બે ઘડી મોજ માટે નાનકો જાદુ

તસ્કર વિદ્યાની  ઘણી વાતો કરી હવેથી થોડીક જાદુ કળા ની વાત   કરીશ ,.જાદુ એ નજરબંધીનો ખેલ છે એને હાથ ચાલાકી પણ કહેવાય ,જ્યાં સુધી સમજ  ન પડે ત્યાં સુધી જાદુ .અને પછીતો “ઉકલો કોયડો કોડીનો “પહેલા ગામડામાં  નાનકડો ચોક હોય ત્યાં જાદુગર ડુગ ડગી વગાડે એટલે માણસો ભેગા થાય  આવા જાદુગરને મદારી કહેવાય ,જે લોકોએ આવા ખેલ જોયા હશે તેને ખબર હશે કે  મદારી પોતાના મોઢામાંથી પથરા કાઢે સર્પ, વીંછી કાઢે અને લોકોને આશ્ચર્યમાં ગરકાવ કરે  કોઈ ન્તીકિત હોતી નથી દ્યે ઉસકા ભલા ન દ્યે ઉસકાભી ભલા એવું હોય છે પણ લોકો પાઈ પૈસો આપતા હોય છે .મફતમાં કોઈ જોતું નથી .આજકે હું ફક્ત જરાક જેટલી રમુજ થાય એવી વાત કરીશ આ જાદુ જોનારને ખબર પડી જ્કાય એવો છે પણ જે વ્યક્તિ ઉપર જાદુ કરવામાં આવે એને નો ખબર પડે

મેં મારી ગ્રેટ ગ્રાન્ડ ડોટર  જીઆના ઉપર આ પ્રયોગ કરેલો એની હું વાત કરીશ એટલે તમે શીખી શકશો .હું આવો જાદુ નટખટ બાળકો ઉપર કરું છું .અને એમાં મને અને સૌ ને મઝા આવતી હોય છે .સરળ બાળકો ઉપર કે  મોટાં ઉપર આવો જાદુ કરવાનું મને મન નથી થતું .

પહેલાં હું જીઆનાનો પરિચય  કરાવું .જીઆના  દહીં ડમરી છે .અને ક્યારેક માથાભારે પણ છે .એટલે ઘણી વખત મારે એને કાલીમા  કહેવી પડે છે .એક વખત મેં એને રસ પીવડાવવા માટે તેની આગળ પ્યાલો ધર્યો .એ રમકડાથી રમી રહી હતી ,એટલે મને એણે માથું હલાવીને ના પાડી   .મેં ફરીથી રસ પીવા માટે આગ્રહ  કર્યો  એણે બોલીને ના પાડી કે મારે નથી પીવો . મેં મારો આગ્રહ ચાલુ રાખ્યો ,એટલે દુર્ગા માં કોપાયમાન  થયાં અને મારા હાથ ઉપર ઝાપટ મારીને રસ ઢોળી  નાખ્યો .એટલે  મારાં અને એનાં  કપડાં અને રગ બગડી ગઈ .આ વખતે એની ઉમર ચારેક વરસની હતી .એના ઉપર સૌ નાં મનોરંજન માટે જાદુ કર્યો ત્યારે એ  6વરસની હતી .

આ જાદુ કરવા માટે સૌ પ્રેક્ષકોને  કહી દેવાનું કે  જેના ઉપર જાદુ થઇ રહ્યો હોય એને કશોય આઈડિયા આપવાનો નહિ બસ ચુપ ચાપ જોયા કરવાનું ,એક પેજીઆના ના  કે દાઈમ  જેવો હળવો સિક્કો લેવાનો  પછી આ સિક્કાને સૌ જોઈ શકે એમ પોતાના કપાળમાં  દબાવીને  ચોટાડવાનો અને  પછી કપાળ ઊંચું નીચું કરી સિક્કાને પાડી નાખવો .પછી જેના ઉપર પ્રયોગ કરવો હોય એને એમ સિક્કો પાડી નાખવાની સુચના કરવી ,પછી સિક્કો લઇ એના કપાળમાં દબાવીને ચોટાડ વો। એ કપાળ ઊંચું નીચું કરશે એટલે સિક્કો પડી જશે ,પછી જાદુગરની જેમ કશુક બોલવું અને સિક્કો પાછો કપાળમાં જોરથી દવાવવો અને પછી હળવેકથી સિક્કો લઇ લેવો .એના કપાળમાં ખુબ દબાવવાના  કારણે એને પોતાના       કપાળ ઉપર સિક્કો છે એવો ભાસ થાય .પ્રયોગ કરતા પહેલા હાથથી સિક્કો ન પડી નાખવા બાબત કડક ચેતવણી આપવાની .જીઆના ના કપાળમાં સિક્કો  ચોટાડયો ,અને જીઆનાએ કપાળ હલાવવાનું શરુ  કર્યું અને પ્રેક્ષકોએ  હસવાનું શરુ કર્યું .કપાળ હલાવી  હલાવીને  થાકી એટલે માથું હલાવવાનું શરુ . એના માથાના વાળ ઘુમવા લાગ્યા .સાક્ષાત જગદંબા  ધુણવા  માંડ્યા પછી અગાઉથી કહી રાખેલ માણસ બોલ્યો .જાદુગર હવે તમે પેની પાડી નાખો .જીઆનાથી નહિ પડે પછી હું પીની સાથેનો હાથ જીઆનાના કપાળ સુધી લઇ ગયો .અને પેની હાથમાંથી પડતી મૂકી  કેવો લાગ્યો આ ટચુકડો જાદુ ?

