તસ્કર વિદ્યા (ચોરી કરવાની કળા )

ભલુ પ્રતાપ પ્રકરણમાં છારા લોકો વિષે થોડી વાત કરી છે .હાવી થોડુક વધુ ખાસતો આપણા બ્લોગર ભાઈ અશોક મોઢવાડિયા માટે અશોકની કોમેન્ટ મારા માટે હું ઉત્સાહ પ્રેરક માનું છું .(ઈ આતાને લુંઠકો બનાવે છે .)છારાઓની નાત પંચાત કોઈ પ્રશ્નનો નિકાલ કરવા કુબેરનગર પોલીસ ચોકી સામેના મેદાનમાં ભેગી થાય .મેં એક છરાને પૂછ્યું .તમે તમારી પંચાત ચોકી પાસે કેમ બેસાડો છો?જવાબ આપ્યો કે અમારા વચ્ચે કોઈ કારણસર ઝઘડો થાય તો પોલીસ અમને મદદરુપ થાય .
પંચાતના દરેક સભ્યો પાસે। આછી પાતળી લાકડી જરૂર હોય .આ લાકડીનો ઉપયોગ કોઈને મારવા માટે નહિ પણ પોતાનું બોલવાનું પૂરું થાય એટલે લાકડીને જમીન ઉપર પછાડી પુર્ણ વિરામ કરે . છુટા છેડા માટે શબ્દ છે” લકડી તોડ “જુના વખતમાં આ લોકો મામુલી ચોરી કરતા જેવીકે કોઈ ખેડૂત બાઈ પોતાના ધણી માટે જમવાનું લઈને ખેતર જતી હોય એ ખાવાનું આંચકી લ્યે એને પહેરેલાં ઘરેણાં લઇ લ્યે ખેતરના ઉભા મોલ માંથી ડુંડા કાપીને લઈજાય અનેગામ આવે એ પછી બીજા રાજ્યની હદમાં જતા રહે ,કોઈ સામનો કરવા આવેતો એના ઉપર પશાબ વિષ્ટા વગેરે ગંદુ છાંટે .પછીતો સમય બદલાયો એટલે આ લોકોએ પોતાના ચોરીના ધંધામાં વિકાસ કર્યો .મનુ સોલાપુરીયો છરો મને વાત કરતો હતો કે એ લોકોકો ચોરીકી હુશિયારી મૈને સિખાઈ હૈ એમ ડંફાશ મારે
હવે તેલોકો બહુ જોખમ ન હોય બહુ મહેનત ન હોય અને માલ વધુ મળે એવા પ્રકારની ચોરી કરે થોડાંક દૃષ્ટાંત આપની આગળ રજુ કરું છું ,
છારાનગરમાં એક સરપલી ઝવલા નામનો છારો રહેતો હતો .જોકે તે હું ત્યાં નોકરી કરતો હતો ત્યારેજ દિલ્હી રહેવા જતો રહેલો .સરપલીને ઘણા દિકરા હતા .આ દીકરાઓને તે ચોરી કરવા જનારને જોતેને જરુર હોયતો મદદ માટે આપતો બદલામાં નક્કી કરેલા પૈસા એને મળતા .છોકરો ચોરી કરતાં પકડાય જાય તો બાળ ગુન્હેગાર તરીકે બહુ સજા ના થાય .એક દિવસ લીંડિયા જોરિયા નામનો છારો સરપલીના દીકરાને લઈને કસબ અજમાવવા ઉપાડ્યો। .
આપને ખબર હશેકે વેપારી પોતાના આગળના ગલ્લામાં જરૂર પૂરતા પૈસા રાખે અને વધારે પૈસા દુકાનમાં દુર પેટીમાં રાખે .કારણ એકે કોય ચોર ચીલ ઝડપ કરેતો આગળના ગલ્લામાં જે રકમ હોય એજ જાય .એટલે બહુ જોખમ નહિ .અમદાવાદમાં વાડીલાલ હોસ્પીટલથી તમે વાસણા ગામ તરફ જાઓ એટલે તમારી જમણી બાજુ ફત્તેહપુરા ગામ આવે એનીએ ગામના રોડની સામી બાજુ કેટલીક દુકાનો છે એમાં એક કરીયાણાની દુકાનેભ્ગ્ય અજમાવવા છોકરાને લઈને લીંડી યો આવ્યો એણે છોકરાને સો રૂપિયાની નોટ આપી એક ચાર આનાની વસ્તુ લેવા મોકલ્યો .અને પોતે રોડની સામેની બાજુ ઉભો રહ્યો .વસ્તુ આપ્યા પછી વેપારીએ પૈસા માગ્યા એટલે છોકરે સોની નોટ આપી .એટલે છુટ્ટા પૈસા લેવા માટે વેપારી દુર જ્યાં વધારે પૈસાની પેટી હતી .ત્યાં ગયો અને ચાર અન કાપી બાકીના પૈસા છોકરાને આપ્યા છોકરો પૈસા અને વસ્તુ ક=લઈ રવાના થયો દુર ઉભેલો લીંડીયો આ બધું જોઈ રહ્યો છે .બીજે દિવસે બીજા છોકરાને લઈને આવ્યો છોકરાએ શું કરવું એ બધું લીંડીયાએ છોકરાને શીખવી રાખેલું . છોકરાને પ્રથમની જેમ દુકાને વસ્તુ લેવા મોકલ્યો .વેપારીએ વસ્તુ આપી અને પૈસા માગ્યા એટલે છોકરો પૈસા આપ્યા વગર ભાગવા માંડ્યો .એટલે પૈસા લેવા માટે વેપારી પાછળ પડ્યો .છોકરો દોડતા દોડતા લીંડીયાને જોતો જાય છે .વેપારી છોકરા પાછળ પડ્યો એટલે તુરત લીંડીયો દુકાનમાં જઈને નોટો ભરેલી પેટી લઇ લીધી અને તુરત બસમાં બેસી ગયો .છોકરે જોયું તો લીંડીયો પેટી લઈને રવાના થઇ ગયો છે એટલે એણે દોડીને હાંફી રહેલા વેપારીને વસ્તુના પૈસા આપી દીધા .વેપારી એવું બોલતો પાછો ફર્યો કે શું હું તુને છોડી દઈશ એવું તું માનતો હતો ?છોડે ઈ બીજા હું નહિ .
જયારે વેપારીને ખબર પડીકે મોટી રકમ વાળી પેટી ઉપડી ગઈ છે એટલે તે પોલીસમાં ફરિયાદ કરવા ગયો .પોલીસે પૂછ્યું છેલ્લા થોડા દિવસમાં કોઈ માણસને દુકાનની આજુ બાજુ હરતો ફરતો જોઈલો ?જયારે છોકરો વસ્તુ લઈને પૈસા આપ્યા વગર દોડ્યો ત્યારે આજુબાજુ કોઈ માણસને જોએલ ? હા એક માણસ રોડની સામી ઉભું હતો એતો બસમાં જવા વાળો પેસેન્જર હતો .પણ સાહેબ તમે મારા પૈસાની ચોરી થઇ અને એની કંઈ તપાસ કરતા નથી અને આવા નક્કામાં પ્રશ્નો પૂછો છો .કોઈ બિચારાને ખોટી રીતે હેરાન ન કરતા .પોલીસ કહે જે માણસ બસની વાત જોતો ઉભો હતો તે દેખાવે કેવો હતો વગેરે માહિતી આપો અકળાઈ ગએલો વેપારી બોલ્યો મને ખાતરી છેકે પોલીસ લોકો ખોટી રીતે પકડીને નિર્દોષને જેલમાં ઘાલી દેતા હોવ છો .પણ આવી વાતો સાંભળવાથી તેવી ગેલા પોલીસના પેટનું પાણી પણ ના હલ્યું .જયારે વેપારીએ રોડ ઉપર ઉભેલાની માહિતી આપી એટલે પોલીસ તુર્ત સમજી ગઈ કે આ કામ લીંડીયાનું છે .પોલીસ લીંડીયાને પકડી લાવ્યા. અને પૈસા વાળી પેટી પણ આવી .જોકે થોડા પૈસા ઓછા થઇ ગએલા . એતો લીંડીયાએ વાપર્યા હશે .પોલીસે પોતાના માટે થોડાક રૂપિયા કાઢી લીધા હશે .એમ તો મારાથી જોયા વગર કેમ કહેવાય .અકળાઈ ગએલો વેપારી પેટી અને પૈસા જોઈ રાજી થયો .અને પોતે ઉશ્કેરાટમાં સમજ્યા વગર તમને મારાથી બોલી જવાયું એ બદલ મને ક્ષમા કરજો .અને તમારી બાહોશી બદલ હું તમને શાબાશી આપું છું .હવે ચાલુ ગાડામાંથી બળદ ચોરી જાય છે . “યે કહાની ફિર સહી ”

Advertisements

4 responses to “તસ્કર વિદ્યા (ચોરી કરવાની કળા )

 1. pragnaju December 28, 2012 at 6:16 am

  વાહ
  આ તસ્કર પધ્ધતિ વિષે આજે જાણ્યું અમે બાળપણમા ભણેલા
  પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
  ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
  બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
  કદી સારી બૂરી ન વેચે વિવેકે.

  ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
  ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
  લીધી સુખડી હાટથી આપી આટો,
  ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

  ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
  સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
  હશે ચોરને શાહનો ન્યાય એકે,
  નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

  ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
  ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
  કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
  તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

  ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
  “નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
  ન માની કશી વાત તે શિષ્ય જયારે,
  ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

  રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
  બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
  પછીથી થયા તેહના હાલ કેવા,
  કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

  તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
  તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
  માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
  શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

  “એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
  રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
  વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
  ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

  કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
  ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
  ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
  એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

  પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
  આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
  “મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
  પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

  મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
  શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
  ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
  એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

  ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
  શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
  જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
  બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

  શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
  ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
  જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
  આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

  ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
  અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
  ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
  રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

  ——કો ઇ કહેશો આ ટકાના કેટલા $ આવે ?

 2. himmatlal December 28, 2012 at 10:50 am

  પ્રિય પન્નાબેન

  અંધેરી નગરી અને ગંડુ રાજાની ખરી કવિતા સંભળાવી .

  આ કવિતા કવિ દલપતરામની છે ખરું ?

  પોપાં બાઇના રાજ વિશેની તમને ખબર હશે .એક પ્રશ્ન તમને કરવાની ઈ ચ્છા થઇ .કેમકે તમારો ઉર્દુ અને બીજી ભાષાનો સાહિત્ય ખજાનો ભરપુર છે .

  એક ગઝલ મળેતો મને લખજોને કૃપા કરીને .એની એકાદ લીટીની મને ખબર છે .

  बनवाव शिवाला या मस्जिद ,है इंट वोही चुना है वोही मेमोर वोही मजदूर वोही અને બીજી ગઝલની અધુરી લીટી ख़ुदा गारत करे मोटर बनाने वालोंको

 3. Vinod R. Patel December 29, 2012 at 9:57 pm

  અમદાવાદમાં છારા લોકો એમની તરકટ વિદ્યા અજમાવવામાં પારંગત હોય છે એના

  ઘણા કિસ્સા મારી જાણમાં છે .

  હું જ્યાં રહેતો હતો એ નારણપુરા વિસ્તારમાં ભર બપોરે બંગલાઓમાંથી ચાલાકી વાપરીને

  ચોરીઓ કરતા હતા .રસ્તે જતી કોઈ બાઈના ગળામાંથી સોનાની ચેન ખેંચીને રીક્ષામાં

  રવાના થઇ જતા એવા ઘણા કિસ્સા બનતા હતા .પોલીસને લાંચ આપી છૂટી જતા .

  આખું છારાનગર આ માટે પ્રખ્યાત હતું .

  • aataawaani December 31, 2012 at 6:13 am

   પ્રિય વિનોદભાઈ તમે નારણપુરા રહેતા હતા.એ જાણી એક મારી વાત કહેવાની ઈચ્છા થઇ ગઈ .
   નારણપુરા ચાર રસ્તા પાસે એક બંગલા નજીક સાપે દેખા દીધી હું તેને પકડીને દુર કરવા ગયો .આ વખતે કેટલીક સ્ત્રીઓ વાતો કરતી હતીકે આ સાપ પકડનાર માણસ સાપને મોઢેથી પકડી લેશે
   અને મેં સાપને મારા હાથને બદલે મારા મોઢેથી પકડ્યો અને પછી મારા હાથ વડે થેલીમાં મૂકી દીધો અને શોલા ગામની સીમમાં મૂકી આવેલો .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: