છારાનગરના પોલીસ સબ .ઇન્સ .તરીકે જયારે રામજી ભાઈ દઈ કરીને રબારી હતા .ત્યારે એક વખત એમને પોતાના બંગલે રાતના ભજન રાખેલાં .એમાં ઘણા માણસોને આમંત્રણ આપેલું .એમાં છારાઓને પણ આમંત્રણ આપ્યું હોવાથી થોડાં છારા સ્ત્રી પુરુષોપણ આવેલાં . ભજન મંડળીએ બરાબર ભજન જમાવ્યાં .છારા તો રામજીભાઈને સારું લગાડવા ડોલવા લાગ્યા .પછી ભજન પૂરાં થયાં પ્રસાદ વહેચાણો પ્રસાદ લઈ સૌ વિખરાણાં રામજીભાઈ બંગલામાં જઈને ઊંઘી ગયા .બે છારા ઘરે ન જતાં આડાઅવળા સંતાઈ ગયા .રામજી ભાઈ ગાય પણ રાખતા .મોકો જોઇને સંતાએલા પ્રગટ થયા .અને ગાય છોડી અને લઈને હાલતા થઈ ગયાં .સવારે રામજીભાઈનાં ઘરવાળાં બોઘરું લઈ ગાય દોવા ગયાં .જોયું તો ગાય અદ્રશ્ય .
અગાઉ મેં સાડી ચોર બાઈઓનો (આગલા પ્રકરણમાં )ઉલ્લેખ કરેલો એ જમનીનો ભાઈ શાંતિ ભવાન કરીને હતો .તે એક વખત બાવરીવાઘરી તરીકે ઓળખાતી જાતિ કે જેને પણ છારાઓની જેમ બ્રિટીશરોએ ગુન્હેગાર જાતી
તરીકે જાહેર કરેલી . .એની ટોળીમાં શાંતિ ભળ્યો .બાવરી વાઘરી સાધુવેષ ધારી ગામડાંઓમાં અને શહેરોમાં દિવસે ભીખ માગે અને ઘર જોઈ જાય અને પછી રાતના ચોરી કરે .એક રાત્રે અમદાવાદની પાંજરાપોળમાં લુંટ કરવા માટે (આ પાંજરાપોળની ચાલી આઝાદ સોસાઈટી બાજુ છે )શાંતિ બાવરી વાઘરીની ટોળીને લઇ આવ્યો અને લુંટ કરી બંદુક હતી પણ ક્યાંક ખૂણે ખાચરે રાખેલી એટલે આ બંદુક પણ લઇ ગયા પાંજરાપોળ વાળાઓએ .પોલીસમાં ફરિયાદ કરી પોલીસની ની પૂછપરછમાં પાંજરાપોળ વાળાઓએ ચહેરાનીશાન આપ્યું આ ઉપરથી પોલીસે શાંતિને પકડયો .આ વખતે શાંતિએ ટીલાં ટપકાં કાર્લા ગળામાં માળાઓ પહેરેલી હતી .જયારે પોલીસે શાંતિને પકડયો .ત્યારે શાંતિ પોલીસની સામે થઇ ગયો અને બોલ્યો .મેરા સધુકા તુમકો ક્યાં કામ હે .જાઓચલે જાઓ મૈ નહિ આતા .પોલીસને શાંતિની ગરજ હતી .કેમકે શાંતિના લીધે આ લુંટ કરનારાઓ પકડી શકાય એમ હતા .એટલે પોલીસ શાંતિ સાથે બહુ સારી રીતે વર્તતા .શાંતિનો એક સગો ગંગારામ કે જેનો દીકરો હિંમતલાલ ભણીને વકીલ થયેલો આ ગંગારામને પોલીસ બોલાવી લાવી પોલીસે ગંગારામને કીધું કે આ લુંટ કેસમાં અમે શાંતિને સંડોવવાના નથી .માટે તું શાંતિને સમજાવ કે તે બીજા લુંટારા પકડવામાં અમને સાથ આપે .જોકે પોલીસનાં વચનો અને રાજકારણીઓના વચનો ઉપર ભરોસો નો રખાય .પણ આકેસમાં શાંતિની ગરજ હોવાથી શાંતિ ઉપર કેસ નહીં થાય એવો ગંગારામને વિશ્વાસ બેઠેલો . ગંગારામ આવ્યો શાંતિને મળ્યો અને ખાનગીમાં બધી વાત કરીકે તારા ઉપર પોલીસ કેસ નહિ કરે માટે તું લુંટ કરનારાઓને પકડાવી દે ગંગારામની વાત સાંભળી શાંતિ એક દમ તાડૂક્યો અને ગંગારામને કીધું . સાલા ચોર તુંમેરેકું ચોર સમજતા હૈ ?મૈ શ્રાપ દુંગા તો તેરા સત્યાનાશ હો જાયગા .ગંગારામ કહે બહુ હુશિયારી રહેવા દે અને તું બધા લુંટારા લોકોને પકડાવી દે એલોકો આપણી જાતના નથી .આ તું કામ કરીશ તો તું પોલીસનો માનીતો થઇ જઈશ કોઈ વખત પોલીસ તારા કામમાં આવશે .બહુ સમજાવ્યા પછી શાંતિ માન્યો અને ચોરને પકડાવી દીધા પછી શાન્તી શીખ ધર્મી બન્યો .એનું નામ રામસિંહ રાખવામાં આવ્યું
અમદાવાદનું એર પોર્ટ જયારે ઇન્ટર નેશનલ નોતું બન્યું ત્યારે રનવેની આજુબાજુની જગ્યામાં ચોમાસામાં ઘાસ ઉગતું અને ચણીયા બોરડીની ઝાડી હતી અને ફરતી કાંટાળી વાળ હતી વાડ પછીની ઘણી ખુલ્લી જગ્યા હતી જેમાં આંબા અને બોરડીઓ હતી .આ પછી પોલીસ લાઈનના મકાનો હતા આ મકાનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ હિમ્મત લાલ જોષી રહેતા . એ જરા વિશિષ્ટ પ્રકારના પોલીસ મેં હતા તેઓ પાસે 26 જેટલી બકરીઓ હતી ,આટલી બકરીઓ રાખનારો પોલીસદ તમે જોયો છેકે સાંભળ્યો છે ? આ એર પોર્ટની હદમાં હિમ્મતલાલની બકરીઓ ચરે
સિઝનમાં સરકાર એરપોર્ટના ઘાસનો ઈજારો આપે .એની હરરાજી થાય પણ દર વરસે એક બ્રાહ્મણ ,ડાયાભાઇ પટેલ અને તાજમાંમદ કે જે મૂળ અફ્ઘનીસ્તનનો હતો .તે જર્મન લોકો જેવા ગોરા રંગની ચામડી વાળો હતો .એના વિષે એક જાણવા જેવી વાત કહી દઉં છું .ઈસ્વીસન 1847 પહેલાં આ લોકો મુસલમાન નોતા એટલે અફઘાનીસ્તાનના મુસલમાન ધર્મી લોકો એને કાફર કહેતા અને એ લોકોનો જ્યાં ખાસ વસવાટ હતો એ વિસ્તાર કાફીરીસ્તાન તરીકે ઓળખાતો .1847 પછી આલોકોના વિસ્તારને નુરીસ્તાન નામ આપ્યું .હાલ એ નુરીસ્તાન તરીકે ઓળખાય છે .
ઘાસનું રક્ષણ કરવા આ લોકો નોકર રાખતા એક વખત એક દુખીરામ ભૈયાને રાખેલો જે જાતનો કુનબી હતો (કણબી )દાદુભા પોલીસ એને જલામનો દુખ્યો કહેતા હિમ્મ્ત્લાલની બક્રીયોને હાથ ન લગાડાય હો એક તાજ્માંમદ કોકડી ઘોડા ઉપર ચડીને આવે ત્યારે છોકરાઓને બકારીયા ઘર લે જાઓ વરના મેં બકરીયા ડીબ્બેમે પુર દુંગા એક વખત શાંતિ ભવાન (શીખ રામસીન્ગને) ચોકીદાર રાખ્યો .એ બકરીઓને નો દ્યે છોકરાએ હિમ્મત લાલને વાત કરી કે એક શીખ ચોકીદાર આવ્યો છે ઈ બકરીઓને ચરવા નથી દેતો , હું એક વખત બકારીયું લઈને ચરાવવા ગયો .અને મેં એને કીધું શાંતિ આ બકરીઓ મારી છે બસ પછી તો શાંતિ બકારીયુંનું પોતે ધ્યાન રાખે અને છોકરાઓને કહે તમે ઘરે જાઓ લેશન કરો આજે હું બકરીઓ ચરાવીશ
સંધી યાણી ન હોય સતીયું પાખંડી ન હોય પીર છારા ન હોય સાવ કાર કેટ ગ્યા દાસ કબીર
Like this:
Like Loading...
Related
લોકકથા ઓ જાણવાની માણવાની મઝા આવી
અમે એક વાર ફરવા છારા ગયા હતા! કોડીનાર તાલુકાનું છારા ગામ અરબ સાગરના કિનારે આવેલ છે. અહી ગંગનાથ મંદિરનું શ્રત્રેશ્વર મંદિર વિગેરે આવેલ છે. અગસ્ત્ય ઋષિએ તપોબળથી ગંગાજી પ્રગટ કરેલા હતા.
કોડીનાર તાલુકાએ પ૪ ગામ પંચાયત વિસ્તાર મળી કુલ –૬૩ ગામોનો અને જુનાગઢ જિલ્લાના ઉતર તરફ અને જુનાગઢથી ભાવનગર તરફના હાઇવે રસ્તા ઉપર આ તાલુકો આવેલો છે. અહિના મુખ્યત્વે પાકમાં ઘઉં, કપાસ, મગફળી, શેરડી અને ગૌણ પાકો એરંડા, બાજરી જેવા પાકો લેવામાં આવે છે. આ તાલુકાની જમીન કાળી અને સારી છે. આ તાલુકાનાં ૭૦ ટકા મુખ્ય વ્યવસાય ખેતી અને મત્સોધોગ પર નિર્ભર છે અને 30% મજુરી કરે છે.
સંધી યાણી ન હોય સતીયું પાખંડી ન હોય પીર છારા ન હોય સાવ કાર કેટ ગ્યા
દાસ કબીર ની આ વાત આજે જાણી અમારા જોરાવરસિંહ જાદવની આ વાત આપને ગમશે
લોકસમાજમાં માનવીની બોલી અને લખણ-અપલખણને વર્ણવતી એક કહેવત છે ઃ
બાર ગાઉએ બોલી બદલે,
તરુવર બદલે શાખા,
જાતે દા’ડે કેશ બદલે,
લખણ ન બદલે લાખા.
તમે પગપાળા કે ગાડામારગે બાર ગાઉનો પલ્લો (વાટ) કાપો એટલે બીજા પંથકની બોલી બદલાઈ જાય. ઝાડને નવી ડાળીઓ ફૂટે. ઘડપણમાં માનવીના મોવાળા ય ધોળા થઈ ગયા હોય ને જમ હાર્યે વાદ કરતો હોય તોય એના લખણ બદલાતાં નથી. એવું તસ્કરવિદ્યાના માલમી છનિયાનું હતું. છનિયો જાતનો છારો હતો. એની નાતમાં મુરતિયાની લાયકાત ચોરીમાં કેટલી હોંશિયારી છે એના આધારે મપાતી. છનિયાના નામાકામાની નોંધ પોલિસના ચોપડે ચાર પાંચ વાર ચડી ચૂકી હતી એટલે નાતમાં એ પૂછાતો. એને છોકરી આપવા નાતીલા સૌ એના બાપની દાઢીમાં હાથ ઘાલતા, પણ અહીં એના લગ્નની નહીં પણ ચોર તરીકેની કરામતો, કોઠાસૂઝ અને ચોરોની ૩૬ કળાઓની વાત કહેવી છે.
છનિયો ચોર હોવા છતાં ધર્મમાં આસ્થા રાખતો. ભાંગતી રાતના ચોરીની ખેપ કરવા નીકળે તે પહેલાં જે તે સ્થળની ચોક્કસ માહિતી મેળવી તેરસ, અંધારી અમાસ જેવા શુકનવંતા દિવસે ખોડિયારની સવા શેર સુખડીની બાધા-માનતા રાખી મસાણની આગમાં તપાવીને બનાવેલો ગણેશિયો (ખાતરિયું) લઈને બે ચાર સાગરિતો સાથે ચાર રસ્તાના ચોવટે જતો. જો સામી ચીબરી બોલે તો પાછો ફરી જતો અને પાછળથી ચીબરી બોલે તો શુકન સમજી આગળ વધતો. ચોવટામાં દેવદેવીની પૂજા પતાવીને નક્કી કરેલા ગારમાટીના ઘરની પછીતે ગણેશિયા વડે બાકોરું પાડતો. છનિયો અંદર જાય એટલે બીજો સાથીદાર એ બાકોરું લૂગડા વડે ઢાંકી દેતો, જેથી ઘરમાં પવનના સુસવાટા ન જાય ને ઘરધણી જાગી ન જાય. બીજો કાનેવાળિયો થઈને શેરીના નાકે ઊભો રહે. કંઈ સંચળ થાય તો જાનવર કે કૂતરા જેવા અવાજ વડે સંકેતો મોકલે. પછી તે ઊભેલો માણસ ભીંત ઉપર હાથ વડે ડાકલી વગાડીને સબ સલામતની આલબેલ મોકલે એટલે છનિયો પેટી-પટારા તોડી જે હાથ લાગે તે જણસો લઈને દૂર જઈ જમીનમાં ખાડો કરીને દાટી દે. કોઈને ગંધ આવી જાય તો છનિયો રાતોરાત ઘરે આવી આખા શરીરે હાથેપગે હળદર અને ગોળનું પાણી ચોપડી ટુટલ ખાટલીમાં સૂઈ જાય. પછી બે હાથ જોડીને કહે ‘મને તો બાપ, આઠ દિ’ની માતરાયું (ઉપવાસ) થઈ છે. માંદો છું.’
ઈ કરામતી છનિયાને વિશ્વાસમાં લઈને મેં એક દિવસ એની ચોરી કરવાની કળા વિશે પ્રશ્ન કર્યો ઃ ‘જૂનાકાળમાં ચોર લોકોના ચોરીના કસબ વિશે બહુ વાંચ્યું છે. મારે તારા કસબ વિશે જાણવું છે.’
‘ઈમાં શું જાણવું છે? અમારો ધંધો કંઈ થોડો શાવકારીનો ધંધો છે? કાળઝાળ મોંઘવારીમાં પેટનો ખાડો પૂરવા જાકુબીનો ધંધો કરવો પડે છે. અમનેય આ કામ નથી ગમતું પણ છોડી દેવી તો કહળું કુટુંબ ભૂખે મરે, એટલે માથા સાટે માલ ખઈએ છીએ.’
‘તું ચોરી કરવાનો કસબ ક્યાંથી શીખ્યો?’
‘ઈ શીખવાનો થોડો હોય. ઇ તો અમારા લોઈમાંથી જ આવે. મારી ફોઈ કહેતી હતી કે હું જન્મ્યો ત્યારે સુયાણીના હાથમાંથી સોનાની વીંટી ખોવાઈ જઈ હતી. હું જીવતો છું કે નઈં ઈ જાણવા સુયાણી મને રોવરાવવા ધબ્બા મારવા મંડાણી પણ હું નો રોયો. ઈ થાકીને રોવા મંડાણેલી. આ વીંટી પેરી ઈ ઈની છે.’
‘તું બત્રીસલક્ષણો તો ખરો. પણ ચોર વિદ્યાની કેટલી કળાયું જાણે છે?’
‘મારા બાપુ કહેતા પાકા ચોરે ચોરી કરવાની ૩૬ કળા જાણવી જોવી.’
‘ઈ ૩૬ કળા કોને કહેવાય?’
છનિયે હૈયાકપાટ ઉઘાડો મૂક્યો ઃ
‘અંધારિયામાં ને ચોમાસાના વરહતા વરસાદમાં ચોરી કરવા જવાની પહેલી કળા. અંધારી રાતના કાળાં કપડાં પહેરીને નીકળવાની બીજી કળા. ભૅ ભાળીએ ત્યારે ટપલેતાં લૂગડાં બદલી બાવા બની જવાની અને ચોરી કરવા જતી વખતે હથિયાર સંતાડી રાખવાની ત્રીજી કળા. એ હથિયારમાં તરવાર, ગણેશિયો, કોસ, સાંગ, કાતર, સાણસી, હથોડી, સર્પાકાર યંત્ર અને રેશમના દોરડાની નિસરણી હોય. જાનવરોને સાથે રાખવાની ચોથી કળા. ચોર જાનવરોમાં પાટલાઘો સાથે રાખે. એની કેડ્યે રેશમી દોરી બાંધીને ઉપરના માળે ફેંકે. ઘો ચોંટી જાય એટલે ચોર દોરી વાટે ઉપર ચડી જાય. ચોરી કરીને ઊતર્યા પછી અમુક ઠમકાં મારે એટલે ઘો પકડ મૂકી દે. દોરડું છૂટી જાય.
જૂના કાળે બાજંદા ચોર બાજ પક્ષી સાથે રાખતા. આ પક્ષીની ચાંચમાં રેશમી દોરી આપો એટલે બારીના સળિયા જોડે મજબૂત બાંધી દેતું. કોઈ કોઈ ચોર ભમરાનો કંડિયો સાથે રાખતા. લોકો પાછળ પડે તો ભમરાને પાછળ છોડી દેતા. રાતવેળાએ ભૂતાવળ બતાવવાની પાંચમી કળા કહેવાય. ભદ્રકંથ નામના પતંગિયા રાખવાની છઠ્ઠી કળા હતી. આ પતંગિયાને હાથમાં છુટ્ટું મૂકો એટલે સીઘું દીવા ઉપર જઈને બેસી જતું અને દીવો રામ કરી દેતું.
ખાતર પાડવાની ચોરની સાતમી કળા કહેવાય છે. તે રાજમાર્ગ પર નહીં પણ ગલીકૂંચીમાં, જાળિયાં કે ગોંખવાળી, ઉંદરે કોચેલી કે પાણિહારાથી ભીંની થએલી દિવાલમાં પદ્માકાર, સૂર્યાકાર, બીજચંદ્રાકાર, કુંડળી આકાર, વાળી આકાર કે ચોરસ આકારે, એમ છ જાતનાં ખાતર પાડે છે. ખાતર પાડવા ઘરમાં દાખલ થતાં પહેલાં પગ મૂકવાની આઠમી કળા છે. ચોર માથે તાંસળી બાંધે છે જેથી ઘરધણી જાગી જાય ને ફટકો મારે તો માથું બચી જાય. કાંકરીચાળો કરવાની ચોરની નવમી કળા ગણાય છે.’
‘ચોર ઘરવાળાની છોકરી ઉપર મોહી પડીને કાંકરીચાળો કરતો હશે?’
‘સાહેબ, ચોર પ્રેમ કરવા જાય તો કો’ક ડેબો ભાંગી જ નાખે ને? ઘરમાં કોઈ માણહ જાગે છે કે નંઈ ઈ જોવા કાંકરીચાળો કરે. ઘરમાં ધુંસ્યા પછી ભાગી જવાનો મારગ તપાસવાની દસમી કળા છે. બારણું ખુલ્લું મૂકે ને કિસુડ એવો અવાજ આવે તો નકુચામાં પાણી રેડે છે.
દીવો ઓલવવો ને પાછો સળગાવવો એ અગિયારમી કળા કહેવાય છે. અંધારામાં પડેલી વસ્તુને ઓળખી કાઢવી તે બારમી કળા છે.’
‘ચોર અંધારામાં શી રીતે ભાળે?’
‘રીઢા ચોર અંધારે જોઈ શકાય ઈ સારું બિલાડીનું દૂધ પીતા.’
‘ચોર બિલાડીને દોહવા ક્યારે જતા હશે?’ મેં હસીને પ્રશ્ન કર્યો.
‘જોરુભાઈ, તમને મારી વાતમાં દાંત આવે છે પણ એક વાત નક્કી છે કે સંિહ, વાઘ, ચકોર, ધૂવડ, ચીબરી અંધારામાં ભાળે છે. બિલાડીય અંધારામાં ભાળે છે ઈમ ઈનું દૂધ પિનારા ય અંધારે ભાળે. મારા કાકા કહેતા કે બિલાડીનું દૂધ પિનારની આંખો પીળી અને ચપટી હોય છે.
તેરમી કળા શુકન જોવાની અને ચૌદમી પશુપક્ષીઓની બોલી જાણવાની છે.’
આ વાત સાંભળીને શામળ ભટ્ટની વારતાઓમાં પશુપક્ષીઓની બોલી જાણતા ચોર લોકોની વાત મારા મનમાં તાજી થઈ. છનિયે ચોરપુરાણ આગળ ચલાવ્યું ઃ ‘સાહેબ, પશુ જેવી બોલી બોલવાની પંદરમી અને પશુ જેમ ચાલવાની ચોરની સોળમી કળા ગણાય છે.’ ત્યારે મને યાદ આવ્યું કે વાસવદત્તા નાટકમાં સપડાયેલો ચોર ગધેડાનું ચામડું ઓઢીને હોંચી હોંચી કરતો કેવી રીતે છટકી ગયેલો!
‘પોતાના હાથને ગરમ રાખવાની ચોરની કળા ગણાય છે. (અંધારે ચોરનો ઠંડો હાથ માણસને અડે તો જાગી જાય.) યોગચૂર્ણ બનાવવાની અઢારમી કળા છે. આ ચૂર્ણના સેવનથી ચોર સાત માળની હવેલી ચડી જાય એવી તાકાત આવે છે એમ કહેવાય છે. યોગાંજન બનાવવાની ઓગણીસમી કળા છે. એ આંજીને ચોર નીકળે તો કોઈ જોઈ શકે નહીં. ઓલી નજરબંધી કે’વાય છે એ. વીસમી યોગવર્તીકાની કળા કહેવાય છે. આ કળાસાધક ચોર ચોરી કરવા ઘરમાં પગ મૂકે એટલે એને ખબર પડી જાય કે કાર્ય સફળ થશે કે નહીં? આ કળા વડે ચોર દીવીમાં દીવેટ સળગાવે છે. એનાથી ઘરમાં અનેક સાપ-વીંછી દેખાય છે. ઘરધણી એ જોઈને ભાગે એટલે ચોરનું કામ પતી જાય. નગરની વેશ્યા સાથે ભાઈબંધી રાખવાની એકવીસમી કળા અને સુરંગ ખોદવાની બાવીસમી કળા ગણાય છે. ધારણ મૂકવાની તેવીસમી, નિદ્રાજિત થવાની ચોવીસમી. પકડાઈ ગયા પછી સ્ત્રી દ્વારા પ્રપંચ કરવાની પચ્ચીસમી. દિવસના સાઘુ-બાવા કે બહુરૂપીના વેશે સ્થળ જાણવાની છવ્વીસમી અને કોઈ નગરશેઠની હવેલીમાં ખાતર પાડવા જોડીદારોને જમીન ઉપર ચિત્રો આલેખી મારગ ચીંધવાની સત્તાવીસમી કળા. પકડાયા પછી ગાંડા થવાની અઠ્ઠાવીસમી અને સંકટના સમયે મરણિયા બનીને નાસી જવાની કે પ્રાણ આપી દેવાની ઓગણત્રીસમી કળા કહેવાય.’
મારા પિતાશ્રી દાનુભાઈ કહેતા કે જૂના વખતમાં ચોર ઝલાઈ જાય તો ફજેતી ન થાય એ માટે મરવાનું પસંદ કરતા. મારામારીમાં કે અકસ્માતે ચોર મરી જાય તો જોડીદારો એનું માથું વાઢીને સાથે લઈને ભાગી જતા જેથી ચોરી કરનાર ઓળખાય નહીં. પછી ચોરના માથા જોડે લીમડાની ડાળખિયું બાંધી મરનારના ખોરડા માથે નાખી આવતા. આથી ઘરવાળા જાણી જતાં કે આપણું માણસ કામ આવી ગયું છે. આ વાત કોઈને કહેવાતી નહીં એટલે તો કહેવત આવી કે ‘ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રુવે’ જાહેરમાં બાપડી રોઈયેર નહોતી શકતી. આવી કરુણતા હતી ચોરની માની.
મારી વિચારમાળા તોડતાં છનિયે શરૂ કર્યું ઃ ‘પકડાઈ ગયા પછી છુટી જવાની ત્રીસમી કળા. જેલમાં ચોરો સાથે ભાઈબંધી કરી પોતાની સાથે એને છોડાવવાની એકત્રીસમી કળા ગણાય છે. કુલટા નારીનો સંગ કરવાની બત્રીસમી કળા છે. કુલટા નારી ઘરોઘર ફરીને કોનું ધન ક્યાં સંતાડેલું છે તેની બાતમી આપે છે. ચોરની ઉદારતા એ એકત્રીસમી કળા છે. આવા ચોરો સોની, બ્રાહ્મણ અને વેશ્યાના ઘરમાં ધાપ મારતા નથી, એટલી ઉદારતા દાખવે છે. ભર્યા ભંડાર લૂંટવાની ચોત્રીસમી કળા છે. ચોર હોવા છતાં શાહુકાર બનીને રાજ દરબારમાં અવરજવર કરવાની પાંત્રીસમી અને ચોરીનું ધન કોઈ ન જાણે એમ કુનેહપૂર્વક વાપરવાની વિદ્યા છત્રીસમી ગણાય છે.’
મેં પૂછ્યું ઃ ‘છના, તમારું વડવાઓનું વતન કયું?’
‘અમે મૂળ મારવાડના.’
‘મારવાડ મેલીને ગુજરાતમાં કેમ આવ્યા?’
પેટ સામી આંગળી ચીંધીને એણે જવાબ આપ્યો ઃ ‘આ પેટને ખાતર. અમે મૂળે રાજપૂત. ઉપરાછાપરી દુકાળના વરહા આવ્યાં એટલે મારવાડનો મલક મૂકીને ગુજરાતમાં આવી ગ્યા. અમારા છારામાં ગુજરાતી, માળવી અને કાઠિયાવાડી એમ ત્રણ જાતો છે. અમારાં બૈરાંને નાચગાન બઉ સારા આવડે. એકવાર એક દરબારની ડેલીએ નાચગાનનો મેળાવડો કરેલો, દરબારે ખુશ થઈને ઈનામ અકરામ આપીને કહ્યું ઃ ‘બઉ સારા છે.’ ત્યારે અમે છારા તરીકે ઓળખાણા ઇમ અમારા વડવા કહે છે.
ઉંમરના ઉંબરે અલપઝલપ કરતો છનિયાનો લવરમૂછિયો છોકરો જાતની છોકરી સાથે છિનાળવું કરતાં પકડાઈ ગયો. પંચે ભેગા થઈને એને નાત બહાર મૂક્યો. છનિયો વીલું મો કરી પંચને હાથેપગે લાગ્યો ત્યારે નાતના આગેવાનોએ ભેગા મળી એના છોકરા મોડિયાને જમીન સાથે સુવડાવી એની છાતી પર ઘંટી મૂકીને શેર મગ ભરડ્યા. ઘઉના લોટના ગોળા બનાવી એને છાણામાં શેકી મોડિયાના બરડામાં મારતા મારતા પચ્ચીસ ડગલાં ચલાવ્યો. પછી ગંગાજળ અને દૂધ વડે નવરાવીને જનોઈ પહેરાવી. નાતે છનિયા પાસેથી ૪૦૦ રૂપિયા દંડના અને ૫૦ રૂપિયા નાતના ખીચડાના લઈને પાછો નાતમાં ભેળવ્યો.
એકવાર પેલી છોકરી મારગ માથે મળી ગઈ. એણે મોડિયાની મશ્કરી કરી ઃ ‘કાં શોખના શાહજાદા! નાતે કેવું કર્યું? ઈ લાગનો જ છું.’ એમ કહીને અંગૂઠાનો લીલીપોપો બતાવ્યો. દાઝે ભરાયેલા મોડિયે હાથમાં પકડેલા ડંડિકાનો ઘા કર્યો. છોકરીનો અંગૂઠો ભાંગી ગયો. છોકરી રોતી રોતી નાત પાસે ગઈ. નાતે મોડિયાને ૨૫ રૂપિયા દંડ કર્યો. જૂના જમાનાની ચોર જમાતની આવી વાતું છે મારા ભાઈ!
પ્રિય પ્રજ્ઞા બેન તમે વિસ્તારથી વાત કરો છો મને ઘણું જાણવાનું મળે છે .
બેન તમારી વાત ઉપરથી મને એક વાત યાદ આવી જે હું લખું છું ખાપરા કોઢિયા વિષે તમે જાણતા હશો ગિરનારના ઉપર કોટમાં બોદ્ધ ગુફાઓ છે જેને મારા જેવા ગામડિયા ખાપરા કોધીયાની ગુફા કહે છે .એ ચોર હતા . એક વખત ખાપ્રો શિકારે નીકળ્યો ત્યાં એને કોધીયો મળ્યો .કોધીયો તાકાત વાળો અને ફૂર્તીલો જુવાન હતો .ખાપરે લાકડીના પબેડાથી સસલું પડી દીધું એને લેવા માટે ખાપરે કોઢિયા ને મોકલ્યો કોધીયાને બહુ ભૂખ લાગેલી એટલે એ સસલાનો એક પગ ખાઈ ગયો .અને ત્રણ પગ વાળો સસ્સો ખાપરને આપ્યો ખાપરે પૂછ્યું આનો ચોથો પગ બતું ખાઈ ગયો ? કોઢીયો કહે આ સસલાને ચોથો પગ હતોજ નહિ .બહુ મનાવ્યો પણ કોઢીય મક્કમ રહ્યો આની મક્કમતાથી ખુશ થઇ ખાપ્રે એને દોસ્ત બનાવ્યો .
એક બીજી વાત ખાપરો એના દીકરાને કોઈના ખિસ્સામાંથી પૈસા કાઢી લેવાની કળા શીખવતો હતો એક કંકણ સાર નામનું પક્ષી બહુ ચકોર હોય છે એના માળાં માંથી ઇન્દૌપ્ર કન્કાન્સર બેથી હોય અને નીચેથી ઈંડા લઇ આવે અને કાંકણ સારને ખબર નો પડે એ કુશળ કહેવાય એક વખત પોતાના દીકરાને લઈ ઈંડા લેવા ઝાડ ઉપર ચડ્યો પાચલ એનો દીકરો હતો એને કહેતો હતો કે જો હું કેવી સિફતથી લઇ લઉં છું એ તું મારી પાછળ આવીને જો દિકરો એના બાપ પાછળ ઝાદુપાર ચડ્યો બાપ ઇન્દુ લઇ લઈને પોતાના ખિસ્સામાં મુકવા માંડ્યો પછથી દીકરી બાપના ખીસ્સમાંથઈ ઈંડા કાઢી પોતાના ખીસ્સ્ળમાં મુકતો ગયો બાપને ખબર પણ પાડવા નો દીધી બાપ ઝાદુપરથી નીચે ઉતરી દીકરાને કહેવા લાગ્યો કે જો આમ ઇન્દુ કાઢી લેવાય એમ કહીઓ દીકરાને ઈંડા બતાવવા ખ્જીસ્સામાં હાથ નાખ્યો તો ઈંડા ન મને પછી દીકરાએ ઈંડા બતાડ્યા અને બોલ્યો બાપા અમ ઈંડા કઢાય જોઇને બપો ખુશ ખુશ થઇ ગયો .
અમે ખાપરાની લોકકથા આ રીતે જાણીએ છીએ…આવી કથાના ઘણા તંતુઓ આપણને ગિરનાર પરિક્રમાના મારગે મળ છે. ખાપરો – કોડિયો તો ઠેકઠેકાણે છે પણ એને ય ઠગી જતી સોનલદેની વાર્તા મથુરામાળ સાથે સંકળાયેલી છે. બીલખાથી મંડલિકપુર જતાં ગુડાજલી નદીના કાંઠે સોનબાઈના ભોંયરા કહેવાય છે. આ સ્થળસ સાથે પંચાસરના જયશિખરી ચાવડાની કથા પણ જોડાયેલી છે. જયશિખરીના મૃત્યુ પછી તેની રાણી રૂપસુંદરી બાળ વનરાજને લઈને ગિરનારના આ ભોંયરામાં રહેલી. લોકવાર્તા આમ જ ગતિ કરતી હોય છે, જેમાં ક્યારેક સાવ અલ્પ ઈતિહાસ અંશ જળવાયો હોય છે. પરિષદ પ્રકાશિત ‘સાહિત્યકોશ’ (અર્વાચીન)માં ‘ચાવડા ચરિત્ર’ લખનાર ૠષિરાજ હરજીવન કુબેરજીની નોંધ છે. તેર અધ્યમાં વિભક્ત છંદોબદ્ધ આ દીર્ઘકાવ્યના સંપાદક ઉમિયાશંકર અજાણી જણાવે છે કે બાળ વનરાજને લઈને રૂપસુંદરીએ ગિરનાર વાસ કરેલો તેની નોંધ આ કાવ્યમાં મળે છે. આપણા મધ્યકાલીન કથાસાહિતયને આપણે ઈતિહાસકથાથી અને ધર્મકથાથી અલગ કરી શકીએ તેમ નથી.
computer barabar kam nathi aaptu
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
પ્રિય પ્રજ્ઞા બેન આ વાત મને બીજી વખત વાંચવા મળી