ઈરાનની બાળાનો ગરબે રમવાનો હરખ

હમણાં હું મારામને મને  બ્લોગમાં કંઈ  નોતો લખતો . કારણ એકે હું મારા બ્લોગમાં લખવા રહું તો બીજાનું ઉત્તમ પ્રકારનું  જ્ઞાન વર્ધક  સાહિત્ય વાંચવાનું રહી જતું હતું .અને નવું જાણવાની ઈચ્છા વાળા મને એ ગમતું નોતું .પણ કોશીક દેસાઈ જેવા સ્નેહી મારા બ્લોગને અનુસરવા મંડ્યા .એટલે  મારો વિચાર થોડો બદલાણો અને કોઈ કોઈ વખત લખતા રહેવું એવું નક્કી કર્યું .તો આપ  વાંચો અને મને જેભાગ તમને ગમ્યો હોય ,એ વિષે પણ લખો . અને ન ગમ્યો હોય એ માટે પણ લખો .અને મને માર્ગદર્શન આપો .મને શીખવાની ઉમ્મીદ  છે .તમારો ટીકા કરવાનો હક્ક છે .

અમેરિકામાં  આપણા તહેવારો આપણા ભાઈઓ બહુ ધામ થી ઉજવે છે .એમાં નવરાત્રીની ધામ ધૂમ ઓર હોય છે.ગુજરાતી વિદ્યાર્થીની સાથે ભણનારા  છોકરા છોકરિયું દુનિયાના જુદા જુદા દેશના પણ હોય  છે .અને ગરબા જોવા આવનારાઓમાં  મોટેરા પરદેશીઓ પણ હોય છે .મોટો હોલ ભાડે રાખ્યો હોય .એના પૈસા અને પ્રસાદ  તરીકેના ખર્ચ માટેના  પૈસાની જરૂર પડે ,આવો ખર્ચ કાઢવા ગરબા સ્થળે આવવાની પ્રવેશ ફી રાખી હોય છે . આવી ફી ભરી ભરીને પણ પરદેશી લોકો ગરબા જોવા અને રમવા આવતા હોય છે .

