Daily Archives: માર્ચ 16, 2013

ખજુર , date, تمير ، خرمار , વિષે

DSCN0104DSCN0097ખજુર નામ એ સંસ્કૃત તો નથીજ અને ફારસી  કે અરબી પણ નથી કદાચ  તુર્કી ભાષાનો શબ્દ હશે ,કેમકે અરબી ભાષામાં તમીર ,અને ફારસીમાં ખરમાર  કહે છે .જે હોય તે આપણે તો રોટલાનું કામ છે .ટપાકા નું નથી .કચ્છમાં ખારેક થાય છે એ ખજૂરના વર્ગનું છે .ખારેકનો ઈતિહાસ એવું છેકે  જુના વખતમાં કચ્છના મહારાજાએ  લશ્કરમાં ભરતી કરવા તુર્ક લોકોને બોલાવેલા  આલોકો  ખારેકનાં બી લાવેલા  મહારાજાએ  કચ્છની ધરતીમાં વાવેતર કરાવ્યું .અને ખારેકને આ ધરતી બહુ માફક આવી . અમદાવાદમાં ખજુરીઓ દેખાય છે . હાલાર ,સોરઠમાં પણ આ જાતની ખજુરીઓ  થાય છે  એ જરાક જુદી જાત છે  એના ફળને ખલેલાં  કહેવાય અંબાજી બાજુ પણ આવી ખાજુરીઓ થાય છે આના ફળમાં ઠળીયો  મોટો અને જરાક જેટલો ગર્ભ હોય  છે .દેશીંગા નજીકના ગામ રફાળામાં આવી જાતની પુષ્કળ ખજુરીઓ છે .હવે હોય કે  ન હોય  ભગવાન જાણે અમદાવાદ નજીકના એક ગામમાં (ગામનું નામ હું ભૂલી ગયો છું )ખાજુરીઓ છે એમાં મથાળે છેદ કરી રસ કાઢ વામાં આવે છે તે રસને નીરો કહે છે .જે સવારે પીવામાં આવે છે .ફોટામાં મારી પાછળ દુર દેખાય છે .એ ખજુરીના ખલેલાં જેવા ફળ થાય છે .એના ઠળીયા ની હું  માળાઓ બનાવું છું .છે  મેં એક માળા  ફેરવીને    ગણતરી પૂર્વક ભગવાનનું સ્મરણ કરતો હતો . મેં એને મેં બનાવેલી માળા  એક મારી કળા  તરીકે દેખાડી  ,માળા જોઇને એ ભક્ત (દંભી ) બોલ્યા ,ખજુર ના  ઠ ળિયાની બનાવેલી માળા ફેરવવાથી ભગવાન પ્રસન્ન નો થાય . મેં પૂછ્યું તમે જે માળા ફેરવો છો .એ માળા ફેરવવાથી  ભગવાન પ્રસન્ન થાય ખરા  , હા જરૂર થાય  મેં પૂછ્યું તમને ભગવાને કેટલી વખત દર્શન દિધાં ?તે બોલ્યા ,મને સ્વપ્નામાં ઘણી  વખત દર્શન  દિધાં છે . મેં બીજો પ્રશ્ન કર્યો .તમે જયારે માળા  ફેરવતા હો છો ત્યારે ભગવાનમાં  અટલ ચિત્ત  રહે છે કે બીજે ધ્યાન જાય છે ? તેણે  બે ધડક જવાબ આપ્યો કે .હું જયારે માળા ફેરવું છું ત્યારે મારું મન ભગવાન્માજ  ચોટેલું રહે છે . મેં તેની સાથે વધારે દલીલ નો કરી . પણ મનમાં બોલ્યો કે તારા જેવો દંભી તારા સિવાય બીજો નહિ હોય . પણ મેં એને એક દોહ્ રો તો સંભળાવી દીધો . કે હાથમાં માળા કંઠે માળા  કોણીએ બાંધી  માળા  આમ કરતા જો રામ રિજે તો હું પગમાં બાંધુ માળા ,

અમેરિકાના કેલીફોર્નીયા સ્ટેટમાં  પુષ્કળ ખજુરીઓ છે .અને તે અનેક જાતની છે .હું રહું છું એ એરીઝો નાના વિસ્તારમાં  અનેક જાતની ખજુરીઓ થાય છે .જે જે બહુ  સ્વાદિષ્ટ હોય છે પણ લોકો ખાવા તરીકે ભાગ્યેજ વાપરે છે . હજુ ફૂલ આવ્યા હોય ત્યાજ કાપીને ઝૂમખાં ને ફેંકી દ્યે છે .એ એટલા માટેકે  પક્ષીઓ તેના ફળ ખાય અને અર્ધા પર્ધા જમીન ઉપર નીચે  લોનમાં પડે એટલે  લોન નું રૂપ બગાડે . મેં આવા પક્ષીઓએ ખાધેલાં ફળ ખાધા છે .વીણી  વીણી ઘરે પણ લાવેલો છું અને મેં વાવેલા પણ છે .મારી પાસે ઈરાનના ખજૂરના ઠ ળિયા  વાવેલા પણ પક્ષી ખોદીને ખાઈ જતા હતા .   પણ એક ખાજુરીને મેં બહુ રક્ષણ આપેલું .એટલે તે જીવે છે , મેં મારા      બ્લોગર  ગુરુ સુરેશ જાની ને  તેને ઘરે વાવવા માટે  ઠ ળિયા  મોકલેલા .તેઓએ મહેનત કરીને વાવ્યા પણ ઉગ્યા  નહિ .સુરેશ જાની  ઈજીપ્ત થી ખજૂરના ઠળિયા  વાવવા માટે લાવ્યા છે .એપ્રીલમાં કુંડામાં વાવશે .અને તેઓ ભેજા બાજ એન્જી છે  .એટલે કદાચ તેઓની આવડતનો ઉપયોગ કરશે અને  ઠળિયા  ઉગી નીકલ શે  .તો તેઓ ખજુર ખાશે અને મિત્રોને ખવડાવ  શે .ઇતિ શ્રી એરિઝોના આતાના  ઘર મધ્યે  લખાતું ખજુર પુરણ સમાપ્ત

મહા શિવરાત્રીએ બાળક મૂળશંકર ને પરમેશ્વરે પ્રેરણા કરી

મોરબી( સૌરાષ્ટ્ર  )પાસેના ગામ  ટંકારા માં  ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં એક બાળક જન્મ્યો ,તે મૂળ નક્ષત્રમાં જન્મેલો હોવાથી એનું નામ મૂળશંકર રાખવામાં આવ્યું .એક મહાશિવરાત્રીએ ,મૂળશંકરના  માત  પિતા વગેરેએ   ઉપવાસ કર્યો અને રાત્રિ જાગરણ કર્યું .મૂળશંકર ને શિવમંદિર માં  શિવલિંગ પાસે બેસાડ્યો . આ વખતે ઉંદરો શિવલિંગ ઉપર ચડતા હતા તેના ઉપર પેશાબ અને લીંડીઓ કરતા હતા ,અને  પ્રસાદ ખાતા હતા .આ વખતે  બાળક મૂળશંકરને  એકદમ આશ્ચર્ય થયું ,તેને મનમાં થયું કે આ કેવો શિવ છે ,કે જે  પોતાના ઉપર ગંદકી કરતા  ઉંદર ડા ઓને  રોકી નથી શકતો ? જે પોતાનું સ્વયં  રક્ષણ નથી કરી શકતો ,એ બીજાનું રક્ષણ કેવી રીતે કરે ?આ મૂળશંકર ને જે વિચાર આવ્યો ,એને ઉર્દુમાં “ઇલ્હામ “કહેવાય .મૂળ શંકર એકદમ ઘરે ગયો .અને માબાપને બનેલી બિનાની વાત કરી .અને  જાગરણ કરી રહેલાં  સૌ ને ઊંઘી જવા માટે દબાણ કર્યું .જયારે મૂળ શંકર યુવાન થયો ,ત્યારે એને  સ્વામિ વિરજા નંદ સરસ્વતી નામના અંધ સન્યાસી પાસે સંસ્કૃત ભણવા મોકલ્યો . સ્વામિ વિરજા નંદ  સંસારનો ત્યાગ કરી ,સન્યાસી થયા પણ ક્રોધનો ત્યાગ નોતા કરી  શક્યા .એ  મૂળ શંકરની જરાક અમથી ભૂલ માટે   લાકડી વતી માર મારતા , સમય જતા  મૂળ શંકરે  સન્યાસીની દિક્ષા લીધી ,અને પોતાનું નામ  દયાનંદ સરસ્વતી રાખ્યું .જયારે  વિદ્યાભ્યાસ પૂર્ણ કરી  ગુરુથી વિદાય લે છે . ત્યારે એ ગુરુને કેવા વચન આપે છે .તેનું ભજન આપ હવે વાંચો .જે ” પગ મને ધોવા દ્યો રઘુરાયજી “એ ઢબથી  ગાઈ  શકાશે .

ગુરુજી આપો મને આશિષજી ,આપો મને આશિષ ,તમારી આજ્ઞા હું પાળીશ ……..1 ગુરુજી

ઘર ઘર જઈને વેદનો હૂતો નાદ જરૂર ગજ્વીશ્જી ,પ્રપંચ ,પાખંડ ,દંભ બધા હું જરૂર દુર કરીશ …….2 ગુરુજી

ધર્મને નામે લુંટાતા જનને સાચો માર્ગ ચિંધીશ જી પુરાણ બદલે વેદની વાતો જરૂર સંભળાવીશ ……3 ગુરુજી

મૂર્તિ પૂજા વેદમાં છે નઈ  ઢોલ વગાડીને કહીશજી ,ઇશ્વરતો અવતાર નો લ્યે  ચોક્કસ સમજાવીશ ….4ગુરુજી

ઊંચ નીચ ના  કોઈ આ જગમાં એવું સિદ્ધ કરીશજી ,વેદ તણો અધિકાર છે સહુને એવી વાતો કરીશ ….5 ગુરુજી

વિરજાનંદ નો શિષ્ય દયાનંદ  હું એને ના કદી  ભુલીશ્જી એના ચિંધ્યા મારગે જઈને જીવન ધન્ય કરીશ ……6 ગુરુજી

.