Daily Archives: માર્ચ 17, 2013

રાત રહે જાહરે પાછલી ખટ ઘડી

#1સેન્ટ ર  માં એક કાળી ચામડી વાળી બાઈએ એક બીજી બાઈને મારા વિષે વાત  કરતાં  કીધું, કે હિમ્મત લટકાળી લલના ગોરી છોકરીયું  સાથેજ ફોટો પડાવે છે .મેં તેને કીધું ,અમારા આરાધ્ય દેવ લોર્ડ કૃષ્ણ  કાળા  રંગના છે .લે હું તારી સાથે ફોટો પડાવું  એમ કહી મેં  એને મારી બનાવેલી ખજૂરના ઠળીયની   માળા એને પહેરાવી ,છોકરી છોકરાને માળા પહેરાવે એને  વરમાળા કહેવાય અને છોકરો છોકરીને  માળા પહેરાવે એને વહુ માળા કહેવાય ? પછી  એ બાઈનો મારી સાથે ફોટો પાડ્યો પણ ફોટો પાડતાં  પહેલાં એણે મને  એના જાડા  હોઠ અને પહોળા  મુખથી  ચુંબન કર્યું .પણ એના વિશાળ મુખમાં મારી મૂછો અને દાઢી નો થોડો ભાગ એના મોઢામાં ઘુસી ગએલો એટલે એણે  પોતાની લાંબી જીભ મારા હોઠ ઉપર ફેરવી અને રાજી થઇ ,અને મને પણ ખુશી થઇ .આ પ્રસંગે હું એક પંજાબી ગીતની કડી લખું છું .लोकी आख्या मजनुनु तेरी लयली रंगदी  काली ,अगां मजनुने  जवाब दित्ता  तेरी अख्ख़  नहीं देखण वाली  चिट्टे वरख  कुरानदे  जिहड़ी  स्याही रंगदी काली जेडी मन डील (शरीर ) अरपवे  वो गोरी होवे या काली કોઈ વખત હું આ બાઈનો ફોટો મથાળે મુકીને કંઈક લખીશ .

#2એક વખત મારું પોતાનું બનાવેલું મારા અવાજમાં ગીત ઈન્ટરનેટ ઉપર www .glimpsesofindia .org પ્રસિદ્ધ થએલું .આ ગીત સામ્ભ લ્યા  પછી એક બેને મારો સંપર્ક સાધ્યો .પોતાની ઓળખાણ આપતાં  મને પોતાની ધાર્મિકતા વિષે વાત કરી ,પોતાને ઘણાં ભજનો આવડે છે। એવી વાત કરી, અને મને પૂછ્યું  તમને ક્યાં ભગવાનનું ગીત સાંભળવું છે એ હું તમને સંભળાવું . મારી પત્નીએ મને એવું કહી રાખ્યું છે કે  કોઈ  માણસ  તમારી આગળ પોતાની કથની સંભળાવે તો ધ્યાન દઈને સાંભળવું .તમે એને  પોતાનું દુ:ખ  સંભળાવવા યોગ્ય લાગ્યા હોય ત્યારેજ એ પોતાનું તમારી આગળ વાતો કરીને હૈયું હળવું કરતા હોય છે તો તમે એને જયારે એ પોતાની વાત કહેવાની   શરૂઆત કરેતો “મારી ઘંટડી વાગી કોક આવતું લાગે છે . હવે કોઈ વખત વાતો કરીશું એમ કહીને ફોન બંધ ન કરવો .કે  મારો બીજો ફોન આવતો લાગે છે .અથવા મારે બહાર જવાનો ટાઇમ થઇ ગયો .એવું બોલી છટકવું નહિ , આ બેને મને ભજનો તો સંભળાવ્યાં .અઠવાડિયામાં બે વખત એ મને  કંઈ ને કંઈ  સંભળાવે ,અને એપણ કલાકો સુધી . એક વખત મને એને એવી વાત પૂછી કે તમને કહેવા માટે મારી જીભ નથી ઉપડતી .અને મેં પણ ખુલ્લા દિલથી વાતો કરી .પછીતો ભજનો જતા રહ્યાં,  અને મારી પાસેથી શૃંગાર રસની વાતો ,ઓકાવી ,મને એની  ભક્તિની પોકાલ્તા1ની ખબર પડી ગઈ .એક વાત તમને કહી દેવી પડશે એટલે એમાં તમે ઘણું સમજી શકશો . મેં એને એક વખત કીધુકે હું બહુ ભણેલો નથી તો તે બોલી  તમે ઘણું ભણેલા છો ,અને ઘણાને ભણાવ્યા છે તમે તમારી જુવાનીમાં ઘણી છોકરીઓને ઉઠાં ભણાવ્યા છે . બીજી એક વાતમાંથી મેં કીધું કે  શાસ્ત્રોમાં જીવનની ચાર અવસ્થા કીધી છે .એમાં હું  હાલ ચોથી અવસ્થા સન્યસ્થ અવસ્થા ભોગવી રહ્યો છું .પણ ભગવાં ધારી નહિ ,અને સ્ત્રીઓથી ભાગ નારો નહિ  સ્ત્રીઓના પડછાયો પણ મારા ઉપર પડવો ન જોઈએ .એવો સન્યાસી નથી . તો તે બોલી તમારામાં એવું વશીકરણ છેકે   સ્ત્રીઓનો પડછાયો પકડો અને સ્ત્રી પકડાય જાય છે। આ બેન ના પરિચય થી એટલું જાણવા મળ્યું કે  આડમ્બરી  દંભી અને ઢોંગી  બગ ભગતથી  બચતું રહેવું .

#4 કૃષ્ણ બહુ નટખટ હતા તેની ગોપીઓની પજવણી  વગેરે લીલાઓ આપને જાણીએ છીએ .એ રાસડો  વાંચવા આપું ,   પહેલા એક દુહો લખું . કામણ ગારા કાનજી તે ગાંડાં  કિધાં  ગામ  ,ગોપીયું ફરે ગાંડીયું ,હવે ઘણું થયું ઘનશ્યામ        રાસડો ..દલની વાતડિયું ને મોઢેથી તું મેલને મોરલીયું  કાના કર્ય દલની વાતડિયું આભ જેવો મારો બાપ મેલ્યો માની ભીનીયું આંખડીયું  ભીનીયું ,આંખડીયું . પોળી પંસારી પ્રીતડીને મેલી ભોળિયું  બેનડીયું  ……કાના કર્ય 1 સાસુ સસરાને સુતારે મેલ્યા  સુતારે મેલ્યા  નણદુ  નાન ડિયું  નણ દુ  નાન ડી યુ ,એ એ ભાવભીના મેંતો  છોડીયાં  છાનાં  દેરને દેરાણીયુ . …કાના કર્ય  2સુરતી મેલીયું ગાયુ  કાનુડા  ભાંભરે વાછડીયુ    ઘમ્મર વલોણાં  ઊભલા ર્યાતાં ને ફૂટયું તાવડી યુ  માધા મારી ફૂટયું  તાવડી યુ …….કાનાકર્ય 3  તારે કાજે મેતો પરણ્યો  મેલ્યો ,પાળવી પ્રીતડી  યુ   પાળવી પ્રીતડી યુ  પ્રીતડી ને કાજે વિનવીતી  મને દિન ને રાતડીયુ ….કાના કર્ય 4 મોહન કર્ય મનની વાતડિયું .  બોલો કૃષ્ણ બલભદ્ર કી જય