એક વખત ગરબામાં  મને      મારી ઓળખીતી એક ઈરાની બાઈ મને મળી . તે એના ધણી, દિકરી,( દસેક વરસની )અને બીજાં સગાં સાથે આવેલી . દિકરીએ પોતાના જેવડી ઉમરનાં છોકરાં ઓને ગરબે રમતાં જોઈ  ,પોતાને રમવા પણ આવાં (ચણિયો ચોળી )કપડાં પહેરી રમવા જવાનો આગ્રહ એની માને  જણાવ્યો .એની માએ મને પૂછ્યું કે મારી દિકરી આ હિંદુ  ધાર્મિક તહેવારમાં રમવા જી શકે ખરી ?મેં જવાબ દીધોકે મેં  આ પારસી લોકોનું મંદિર નથી કે જેમાં પારસી સિવાય કોઈએ આવવું નહિ  એવું બોર્ડ માર્યું હોય .તમે લોકો ખુશુથી ભાગ લઇ શકો છો . આ વા ચણિયો ચોળી ક્યા મળશે એવું મને પુ છ્યું , મેં જવાબ આપ્યો કે મને ખબર નથી કે આવાં ચણિયો ચોળી ક્યાં  મળે છે  .પણ હું કોઈને પૂછીને કાલે તમને જવાબ આપીશ .બીજે દિવસે મેં એક માધવી શાહ કરીને એક બેન છે એને પૂછ્યું કે ગરબે રમવા માટેના કપડાં કઈ જગ્યાએ મળે ?તેણે મને સામો પ્રશ્ન કર્યો કે કોના માટે જોઈએ છીએ ?મેં કીધું એક દસેક વરસની ઈરાની છોકરી માટે જોઈએ છીએ માધવીએ મને કીધું કે મારી દીકરીના ચણિયો  ચોળી  છે .મારી દિકરી હવે મોટી થઇ ગઈ છે એને હવે .આ કપડાં ટૂંકાં પડે છે .તમે એ લઇ જાઓ અને તે ઈરાની છોકરીને મારા તરફથી ભેટ આપી દ્યો પૈસા મારે નથી જોઈતા .બીજે દિવસે ગરબામાં મેં એ કપડા છોકરીની માને આપ્યાં  .તે પૈસા આપવા મંડી મેં તેને કીધું કે આ કપડા એક  બાઈએ  તારી દિકરીને ભેટ આપ્યા છે ,એટલે એણે પૈસા લેવાની નાં પાડી છે .મારી વાત સાંભળી એ  બહુ ખુશ થઇ અને તેને ભારત ઉપર અને ભારતીય એક વાળ યાદ આવી તમને સહુને ખબર હશેકે સંસ્કૃતિ ઉપર બહુ માં થયું તે બહુ ધાર્મિક બાબતમાં ઉદાર મત વાડી હતી .તે માથું કાન ગળું ઢાં કવામાં  માનતી નોતી તેના વાળ પણ કપાવેલા હતા .એક સાઉદી અરેબિયાના મોલવી સાહેબે ફતવો બહાર પાડ્યો  છે . કે ફક્ત બે વરસની ઉમરની છોકરીએ બુરકો પહેરવાનો ,થોડા વખત પહેલાં મને એક  બાઈ  મળી .જે એવા ધર્મની મુસલમાન હતીકે  જે ધર્મને દુનિયાના મુસ્લિમ દેશોએ મુસલમાન તરીકે બહિષ્કાર કર્યો છે .તેઓ મુસલમાન નથી .એવું બહિષ્કાર કરનાર દેશોનું કહેવાનું છે .આવા લોકો કાદીયાની અથવા એહમદિયા  તરીકે ઓળખાય છે .આ કાદીયાની બાઈએ ચુસ્ત કાપડા પહેર્યાં હતાં .તેના બંને કુલા સ્પષ્ટ દેખાઈ આવતા હતા .કોઈ ભરથરી શૃંગાર શતક લખે તો એવું વર્ણનન કરે  તો એવું કહે કે  તેના કુલાઓનો દેખાવ બે પર્વતની ટેકરીઓ  વચ્ચે   જાણે  ખીણ હોય  મારો દેખાવ જોઈ એક બુજર્ગ તરીકે મારી સાથે વાત વાતો કરવાનું મન થયું . મને એ શીખ  સમજેલી  એટલે એને મારી સાથે પંજાબી ભાષામાં વાત કરી . મેં એને એક શાયર હસન જહાંગીર ની કવ્વાલી ધીમે ધીમે સંભળાવી કેમકે અમે લાઈબ્રેરીમાં હતા  એટલે એ બોલી ચાલો આપને બહાર જઈએ અને તમે મને તમારા બુલંદ અવાજ થી સંભળાવો .અને મેં પાછું  વાળીને જોયા વગર પંજાબી કવ્વાલી હસન જહાંગીર   વાળી વહેતી કરી

ગોરી દી કાલી ગુત્થ તોબા આઈ ઈશ્ક કરંદી ઋત તોબા , ગોરીદી  બિલોરી અખ્ખ  તોબા ગોરીદે આશિક લખ તોબા  ગોરીદી બાં વિચ્ચ  બંગ તોબા મેનુ લગ્યા ઈશ્ક દા  ડંગ તોબા  ગોરી છન છન કરતી જાય તોબા  હે સાલ સોલ્વાં જાય તોબા

ફરી મને પૂછ્યું તમને શેર શાયરી પણ આવડતી હશે મેં કીધું હા   તો ક્યે થવા દ્યો .અને મને પણ એને બરાબર રંગમાં  લાવી દીધેલો .

લાઈબ્રેરીમે  મિલ તુને ઐસા જાદુન કિયા , બુઢાપેમે તુને મુઝકો જવાં બનાદિયા  .મેં કીધું તારી ચંચલ આંખનો જબરો  જાદુ  છે  .એની છાતી અધ ખુલી હતી’ આ ઈરાન કે અરબ દેશ થોડો  છે .કે  સ્ત્રીને પોતાનું  સોંદર્ય દેખાડવાનો હક્ક છીનવે લ્યે . મેં એક વધુ શેર ઠઠાડ્યો    એણે  નખરાં કરતી વખતે મારી સામે આંખ પણ મારેલી . મેં શેર કી ધો   ખુલ્લા  સીના દીખાયકે  બદમસ્ત બનાદિયા , કાફીરને આંખ મારકે  કત્લ કરદીયા   એ ડાયરાને રામ રામ  દાયરામાં તો આવું બધું હાલે બાપલા . એ નાજનીન ના મેળાપ પછી મારા ઉપર કેવી અસર થઇ  ઈતો  મારે હવે તમને નથી કેવું .

10 responses to “ઈરાનની બાળાનો ગરબે રમવાનો હરખ

 1. Vinod R. Patel ફેબ્રુવારી 9, 2013 પર 2:31 પી એમ(pm)

  આતાજી, આપનો આ લેખ ખુબ ગમ્યો .

  આપણા નવરાત્રીના ગરબાઓ વખતે અમેરિકન ભાઈઓ-બહેનોને ગરબા

  ગાતા અને બધાની નકલ કરીને રાસ ખેલતા મેં જોયા છે .આ એક મજાનું દ્રશ્ય હોય છે .

 2. Vipul Desai ફેબ્રુવારી 10, 2013 પર 5:49 એ એમ (am)

  મુ.આતા,
  તમારી હાલત તો જે થાવાની હોય તે થાય, પણ બીજા બધાની હાલત બગાડી દીધી તેનું શું?
  વિપુલ એમ દેસાઈ
  http://suratiundhiyu.wordpress.com/

  • aataawaani ફેબ્રુવારી 11, 2013 પર 2:12 પી એમ(pm)

   પ્રિય વિપુલ ભાઈ

   મારા લખાણ થી કોઈની હાલત બગડી જતી હોય તો મને કૃપા કરીને મને સુચન કરો કે જેથી કરી હું ફરી કોઈની હાલત બગડે એવું નો લખું 

     Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

   ________________________________

 3. અમિત પટેલ ફેબ્રુવારી 10, 2013 પર 7:19 એ એમ (am)

  ખુશીના તહેવારો કોઇ ધર્મના હોતા નથી પણ સર્વ મનુષ્યોના હોય છે. બ્રિસ્બેનમાં નાચવા ગાવા માટે મેં હનુકા નામના યહુદી તહેવારમાં ભાગ લીધો હતો. ગ્રીક અને ફ્રેંચ ફેસ્ટીવલ બધા જ લોકો અહીં ધામધુમથી ઊજવે છે. સ્વામીનારાયણ અન્નકૂટમાં અમેરીકન, ફ્રેંચ, ચાઇનીઝ, જાપાનીઝ લોકો પણ જોવા આવે છે.

 4. Dipak Dholakia ફેબ્રુવારી 10, 2013 પર 11:44 એ એમ (am)

  આતા, તમને થયું એવું સૌ કોઈને થજો!

  • aataawaani ફેબ્રુવારી 11, 2013 પર 1:23 પી એમ(pm)

   પ્રિય દીપક ભાઈ હું આત્મ ક્ષોભ રાખીને ધીમો આત્મ ઘાત કરવા માગતો નથી .એક માણસ પોતાની પ્રેમિકાને કહે છે।
   મિલો તુમ રોજ મુજકો લોક ચાહે જો ભી રુખ દે દે
   યહાં મહફુજ ન તુહ્મત સે ન મરિયમ ન સીતા હૈ
   મહફૂજ =સુરક્ષિત મરિયમ =ઇસુ ખ્રિસ્તની મા

 5. chaman ફેબ્રુવારી 10, 2013 પર 1:56 પી એમ(pm)

  શરીર ઘરડુ થાય છે દિલ નહિ!
  કહી દીધું તમે બીજા કહે નહિ!!
  “ચમન”

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: