Daily Archives: માર્ચ 2, 2013

Aataa’s Balancing Teacher’s

DSCN0073અમેરિકામાં  સીનીયરો માટે સરકાર બહુ કાળજી લ્યે છે .હું જે સેન્ટરમાં જાઉં છું .ત્યાં  બાળકો માટે ,જુવાનીયા માટે બાસ્કેટ બોલ ,અને જેને કસરત કરવી હોય એવા લોકો માટે પણ આધુનિક કસરતના સાધનો હોય છે .ઉપરાંત 9  કોમ્પુટર ,છે .ઉપરાંત બાઈબલ પણ ભણાવે છે .નૃત્ય શીખવું હોયતો .તે પણ શીખવે છે .અવશ્ય  પાશચાત્ય   નૃત્ય ,કોમ્પુટર ,પણ શીખવે છે .વૃધ્ધો ને  માટે  પોતાના શરીરનું બેલેન્સ જલા જાળવવાની કસરત પણ કરાવે છે .પણ જેને શીખવાનો રસ હોય એના માટે બધું છે .”હવે અમારી તો ભાઈ બોત  ગઈ અને થોડી  રઈ “એવા વિચાર ધરાવતા વડીલોનું કામ નથી .સંત તુલસી દાસે કીધું છે . કે  सकल पदार्थ है जगमाही भाग्य हिन् नर पावत नाही . किसीने उर्दूमे कहा है की ,गैबसे जो हर मदद होती है हिम्मत चाहिए  मुस्तईद  रहीए  मुक़द्दर आजमाने के लिए .”આમ જોવા  જાઓ તો બધા બ્લોગરો કરતા મારી બોત ગઈ અને થોડી રહી છે . છતાં મને શીખવાની હોંશ છે એટલે  કનક રાવલ  ,સુરેશજાની ,કેટલાક અમેરિકન  મિત્રો જેવા મને શીખવવાની  હોંશ ધરાવતા  ઉત્સાહી મિત્રો મળી રહ્યા છે . મારી સાથે છોકરિયું ના   ફોટા જોઈ  ઘણા સ્નેહીઓને અજુકતું લાગતું હશે  “અરે આતા આ ઉમરે આ શું ?” પણ  મને  આનંદ આવે છે જેની મને આ ઉમરે જરૂર છે . મારા પોત્ર પાસેથી હું શીખ્યો છું કે  છોકારીયું  બિલાડીયુ છે . અત્યારે  એની પાસે તમે ઉંદર બનો  તો  એ  તમને પકડવા માટે   પાછળ પડશે . જો બિલાડીઓ માટે કુતરા બનીને એની પાછળ પડ્યા તો  બિલાડી  ભાગશે .

ખબર નહિ કેમ  મારે  ઘણી  છોકરિયું  મિત્ર છે .ગર્લ ફ્રેન્ડ નહિ હો ?  મારી ભૂલો પડતી ઈંગ્લીશ ભાષા , મારો દેખાવ , મારું વતન ,મારી બોલવાની  ઢ બ  વગેરે કારણ હશે .આ મારી શિક્ષિકા છોકારીયુએ  મારી સાથે  ફોટો  પડાવવાની  ઈચ્છા  વ્યક્ત કરી . હું કંઈ  રામના ભાઈ લક્ષ્મણ  જેટલી યોગ્યતા ધરાવતો  નથી કે સુર્પન્ખાના નાક કાન કાપી નાખું .થોડા મહિના પેલા  એક મારી ઓળખીતી છોકરી મને મળી મારી પાસે એક  દેશી ભાઈ બેઠા હતા .તેઓ 81 વરસના વૃદ્ધ હતા હું 91 વરસનો જુવાન હતો . તે સજજન હતા હું દુર્જન  હતો .એનું નામ પિતરી  કહીશ  જયારે એ આવતી હતી ,ત્યારે તેણે મને જોઇને તેની છાતી ઉપરનો પાલવ આઘો કરી નાખ્યો ,અને મારી પાસેથી પસાર થઇ , પસાર થતાં થતાં એણે  મારી પીઠ ઉપર ટાપલી  મારી મેં   એની    સામે જોયું ,એટલે  એણે પોતાની આંખનો શંકારો કર્યો . તુર્ત મારી જીભ ઉપરથી એક ઉર્દુ શેર વછુટ્યો .खुल्ला  सीना दिखाय के  बद  मस्त बना दिया ,  पितरि ने  आँख मार्के क़त्ल  कर दिया . મારી પાસે બેઠેલા જે સજજન ભાઈ હતા તે ઉઠીને હાલતા થયા ,જતાં જતાં એવું બોલ્યાકે   તમે કતલ  કરાવ્યા કરો હું  આ હેંડ્યો . મારા આવા વર્તન ઉપર જેને નફરત હોય  એવા ભાઈ કે બેન મને કોમેન્ટ આપી તિરસ્કાર   દર્શાવી શકે છે . જય  હિન્દ

આતાની શિક્ષિકાઓ

૯૨ વર્ષના બાળકની શિક્ષિકાઓ…

??????????

??????????

સોટી મારતી ‘તી? !