છારા લોકોની તસ્કર કળા

છારા લોકોની તસ્કર વિદ્યા પણ જાણવા જેવી હોય છે .પણ શિખવા જેવી નથી હો ભાઈ ?
ગામડેથી ખેડૂતો શાકભાજી જેવી ખેત પેદાશ ગાડું ભરીને અમદાવાદમાં વેંચવા માટે વહેલી સવારે શાકમાર્કેટમાં આવી પહોંચે .અને જથ્થાબંધના ભાવે માલ વેંચીને ઘરે આવવા નીકળે આ વખતે સવાર પડી ગયું હોયછારીઓ પણ રાતના ઉજાગરો કરેલ ગાડા ખેડૂ ગાડામાં ઊંઘી ગયો હોય .અને ઘર તરફ આવવાને ટેવએલા બળદો
એની મેળે હાલ્યા જતા હોય .માણસોની રોડ ઉપર અવરજવર થતી હોય .ત્રણેક છારા ગાડા પાસે આવે ,અને સાચવીને ગાડામાં જોડાયેલા એક બળદને છોડી લ્યે અને એક છારો બળદની ખાલી પડેલી જગ્યાએ પોતે જોડાય જાય ,અને ગાડું ચાલુ રાખે .રસ્તે જનારાં માણસોને કઈ પડી હોતી નથી .એતો એની ધૂનમાં હાલ્યા જતા હોય બળદ ગાડામાંથી છોડવાનું દૃશ્ય જુવે તો પણ અત્યારના સવારના પહોરમાં આ બળદ ચોરીને કોઈ લઈ લઈ જાયછે ,એવો ખ્યાલ ન આવે ,અને ખ્યાલ આવે તોપણ किसीको क्या है कोई आबाद के बर्बाद रहे . બળદ લઇજનાર છારાઓ દુર નીકળી જાય એટલે બળદને બદલે જોડએલો છારો ગાડું પડતું મુકીને ચાલતી પકડે .બળદ ઉભોરહીજય ગાડું પડતું મૂકએલાનો અવાજ આવે એટલે ગાડાખેડું જાગી જાય આંખો મસલતો બેઠો થાય બળદને ન જુવે એટલે હાંફળો ફાંફળો થાય ,પછી એની કેવી દશા થાય એની તો કલ્પના કરવાની રહી .
છારીઓમાં જમની એની બેન અને એકબીજી આ ત્રણ જણીઓ સાડીઓ ચોરવાની કળામાં નિપૂણ એ સદી ચોરવાનો કસબ અજમાવવા અમદાવાદની રતનપોળ અને સૌરાષ્ટ્રના જેતપુર જેવા શહેરોમાં પણ જાય સુરત પણ જાય .છારીઓનો પહેરવેશ ઘેરદાર ઘાઘરા વાળો ગરાસણી જેવો હોય .ભાષા પણ અસલ કાઠીયાવાડી તળપદી બોલે .દુકાનમાં ઘૂસે વેપારી તરફથી મીઠો આવકાર મેળવે ,પોતે સાડીઓ ખરીદવા આવ્યાં છએ એવી વાત મુકે દુકાનદારનો નોકર આ માનવંતા મહેમાન આગળ સદીઓનો ઢગલો કરે ,એને પણ શેઠને વહાલા થવું હોય એટલે સાડીઓનો ઢગલો કરવામાં કંઈ મણા નો રાખે .છારીઓ અંદરો અંદર વાતો કરે .આ સાડી તુને બહુ સરસ લાગશે પેલી હા ના કરે ત્યારે એક છારી બોલે તું જોતો ખરી આ સાડીમાં તું બહુ રૂપાળી દેખાઇશ એમ કહી બે છારીઓ સાડી વચ્ચે બેઠેલી બાઈ આગળ પહોળી કરે પડદો થઈ જાય ,અને વચલી છારીના ઘાઘરામાં ઢગલામાંથી અનુકુળતા પ્રમાણે સાડીઓ ઘુસી જાય .અને પછી શાંતિથી ઉઠીને દુકાન બહાર નીકળે અને એવું બોલે કે શેઠ તમે એટલી સરસ સરસ સાડીઓ દેખાઈ પણ આ ચાગલીને એકેય નો ગમી .અને ફરીથી કોઈ વખત પધારજો એવું બોલીને વિદાય આપે .બહાર નીકળી ગયા પછી પોતાના સાથીદાર પુરુષોને ગોતે મળે એટલે કોઈ અખરકી જગ્યાએ જઈને પુરુષોને ઘાઘરામાંથી સાડીઓ કાઢીને આપી દ્યે અને વળી કોઈ બીજી દુકાને જાય .મેં સાડી ચોરના સાથીદારને પૂછ્યું તમે એકાદ સાડીતો ખરીદતા હશો ખરું? મારો પ્રશ્ન સાંભળી તે બોલ્યો અમે એમ સાડીઓ ખરીદવા માંડીએતો અમારો આરો ક્યાંથી આવે
એકવખત કેટલાક છારાઓને વિચાર આવ્યો કે આપણે હનુમાનનું મંદિર બનાવીએ અને આ કારણે હનુમાન ગોતવા નીકળ્યા ,તો શું તેઓ આરસની હનુમાનની મૂર્તિ ખરીદવા જયપુર ગયા હશે ?નારે ના એતો કોઈ દુરના ગામડાના હનુમાન મંદિરમાંથી મૂર્તિ ઉપાડી લાવ્યા .મારી ભૂલ ન્થાતી હોયતો અમદાવાદથી નરોડા જાઓ એટલે ડાબે હાથે કુબેરનગર જવાનો રસ્તો ફંટાય છે ત્યાં જે હનુમાનની નાનકડી દેરી છે તે આ ચોરેલા હનુમાનની દેરી .હનુંમાંનને તેલ ચડાવવા માટે તેલ ચોરવા સાડી ચોર જમની વગેરે ત્રીપુટી અસારવા એક કરિયાણાની દુકાનમાં ઘુસી વાસણ આપ્યું દુકાન દાર ધડો કરવા માંડ્યો અને વાસણમાં તેલ નાખ્યું અને ધડા તરફ વજન મુક્યું .જરાક દુકાનદારનું ધ્યાન બીજે ગયું એટલે તુર્ત પોતાની સાથે લાવેલા ખાલી વાસણમાં થોડું તેલ ઠાલવી લીધું .દુકાનદાર વાસણમાં તેલ રેડવા માંડ્યો .પણ વજન બરાબર થયું નહિ .એટલે દુકાનદારને વહેમ પડ્યો એ સીધો દુકાન પોતાની બાઈડી ને સોપી ચુપકીથી અસારવા પોલીસ ચોકી ઉપર આવ્યો અને પોલીસને જાણ કરી તુરત પોલીસ આવી અને જમની વગેરેને ચોકી ઉપર લઈ ગઈ વાહાં લગો શેઠ પણ આવ્યો અને પોલીસને વાત કરી કે મને તેલના પૂરતા પૈસા અપાવી દ્યો મારે ફરિયાદ નથી કરવી .મને કોર્ટોના ધક્કા ખાવાનો સમય નથી .પોલીસે દકાન્દારને ડબલ પૈસા અપાવ્યા .પોલીસે એના પતિ દેવોને બોલાવ્યા અને વેપારીને પૈસા અપાવ્યા પોલીસથી કઈ પૈસા લેવાય એવું પાપ પોલીસ કોઈદી કરતા હશે .
છારાઓના જેવી એક કેકાડી ચોર જાતી છે એક કેકાડી છોકરાએ જબરી ચોરી કરી, અને માલ સગે વાગે કરી દીધો .પોલીસનાં હાથે છોકરો પકડાઈ ગયો .પોલીસે ખુબ આગવી સરભરા કરી, છોકરો માન્યો નહિ .એટલે પોલીસને છોડી દેવો પડ્યો .આ પૈસાથી માંદેવનું મંદિર બન્યું .તમારે દર્શન કરવા જવું હોયતો અમદાવાદથી નરોડા જતા જમણે હાથે છે . હર હર ચોરીના પૈસાથી બનેલા મંદિર વાળા મહાદેવ હર અને અને છારા વડે ચોરેલા બજરંગ બલી તમારો જાય જાય કર હો . .

5 responses to “છારા લોકોની તસ્કર કળા

  1. pragnaju ડિસેમ્બર 30, 2012 પર 6:47 એ એમ (am)

    આ તો નવી જ વાત જાણી
    બાકી રોજ છાપામા જાણવા મળે
    પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ગાંધીનગર-અમદાવાદ હાઇ-વે પર ખાસ કરીને ભાટ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટોમાં છારાઓ આવીને કિંમતી સામાન ચોરી જવાના ભૂતકાળમાં બનાવો બન્યા છે. આ બનાવોમાં છારાઓ પકડાયા છે તેમની પૂછપરછ કરવામાં આવશે. આ રીતે છારા એ ચોરના પર્યાય તરીખે વપરાય તે ઠીક નથી લાગતું.
    અમારા રવિશંકર મહારાજે તેઓને સદા પ્રેમપૂર્વક સારા માનવ તરીકે સ્વીકાર્યા…

    આ વાત અંતઃકરણપૂર્વક સ્વીકારાય તેને જ સાચું આધ્યાત્મ …..!

  2. સુરેશ ડિસેમ્બર 30, 2012 પર 7:02 એ એમ (am)

    આતા,

    ચોરી કરવાનું શીખવો કે, ચોરીથી બચવાનું?
    છારીઓ દુકાનમાં આવે ત્યારે ઘાઘરો કાઢીને જ આવવા દેવી? !!

    • aataawaani ડિસેમ્બર 31, 2012 પર 5:33 એ એમ (am)

      સુરેશભાઈ પણ આ છારીઓ છે .એ ઓળખવી મુશ્કેલ હોય છે .એક વાત યાદ આવી તમારી છારીઓના ઘાઘરા કઢાવવાની વાત ઉપરથી .મારા બાપા પોલીસ પટેલ હતા ત્યારે પોતાની જાતેજ છારીની યોનીમાં આંગળી ઘાલીને સોનાનો વેઢલો કાઢેલો .(અમારી બાજુ ખાસતો મેર,આયર સ્ત્રીઓ કાનમાં કાનની બુટીમાં પહેરે છે .)

    • aataawaani ડિસેમ્બર 31, 2012 પર 5:54 એ એમ (am)

      સુરેશભાઈ તમે મારા હિન્દી વાક્યમાંથી ન કામા ઈંગ્લીશ શબ્દો જે ઘુસી ગએલા તે કાઢી નાખ્યા , તે તમારા ઉત્તમ કાર્યની હું પ્રશંશા કરું છું .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: