થુડમ થુડાં છે ,તુંને

એક ગામમાં એક  એકલવાયો ખેડૂત રહે , એ ખેતી કામમાં તો હોશિયાર, પણ હાથ હાંડલીઓ  હોવાથી રસોઈ વગેરે  ઘરકામ કરવામાં પણ કુશળ એ  માણસને મેમાનો બહુ ગમે   મેમાનનું એ બહુ સ્વાગત  કરે એટલે સુધીકે  મેમાનને  જવાનું મન નો થાય મનભાવતાં  ભોજન  આગ્રહ કરી કરીને જમાડે . મેમાન ગતિમાં કંઈ ઉણપ આવવા નો દ્યે  જયારે મેમાન  વિદાય  થાય ત્યારે ઝાંપા સુધી મુકવા જાય ,અને મેમાન  થોડોક આઘો જાય એટલે આમ બોલે “થુડ મ  થુડા છે તુને  મેમાન થાતાં  નો આવડ્યું ”  એક માણસ  આવું સાંભળી ગયો .એને નવાઈ લાગી કે આ માણસ  મેમાન માટે પ્રાણ  પાથરી દ્યે છે ,અને મેમાન જયારે જાય છે ત્યારે  આવો તિરસ્કાર  યુક્ત શબ્દ કેમ બોલેછે .આ વાતના  અનુસંધાનમાં એક દુહો લખવો મને યોગ્ય લાગે છે .”આવતનાં   ઈંધાણ  મળવામાં  માઠપ  કરે ,ઈ શું  પાથરે  પ્રાણ  ઈ સાચું  સોરઠિયો ભણે ” મેમાનને આવતા જુવે  અને તુરત બોલે જરા ધીરા ધીરા આવજો ,છોકરાં  સુતાં  છે .ઉઠી જશે ,જોડા અહી ઉતારજો પાણી પીયોતો ઢોળતા  નહિ . ખાવાનું પડતું મુકતા નહિ . હજીતો મેમાને ઘરમાં પગ મુક્યો, ન હોય ત્યાં  આવું બોલે  આવાં માણસ  શું ધૂળ તમારું સ્વાગત કરવાનાં  હતાં ?  એક માણસને  વિચાર થયો કે આ માણસ  મેમાનનું  ભાવભીનું સ્વાગત કરે છે અને મેમાન જયારે વિદાય લ્યે ત્યારે આવા શબ્દો કેમ બોલતો હશે , એને રહસ્ય જાણવા એને ત્યાં મેમાન થયો .આવતાની સાથે  એ બોલ્યો ,બાપા  તમે ગાય્ ભેંસને ખાવાનું ક્યારે આપો છો એનું દૂધ ક્યારે કાઢો છો .પાણી ભરીને ઘરે ઢોરને પીવડાવો છોકે  અવેડે લઇજવા પડે છે .? બાપા તમે રસોઈ હાથે કરી લ્યો છો , તો મને થોડુક શીખવો તો હું રસોઈ બનવું તમે ફક્ત મારી દેખરેખ રાખજો અને ભૂલ પડે તો મને કહેજો ,બસ પછીતો આ જુવાન મહેમાને  કામ ઉપાડી લીધું ,બાપાને કહે તમે આરામ કરો .હું અહી રહું ત્યાં સુધી મનેજ બધું કરવા દ્યો . તમેતો કરોજ છોને ?

મારા વાંઢા નાં ઘરમાં નજર નાખી આ પ્રસંગે મને મારા મોંઘેરા મેમાન સુરેશ જાની યાદ આવી ગયા . તો થોડુક  એ મેમાનની પણ તમને સહુ   ભાઈ બેનોની  જાણ  કરું કે એ કેવા મેમાન હતા। . સુરેશજાની મારે ઘરે આવ્યા એ પહેલા મને લોકોએ કીધું કે   . તમારા ઘર માં તમે ધાણા જીરું મીઠું મરચું  ચા દૂધ રાખતા નથી .સીરીયલ પણ દુધને બદલે પાણી નાખીને ખાઈ લ્યો છે . એટલે તમારે સુરેશ જાની માટે વસ્તુ મગાવવા  માટે જેની તેની દાઢીમાં હાથ નાખવો પડશે એતો વખતે મદિરા પાન પણ કરતા હશે આવું બધું તમે નહિ કરી શકો . તેમને જવાબ આપતો કે   સુરેશ જાની જેવા  માણસ  માટે હું આકાશ પાતાલ એક કરીશ  હું ભલે નો ખાતો હોઉં પણ એમના માટે એમને જે જોઇશે એ ત્યાર રાખીશ , રામકૃષ્ણ મિશનના બંગાળી સાધુ બિભૂતી મહારાજ  હું અમદાવાદમાં હતો ત્યારે  મારા મહેમાન બન્યા ,એને માછલી ખાવાનું મન થયું મેં એને માછલી લાવી આપેલી, અને મારા ઘરમાં રાંધવાની પણ સગવડ કરી આપેલી ,વિભૂતિ મહારાજ  અમે રાજકોટ રહેતા ત્યારથી એ અમારા કુટુંબના સભ્ય જેવા થઇ ગએલા .અને બાપુ પછી સુરેશ જાનીની મારે ઘરે પધરામણી થઇ .મેં તેમને કીધું સુરેશભાઈ તમને જે જોઈતું હોય એ મને  ખાસ્તો  ખાવા પીવાની વસ્તુ વિષે બોલો   હું લઇ આવવાની તજવીજ કરું ,સુરેશ જાની કહે ઘરમાં જે હશે એનાથી ચલાવી લઈશ તમે જે ખાતા હશો એ હું ખાઈશ ,માટે તમે જરાય ચિંતા ન કરો હું અને અહી તમે આટલી ઉમરે એકલા કેવી રીતે રહી શકો છો એ શીખવા આવ્યો છું .એણે  મારા વાંઢાના  ઘરમાં નજર નાખી    જોયું તો બધું વેરણ છેરણ પડ્યું તું . એણે  મને પૂછ્યું , આતા  તમે કહેતા હોય તો હું આબધુ  વ્યવસ્થિત ગોઠવી આપું , મેં કીધું બાપા તો તો તારા જેવો   ભગવાનેય નઈ   આતો બાપુ એન્જીનીયર માણસ .એટલું સરસ ગોઠવી દીધું કે મને દરરોજ સુરેશ જાની યાદ આવે છે .ચોપડીયો અમુક ઠેકાણે મારું હસ્ત લિખિત લખાણ અમુક સ્થળે  મારા કામ કરવાનાં  ઓઝારો અમુક ઠેકાણે નાના  ઓઝાર મોટા ઓજાર  જુદે જુદે ઠેકાણે  ઘરમાં કબાટ આડા અવળા   પડયા તા  એક ઠેકાણે  મુક્યા અને એમાં કોપ્દીયો ઓઝારો  વગેરે  ની ગોઠવણ  કરી અને મને   કીધું  કે અમુક વસ્તુ આ ઠેકાણે છે . એક વખત હું તેમને હું જાઉં છું એ સી . સી .સેન્ટરમાં લઇ ગયો અહી  થોડા  ગુજરાતી સીનીયરો આવેલા ,તેમના પોત્રો પણ આવેલા એમને  સુરેશ ભાઈએ  પોતાની ઓરેગામી કળા દેખાડી કેટલાય કાગળના રમકડા બનાવી આપ્યાં  બાળકો ખુશ ખુશ થઇ ગયાં  સેન્ટરની કાર્ય કરતા બાઈઓને પણ  ઓરેગામી કળા દેખાડી  બડા ખુશ ખુશ થઇ ગયાં  દેશી સીનીયરે  સુરેશ ભીની ઓળખાણ પૂછી,  સુરેશ્ ભાઈએ  કીધું કે હું  હિમ્માંત્ભૈનો દીકરો છું . મને એક જણે  કીધું  કે કાકા તમે તો કહો છોકે મારે બેજ દીકરા છે .અને આ  ટે ક્ષાસ  વાળા  દીકરા વિષે તમે કેમ નો કીધું . આ તમારો દીકરો તમને હાર્ટ એટેક  આવ્યો એ માટે  તમારી ખબર કાઢવા  ઠેઠ  ટે ક્ષાસ થી આવ્યો .એવા પ્રેમાળ દીકરો તમારે છે .એના માટે તમે કેમ છૂપું રાખ્યું ? સુરેશ્નાની ને મેં કીધું કે  એક દિવસ આપણે  શહેર  જોવા જઈએ તે બોલ્યા શહેર તો ઘણાં  જોયા છે .મને તમે એરીઝોનાનું રણ  મોટા  ઊંચા  થોર જોવા છે , સુરેશભાઈએ  ભાડાની કાર લઇ લીધેલી  અને કર ચલાવવાના આળસુ પણ નહિ એટલે  રણની  હવા બરાબર ખવડાવી , મને  લખાણ ઉપર  ફોટો મુકતા આવડતું નથી . નહીતર  સુજાનો ગગન ચુમ્બી  થોર સાથેનો ફોટો પણ મુકત ..જયારે સુરેશ જાનીએ  મારાથી વિદાય લીધી, ત્યારે એ ન સાંભળે  એમ હું બોલ્યો ,ધન્ય છે,  તારા માત પિતાને તુને મેમાંન થાતાં  આવડ્યું .ઓલા ખેડૂત ને ત્યાં થી સારા  મેમાને ત્યારે  ખેડૂત જગતનો   વિદાય  લીધી ત્યારે  જગતનો  તાત  બોલેલોકે  રંગ છે ભાયડા તુને તુને   મેમાન થાતાં આવડ્યું . વળી એક દુહો ઠઠાણું   .

મેમાનુંને માન  દલભર  દીધેલ નહિ  ઈ  મેડીયું નઈ  પણ  મહાણ   ઈ  હાચું હોરઠ યો  ભણે

8 responses to “થુડમ થુડાં છે ,તુંને

 1. Atul Jani (Agantuk) માર્ચ 1, 2013 પર 5:08 એ એમ (am)

  આતાજી,

  મહેમાન થાતા આવડે તો કામ થઈ જાય. માણહ અહીં જગતમાં મેમાન થઈને આવ્યો છે અને ધણી થાવા જાય છે. કોઈક સુજા જેવા મહેમાન આવે ત્યારે ઓલ્યો કિરતાર કેતો હશે કે ધન્ય છે તને કે મેમાન થતા આવડ્યું.

  બાકી તો મોટા ભાગનાને કેતો હશે કે – થુડમ થુડા છે તુ ને !

 2. સુરેશ જાની માર્ચ 1, 2013 પર 7:01 એ એમ (am)

  ફરી પાછું ઘર ચીતરી મેલ્યું તો નથી ને?
  ઇન્સ્પેક્શન માટે ફરી આવવું પડશે !!

  • હિમ્મતલાલ માર્ચ 1, 2013 પર 2:31 પી એમ(pm)

   હમણાં તો હું છાતી ઠોકીને કહી શકું એમ નથી, સુરેશભાઈ ઘર ચીઓતર ભીતર નથી કરી નાખ્યું .એમ
   ઘરતો બરાબર છે પણ મારી પથારીને મેં વર્કશોપનું ટેબલ બનાવી નાખવું પડ્યું છે.એટ લે પથારી પાસે અગોચર પડી છે કેમકે ઠંડીમાં હું બહાર કામ નોતો કરી શકતો એટલે ઘરમાં કામ કરતો અને તમને ખબર છે કે મારું કામ કેવું છે .પણ તમારી પધરામણીની ખબર પડશે એટલે તુર્તજ તમારી બીક ને લીધે સાફ કરી નાખીશ તમારા ગયા પછી ઘણી બધી માળાઓ બનાવી નાખી એક ખાન્દ્નીયો બનાવી નાખ્યો ,લાકડીઓ બનાવી , તમે આવો ત્યાં સુધીમાં હોમ વર્કતો તમને દેખાડવું પડશેને ?

 3. pragnaju માર્ચ 1, 2013 પર 9:16 એ એમ (am)

  ચિ સુરેશને ધન્ય
  પણ વધુ ધન્ય
  તારે આંગણિયે કોઇ આશા કરીને આવે રે…
  આવકારો મીઠો….આપજે રે …. જી….
  તારે કાને કોઇ સંકટ સંભળાવે રે…
  બને તો થોડું……કાપજે રે…. જી…..

  માનવીની પાસે કોઇ…..માનવી ન આવે… રે…..
  તારા દિવસો દેખીને દુઃખિયાં આવે રે….
  આવકારો મીઠો….આપજે રે ….જી….

  કેમ તમે આવ્યા છો?…. એમ નવ કે’જે…..રે…
  એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે..
  આવકારો મીઠો…..આપજે રે…..જી…

  વાતું એની સાંભળીને….આડું નવ જોજે….રે….
  એને માથું રે હલાવી હોંકારો દેજે રે..
  આવકારો મીઠો…..આપજે રે….જી….

  પેલા એને પાણી પાજે……સાથે બેસી ખાજે….રે…..
  એને ઝાંપા રે સુધી તું વળાવા જાજે રે…
  આવકારો મીઠો…. આપજે રે….જી….
  એવા આ તા જી ને
  અમે તો આતા મીઠા ઝાડના મૂળિયા પણ રહેવા ન દ ઇ એ !

 4. Dipak Dholakia માર્ચ 2, 2013 પર 11:32 એ એમ (am)

  આતા, તમારા જેવા યજમાન હોય તો બધાને મહેમાન થતાં આવડી જ જાય. કોઈને પોતાના રસોડામાં પારકો પગ પણ ન ખપે. મહેમાન પણ બીએ તો ખરો ને? અને સુ. જા.ની ઓળખાણ તમે દીકરા તરીકે આપી તે પછી એમને મહેમાનની નીચી પાયરીએ કામ ઉતારી મેલ્યા?

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: