સેંટ માર્ટીનના બેટમાં દુલા

આજથી પચ્ચીસેક વરસ પેલાં હું ક્રુઝ (cruise )મારફતે સમુદ્રી સફરે ગએલો .આ વખતે મારી પત્નીને સાથે આવવાનું નક્કી કરેલું ,કેટલા પૈસા ખર્ચો થશે ,એમ પૂછ્યું મેં ખર્ચ જણાવ્યો એટલે તે જરાક ઉંચે સાદે બોલીકે  ત્યાં બેટમાં શું દાટ્યું છે ,કે આટલો બધો ખર્ચો કરીને ત્યાં લેવા જવું .? બહુ સમજાવી પણ તે એકની બે નો થઈ .પણ એટલું બોલી કે તમારે જવું હોયતો જાઓ  . આ માટે મારે એક વાક્ય બનાવવું પડ્યું કે     હિમ્મત  નો ગાંજ્યો જાય મોટા માંન્ધાતાથી ,પણ નિમાણો થઇ ગયો ભાનુની જીદ્દથી .   આ મારી ક્રુઝ યાત્રાનો લેખ ગુજરાત ટાઈમ્સ માં પ્રસિદ્ધ  થયેલો  છે  .

મને સેન્ટ થામસ ,વર્જિન આઈલે ન્ડ  સેન્ટ માર્ટીન વગેરે ટાપુઓમાં ફરવાની ખુબ મજા આવી .પણ સૌ થીવધુ મજા સેન્ટ માર્ટીન ટાપુ કે જે 37 સ્ક્વેર માઈલના વિસ્તારમાં છે .અને એમાં  ડચ અને ફ્રાંસ એમ બે દેશો રાજ કરે છે .મેં એનો એક રાસડો બનાવ્યો છે જે લોકગીતના “તારે મારે ઠીક છે ઘાયલ “એ રાસડાની ઢબે  ગાઈ શકાશે .

સેન્ટ માર્ટીનના  બેટમાં દુલા સેન્ટ માર્ટીનના બેટમાં  બે દેશોની હકુમત હાલે  ગીર ધારીલાલ

ઈ બેટમાં કોઈદી જાશમાં દુલા ઈ બેટમાં કોઈદી જાશમાં  જાતો  આશ્કડો થાશમાં  ગિરધારીલાલ

ઈ બેટના માયાળુ માનવી દુલા ઈ દેશના માયાળુ માનવી અજાણ્યાથી પ્રીતું બાંધી બેહે ગિરધારીલાલ

ફ્રેંચ વિસ્તારમાં  ફૂટરાં માનવી નજરે તુને આવશે  છાજ્લીયું વાળી છોકારીયું બધે દેખાય ગિરધારીલાલ

ડચ વિસ્તારમાં કુકડા બકરાં  હડફટે તુને આવશે કુકડીયુંથી   બચ તો  બચતો રેજે ગિરધારીલાલ

બિચ ઉપર જો જાતો તુને જુદી દુનિયા ભાસશે  પોણી નાગી છોકરીયું દેખાશે ગિરધારી લાલ

એકલો કોઈદી જાશમાં ઈ બેટમાં  એકલો કોઈ દિ જાશમાં ઘરવાળીને ભેગી લીધે જાજે  ગિરધારીલાલ

અંતરના ઊંડાણથી  વિચાર આવ્યો આતાઈને  રાસડો બનાવવાનું સુજ્યું ગિરધારીલાલ

6 responses to “સેંટ માર્ટીનના બેટમાં દુલા

 1. સુરેશ જાન્યુઆરી 15, 2013 પર 4:57 પી એમ(pm)

  ક્રુઝની મજા એક વાર માણવી જ જોઈએ – ખિસ્સામાં ફદિયાં હોય તો !
  અમારી મેક્સિકન ક્રુઝ આ રહી…( અમે બે અમારી દીકરી અને જમાઈના મહેમાન હતા !!)
  http://kaavyasoor.wordpress.com/2006/09/04/cruise/

  • aataawaani જાન્યુઆરી 16, 2013 પર 4:53 એ એમ (am)

   સુરેશભાઈ
   મને આ ફેબ્રુ .માં મારો પોત્ર ડેવિડ(દેવ જોશીનો દિકરો )ક્રુઝમાં લઇ જવાનો છે .અને એ મને મને બહુ ગમે છે એ બાજુ (સેન્ટ માર્ટીન ટાપુ )લઇ જવાનો છે .મેં એને એક વખત ક્રુઝ નો સ્વાદ ચખાડ્યો છે .એનાં બે છોકરાં અને એની પત્ની (અમેરિકન )પણ સાથે હશે .ડેવિડની આ ત્રીજી ક્રુઝ સફર હશે .એની વાઈફની બીજી અને આ તમારા વિદ્યાર્થીની પાંચમી ક્રુઝ યાત્રા હશે .
   મેં ડેવિડને કીધેલુકે આ વખતે ક્રુઝના ખર્ચા જેટલા મારી પાસે કાવડિયા નથી તો તે કહે બધો ખર્ચો હું ભોગવવાનો છું .તમ તમારે જલસા કરજો .

 2. pragnaju જાન્યુઆરી 15, 2013 પર 7:14 પી એમ(pm)

  સુંદર કાવ્યમય અભિવ્યક્તી
  કેનેડામા પણ ફ્રેંચ– અંગ્રેજી એમ બે ભાષા ચાલે
  “ઈ બેટના માયાળુ માનવી દુલા ઈ દેશના માયાળુ માનવી”
  વાત ગમી ગઇ .
  જો કે અમે તો જ્યાં ગયા ત્યાં માયાળુ લોકોના જ અનુભવ થયા.
  અહીં અમેરિકામા પણ માયાળુ લોકોએ માયા લગાવી અને સ્નેહીના દિકરા-દિકરી અહીં પરણ્યા અને નવાઇ લાગે તેવી વાત કે જેઓ ગુજરાતીને પરણ્યા તેવા ઘણા ના ડીવોર્સ થઇ ગયા અને અહીંની અમેરિકનને પરણ્યા તે અમારા ગ્રુપમા દુધમા સાકર ભળી જાય તેમ ભળી ગયા
  અમારા પાંચ વર્ષનો ભાણાનો દિકરો કહે કે તે હેલી સાથે પરણશે.અમે મળવા ગયા તો માયાળુ સ્માઇલ આપતી બ્લેક…નાનપણમા ગંમ્મત કરતા કે એવી કાળી કે રંગ જાય તો પૈસા પાછા ! અમારા કેટલાક સ્નેહીઓએ ઘણી મૉટી ઊંમરે લગ્ન કર્યા અને સુખી સુખી…

  • aataawaani જાન્યુઆરી 16, 2013 પર 4:30 એ એમ (am)

   પ્રિય પ્રજ્ઞા બેનતમે નહિ માનો પણ મારી પત્ની ભાનુમતીને અહી અમેરિકામાં એટલું ફાવી ગએલુકે કહેવાની વાત નહિ .એ દેશમાં જવાનું નામજ ના લે .અમે અમારા ભાઈ દીકરાઓથી બબ્બે અઢી હજાર માઈલ દૂર એરી ઝોનામાં એકલા રહીએ છીએ .અહી પણ અમારા નજીક કોઈ ભારતીય કુટુંબ રહેતું નથી .કોઈ એમને એમ કહે કે કાકી તમે દેશમાં રહો તો બહુ સાહ્યબીથી રહી શકો .તમે નોકર ચાકર પણ રાખી શકો .તમારાંબેન તેને સખત શબ્દોમાં નાં પાડી દેતી .જોકે પાંચ વરસ પહેલા એ મને એકલો મુકીને સ્વર્ગનાં સુખડાં લેવા જતી રહી છે .
   બેન મેં સૌ સ્નેહીઓને ઘણી વખત કીધું હશે કે હું સ્ત્રી શક્તિ દેવીનો પુજારી છું .પણ મને અમદાવાદમાં એક સ્ત્રી શક્તિએ જે કડવો અનુભવ કરાવ્યો ,કે મારે એના માટે એક દોહરો બનાવવો પડ્યો .
   સોગીયાં ઝાડાં ને સુગાળવાં વડ્કેથી વાતું કરે (મને એવી ભૂંડી ગાળો દેવા માંડીકે કોઈ પુરુષના મોઢામાં પણ ન શોભે )
   ઈને વેલો હડકવા હાલજો મર ટાંટિયા ઘસીને મરે
   અને પછી હું અમેરિકા આવ્યો ,અહી હું મારા દીકરાની વહુ અને ભાઈની વહુ બંને અમેરિકનના પરિચયમાં આવ્યો .બીજા અમેરિકનોના પરિચયમાં આવ્યો . અને ખાસ કરીને સ્ત્રી શક્તિઓના પરિચયમાં આવ્યો . તમને તો અનુભવ છેકે કોઈબી તદ્દન અજાણી વ્યક્તિ હોય .તેની સાથે સ્મિત થી અમેરિકન સ્ત્રી વાત કરે ,હવે એનો દોહરો વાંચો
   હસતમુખાં ને હેતાળવા વાલપથી વાતું કરે
   ઈને પરભુ ન માંદી પાડજે મર હસતી હસાવતી ફરે

 3. jjkishor જાન્યુઆરી 17, 2013 પર 6:17 પી એમ(pm)

  આતા, આપનાં લખાણોમાં કાવ્યત્વ, તાદૃષ્યતા, પ્રાસાદીકતા (સરળપણું) ને સાર્વજનીકતા (આ શબ્દ સાહીત્યની પરીભાષાનો નથી ! પણ “સૌને પોતાનું લાગે તેવું” એવો અર્થ કરું છું.) જોવા મળે છે….તમે જેવું નીખાલસ જીવ્યા છો તેવું જ તમારું લખવું છે…..ઘાયલનો ગરબો ને દુહાઓમાં તમે બરાબરના છલકો છો. તમારાં પત્ની માટેની તમારી લાગણી – જ્યારે પણ ઉલ્લેખ કરો છો ત્યારે – છતી થાય છે.

  તમારી “અલગારી રખડપટ્ટી” ભરપુર જીવન–ડાયરી છે. એમાંનાં કેટલાંક પાનાં વાંચવાનું સદ્ભાગ્ય તમે સૌને આપ્યું છે. અમે સૌ તમારાં કાયમનાં ઓશીંગણ રહેવાનાં.

 4. aataawaani જાન્યુઆરી 17, 2013 પર 8:12 પી એમ(pm)

  પ્રિય જુગલ કિશોર ભાઈ
  તમારા જેવા મિત્રો નો ઉત્સાહ મારામાં શક્તિ અને તાજગી પ્રેરે છે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: