દુગ્ધામૃત જીભ ઉપર મુક્યું

હું અમેરિકામાં લગભગ દરરોજ સિનીયર સેન્ટરમાં જાઉં છું .એક વિશાળ પાર્કમાં એક બિલ્ડીંગમાં   અનેક પ્રવૃત્તિઓ થાય છે .બાસ્કેલ બોલ  રમાય છે .બીજી અનેક પ્રકારની કસરતો થાય છે  .બાળકોને રમવાની પણ અનેક જગ્યાઓ છે .એક રૂમમાં પુષ્કળ રમકડા હોય છે  .જેમાં બાળકો એકલા સ્વતંત્ર રમતા હોય છે . અને એની માયુ રૂમની આગળ  લાંબા ટાંટિયા કરીને  નીચે બેસીને  સ્ત્રી સહજ સ્વભાવ પ્રમાણે  વાતોએ વળગ્યું હોય .હું ત્યાંથી પસાર થાઉં ત્યારે ગરાસણીઓને  લાજ કાઢવાની ચેતવણી આપવા સસરો ખોંખારો ખાય એમ હું ખોખારો  ખાઉં  એટલે બેનું ટાંટિયા  સંકોરી લ્યે અને હસતી હસતી જગ્યા આપે .

આજ બિલ્ડીંગમાં એક ખંડમાં  સીનીયરો ભેગા થાય છે . વાતો ચિતો કરે પત્તાં રમે અને પછી  જમવા ટાણે જમવા જાય .આ સેન્ટરની  આપણા સુરેશજાની એ  મુલાકાત  લીધી છે અહી સિનિયરોને જમવા માટે અઢી ડોલર આપવા પડે છે . આતો મૂડી વાદી  દેશ અહી  પૈસા   આપ્યા વિના  તમને મફતમાં કોઈ ગાળ પણ નો આપે .સુરેશજાનીએ  જમવા માટેના પૈસા આપવા  ખિસ્સામાં હાથ નાખ્યો . મેં કીધું આતો મારા સસરાનું ઘર છે .હું  કાનામાતર  વગર જમું છું એમ તમે પણ જામી લ્યો તમે મારા  મેમાન છો . સુરેશ જાની ને મનમાં થયું હશે કે  આ અમદાવાદી મફતલાલની  મફત ગીરી અહી પણ ચાલે છે .અહીંની લાઈબ્રેરીમાં  એક બેન સોફા ઉપર બેસીને  નાના બાળકને  ઢાંકી ઢુંબી ને  સ્તનપાન  કરાવતી હતી  આ બેન  સીરિયા ,ઈરાન ,ઈરાક ઇઝરા એલ ની હશે  એવું એની ખુબ સુરતી ઉપરથી જણાતું હતું .બાળક ધાવીને ધરાઈ  રહ્યું .એટલે તેને બાયડી એ બહાર કાઢ્યું . મેં એ  બાઈ ને પૂછ્યું .બાળક  ધાવણથી   ધરાઈ રહે છે ? તેણે જવાબ આપ્યો .મારા સ્તનમાં પુષ્કળ દૂધ છે  .બાળક ધરાઈ રહ્યું છે તોપણ મારા સ્તનમાંથી  ધાવણ વહ્યે જાય છે .એમ કહી મને એણે  પોતાનો સ્તન દેખાડ્યો .મેં જોયું તો  દૂધ વહયે જતું હતું .મેં મારા ચાર આંગળીઓથી  તેના સ્તન ઉપરથી દૂધ  લીધું અને મારી જીભ ઉપર  મુક્યું આ વખતે મને મારી માં યાદ આવી ગએલી  દૂધ મધુરું મધુરું હતું .

વર્ષો પહેલા હું મારા લોહીની તપાસ કરાવવા  લેબોરેટરીમાં ગયો .લોહી આપવાવાળા  પોતાના નંબરની રાહ જોતા સૌ ખુરસી ઉપર બેઠા બેઠા પોતાનો નંબર આવવાની રાહ જોતા હતા .આમાં એક સીરિયાની અરબ બાઈ લોહી આપવા માટે આવેલી તે પોતાના 6 વરસના દીકરા સાથે બેઠી હતી . મારો વારો આવ્યો એટલે હું લોહી આપવા ગયો .  લોહી લેવા વાળિયું  ઘણી બાઈઓ હતી .જેમાં મારે ઈઝરાઈલની યહૂદી બાઈ પાસે  લોહી કઢાવવા  જવાનું થયું .હું ભારતનો છું  .એવી એને ખબર પડ્યા પછી એ મારી સાથે ભારતની અને હિંદુ વિષે વાતોએ વળગી  તેણે કીધું કે  યહૂદી અને હિંદુ ઘણી બાબતોમાં  સરખા છે .હિન્દુની જેમ યહૂદી પણ પોતાના ધરમમાં  લેવા માટે પ્રચાર કરતા નથી .અને કોઈ ઉપર આક્રમણ ની શરૂઆત કરતા નથી . હિંદુ  અને યહુદીમાં ફેર એટલો છે કે .  હિંદુ ઉપર આક્રમણ  થાય તો  રો કકરીને બેસી રહે છે . આ જુના વખતની વાત છે . હવે તો સંજોગોએ હિન્દુને પણ આક્રમણ કરવાનું શીખવી દીધું છે .તે છતાં બનતાં સુધી આક્રમણ કરવાનું  ટાળે  છે . જયારે યહૂદી  પોતાના ઉપર થએલ આક્રમણનો જોરદાર બદલો વાળે છે .અને આકારણ ને લીધે  વિશાળ પાવરફુલ  દુશ્મનોથી  ઘેરએલો હોવા છતાં  છાતી કાઢીને વસે છે .

6 responses to “દુગ્ધામૃત જીભ ઉપર મુક્યું

  1. સુરેશ જાની ફેબ્રુવારી 26, 2013 પર 6:58 એ એમ (am)

    તમારા સેન્ટરમાં મજા આવી હતી. ગુજરાતી ભાઈ બેનો સાથે પત્તાં રમેલાં અને બહુ વાતો કરી હતી. મેં બાળકોને કાગળનાં રમકડાં બનાવી દીધાં હતાં – તે બૂલી ગયા અને બાયુંની વાતો યાદ આવી ગઈ!

  2. pragnaju ફેબ્રુવારી 26, 2013 પર 7:42 એ એમ (am)

    વાહ
    યાદ
    ગુર્જરી વ્યવહાર શોધું છું,
    ધાણીફૂટ બોલનાર શોધું છું.

    લાવે પરભાતિયાં પાલવમાં ભરી,
    ખુશનુમા એ સવાર શોધું છું.

    તેંય અંગ્રેજી મૂઠ મારી છે,
    હુંય એનો ઉતાર શોધું છું.

    ક, ખ, ગ – ના ગળે શોષ પડે,
    પહેલાં ધાવણની ધાર શોધું છું.

    લખી છે ગુજરાતીમાં એક ગઝલ,
    ને હવે વાંચનાર શોધું છું.

    જડી છે એક લાવારીસ ભાષા,
    હું એનો દાવેદાર શોધું છું.

    જામ ભાષાનો છલોછલ છે ‘અદમ’,
    સાથે બેસી પીનાર શોધું છું.
    સ્તનપાન અંગે વધુ જાણકારી
    VTV – CELEBRATE BREASTFEEDING WEEK IN SURAT … – YouTube
    ► 1:52► 1:52
    http://www.youtube.com/watch?v=_Izga9CZmNk
    Aug 4, 2012 – Uploaded by VtvGujarati
    ઓગષ્ટ મહિનાના પહેલા સપ્તાહને વિશ્વભરમાં સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે.. નવજાત શિશુ માટે માતાનું ધાવણ અમૃત સમાન છે..ત્યારે સુરતમાં સ્તનપાન વીકની ઉજવણી …
    ઘણા ન જાણતા હશે તે વાત પહેલું ધાવણ પહેલા કલાકમાં જ આપવાનો પ્રયત્ન કરવો. આને લીધે બાળ મૃત્યુ તથા ઇન્ફેકશનનું પ્રમાણ ઘણુણ ઓછું થાય છે અને અમારા દાદાજી આ વાત આવતી ત્યારે આનંદ થતો
    બાર વર્ષે મારો બેટડો મળિયો,
    હૈયાનાં ધાવણ હાલ્યાં જાય જો;
    પોઢો પોઢો રે પુતર છેલ્લી આ વારના,
    માતાનો જીવડો નો રોકાય જો.

  3. Vinod R. Patel ફેબ્રુવારી 26, 2013 પર 9:52 એ એમ (am)

    “આતો મૂડી વાદી દેશ અહી પૈસા આપ્યા વિના તમને મફતમાં કોઈ ગાળ પણ નો આપે ”

    વાહ આત્તાજી, તમે એક જ વાક્યમાં અમેરિકાની સરસ ઓળખ આપી દીધી .

    92 વર્ષના બાળકને વાત્સલ્યમયી માતાનું ધાવણ ચાખવા મળ્યું એ કેટલાં અહોભાગ્ય કહેવાય !

    આખો લેખ ખુબ નિખાલસતાથી અને સ્પષ્ટતાથી લખ્યો છે એ ખુબ ગમ્યું .

  4. yuvrajjadeja ફેબ્રુવારી 26, 2013 પર 10:06 પી એમ(pm)

    વાહ આતા , તમારી આવી સુંદર નિખાલસ વાતો સાંભળવી ખુબ ગમે છે

  5. હિમ્મતલાલ ફેબ્રુવારી 27, 2013 પર 4:57 પી એમ(pm)

    પ્રિય યુવરાજ કુમારતમારા જેવા જુવાનોનો ઉત્સાહ મને એમના જેવડો બનાવી રાખે છે .
    મને હાર્ટ એટેક આવ્યો ત્યારે મારે હોસ્પીટલમાં જવું પડ્યું . હું બેભાન સ્થિતિમાંથી થોડો બહાર નીકળી રહ્યો હતો નર્સ મને વારે વારે પૂછે તમે ક્યાં છો .?એ બાબતનો શેર તમારા જેવા જુવાનીયા માટેએક નર્સની છાતી બહુ મોટી હતી .દેખા સીના તેરા જબ બદમસ્ત હોગયા હું
    માલુમ નહિ યે મુઝકો ફિલ હાલ મૈ કહાં હું

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: