
===============================
અમેરિકામાં વૃદ્ધોની સરકાર બહુ સંભાળ રાખતા હોય છે સેન્ટરમાં એક લકવા ગ્રસ્ત ડોશીમાં આવે તેની સારસંભાળ રાખવા એક છોકરી આવે છે .તે નર્સ નથી પણ આવા અપારીંગ માણસોની દેખરેખ રાખવા છોક્રીયું હોય છે તેને એવા પ્રકારની ટ્રેનીંગ આપી હોય છેબીજું કુદેરતી રીતેજ છોકરોયું અજાણ્યા માણસ સાથે પણ હસીને પ્રેમથી વાતો કરતી હોય છે જે લોકો અમેરિકામાં વસે છે એમને આ ખબર છે .પિતરી આ લકવા ગ્રસ્ત બાઈને જયારે લઈને પ્રથમ આવી ત્યારે સહુ સિનિયરોને મળી અને પોતાની ઓળખાણ આપી .મારી પાસે આવી એટલે બધાના કતા મારી સાથે વધુ વાતોએ વળગી કારણમાં મને એવું લાગે છે કે હું ભારત જેવા જુના દેશનો રહે વાસી મારી બોલવાની ઢબ મારો દેખાવ વગેરેને કારને મારી પાસે વધુ વાતોએ વળગી હશે બીજું જે લ લાવેલી એનું ટેબલ મારી નજીક હતું .મેં એને એક જાદુ બતાવ્યું એક અર્ધા સિગારેટના ખોખા જેવડા લાકડાના કક્ડાને એકબાજુ ચિત્ર છોડેલું હોય પણ હું બંને બાજુ ચિત્ર છે એવો ભાસ કરવું પછી મેં એ છોકરીની હથેળીમાં મુક્યું તો ચિત્ર ગાયબ આ જોઈ પીત્રીના મોઢામાંથી (વાવ)એવો આવાજ આવ્યો પછીતો મેં એને ઘાની ત્રિકો બતાડીને ખુશ કરી દીધી।
એ રીતે મારી પિતરી સાથે ઓળખાણ થઇ અને પછી દોસ્તી જામી .આ દેશમાં બાંધી મુઠી હોતી નથી ,છોકરીને બોય ફ્રેન્ડ છે કે નથી .એની દરેકને ખબર હોય છે પિતરી ને કોઈ છોકરો મિત્ર તરીકે પસંદ પડ્યો નથી . હું તુંન્કારાત્મક શબ્દ વાપરીશ જોકે ઇન્ગ્લીશ્ ભાષા માં તુકાર શબ્દ નથી .એ આપ સહુને ખબર છે પણ આપણી રીતે આ દેશમાં ભાઈ બેન .એવા પ્રત્યય લગાડતા નથી હોતા . અહીની 90 કે તેથી વધુ વરસની ડોશીમાનું નામ “રુથ ” હોય એને રુથ કહેનેજ બોલાવાય જો એને રૂઠ બેન કે રૂઠ માં કહો તો એને અપમાન જેવું લાગે .પણ આપણી રીતે ફક્ત જેને ફક્ત નામથીજ બોલાવાય એના માટે આપણે તુંકારો શબ્દ વાપરીએ છે એ .એક દિ પિતરીએ મને કીધું કે આ શનિવારે હું તુને શાકાહારી રેસ્ટોરામાં બપોરે લંચ માટે લઇ જઈશ આવીશને ? મેં મારા મનમાં કીધું .તારા જેવી રૂપાળી લક્ષ્મી ચાંદલો કરવા આવે અને હું મોઢું ધોવા જતો હઈશ કોઈ દિ ? મેં કીધું હા હું જરૂર આવીશ . જે રેસ્ટોરામાં મને જમવા તેડી જવાની હતી તેનું નામ ચક્ર ફોર છે .આ રેસ્તોરાની માલિક અમેરિકન સ્ત્રીઓ છે .મને રેસ્ટોરાં ના નામનો અર્થ પૂછ્યો .મેં કીધું હું બરાબર જાણતો નથી પણ એ યોગની ભાષાનો શબ્દ છે એવી કલ્પના છેકે શરીરમાં અમુક ચક્રો છે જે જોઈ શકાતા નથી .એક કુંડલીની પણ કહેવાય છે ,જે સુષુપ્ત છે જેને જાગૃત કરવાની હોય છે .ઘણેભાગે નવ ચક્રો હોય છે એમાંનું આ ચાર નંબરનું ચક્ર ,શનિવારે સાડા અગિયારથી બાર ની વચ્ચે હું તુને તેડી જઈશ તું તૈયાર રહેજે . મેં કીધું ભલે , આયતો” ભૂખી નોતરીને કાંખમાં ભાણું “જેવું છે .પિતરી નો ફોન મુક્યો કે તુર્ત મારા મિત્રનો ફોન આવ્યો .કે આ શની વારે આપણે રેસ્ટોરામાં જઈશું ,અને પછી મારે ઘેર જઈશું . મેં વાત કરીકે કોઈ બીજા શનીવારે રાખીએ કેમકે આ શનિવારે મને પિતરી ચક્ર ફોરમાં લઇ જવાની છે .તો તે કહે આપણે તમારી મિત્ર પિતરીને પણ લઇ જઈશું .એમ તમે પિતરીને કહી દો . મેં પિતરી ને વાત કરી ,એ બહુ ખુશ થઇ . આ વાત અમારે ગુરુવારે થએલી . આ એ મિત્ર છે કે જેની મને ઈરાનની છોકરી સાથે ઓળખાણ કરાવી અને આ છોકરીએ મારા માટે ઈરાનના પ્રસિદ્ધ કવિ હાફીજની સુદર અક્ષરો અને સુંદર ચિત્રો વાળી બુક મોકલેલી જે વિષે મેં અગાઉ “આતાવાણી “માં ઉલ્લેખ કરેલો છે .વાત થયા પ્રમાણે મિત્ર બરાબર સમય સર મારે ઘરે આવ્યા .અને પછી અમો પિતરી ને ઘરે ગયા . કાર પાર્ક કરી ,મિત્ર બોલ્યો હું તેને બોલાવવા બારણાંની ઘંટી વગાડું મેં કીધું એ તમને ઓળખતી નથી . તમે જશો ઘંટડી મારશો અને તમને બારી માંથી જોશે તો એ બારણું નહિ ખોલે અને પછી હું જઈશ તોય બારણું નહિ ખોલે માટે મને જવા દો .મારી વાત એને સાચી લાગી .પછી હું ગયો .પિતરી એની માં અને ભાઈ સાથે એના વિશાળ ઘરમાં રહે છે ઘંટડી સાંભળી પિતરીએ મને જોયો .ત્યારે એને ખ્યાલ આવ્યો કે આજે આપણે જમવા જવાનું છે। પિતરી બોલી હૂતો સાવ ભૂલીજ ગએલી મને બે મીનીટનો ટાઇમ દે હું હમણાંજ તૈયાર થઇ જાઉં છું . મેં મિત્રને વાત કરી પીત્રી થોડી વારમાં આવે છે .પછી પિતરી મેક અપ કરીને બની ઠનીને રૂમ ઝૂમ કરતી આવી અને બાપુ મનેતો એ વખતે મેનકાને ટક્કર મારે એવી લાગી . મેતો એક શેર ઠઠા યો .जलवा दिखाने आइ मुझे हूरकी तरह ,पितरीने क़त्ल करदिया तलवार कि तरह .પછી મિત્ર બોલ્યો એને કહો એ મારી પાસે બેસે .(મિત્ર એ ભૂલી ગયો કે એ મારી મિત્ર છે .અને હું વિષ્ણુ કહે તોપણ એને ચોક્ખું કહી દઉં કે તારી લક્ષ્મીને તારી પાસે બેસાડ )મેં મિત્રને કહ્યું એ મારી મિત્ર છે . એને તમે તમારી પાસે બેસવાનું કીધું એ અવિવેક કહે વાય .અમે ગુજરાતીમાં બોલીએ એટલે પિતરી કંઈ સમજે નહિ .છતાં મેં પીત્રીને પૂછ્યું તું ક્યાં બેસીસ આગલી સીટમાં કે પાછળ પિતરી કહે તું ડ્રાયવર પાસે બેસજે .હું પાછળ બેસીસ પછી અમો ચક્ર ફોર પહોંચી ગયાં . ખાધું પીધું અને પછી સૌ મિત્રને ઘરે ગયાં વછે મને મિત્રે કીધું કે મને એનો ફોન નંબર આપો . મેં કીધું મારાથી એનો ફોન નો અપાય ‘મિત્ર પાસે ઘણી હિન્દી મૂવીની વિડીયો છે .બહુ કીમતી રગ વગેરે વસ્તુઓ છે। પ્રવાસનો જબરો શોખીન છે હમણાં એ આર્જેટીના ગયો છે 33 દિવસ રોકાશે . વાતો કરતાં કરતાં પિતરીએ પોતાનો ફોન નંબર આપ્યો .અમો પિતરીને ઘરે પહોંચ્યાં પિતરી કાર માંથી નીચે ઉતરી .મેં પિતરીને કીધું હવેતો તે એને ફોન નંબર આપ્યો છે। કોઈ વખત તુને બોલાવે તો જજે . પિતરી વકરેલી વાઘણ જેવી આંખો કરી મારી સામે જોયું .અને બોલી .i go with you એમ બોલી મારી છાતીમાં આંગળી નો ઘોદો માર્યો.मै तेरी साथ जाउगी इसको कहते है नेक दिल माशूक सुना हैकि फिल हाल इसको दोस्त मिल गया है जो उसका मन पसंद है .बहुत समयसे उसके साथ मेरी बात नहीं हुई . मैंने पित्रीको बोलाथा की , बगैर सोचे समजे किसीसे न दिल लगाना पित्री मई तेरा आशिक मुझको न भूल जाना कह्खाका तीर कलेजेमे चुभ गया ,पितरी मै तुझे क्या कहु मै ज़ख्मी हो गया . इसका हँसना सुभान अल्लाह कह कहा = अट्ट हास्य
Like this:
Like Loading...
Related
આતાજી
મૉટા પણ આપણા અત્યંત પ્રિયને તું સંબોધન કરી શકાય. અમે અમારા મા ને તુંથી જ બોલાવતા
અરે ! ભગવાનને પ્રાર્થના કરતા તું વધુ મધુર લાગે
અંગ્રેજીમા તું માટે શબ્દ Thou છે
પિતરીનો સ્પેલીગ લખશો
બેન માફ કરજો એનું સાચું નામ આપવાની ઈચ્છા મને નથી થતી
આતાજી , તમારા પીતરીબેન સાથેના બપોરા -લંચ – તમારા માટે રસ દાયક હશે જ પણ
એનું તમે કરેલું વર્ણન પણ અમને વાંચનાર માટે પણ ખુબ રસદાયક છે .
પ્રિય વિનોદભાઈ
મારું લખેલું લખાણ મારી અન આવડતને લીધે બ્લોગમાં આવ્યું નથી એક ફોટો પણ મુકેલો અને પિતરી બેન સાથે મારે કેવી રીતે ઓળખાણ થઇ , એક ફોટો મુકેલો એ બધું અદ્રશ્ય થઇ ગયું . ખરું જો મારી પાસે બોલાવતા હો તો તમારા જેવા મિત્રોનો પ્રેમ મને થાકવા નથી દેતો કે કંટાળો આવવા નથી દેતો
સરસ અનુભવનું સરસ અને પ્રામાણિક બયાન.
તમારો આભાર સુરેશ ભાઈ