Daily Archives: ફેબ્રુવારી 26, 2013

દુગ્ધામૃત જીભ ઉપર મુક્યું

હું અમેરિકામાં લગભગ દરરોજ સિનીયર સેન્ટરમાં જાઉં છું .એક વિશાળ પાર્કમાં એક બિલ્ડીંગમાં   અનેક પ્રવૃત્તિઓ થાય છે .બાસ્કેલ બોલ  રમાય છે .બીજી અનેક પ્રકારની કસરતો થાય છે  .બાળકોને રમવાની પણ અનેક જગ્યાઓ છે .એક રૂમમાં પુષ્કળ રમકડા હોય છે  .જેમાં બાળકો એકલા સ્વતંત્ર રમતા હોય છે . અને એની માયુ રૂમની આગળ  લાંબા ટાંટિયા કરીને  નીચે બેસીને  સ્ત્રી સહજ સ્વભાવ પ્રમાણે  વાતોએ વળગ્યું હોય .હું ત્યાંથી પસાર થાઉં ત્યારે ગરાસણીઓને  લાજ કાઢવાની ચેતવણી આપવા સસરો ખોંખારો ખાય એમ હું ખોખારો  ખાઉં  એટલે બેનું ટાંટિયા  સંકોરી લ્યે અને હસતી હસતી જગ્યા આપે .

આજ બિલ્ડીંગમાં એક ખંડમાં  સીનીયરો ભેગા થાય છે . વાતો ચિતો કરે પત્તાં રમે અને પછી  જમવા ટાણે જમવા જાય .આ સેન્ટરની  આપણા સુરેશજાની એ  મુલાકાત  લીધી છે અહી સિનિયરોને જમવા માટે અઢી ડોલર આપવા પડે છે . આતો મૂડી વાદી  દેશ અહી  પૈસા   આપ્યા વિના  તમને મફતમાં કોઈ ગાળ પણ નો આપે .સુરેશજાનીએ  જમવા માટેના પૈસા આપવા  ખિસ્સામાં હાથ નાખ્યો . મેં કીધું આતો મારા સસરાનું ઘર છે .હું  કાનામાતર  વગર જમું છું એમ તમે પણ જામી લ્યો તમે મારા  મેમાન છો . સુરેશ જાની ને મનમાં થયું હશે કે  આ અમદાવાદી મફતલાલની  મફત ગીરી અહી પણ ચાલે છે .અહીંની લાઈબ્રેરીમાં  એક બેન સોફા ઉપર બેસીને  નાના બાળકને  ઢાંકી ઢુંબી ને  સ્તનપાન  કરાવતી હતી  આ બેન  સીરિયા ,ઈરાન ,ઈરાક ઇઝરા એલ ની હશે  એવું એની ખુબ સુરતી ઉપરથી જણાતું હતું .બાળક ધાવીને ધરાઈ  રહ્યું .એટલે તેને બાયડી એ બહાર કાઢ્યું . મેં એ  બાઈ ને પૂછ્યું .બાળક  ધાવણથી   ધરાઈ રહે છે ? તેણે જવાબ આપ્યો .મારા સ્તનમાં પુષ્કળ દૂધ છે  .બાળક ધરાઈ રહ્યું છે તોપણ મારા સ્તનમાંથી  ધાવણ વહ્યે જાય છે .એમ કહી મને એણે  પોતાનો સ્તન દેખાડ્યો .મેં જોયું તો  દૂધ વહયે જતું હતું .મેં મારા ચાર આંગળીઓથી  તેના સ્તન ઉપરથી દૂધ  લીધું અને મારી જીભ ઉપર  મુક્યું આ વખતે મને મારી માં યાદ આવી ગએલી  દૂધ મધુરું મધુરું હતું .

વર્ષો પહેલા હું મારા લોહીની તપાસ કરાવવા  લેબોરેટરીમાં ગયો .લોહી આપવાવાળા  પોતાના નંબરની રાહ જોતા સૌ ખુરસી ઉપર બેઠા બેઠા પોતાનો નંબર આવવાની રાહ જોતા હતા .આમાં એક સીરિયાની અરબ બાઈ લોહી આપવા માટે આવેલી તે પોતાના 6 વરસના દીકરા સાથે બેઠી હતી . મારો વારો આવ્યો એટલે હું લોહી આપવા ગયો .  લોહી લેવા વાળિયું  ઘણી બાઈઓ હતી .જેમાં મારે ઈઝરાઈલની યહૂદી બાઈ પાસે  લોહી કઢાવવા  જવાનું થયું .હું ભારતનો છું  .એવી એને ખબર પડ્યા પછી એ મારી સાથે ભારતની અને હિંદુ વિષે વાતોએ વળગી  તેણે કીધું કે  યહૂદી અને હિંદુ ઘણી બાબતોમાં  સરખા છે .હિન્દુની જેમ યહૂદી પણ પોતાના ધરમમાં  લેવા માટે પ્રચાર કરતા નથી .અને કોઈ ઉપર આક્રમણ ની શરૂઆત કરતા નથી . હિંદુ  અને યહુદીમાં ફેર એટલો છે કે .  હિંદુ ઉપર આક્રમણ  થાય તો  રો કકરીને બેસી રહે છે . આ જુના વખતની વાત છે . હવે તો સંજોગોએ હિન્દુને પણ આક્રમણ કરવાનું શીખવી દીધું છે .તે છતાં બનતાં સુધી આક્રમણ કરવાનું  ટાળે  છે . જયારે યહૂદી  પોતાના ઉપર થએલ આક્રમણનો જોરદાર બદલો વાળે છે .અને આકારણ ને લીધે  વિશાળ પાવરફુલ  દુશ્મનોથી  ઘેરએલો હોવા છતાં  છાતી કાઢીને વસે છે .