કેટલાક ઠગલોકો હિપ્નોટીઝમની કળા જાણતા હોય છે .

બેત્રણ ધુતારા રોડની નજીક ઉભા હોય એમના એક ઠગે ઝભ્ભો લુંગી પહેર્યા હોય તે ની નીચે  ઠગ નું રાખ ચોપડેલું શરીર હોય .આલોકો પોતાની ઝાળમાં ફસાઈ શકે એવા લોકોની શોધમાં હોય .કોઈ  ગામડી યો હતો કે એવો કોઈ રસ્તે આવતો જુવે કે તુરત ઝભ્ભો કાઢીનાખીને અર્ધો નગન . દેખાય એવી લુંગી ઉંચી કરીને રસ્તાની એકબાજુ આડે પડખે સુઈ જાય ચાલતો આવતો માણસ એની નજીકથી પસાર થાય એટલે  આ આડો પડેલો માણસએને  પૂછે ,ભલે એ માણસ ધન્ધુસરનો હોય પણ હિન્દી બોલે અને તોજ એનો પ્રભાવ પડે બેટા મહાકાલી માંકા મંદર કિધર હે ,આવતલ માણસને મંદિરની ખબર હોય તો રસ્તો બતાવે ન ખબર હોય તો   કહે બાપુ મેરેકુ ખબર નથી .એટલું બોલી એ હાલતો થાય ,ઠગના સાગરિત જે બાજુમાં ઉભા હોય એ  આ માણસને કહે કાકા તમે બહુ ભાગ્યશાળી  માણસ  છો કેમકે તમારી સાથે બાપુ બોલ્યા .આ બાપુ મહાન ઓલિયા છે .અમે અહી ક્યારના ઉભા છીએ પણ બાપુ કહી બોલતાજ  નથી .આ બાપુએ કેટલાય લોકોના દુચાલાકીથી ચાલાકીથી :ખ દુર કર્યા છે . એકભાઈ  નો દિકરો ભણવામાં બહુ  ઠોઠ દરેક પરીક્ષામાં ના પાસજ  થાય .એના માબાપને બાપુનો ભેટો થયો ,બાપુની કૃપા થઇ અને છોકરો સારામાં સારા નંબરે પાસ થઇ ગયો .બીજું બાપુ એકદમ  નિ :સ્પૃહી છે .અને આવી બીજી બીજી કેટલીય વાતું કરે .અને એ આવતલ માણસને એમ કહે તું બાપુ પાસે જલ્દી પહોંચી જા અને તારે કોઈ મુંઝવણ હોય એ બાપુને કહે  એટલે બાપુ તારી મૂંઝવણ દુર કરી નાખશે। માનસ ઠગ પાસે જાય .અને દુ:ખનાં રોદણાં રુવે .ઠગ થોડી મીઠી મીઠી વાતો કરે અને પછે એવું બોલે કે બેટા તેરા એ દુ:ખ દુર હોજાય  તો તું  મેરેકુ એ તેરી પગડી દેદેગા ?માણસ  હા કહે એટલે ઠગ બોલે જબ લા ર્તેરી પગડી એટલે માણસ પાઘડી આપે એટલે પાઘડી પાછી આપે અને બોલે બેટે મેં તેરી પગ્દીકો ક્યાકારું એમ કહી પગડી  પાછી  આપી દ્યે  ફરી પાછો ઠગ બોલે .અગર તેરા કામ બન જાય તો તું મેરેકુ એક રૂપિયા દેગા ?માણસ  કહે હા બાપુ  તો ઠગ કહે દે રૂપિયા માણસ  રૂપિયો આપે એટલે એને એનો રૂપિયો લઇ પાછો હાથ માં  આપે ત્યારે એટલે ચાલાકીથી એને બે રૂપિયા હાથમાં પકડાવી દ્યે  આથી માનસ એકદમ અંજાય જાય એ એની હિપ્નોટિ ઝમની પકડમાં આવી જાય .અને હરખાતો હરખાતો ઉભેલા ઠગને કહે તમારી વાત ખરી છે બાપુએ મને એકના બે કરી આપ્યા .બાપુબહુ ચમત્કારી છે .ગઠીયા આ માણસને ઉભો રાખીને એવું કહે કે બાપુ આજે બહુ મુડમાં હોય એવું લાગે છે લે હું એની પાસે જાઉં .કદાચ મને પણ એકના ડબલ કરી આપે ,એમ કહી એ ઠગ પાસે જાય અને માનસ દેખે એમ ગણીને પચાસ રૂપિયા  સુતેલા ઠગની પાસે મુકે માણસ  આ બધો તમાસો જોઈ રહ્યો હોય  જેવા પૈસા મુકે એવો પડેલો ઠગ પોતાના હાથથી આઘા ખસેડે અને બોલે જ ઉઠાલે તેરે પૈસે  .એવું બોલે પૈસા  લઈલે અને તુરત ગણે તો સો રૂપિયા વધી ગયા હોય .ઉભેલા માણસે આબધુ જોઈ લીધું હોય . એ માણસ ઉભેલા ઠગને પૂછે બાપુ કાલે અહી હશે ,તો હું કાલે આવું અને મારા ઘરમાં ચાર હજાર રૂપિયા પડ્યા છે ઈ લેતો આવું .  મુર્ખ બીજે દિવસે ચાર હાજર રૂપિયા લઈને આવે ,અને બોલે બાપુ હું બહુ ગરીબ માણસ છું અને બહુ નાણાં ભીડમાં છું તો બાપુ મારા ઉપર કૃપા કરીને ડબલ કરી આપો  ઠગ પૂછે ડબલ કરદુ  તો લાલચુ બોલે દક ચર્ગના કરી આપોતો કરી આપોતો મારું ઘણું  કામ થઇ જાય .તો  લા મેરે હાથમે પૈસે દે , ચોગુના કરનેકે લીએ મેર્રેકું ઉજળી માકે મંદિર જાના પડેગા .તેરેકુ મેરી સાથ આના હો તો આ તુભી ઉજલી માકા દર્શન કાકે ધન્ય હોજા જો એ માનસ એની સાથે જાય તો બીજી તરકીબ અજમાવે ના આવેતો  પોતે એકલો જાય અને પાછો નો આવે એનો જે સામાન પથારી પાસે પડ્યો હોય એ એના સાગરિત સાંભળી લ્યે .બે વકૂફ  ઘણી  વાટ  જુવે પણ નો આવે એટલે માથું કૂટતો ઘરે જાય .મને  જાદુ ની  કેટલીક કરામતો આવડે છે .એક વખત મારી પાસે સો સો ની ત્રણ નોટો હતી આ વખતે હું સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો ..સરદારનગરમાં એક સોમનાથ કરીને પોલીસ વાળો નોકરી કરતો હતો .એના એક પગનો પંજો કોઈ રોગને કરને કાપી નાખવો પડેલો એટલે એ ફક્ત ઓફીસમાંજ નોકરી કરતો .મને એક સબ ઇન્સ રે કહ્યું કે હિંમત લાલ અમારા મહેમાન ને કોઈ જાદુની ટ્રીક બતાવો મેં એક કાગળની કટકી જમીન ઉપરથી મારા ખાઈ હાથમાં મૂકી અને એક સોની નોટ કાઢી બતાવી .મેમાન . બોલ્યા હવે બીજી નોટકાઢી બતાવો તો તમે  ખરા  મેં કીધું હું ખોટો છું અને આ મારું જાદુ પણ ખોટું છે .એમ બોલી મેં એક બીજી સોની નોટ કાઢી બતાવી  .થોડી વારે સોમનાથ બોલ્યો હિમ્મત લાલ અહી મારી પાસે આવોતો,હું એની પાસે ગયો એટલે સોમનાથ મારે પગે પડ્યો અને બોલ્યો મહેરબાની કરીને મને ચાર પાંચ નોટો કરી આપોને હું બહુ ભીડમાં છું,મેં કીધું  ગાંડા ભાઈ આવી રીતે હું કાગળના કટકા માંથી નોતું બનાવી શકતો હોઉં તો હું આવી નોકરી શામાટે કરું .

5 responses to “કેટલાક ઠગલોકો હિપ્નોટીઝમની કળા જાણતા હોય છે .

  1. pragnaju જાન્યુઆરી 6, 2013 પર 11:54 એ એમ (am)

    હજુ પણ ઘણા છેતરાય છે તેથી આવા લેખો દ્વારા પ્રચારની જરુર છે

    કેટલાક ઠગ લોકો હિપ્નોટીઝમની કળા..
    જાણી દુરોપયોગ કરે પણ તેની ઉપયોગીતા પણ છે.
    હિપ્નોટીઝમ જેને હવે તો બ્રિટનની મેડિકલ ઈન્સ્ટિટ્યુટ પણ માન્યતા આપી ચૂક્યું છે, તે આવા માનસીક શક્તિઓના સો માં ભાગ થી ય ઓછું છે. મનની શક્તિઓ આંખો વડે પ્રગટ થાય છે, આ શક્તિઓને વ્યાપક પણે એકત્રિત કરી અને કોઈ કાર્ય સિધ્ધ કરી શકાય છે, આપણા તાંત્રીકો કરે છે તેમ બીજા કોઈના મન ને કાબૂમાં કરવુ, કોઈના મુખે આપણું ધારેલ બોલાવવું, તેને આપણા કહ્યા પ્રમાણે વર્તાવવા પ્રેરીત કરવું વગેરે આના ઉદાહરણો હોઈ શકે.
    ઘણા તાંત્રિકો બીજાના મનને કાબૂમાં કરવાની સાથે સાથે શબ્દભ્રમ કે જેને વોન્ટ્રીલોક્વિસ્ટ પણ કહેવાય છે એ કરે છે. જો કોઈ તમને એમ કહે કે ફલાણા ફલાણા ભાઈને કખગ આવે છે તો તમે જે માણસને કખગ આવે છે તેના વિષેના એવા સવાલો પૂછી શકો કે જે ફલાણા ભાઈને ખબર ન હોય તો તે જવાબ નહીં આપી શકે. આત્મા બોલાવવાના કે કોઈક પંડમાં આવવાના બધા દાવા મારા મતે આવા જ હોઈ શકે.આવા કિસ્સાઓમાં તાંત્રિક તમારા અર્ધજાગ્રૃત મન પર કબજો જમાવે છે, ફરી અહીં આંખોથી દોર સંધાય છે, અને તમારૂ જાગ્રૃત મન તે નિશ્ચેત કરી દે છે, તેથી તમારૂ લોજીક બંધ થઈ જાય છે અને ફક્ત થોડીક યાદશક્તિ રહે છે, તમેં પૂછેલા સવાલોના જવાબો તમારા જ અર્ધજાગૃત મન પાસેથી ઉઘરાવી તે તમને આપે છે જે તમારી લીમીટેડ મેમરી યાદ રાખે છે, જે તમે મન ને થોડુક મજબૂત કરો તો તેની પકડ ઘટતી જશે, પણ સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં એવુ જોવાય છે કે ભારતીયો શ્રધ્ધામાં તણાઈને પોતાના સમગ્ર જાગ્રૃત મનને તેના વિચારો સાથે જોડી આપે છે, જેથી તમે તેની પાસે સરેન્ડર કરો છો.

    પ્રેમની પરાકાષ્ઠા અનીર્વચનીય છે!તે કેવળ અનુભૂતીજન્ય છે.છતાં સામાન્યથી સંતોએ એ અનુભૂતીનું વર્ણન કરવા પ્રયાસ કર્યો છે.સામાન્ય પ્રેમમાંથી જેમ જેમ સ્વાર્થ ઓછો થતો જાય તેમ તેમ તે પ્રેમનાં ઉચ્ચ સોપાને પહોંચે છે.તે સંપુર્ણ શરણાગત હોય છે.પછી પરાકાષ્ઠા એટલે મીલન-તેમાં એકાકાર થઈ જવું.જેમકે પરાનું પરમમાં એક થવું.તેનું અસ્તીત ઓગળી પ્રેમ થઈ જવું.તે અંગે કહેવું એ અપરા થાય છે તે રીતે સંતોએ તે અનુભૂતીની સ્થિતીને આશ્ચર્યમય પરમાનંદ કહીને મૌન થઈ ગયા.આવી અવસ્થામા સામાન્ય વ્યક્તીઓને સાત્વિક હીપ્નોટીઝમ જેવી જ અસર થાય છે !

    • aataawaani જાન્યુઆરી 6, 2013 પર 6:20 પી એમ(pm)

      પ્રજ્ઞાબેન હું દોઢેક વરસ પહેલાં ક્રુઝમાં ગએલો ત્યારે એક હિપ્નોટીઝમ કરનાર માણસે માનવામાં ન આવે એવું કામ કરી બતાવેલું .
      પહેલા એ માણસે પ્રેક્ષ્કોમાંથી થોડા માણસોને બોલાવ્યા હું પણ ગએલો .મ્યુઝીક વાળા નક્કી કર્યા પ્રમાણે વિચિત્ર અવાજ પૈદા કરે પોતે પણ પોતાના બુલંદ અવાજ થી બોલે પહેલા એવું બોલ્યોકે બધા આંખો વિન્ચી જાઓ . બધા છોકરા છોકરીઓ ફટાફટ આંખો વીચી ગયા .હું અ ને એક બીજો ખુલ્લી આંખે બેસી રહ્યા .એટલે અમને બેઉને એણે ઉઠાડી મુક્યા .પછી તમે કહોછો એમ એ કહે એમ એની આજ્ઞાનું પાલન કરવા માંડ્યા ડાબી બાજુ સુઈ જાઓ ઉભા થઇ જાઓ બેસી જાઓ .વગેરે હુકુમો કરવા લાગ્યઓ કુલ વીસેક જેટલા માણસો હતા .
      બોલવાની પણ ખુબ અસર થતી હોય છે .મારાથી નાની બેન જયારે દસબાર વરસની છોકરી હતી ત્યારે ઢોરનું છાણ લેવા માટે ઢોરની પાછળ રખડે જયારે ગોવાળ નિશ્ચિત જગ્યાએ ઢોરોને બેસાડી જમવા માટે ઘરે જાય અને છાણ લેવા આવેલા છોકરાં પોતાના છાણનો એક ઠેકાણે ઢગલો કરી જમવા જાય ત્યારે એવા સમ દઈને જાય કે મારા ઢગલા માંથી જે કોઈ છાણ લઇ લેશે એને શંકર દાદા હાથ ધોણું કરશે (ઝાડા થઇ જશે ) મારી નાનીબેન નું હું અવારનવાર ધ્યાન રાખતો .એક મનીયો કરીને છોકરો મારી બેન સાથે છાણ લેવા બાબત ઝઘડો કરતો મારી બેને મારી આગળ ફરિયાદ કરી એટલે મેં મારીબેનને કીધું કે મનીયાના ઢગલામાંથી છાણ લઇ તું તારા ઢગલાભેગું કરી દે . બેને કહ્યું કે એ સમ દઈને ગયો છે .એટલે એનું છાણ હું લઇ લઉં તો મને ઝાડા થઈજાય .મેં બેનને ખીજાઈને દબાણ કર્યું એટલે એને છાણ લઇ લીધું પણ પછી એને ઝાડા થઇ ગએલા .હાલ આ મારી બેનની ગ્રેટ ગ્રાન્ડ ડોટર કોલેજમાં ભણવા જાય છે .અને મનીયો પુનામાં ધંધો કરેછે .

  2. સુરેશ જાન્યુઆરી 6, 2013 પર 6:28 પી એમ(pm)

    હવે ઠગવિદ્યાની ચોપડી બનાવો!

    • aataawaani જાન્યુઆરી 6, 2013 પર 7:10 પી એમ(pm)

      સુરેશભાઈ તમારી વાત માનવા જેવી છે . મારી પાસે ઘણી ઠગ વિદ્યાની વાતો છે . પણ ચોપડી તો કોક બનાવે ઈ મને ગમે .એક વાત તમને કહી દઉં અને બ્લોગમાં મૂકી શકાય ?
      અમદાવાદ મોટી શાક મારકેટ પાસે આવા ઠગ લોકો પોતાનો કસબ અજમાવવા વહેલી સવારે પહોંચી જતા હોય છે ,એનો એક જોડીદાર ગામડી યાના કે રબારીના લૂગડાં પહેરેલો ઉભો હોય કસબી છાપાની પસ્તીના ભૂંગળા વાળીને ઉ ભો હોય એ બુમો પાડીને કહેતો હોય કે આ ભૂંગળામાં નોટો મુકેલી છે ,બબ્બે રૂપિયામાં આ ભૂંગળું ખરીદીને નસીબ અજમાવો .ખેડૂતો શાક ભાજી વેચીને પૈસા ખિસ્સામાં મુકીને ઘરે જવાની તૈયારીમાં હોય . ઠગની બુમો સાંભળી તમાશો જોવા ઉભા રહી જાય ,આ વખતે વેશધારી જોડીદાર ભૂંગળા વાળાની સંજ્ઞા વાળું ભૂંગળું બે ર્પ્યીયા આપીને ખરી દે અને સૌના આશ્ચર વચ્ચે ભૂંગળા માંથી સો દોઢ સો રૂપિયાની નોટો નીકળે .અને ખેડૂતો પડા પડી કરીને ભૂંગળા ખરીદે એટલામાં થાગનો બીજો જોડીદાર કોઈ જુદી જાતના કપડા પહેરીને આવ્યો હોય એ બે રૂપિયામાં ભૂંગળું ખરીદે અને ભૂંગળા માંથી નોટોનું બંડલ નીકળે .અને ખેડૂતો ખુબ પૈસા કમાવા નસીબ અજમાવે અને ખાસ્સા પૈસા ગુમાવીને ઘરે જાય . સુરેશ ભાઈ તમારે ભાગમાં આવો ધંધો કરવો છે તો હાલો મારી સાથે માધુપુરના મેળે પણ જો તમારી ચાલાકીની જો લોકોને ગંધ આવે તો અશોકની ભાષામાં કહું તો વાહાઁ કાબરા થે જાય હો

  3. dhavalrajgeera જાન્યુઆરી 22, 2013 પર 5:12 એ એમ (am)

    Dear Attai,

    You are back on Road again for reason…
    We love to learn by listening and reading your Blog.
    Keep surfers surfing !!!!
    Rajendra
    http://www.bpaindia.org

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: