરીને તમે સલામ શામાટે કરી  મેં જવાબ આપ્યો કે  મેં તારી દીકરીને સલામ નથી કરી પણ એને બનાવનાર  પરમેશ્વરનું રૂપ મેં તારી દીકરીમાં જોયું ,એટલે  મેં એ કર્તરને સલામ કરી .લડાઈ જોરથી ચાલી રહી હતી .લોકો મારા માબાપને  ભડકાવવા માડયા  મારા ઉપર કાગળો આવવા માન્ડ્યાકે ગમે તેમ કરીને તું ઘર ભેગો થઇ જા  મેં કામમાં ડા ડોડાઈ આદરી  કેમેય મને કાઢી મુકે છે . ?પરિક્ષા લેવા ગોરો આવે એ લેલર નામે ઓળખાતો , હું જો પાસ થાઉં તો મારો પગાર વધે અને પછી મને યુદ્ધ મોરચે કે ગમે ત્યાં મોકલે . મેં મનમાં વિચાર કર્યો કે પાસ થવું હાથની વાત નથી પણ નાપાસ થવું એ હાથની વાત છે . લેલર મને  દાખલા તરીકે હથોડી દેખાડે અને પૂછે આ શું છે ? હું જવાબ આપું કે એ પેન્સિલ છે . આવા બધા સવાલોના જવાબ હું  ઉંધા આપું .લેલર જરાય ઉશ્કેરા વિના શાંતિથી બોલ્યો  તું આમ કેમ કરે છે તારો માસ્તર કહે તું હોશિયાર છોકરો છે। પછી એણે મને દસ રૂપિયાની નોટ આપી  મેં નોટ ખિસ્સામાં મૂકી એટલે  અને કીધું હવે તું સાચા જવાબ આપજે , મેં નોટ ખિસ્સામાં મૂકી એટલે લેલર સવાલ પૂછવા માંડ્યો . ફરીથી હું ઉલટા જવાબ આપવા માન્યો પછી એક પાટિયામાં લખ્યું કે આ માનસ ભરોસા પાત્ર નથી  લેલ્રના દસ રૂપિયા ખાઈ ગયો છે અને એની કહ્યું નથી કરતો . આ પાટિયું મારા હાથમાં પકડાવીને પછી માણસો વચ્ચેર ફેરવ્યો લેલ્રરની  જગ્યાએ દેશી માણસ હોત તો પાસ છો એમ કહેને આગળ ધકેલી દ્યે .

હવે જે મુખ્ય વામારે ગામનું કે કોઈ વ્યક્તિનું નામ આપવું નથી .ત કહેવી છે એ  શરુ કરું છું .  એક ગામમાં બે કેદુતો શેઢા પાડોસી હતા એક છોકરી  થોડે દુર ઘાસના મેદાનમાં  પોતાની ભેંસો  ચરાવતી હતી જોડે બીજી છોકર્રીયું  પણ પોત પોતાની ભેંસો ચરાવતી  હતી  એક છોકરીના ખેતર પાસે  એક બીડમાં એક આધેડ વયનો ખેડું ભેંસો પોતાની ભેંસો ચરાવતો હતો . આ ખેડૂતની લા પરવાઈથી  તેની ભેંસો  છોકરીના ખેતરમાં  ઘુસી ગઈ . પોતાના ખેતરમાં ભેંસોને  પોતાનો  મોલ  ખાતાં  જોઈ એટલે છોકરી એકદમ દોડી અને પોતાના ખેતરમાં ઘુસેલી ભેંસોને કાઢી અને ભેંસોના માલિકને    ગાળો દેવા માંડી અમારી બાજુ છોકરીયો પણ  ભીભાત્સ ગાળો બોલતી હોય છે . ભેસો વાળો  ગુન્હામાં હતો એટલે સામે કઈ દલીલ કરતો નોતો કે   મારીભુલ થઇ મને માફ કર  એવી વિનતિ  પણ કરતો નોતો  બસ નિરાંતે ગાળો ખાતો તો અને હસતો તો  બીજી છોક્ રી ઓએ એવું અનુમાન કર્યું કે  ભેંસ વાળા એ  છોકરી પાસે બીભત્સ માગની કરી હશે એટલે છોકરી ગાળો દ્યે છે .. થોડી વારે  છોકરી પોતાની મૂળ જગ્યાએ આવી અને ભેંસો વાળો પોતાને ઘરે જતો રહ્યો . બીજી છોકરીયું  ગાળો દેનાર છોકરીને ચીડવવા માંડી કે તારી પાસે ઓલે બીભત્સ મગની કરી તો તારે અમને બોલાવવી હતીયુંને આપને બધી ભેગી થઈને એને ખુબ મારત . છોકરી કહે  મારી પાસે એને કોઈ બીભત્સ માગની કરી નથી એની ભેંસો મારા ખેતરમાં ઘુસેલી એટલે હું એની સાથે ઝઘડો કરતી હતી અને ગાળો દેતી હતી , છોકારીયું કહે હવે ખોટું બોલમાં એને તારી આબરૂ  પાડવી  હતી  .છોકરીએ બહુ દલીલ કરી પણ એનું કોઈએ  સાંભળીયુ   નહિ  . નિર્દોષ છોકરીને બહુ આઘાત લાગ્યો , પોતા તરફ લોકોને  આંગળી  ચિંધ ણું  થયું . હવે હું કોઈને મોઢું નહિ બતાવી શકું . એને કુવામાં પડી  મોત વહાલું કર્યું . એની ભેસો રેઢી  ઘરે પોંચી છોકરીના બાપે છોકારીયુંને પોતાની દીકરી બાબત  પૂછ્યું . છોકરિયુએ  બહુ ગોળ ગોળ જવાસ્બ આપ્યો અને ભેસ વાળા વિષે વધારીને વાત કરી બાપ બહુ ગુસ્સે ભારનો અને ભેસ્વાલાને ઘરે ગયો ભયભીત  ભેંસ વાળો ઘરમાં ઘુસી ગએલો  છોકરીનો બાપ અને તેના મિત્રો મારી નાખવા માટે તૈયાર હતા . ભેસો વાળાના ઘરના પણ ભય ભીત હતા .છોકરીનો બાપ  મારી નાખવા તૈયાર હતો  ગામના પોલીસ પટેલે સમજાવીને પાછા કાઢ્યા  દરમ્યાનમાં  છોકરીએ આપ ઘાટ કર્યો છે એ ખબર પડી . એટલે છોકરી પક્ષના લોકોમાં વધુ ઉશ્કેરટ ફેલાણો   ભેસો વાળો ઘરમાં પૂરેલો હતું તેની વહુ અને ઘરના સૌ સત્ય શું છે વાત જાણવા પ્ર્ત્યાસ કર્યો પછી ચૂક્રીના બાપને વાત કરીકે  તમે જે સભ્લીયું છે એ સત્ય નથી . સાચી વાત આમ છે એમ કહીને ભેંસો ખેતરમાં ઘુસી ગયેલી  એ બાબત છોકરી ગાળો દેતી હતી . સમજદાર લોકોને વાત ગળે ઉતરી કેમકે ભેસો વાળો ભગત જેવો હતો . કોઈને  કદિ  ભૂલથી હોય તો માફી દેનારો હતો . લોકોને વિશ્વાસ બેઠો કે આ નિર્દોષ છે . આ છોકરી કેવી કે પોતાની ખોટી બસ્દ્નામી પણ સહન નકારી શકી  હવે આવી દેવીઓને પગે લાગવાનું મન થાય કે નહિ .

બીજો કિસ્સો એક એવો છેકે એક છોકરી બુપર બળાત્કાર થયો એમાં એનો કંઈ  દોષ નહિ પણ લોકો આંગળી ચીંધે કે આ છોકરી ઉપર બળાત્કાર થયો છે એવું પણ એ ના સાખી શકી અને આપ ઘાટ કર્યો હવે આવી દેવીઓની ચરણરજ માથે ચડાવાય કે નહિ .?

पढ़ीथी नमाज़े जनाज़ा तो गैरोने पढ़ी

જયારે ભારતના ભાગલા નહોતા પડ્યા .અને બીજા વિશ્વ યુદ્ધ વખતે રાવળપિંડી (પંજાબ)પાસે ચક્લાલામાં લશ્કરની છાવણી હતી .ત્યાં એક આર્મીની નર્સોને ટ્રેનીંગ આપવાની સ્કુલ હતી . એમાં જે પુરુષો નર્સ જેવી ટ્રેનીંગ લેતા હોય એને નર્સિંગ ઓડલી કહે વાતા ,અમેરિકામાં  પુરુષ પણ જે નર્સ જેવું કામ કરતા હોય ,એ પણ નર્સ તરીકે ઓળખાતા હોય છે .ચક્લાલામાં  છોકરીઓને અને છોકરાઓને  ટ્રેનીંગ લેવાનું એક સ્થળે હોય પણ રહેવાના ક્વાટર્સ અલગ અલગ ,છોકરા છોકરીઓને  મીલીટરીની  શિસ્તમાં રહેવું પડતું હોય છે .જયારે રજાઓ હોય અથવા  કામમાંથી છુટ્ટી મળી હોય ત્યારે છોકરાઓ   છોકરીયો વિશેની  મો સવાસની ખુબ વાતો કરતા હોય ,અને એવી રીતે  છોકરીયો પણ છોકરા વિશેની વાતો એની મશ્કરી કરવામાં કંઈ  ઓછી ઉતરે એવી નો હોય .એક અકબર -બીરબલનો કિસ્સો યાદ આવી ગયો જે આપના માટે હું રજુ કરું છું .એક વખત  વાતો કરતા કરતાં  અકબરે બીરબલને પૂછ્યું . આ લશ્કરના જુવાનો પોતાના વતનથી  ઘણે દુર અહી રહે છે .તે નવરાતના  સમય કેવી રીતે પસાર કરતા હશે ? કોઈ વખત આપણે  જાતે વેશ પલટો કરીને  મુલાકાત લઈએ ,બીરબલે કીધું જહાંપનાહ  એની વાતોમાં કઈ સારાવાટ નહિ હોય,  માટે આપણે  એ લોકોની વાતો વાતો સંભાળવા જવું એ યોગ્ય નથી .પણ  અકબરે હઠ લીધી એટલે બીરબલ સંમત થયો અને એક વખત અકબર અને બીરબલ  ભિખારીનો વેશ લઇ ,છાવણીએ પહોંચ્યા ,અને જ્યાં આ જુવાનીયા  તોલે વળી વાતોએ વળગ્ય હતા ,ત્યાં પહોંચ્યા .અને બોલ્યા “વાસ્તે અલ્લાહ કુછ ખાનેકા મિલ જાય બહોત ભુક લાગી હૈ )સાંભળીને એક જવાન બોલ્યો .બાપુ થોડા ઠહર જાઓ અબી ખાને કે લીએ બ્યુગલ બજેગા ,મૈ આપકે લીએ ખાના  લા  દુંગા અકબર અને બીરબલ  એ જવાનોની વાતો સાંભળવા તેઓની નજીક બેઠા .એક જવાન બોલ્યો . વો જો અકબર કી લાડકી  હૈને   વો મુજ્હે એકાંત મેં મીલ્જાય તો મૈ ઉસકો  પકડકે ઝાડીમે ખીંચ લેજાઉં  વો  કાબુમે ન આય તો મેં સાલીકે ઉપર તાનાકસી કરું ,ભલેહી મે કત્લ  હો જાઉં .મગર છોડું નહિ . ત્યાં બીજો બોલ્યો વો બીરબલ વાલીભી  ખુબ સુરતીમેં   કહા કામ  હે . અકબર કે  આ લોકો કેમ સમય પસાર કરે છે એનો અનુભવ થઇ ચુક્યો , હાલો હવે જટ  ઘર ભેગા થઇ જઈએ .એવી રીતે આ ચકલાલા વાળા નર્સિંગ ઓડ લિયો  વાતો કરે નર્સિંગ ઓડ લીઓમાં  એક છોકરો બહુ શરમાળ અને ઓછાબોલો બહુ ભોળિયો હતો . એનું નામ સાથી મિત્રોએ  કબુતર પડેલું . મૂરખ માટે સારો શબ્દ ભોળો છે ,છોકરાઓ બધા  નર્સો વિષે બોલે કે ફલાણી નર્સ મારી ખાસ દોસ્ત છે એને હું બહુ ગમું છું .મોકો જોઇને અમો  ઘણી વખત મળીએ પણ છીએ  .કબુતર બોલ્યો ,મને  ઓલી છોકરી બેહદ ગમે છે પણ મને એની સાથે વાત કરવાની હિંમત નથી હાલતી .એક જાણે એને કીધું સાલા ડરપોક  છોકરીઓ મેળવવા માટે  થોડુક સાહસ પણ કરવું પડતું હોય છે .બીજું થોડીક બુદ્ધિ અને કુશળતા પણ જોઈએ .આ બધાની સાથે  પ્રભાવશાળી દેખાવ પણ હોવો જોઈએ . હાળા  તારો  દેખાવજ જાય એવો છેકે  કામદેવ તુને દર્શન દેવા આવ્યા હોય તોય તુને જોઇને ભાગી જાય .એક છોકરો બોલ્યો .હિંમત  કરીને તું એને કહીજ દે કે  હું તુને બહુ ચાહું છું .એ કઈ તુને મારી નહિ નાખે કે ફરિયાદ પણ નહિ કરે બહુ બહુ તો તુને ગાળો આપશે .અને એવી અપ્સરા જેવી રુપાળી ની ગાળો પણ ભાગ્ય શાળીનેજ મળે માટે  તું હિંમત કરીને એને કહીજ દે કે  તું મને બહુ ગમે છે .માટે મને તું મળ .હિંમતે મરદા તો મદદે ખુદા એની તો તુને  ખબર છેને ? અને બાપડો કબુતર  કોકનો ચડાવ્યો ચડી ગયો . અને  એક સાંજે એણે સાહસ કર્યું .  એ    નર્સની રૂમે ગયો અને નર્સને કીધું  “મેરી માશુક મેં તુજ્પર મરતા  હું  “નર્સ બોલી  મરકે દિખાવ  આટલું બોલી નર્સ પોતાની રૂમમાં ઘુસી ગઈ અને બારણું  બંધ કરી દીધું . કબૂતરે એક ક્ષ ણ નો પણ વિચાર કર્યો નહિ અને  ઝહર પી લીધું અને એ નર્સની રૂમ આગળ લાંબો થઈને સુતો , સવારે નર્સ   સ્કુલે જવા ઘર બહાર નીકળી તો આ દૃશ્ય જોયું ,અને ફક્ત એટલું બોલીકે  તુને બીજે ક્યાય મરવાની જગ્યા ન મળી કે તું અહી મારી રૂમ આગળ માર્યો . એટલું બોલી તે સ્કુલે જતી રહી .”તડપતા છોડકે ગુજર જાએ  પછી સૌ ને ખબર થઇ . અભાગ્ય કબૂતરના સગા વહા લાઓની કોઈને ભાળ નહિ .એટલે તેના અંતિમ સંસકાર  ત્યાંજ કરવાનું નક્કી થયું .સૌ તેની સ્મશાન યાત્રામાં જોડવા તૈયાર થઈને આવીગયા આ  હોલો જેને પોતાની પ્રેમિકા માનતો હતો ,તે હજુ ત્યાર  થઇ રહી હતી .કોઈએ કીધું છેકે “પઢી થી નમાજે જનાજા તો ગૈરો ને  પઢી    મરેથે  જિનકે લીએ વોતો  રહે વજુ કરતે ” પણ પછી  નર્સને જોરદાર પસ્તાવો થયો . એણે પણ ઝેર પી લીધું .અને ચિઠ્ઠી લખી કે જે માણસે મારી એકજ ટકોરથી પોતાના જાનની કુરબાની આપી દીધી એવા હીરાને હું પારખી નો શકી ,હવેતો હું મરીને એની સાથે સ્વર્ગમાં લગન કરીશ .