એક સૌ બ્લોગર ભાઈઓને વિનતી  કે  હું મારા અનુભવો બ્લોગમાં મુકું છું .આપને એવું લાગે કે હું મારીજ વાતો કરું છું .કહી બીજી વાતો કરતા નથી . તો હું મારા અનુભવો લખવાના પડતા મુકું . હું આવું મારા અનુભવોનું કઈ નહિ લખું,  તો હું બોર થઇ જઈશ .એવી મારા પરમ હિતેચ્છુઓ એ ચિંતા કરવાની જરૂર નથી . હું બોર થવાનું કે કોઈને બોર કરવાનું શીખ્યો નથી આતો  અમિત પટેલ અશોક મોઢ વાડિયા ,શકીલ ,સુરેશજાની પ્રજ્ઞા બેન જુગલ કિશોર  ભાઈ વિનોદ ભાઈ વગેરે  ઘણા મિત્રોને મારી વાતો ગમે છે એવું મને લાગ્યું છે .એટલે હું આવું આવું લખું છું હું બોર નથી પણ ખજુર છું .ઉપર નરમ અને અંદર કઠણ  ઉપરનો ગર્ભ ખાઈને અંદરનો ઠલ યો  થૂંકી  નાખવાનો ઠળીયો ખાવા પ્રયાસ કરશો તો દાંત પડી જશે તો મને મારા ઉપર અનહદ કૃપા કરીને કહો કે મારે મારા અનુભવો લખવા કે આવું લખવાનું માંડી  મારા માટે આપ અભિપ્રાય આપજો એવું મેં આપને કીધું હોય એવું મને યાદ નથી ફક્ત પહેલી વારજ  આ નમ્ર વીંટી કરું છું છું તો આ મારી વાત ધ્યાને લેજો   ખુદા હાફિજ

13 responses to “બે ઘડી મોજ માટે નાનકો જાદુ

  1. અમિત પટેલ જાન્યુઆરી 23, 2013 પર 5:14 એ એમ (am)

    તમારો આ જાદુ ખુબ વખણાય છે અને યુટ્યુબ પર જોયો હોવાનું મને ખ્યાલ છે. આ જાદુમાં જોનારા હસી હસીને બેવડ વળી જાય છે 🙂

  2. Atul Jani (Agantuk) જાન્યુઆરી 23, 2013 પર 6:41 એ એમ (am)

    આતાજી મને તો તમારા અનુભવ સભર જીવનની વાતો કાલી ઘેલી ભાષામાં વાંચવાની મજા આવે છે.

    નાના મોઢે મોટી વાત કહું તો કોઈને ગમે કે ન ગમે પણ જ્યાં સુધી તમને લખવાની મજા આવે છે ત્યાં સુધી લખવું જોઈએ. લોકોને ગમશે તો વાંચશે નહીં ગમે તો નહીં વાંચે પણ તમારે લખવાનો આનંદ જતો કરવાની જરુર નહીં.

  3. સુરેશ જાન્યુઆરી 23, 2013 પર 7:41 એ એમ (am)

    હવે આ જાદુનો પ્રયોગ કરવા નાનું બાળક ગોતવું પડશે !

    • himmatlal જાન્યુઆરી 23, 2013 પર 10:33 એ એમ (am)

      સુરેશભાઈ આ જાદુ મોટા ઉપર પણ થઇ શકે છે। હું ઇંગ્લેન્ડ ગયોતો તત્યાં મેં આ જાદુ માટે મારા ભત્રીજાને કીધું કે આજે હું તારી મા ઉપર એટલેકે મારી ભાભી ઉપર કરવાનો છું .તો નરેન્દ્ર બોલ્યો , કાકા તમારી નહી પણ મારી ભાભી ઉપર કરો .અને મેં એના મોટાભાઈ રસિકની વહુના કપાળમાં સિક્કો ચોટાડીને કર્યું હતું .

  4. Shakil Munshi જાન્યુઆરી 24, 2013 પર 7:05 એ એમ (am)

    મુ. આતાશ્રી આપની અનુભવી કલમ થી લખાતા લખાણો અને આપના અનુભવો વાંચવાની માણવાની મજા ખૂબ આવે છે માટે લખતા રહો લખતા રહો….
    અને હા જબરદસ્ત ની નીચે કદાચને શુક્રિયાહ લખ્યું છે હવે એનું મતલબ આપને કઈ નાજ કહેવાનું હોય ! આભાર.

  5. aataawaani જાન્યુઆરી 24, 2013 પર 7:27 એ એમ (am)

    બેન પ્રજ્ઞા બેન
    ઉર્દુમાં તમને ખબર હશે કે હ્રસ્વ દીર્ઘ ની નિશાનીઓ હોય છે પણ ન લખોતો ચાલે એ ભૂલ નથી ગણાતી . શુક્રિયા શબ્દ એ અરબી શુકરાન નું અપ ભ્રંશ છે .એ તમને ખબર હશે . જેવી રીતે પંજાબી ભાષામાં ધન્યવાદ નું અપભ્રંશ તનવાર છે .
    એક વાત તમને કહું બેન ?હવે મારી મગજ શક્તિ બરાબર કામ નથી કરતી , જુની યાદ દાસ્ત પણ ભુલાતી જાય છે .

  6. aataawaani જાન્યુઆરી 24, 2013 પર 7:34 એ એમ (am)

    प्रिय शकील मेरी कमज़ोर याद दास्तका नमूना
    तुझे भेजना था वो परगना भेन को भेज दिया

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: