Daily Archives: માર્ચ 3, 2013

कृष्ण कनैया लालकि जय

મનમોજી કાનો  વનરાતે વનમાં એકલો ફરે ,એકલો।।।। ફરને  ગાયું  રેઢીયું  ચરે …….મન મોજી કાનો કાનુડાના

નંદ જસોદાને  માખણ  ઘણેરા  હેજી તોયે માખણ  ખાવાને  ચોરીયું કરે …………. મનમોજી કાનો

પાણે બેસીને કાનો મોરલી વગાડે ,મોરલીના નાદે ગોપીયુ  ઘેલીયુ  ફરે …………..મનમોજી

મય વેચવાને કાજે જાય ગોપી મથુરા  હેજી ઈનાં દાણ  ઉઘરાવવા  આડો ફરે …….મનમોજી

જમનાને આરે ગોપી જાય પાણી ભરવા હેજી ઇની મટકી ફોડ્યા પછી રાજી કરે ….મનમોજી

સરોવરમાં  નાગી થઈને જાય ગોપી નાવા  હેજી ઇના વસ્ત્ર ઉપાડીને ઝાડવે ચડે …મનમોજી

“આતા ” કાનુડાના ગીત બનાવે હેજી ઈને બ્લોગમાં  મુકીને  ગાતા ફરે ……………મનમોજી

કાલે વરી  પાછો પીતરીના  ગુણ ગાન ગાઈશ  અને તમારા જેવા સ્નેહીઓને  રસમાં તરબોળ  કરીશ  કે “બોર  કરીશ ” નાના  પિતરી  મને આનંદ કરાવે છે .એની વાતોથી તમને પણ આનંદ  આવશે  ખુશ મિજાજ   પિતરી નાં  સ્વભાવમાં  કોઈને બોર કરાવવાનું  છેજ નહિ .