ચોકીદારોને લાંચ આપીને ચોરી કરવાની રીત

ઘણા વખત પહેલાં  મેં એક ચમત્કારી નદીનો કોયડો પૂછેલો ,એનો જવાબ મને  ઘણા  બધા બ્લોગરોમાંથી ફક્ત  સુરેશજાની અને અશોક મોઢ વાડિયા , એ બે જણા એ જવાબ  આપ્યો .જોઉં છું, આ કોયડાનો કેટલા જણ  જવાબ આપે છે .

એટલે મારે ફક્ત આ બેજ જણા ને  શાબાશી આપવી પડી . એક દિનેશ પટેલ નામના ગુજરાતી મિત્રે  એક મારા એટમ જેવા કોયડાનો જવાબ આપીને  બહુ  કમાલ કરેલી .આ કોયડો હું કોઈને પૂછતો  નથી . એના ઘણા  કારણો  છે .દિનેશે મને બહુ આગ્રહ કરેલો એટલે મેં એને આ એટમબોમ્બ કોયડો પૂછે લો . દિનેશ કેલીફોર્નીયા મા રહે છે .તેને મેં કીધું કે આ કોયડો તું નહિ ઉકેલી શકે, અને પરિણામે  તું મારી દોસ્તી છોડી દઈશ , એણે  મને કહ્યું કે  હું ગણિતમાં સો એ સો ટકા  લાવનારો માણસ  છું , મને દિનેશ ઘણી વખત પોતાને ઘરે આવવા આમંત્રણ આપે .અને હું  તેને ઘરે જવાની અશક્તિ  બતાવતો , આ કોયડો પૂછ્યો ત્યારે મેં તેને કીધું કે જો તું આ કોયડો ઉકેલી દે તો હું તુને મળવા  તારે ઘરે સાનફ્રાન્સિસ્કો આવું . અને આ  ભાયડા એ કોયડો ઉકેલી આપ્યો,   પણ જયારે એ ઘરે ગયો ત્યારે થોડા દિવસ પછી કોયડો ઉકેલી આપ્યો અને હું મેં વચન આપ્યા, પ્રમાણે .મારે ઘરેથી  ઠેઠ  સાનફ્રાન્સિસ્કો મળવા ગએલો .

ચાલો આજેતો હું આ ચોરી કરવાની રીત વાળો કોયડો પૂછું છું .

એક ભેંસો વાળા માલ ધારીએ   પોતાની ભેસોને   ગઢ જેવી ત્રણ દીવાલો વચ્ચે રાખેલી .અને ત્રણેય દીવાલોના દવાજાઓએ  ત્રણ ચોકીદારો રાખેલા , એક રાતે  એક ચોર ભેસો ચોરવા ગયો .તેને પહેલા દવાજા વાલારે અટકાવ્યો એટલે ચોરે કીધું કે  હું જેટલી ભેસો ચોરી લાવીશ એમાં થી અર્ધો ભાગ તુને આપીશ ,એટલે એ દરવાજા  વાળે  જવા દીધો . પછી બીજે દરવાજે ગયો .ત્યાં નાં ચોકીદારે  તેને અટકાવ્યો એટલે ચોરે તેને  પ્રથમ નાં દરવાનની જેમ અર્ધો ભાગ આપવા કહ્યું પણ આ દરવાન  માન્યો નહિ એટલે ચોરે  તેને અર્ધોભાગ ઉપરાંત એક ભેંસ  વધુ આપવા કીધું એટલે એ માની ગયો .પછી  ચોર  છેલ્લે દરવાજે ગયો  ત્યાં પણ દરવાને તેને અટકાવ્યો . એ દરવાનને અર્ધો ભાગ આપવાનું ચોરે કીધું એટલે એ માની ગયો . પછી ચોર   ભેંસો જ્યાં હતી એ જગ્યાએ પહોંચ્યો અને કેટલીક ભેંસો ચોરી  અને ભેંસો લઈને  બહાર નીકળ્યો અને દરેક ચોકીદારને  કહ્યા પ્રમાણે ભાગ આપી .અને બાકીની ભેંસો લઈને ઘરે જતો રહ્યો .હવે આ કોયડો ઉકેલી આપો . અને આતાની શાહબાશી મેળવો .

5 responses to “ચોકીદારોને લાંચ આપીને ચોરી કરવાની રીત

 1. વિનય ખત્રી ફેબ્રુવારી 22, 2013 પર 1:26 એ એમ (am)

  ૧૨ ભેંસો. બધાને તેમનો ભાગ આપ્યા પછી ચોર પાસે ૧ ભેંસ રહેશે. એવી જ રીતે આ દાખલો ૨૦ (૨), ૨૮ (૩), ૩૬ (૪), ૪૪ (૫), ૫૨ (૬), ૬૦ (૭), ૬૮ (૮), ૭૬ (૯) ૮૪ (૧૦) માટે લાગુ પડશે!

 2. pragnaju ફેબ્રુવારી 22, 2013 પર 8:36 એ એમ (am)

  જ્યારે ચોકીદાર જ ચોર હોય તો કલ્પના જ કેટલી દુ;ખદાયક છે બાકી ગીત ગઝલમા
  આવી સ્થિતીનું વર્ણન રમુજી રહે ! એક રચના માણીએ…

  बनकर मेरा कातिल खुद ही जख्म दिखाने लगे
  सितम करके हज़ारों खुद मरहम लगाने लगे

  हर एक आरज़ू पे जब जुल्म हुए दिल पर खामोश
  बारी बारी से गर्दिश-ऐ-दौरान हरदम दिखने लगे

  फर्जों की रवायत पर कुर्बान हुई जिंदगी जब
  नादानी से बुझते दिए की खुद लौ जलाने लगे

  बद्दुआ ना दो उस माझी को साहिल पे पहुंचकर
  डूबा के कश्ती मझधार में जो उनको बचाने लगे

  दरखतों की शाखों पर खिले है कितने गुल लेकिन
  मेरे गुलशन में गुंचा-ऐ -दिल खुद मुरझाने लगे

  हजारों किये गुनाह मगर बनते रहे मसीहा सोना
  उस पर ये एहसान उनका हमे कसूरवार ठहराने लगे

 3. dhavalrajgeera ફેબ્રુવારી 22, 2013 પર 1:46 પી એમ(pm)

  आता,
  हजारों किये गुनाह मगर बनते रहे मसीहा सोना,
  उस पर ये एहसान उनका हमे कसूरवार ठहराने लगे.

 4. pravinkumar માર્ચ 1, 2013 પર 4:09 પી એમ(pm)

  ગુજરાત ના સાવજ ને મારા સલામ,બાપુ આપનો કોયડો વાંચ્યો અને જવાબ આપવા જઈ રહ્યો છું..કારણ કે હું તમારા જેવાં પહાડ આગળ છોરુ છું…જો જવાબ સાચો હોય તો અમને પણ તમારી સાબાશી લેવાનો લ્હાવો મળે….
  “વિનય ભાઈ એ ઠીક કહ્યું….ચોર બાર ભેંસો લઇ ને નીકળશે ત્રીજા દરવાજે ૬ ભેંસો આપશે,બીજા દરવાજે ૪ ભેંસો આપશે,અને છેલ્લા વધેલી ૨ ભેંસો માંથી એક પહેલા દરવાજે આપીને એક ભેંસ એ લઇ જશે……….

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: