खलवत है तन्हा मै हूँ मुबारक है तेरा आना कंदे लबका रस पिलाके फिर जाना है तो जाना

??????????एक ग़ज़ल आपको  पढनेके लिए लिखता हु

हसीं लड़की जब मिली खुश नूद हुवा मिलनेके बाद

सब लडकियाँ  छुट गई है उनके मिल जानेके बाद …..1

एकही दिल था मेरा वो दिल माशूकने ले लिया

अब किसीको न देसकुंगा  उनके ले जानेके बाद …..2

खर्च किया वो धन था तेरा धन कमालेनेनेके बाद

बाकी धन खर्चेगा कोई तेरे मरजाने के  बाद …….3

पितरी  तेरी साथ मुझको शादी करनी चाहिए

बदल गए मेरे खयालात उनके  समझानेके बाद  …..4

“आता “मायूस होके  एक दिन बैठा था जेरे  शजर

चल बसी मायूसी उनकी पित्री मिल्जनेके बाद ….5

મેં એક વખત પિતરીને  પૂછ્યું  ,કે આપણી  દોસ્તી બરાબરની જામી છે .હવે આપણે  લગ્ન કરી  લઈએ તો કેવું ? હૂતો મારા ઉત્સાહમાં અને શરાબ પીધેલી મદહોશ દશામાં  બોલતો નોતો  પણ બકતો હતો . પણ સમજદાર અને શાણી  પીતરી મને સમજાવ્યો કે  અત્યારેતો તારામાં   પચ્ચીસ વરસના  જુવાનને  ટક્કર મારે એવી શક્તિ છે .પણ  ધીરે ધીરે  તારી ઉમર વૃધાવસ્થા  તરફ  ધસી રહી છે, જયારે  હું મારા જોબન તરફ આગળ  વધી  રહી છું . જો  આપણે  લગ્ન કરી લીધા હશે હું તારી પત્ની  હઈશ, અને તે વખતે કોઈ જુવાન છોકરા  અમસ્તી  વહેવારિક વાત કરતી હઈશ , તો પણ તુને વહેમ પડશે, કે  હું  છોકરા સાથે દુ, અને આવો દુ:ખી થતો ર્વ્યહ્વાર ની વાત કરું છું  ત્યારે તું દુ:ખી થઈશ અને મારા એક   સદમિત્ર ને દુ:ખી થતો જોઇશ એટલે મને પણ પારાવાર દુ:ખ થશે .પણ જો આપણે  લગ્ન ન કર્યાં હોય તો . તું મારી જુવાની અને તારી વૃદ્ધા જોઈ તું પોતેજ મને કહીશ કે હવે તું લગ્ન કરી લે ,અને મારા લગ્નમાં તું હાજરી પણ આપીશ ,અને તારા મિત્રોને તું ગર્વથી કહીશ કે આ છોકરી  મારી ગાઢ મિત્ર હતી અને હજુ પણ છે .પિતરીની  ચતુરાઈ વાળી  વાત મારે ગળે ઉતરી ગઈ અને મેં લગ્નનો પ્રસ્તાવ પડતો મુક્યો .

વરસો પહેલા હું  મારા દીકરા સાથે ન્યુ જર્સીના  piscataway ગામમાં રહેતો હતો .અને આ ગામના સીનીયર સિટીજન સેન્ટરમાં જતો .સેન્ટરની બિલ્ડીંગ નજીક ના  બિલ્ડીંગ  માં લાઈબ્રેરી છે .અહી હું  કમ્પ્યુટર વાપરવા જતો .કમ્પ્યુટર માં મને કંઈ  પ્રશ્ન હોય તો હું  લાપ્બ્રેરીયાનને બોલાવી લાવું .

એક વખત મને કમ્પ્યુટર માં  મુજવણ આવી આ વખતે મારી નજીકનું  કમ્પ્યુટર એક જુવાન કુવારી  છોકરી વાપરતી હતી .તે કમ્પ્યુટર મારફત પોતાના માટે પરણવા લાયક યુવાન અને પોતાના માટે નોકરીની તપાસ કરતી હતી . મેં એની સાથે ગુજરાતીમાં વાત કરી .કેમકે એ વિસ્તારમાં ઘણા ગુજરાતીઓ વસે છે .મારી દાઢી  મુછ અને માથાના અખંડ વાળ જોઈ  તેણે મને શીખ ધારેલો , તે બોલી  સરદારજી તમે સરસ ગુજરાતી બોલો છો .  તમે ક્યા અમદાવાદ રહેતા હતા ?તમે આટલું સરસ ગુજરાતી  બોલતા કયાંથી  શીખ્યા .? આ અનીસા ને ( નામ બદલાવ્યું છે, )હું ગુજરાતી છું એ સમજાવવા મારા નાકે દમ આવેલો , મને જયારે એ શીખ  સમજેલી  ત્યારે એ એવું બોલેલી કે મને એમ કે હું ગુજરાતી બોલીશ એટલે ગુજરાતી છોકરી ભોળવાઈ જશે , પછી એ ઊંચા સાદે બોલી  કે તમે ધારો છો એવી ગુજરાતી છોકારીયું ભોળિયું  નથી હોતી . અમારી સાથે ગેરવર્તાવ કરનારને  અમે ચંપલ  મારતાં  વાર નથી લગાડતીયું . મને તો આ અનીસા ઉપર  માન  થઇ ગયું  ધીમે ધીમે અમારે બંને વચ્ચે  એકજ કુટુંબના હોઈએ એવો સબંધ થઇ ગયો  અનીસા દસ અમેરિકન છોક્રીયુંને ટક્કર મારે એવી છૂટ  છાટ વાળી હતી .મને એ કમ્પ્યુટરમાં ઘણું શીખવતી , મારી સાથે એને એટલી બધી મજા આવી ગએલીકે  કહેવાની વાત નહિ મારા ઉપર એ માસ્તરની  જેવો રુવાબ કરતી કોઈ વખત મારી ભૂલ પડે તો મારા હાથ ઉપર ટાપલી મારી લેતી . હું પણ એના ગાલ ઉપર નરમ ચીટલો ભરી લેતો જે એને બહુ ગમતું .એક વખત મને કહે કાકા તમે બંને હાથે  કી બોર્ડ વાપરતા શીખી જાઓ . મેં કીધું એક હાથે   અક્ષરો  ગોતવામાં મને વાંધો આવે છે અને તું મને બંને હાથે  કી બોર્ડ વાપરવાનું કહે છે . તો તે બોલી   તમે  છોકરીયું  તો એકદમ ગોતી કાઢો છોં મેં કીધું તે મને ક્યારે  છોકારીયું  ગોતતાં  જોઈ લીધો ? તો તેબોલી  આ મને તમે નો ગોતી કાઢી ? એક વખત એણે  મને પૂછી નાખ્યું  કાકા તમે અનુભવી છો .અને મારો પરિચય પણ તમને  થોડો ઘણો છે .તો મને તમે કહો કે મારા માટે કેવા સ્વભાવનો છોકરો  યોગ્ય કહેવાય ? મેં જવાબ આપ્યો , આ બાબત હું કંઈ  નો કહી  શકું કે છોકરો તારે  માટે કેવો યોગ્ય ગણાય .મને ખરું પૂછતી હોય તૂ  તારા માબાપની પણ સલાહ ન લેવી હા એટલું ખરું કે તારા માબાપ છોકરો દેખાડે તો એને તારે બરાબર તપાસી જોવો .ઉતાવળ નો કરવી એક વાત ધ્યાનમાં રાખવી કે ઘરમાં તારુજ  ચલણ હોય હું કહું એમજ થાય  છોકરાએ તારો પડ્યો બોલ જીલવો જોઈએ જો તું આવી આશા રાખતી હશે  તો તુને કોઈ ગરજાવ છોકરો મલશે ,અને એની ગરજ માટી જશે। તો તું કોણ અને હું કોણ થઇ જશે . જો તું ખરો  પ્રેમી યુવક ગોતતી હોય તો  તારે પણ થોડો સ્વભાવમાં ફેર કરવાનો  છોકરો થોડો તીખો પણ હોવો  જરૂરી છે . જયારે એ કોઈ કારણસર  થોડોક ઉશ્કેરાય જાય તો  તે ઓલા સરદારજીને ચંપલ મારવાની વાત કરી એવી ચંપલ મારવાની વાત  કરી  એવી વાત  નો કરવી પછી મોકો  જોઇને  એને કહેવું કે  તું બહુ ગુસ્સાવાળો છો એ ખબર છે   . ચલ હવે બહુ થયું .એમ કહી એને  છાતી  સરખો  ચાંપ્વો અને એકાદ બે  મધુરા ચુંબન કરવા . . મારી વાત સાંભળી અને પછી અનીસા બોલી કાકા તમારી વાત કાઢી નાખવા જેવી નથી હો ? પછી મેં તેને કીધું .દીકરી તું મને કોઈ વખત  યાદ કરીશ એવું મને લાગે છે .અને  નવાઈની વાત એ છેકે એની પાસે મારો ઈ મેલ ફોન કે સરનામું નથી એવી રીતે એનું મારી પાસે નથી .

4 responses to “खलवत है तन्हा मै हूँ मुबारक है तेरा आना कंदे लबका रस पिलाके फिर जाना है तो जाना

  1. Vipul Desai માર્ચ 14, 2013 પર 12:11 પી એમ(pm)

    મુ.આતા,
    ગયે જન્મે તમે લેખક હશો. નહી તો દંડાવાળા અને દાંડાઈવાળા પોલીસ અને સરસ્વતીતો એક બીજાના દુશ્મન. હા, પોલીસવાળાના મોઢામાં તો સરસ્વતી કાયમ વહેતી હોય પરંતુ તે નોન્વેજીટેરિયન હોય અને તેને શાકાહારી માં સરસ્વતી જોડે કંઈ લેવાદેવા નથી.

  2. હિમ્મતલાલ માર્ચ 14, 2013 પર 4:59 પી એમ(pm)

    પ્રિય વિપુલભાઈ
    મને પણ સમજણ નથી પડતી કે મારા ઉપર અર્સ્વતી દેવીની કૃપા કેમ છે .?
    એક બેનનો દીકરો એને બહુ સતાવતો હતો .એ બેન પોલીસ સ્ટેશન ગઈ ત્યાં એક પોલીસવાળો મફતનું પાન ખાઈ અને પીચ્કારીયું મારતો હતો .તે પોલીસને બેને વાત કરી કે જમાદાર આ છોકરાને તમે કંઈક ડારો . દ્યો એ મને બહુ પજવે છે .
    જમાદારના મોઢામાંથી નોન વેજ વછુટ્યું તારી માને ……. અને બાઈ છોકરાને લઈને હાલતી થઇ ગઈ .

  3. Vinod R. Patel માર્ચ 14, 2013 પર 5:31 પી એમ(pm)

    ન્યુ જ્ર્શીમાં લાઈબ્રેરીમાં તમને કમ્પ્યુટર શીખવનાર એ ગુજરાતી છોકરીને લગ્ન માટે કેવી જાતનો

    છોકરો શોધવો જોઈએ એ માટે તમોએ ખરી સલાહ આપી .તમારો જીવનભરનો અનુભવ એમાં

    જણાય છે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: