આ તસ્કર કળા જાણવા માટે છે .શીખશો નહીં

અશોકમોઢવાડિયાએ મને કીધું કે આતા અમે તમારી પાસેથી વધુ તસ્કર જાણવા માગતા હતા અને તમે પરસોતમવાળો કરુણ કિસ્સો કીધો .
તો આપ સહુ મારા પ્રેમાળ બ્લોગર ભાઈઓ માટે તસ્કરકળા લખું છું .હું નથી માનતો કે આ વાચક કોઈ ભાઈ કે બેન આ તસ્કરકળા શીખીને અમલમાં મુકે .
દિકરા દીકરીયુ સારા ટકાએ પાસ થઈ ગયાં હોય .સૌ સ્નેહીઓ તરફથી અભિનંદનની વર્ષા વરસતી હોય ઘરમાં લાપસીનાં આંધણ મૂકાણાં હોય ,બધાં ખુશ ખુશ હોય .અમદાવાદની સેન્ટઝેવિયર્સ કે ફાર્મસી ફાર્મસી કોલેજમાં પ્રવેશ  મળી ગયો હોય ,બાપો ગગાની કોલેજ ફી ભરીને ગગાને કિમતી કાંડા ઘડિયાળ આપી હોય થોડા પૈસા વાપરવા આપ્યા હોય ,અને બપો ઘેર આવીજાય .

તસ્કરકળા અજમાવનારની આ ઋતુ માફક આવે આવા લોકો બેકેત્રણ જણા એક પીળી ધાતુનો સોનાની લગડી જેવા આકારનો પાસો લઈ કોલેજની આજુબાજુના રોડ પાસે ઉભા હોય કોઈ છોકરાને આવતો જુવે એટલે પાસો રસ્તા ઉપર મૂકી દ્યે છોકરો નજીક આવે અને પાસો જુવે એટલે તુર્ત લઈ લે ,ઠગનો એક માણસ આવી પહોંચે અને બોલે એ પાસો મેં જોએલો  મને આપી દે એવું બોલી રક ઝક શરુ કરે એટલામાં બીજો સાગરિત ઠગ આવી પહોંચે . અને વિદ્યાર્થી    તરફ બોલવા મંડે અને પેલાને ધમકાવવા મંડે , એલા પાસો એનો થાય એને મળ્યો છે .ઓલો ગઠીયો બોલે પહેલાં મેં જોયોતો એટલે એ પાસો મારો થાય ,એટલે ભાઈ તમે એને સમજાવોને કે એ મને આપી દ્યે , છોકરે ઘડિયાળ પહેરી હોય એ,ટાઇમ જોવા કરતાં કોકને દેખાડીને  પોરસ કરવાનું વધારે ગમતું હોય એટલે ઠંડી માં સ્વેટર પહેર્યું હોય એના ઉપર બાંધે ,છોકરા તરફી પોતે છે .એવો દેખાવ કરનાર ઠગ બોલે છોકરાને એમ કહે તું તારી પાસે પાસો રાખ અને  મારી સાથે ચાલ નજીકમાં સોની છે એ પાસાના કટકા કરી આપશે ,એટલે તું અર્ધો પાસો એને આપી દે અને કજીયાનો મોઢું કાળું કર અથવા  તું હમણાં તારે રૂમે પાસ્સો લઈજા અને પછી જયારે તું માણેકચોકમાં સોનીને વેચે ત્યાએ એને અર્ધા પૈસા આપી દેજે તારી રૂમનું સરનામું એને આપ , એટલે એ કાલે કે પરમ દિવસે આવીને ભાગ લઇ જશે પણ ત્યાં સુધી એને તસલ્લી રહે એરના માટે આ ઘડિયાળ અને તેં ખિસ્સામાં જેટલા પૈસા હોય એ આપી દે .છોકરાને આ બીજો માર્ગ ગમ્યો એને મનમાં એમ હોય કે હું એને મારું ખોટું સરનામું આપીશ એટલે એ મને મળી નહિ શકે અને હું આખો પાસો પચાવી પડીશ .એટલે એ ઘડિયાળ અને પોતાની પાસે જે પૈસા હોય તે આપી દ્યે અને પાસો લઇ એવું વિચારતો વિચારતો રાજી થતો થતો ઘરે જાય કે આજે મેં એ માણસને મૂરખ બનાવ્યો’

હવે હું પાસો કેવી રીતે બનાવ્યો હોય એ વાત ભેગાભેગી કહી દઉં . તાંબાને ગાળીને બીબામાં ઢાળે અને ઉપર   કોઈ છાપ ઠોકરડે ,પછી એ પાસાનેથોડોક  છીણીથી કાપે અને પછી ઉપર સોનાનો ઢોળ ચડાવે  એટલે સોનાની લગડી દેખાય  અને એમાંથી થોડીક કાપીને વેચી હોય  એવો છીણીથી કાપ્યો એટલે ભાસ થાય  ,

આવા ઠગો બચવા ચેતવણી માટે આ લખ્યું છે  આવી તસ્કર કળા શીખવા માટે નથી લખી ,આવું લખવાની પ્રેરણા આપનાર અશોકનો આભાર તમારે માનવો હોય તો માનજો .

અશોક, હેવ આવી વાતુ બંધ કરાં ,તારું કાંઉ કેવાનું સે?

છોકરે

4 responses to “આ તસ્કર કળા જાણવા માટે છે .શીખશો નહીં

  1. pragnaju જાન્યુઆરી 5, 2013 પર 6:51 એ એમ (am)

    ‘આવા ઠગો બચવા ચેતવણી માટે આ લખ્યું છે
    આવી તસ્કર કળા શીખવા માટે નથી લખી ‘
    …………………………………..ખરી વાત છે .
    ઘણા કહેવાતા બુધ્ધિશાળી ફરિયાદ કરે કે આ સંત ઠગારો
    નીકળ્યો ત્યારે તેમને કહેવાનું કે સંતના વેશમાં ઠગ હતો
    તમે પારખ્યો નહીં તેમા સંત નો શું વાંક ?
    નાના હતા ત્યારે એક ગરબો ગાતા તેના બોલ કાંઇક આવા હતા
    ગોકુળમા માખણ ચોર્યું કાનો પણ ચોર
    ધારાસણામાંથી મીઠું ચોર્યું ગાંધીજી પણ ચોર
    ત્યારે બધા શ્રધ્ધાપૂર્વક ભાવ સમજતા અને પ્રસન્ન રહેતા

    • aataawaani જાન્યુઆરી 6, 2013 પર 6:36 એ એમ (am)

      પ્રજ્ઞાબેન
      તમે મારું લખાણ બહુ ધ્યાન થી વાંચો છો એવું જણાઈ આવે છે .હવે હું ઈરાનમાં વસતા પારસી વિષે લખવાનો હતો ત્યાં મારા ગુરુ સુરેશ જાનીએ મારી પોલીસ ડાયરીના નંબર આપ્યા ,એટલે મારે પોલીસ ડાયરીના પાના ઉખેળ વાં પડશે .

  2. aataawaani જાન્યુઆરી 6, 2013 પર 6:45 એ એમ (am)

    સુરેશભાઈ
    હવે હું લખાણના શીર્ષકમાં પોલીસ ડાયરી ભાગ 3 લખું તો ચાલશે ?કે શીરશક નું નામ લખું .?અને તમે નંબર આપશો .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: