ભલુ પ્રતાપને પોલીસે ગોળી ધરબી દીધી .

બ્રિટીશના સમયમાં બ્રિટીશરોએ ભારતમાં કેટલીક જાતિઓને ગુન્હેગાર જાતી તરીકે જાહેર કરેલી .જેમાં છારા ,બાવરી વાઘરી ,કેકાડી અને સિંધના હૂર .જુના વખતમાં ,સિંધ,ગુજરાત અને મહારાષ્ટ્ર .આ પ્રદેશ મુંબઈ ઈલાકા તરીકે ઓળખાતો .હૂર સિવાયની આ જાતિઓ ભટકતી રહેતી તેઓ ક્યાંય સ્થાયી રહેતા નહિ .હૂર લોકો લુંટ કરતા અને કોઈ વખત ખૂન પણ કરી બેસતા .પણ કેકાડી અને છારાના ઈતિહાસમાં ખુનનો દાખલો નથી .છારાઓમાં પોતાની જાતિના પણ કાયદા હતા .એના કાયદા પ્રમાણે પોતાની જાતિનો માણસ પોતાની જાતિ વાળાનું ખૂન કરેતો ભોગ બનનારના વાલી વારસને 1600 રુપિયા આપી દેવા પડે ,અને વ્યભિચાર કરેતો તેને ફાંસીની સજા કરવામાં આવતી .આવા પ્રકારની સજા કરવાની સત્તા જાતિના મુખીને હોય છે .આવી ફાંસીની સજાનો હુકમ કરીને ફાસીએ ચડાવનાર મુખી પારુ ગુલાબને મેં જોઈલો છે .પછીતો ભારત સ્વતંત્ર થયો સરકારે ગુન્હેગાર જાતિનો ઈલ્કાબ ભૂંસી નાખ્યો .અમદાવાદમાં જ્યાં છારા લોકોને વસાવ્યા એ સ્થળો નવખોલી ફ્રિકોલોની વગેરે નામે હાલ ઓળખાય છે .સરકારે આવા લોકોને સુધારવા સંસ્કાર કેન્દ્રો સ્થાપ્યાં તેઓના બાળકોને ભણાવ્યા ભણી લીધા પછી નોકરીઓ અપાવી વગેરે મદદ સરકાર તરફથી મળી છગનીયા ધનિયા ,ચોરગામ ચમના પોલીસમાં દાખલ થએલા પણ તેઓને ફાવ્યું નહિ એટલે નોકરી છોડી દીધેલી એક સ્કુલમાં શિક્ષક હતો ,તેણે પણ નોકરી છોડી દીધેલી .એક હિંમતલાલ ગંગારામ વકિલાત કરતો .
અગાઉ કિધો એ પારુ ગુળાબનો દીકરો જાલમો અનેતેનો દીકરો કિશનો જે સંસ્કાર કેન્દ્રમાં ભણતો તેને એક વખત રસ્તા ઉપરથી ચાંદીનો કંદોરો મળેલો જે એણે સંસ્કાર કેન્દ્રના અધિકારીને સોપી દીધેલો .સંસ્કાર કેન્દ્રનો એક પટાવાળા જેવું કામ કરતો શંકર શેરિયા ફક્ત એક ડઝન વખત જેઈલ યાત્રા કરી આવેલો તેની પત્ની સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી ,એક રામસિંગ છારો કલાગુરુ રવિશંકરને ત્યાં ચિત્રકામ શિખવા જતો એક રવિશંકર નામનો છારો સુતારી કામ શિખેલો એક નાનું કરસનની દિકરી સંસ્કૃત ભણેલી .નાનું કરસન લુંટ કેસની સજા જૂનાગઢની જેઈલમાં ભોગવતો ત્યારે મારો ઓળખીતો આલા ઓડેદરા પણ જૂનાગઢની જેલમાં હતો .આ આલાનો દિકરો સાંગો હાટીના માળિયા પાસેના ગામ લાઠોદરમાં હાલ રહે છે .આલો નાનુંને મારા મારફત “રામરામ મોકલાવતો .
છારાનગર અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનની કુબેરનગર પોલીસ ચોકીની હદમાં આવેલું છે .(હાલ ઘણા ફેરફારો થઈ ગયા હશે હું આ વાત મારા સમયની લખી રહ્યો છું .)છારા લોકો અલિગલ ઘણા ધંધા કરે એટલે કદાચ આર્મ (બંદુક ધારી )પોલીસની જરૂર પડે એટલે આર્મ પોલીસ એક હેડ કોન્સ્ટેબલ અને ત્રણ પોલીસ કોન્સ્ટેસૌ મ પોલીસ હેડ કોન્સ્ટેબલ હરિભાઇ હતા અને ખડે પગે ચોકી કરનાર ચક્ર સુદર્શન નામનો યુપીનો બ્રાહ્મણ હતો હરિભાઈ પણ બ્રાહ્મણ હતા આ વખતે એક અનાર્મ પોલીસ છારાનગરમાં।સૌ ફરતો હતો ત્યારે એક છારીને દારુના ડાબલા સાથે એમની સાથે જોઈ પોલીસને બોલચાલ થઈ એમાં પોલીસ ઉશ્કેરાઈ ગયો અને બાઈને બેટન (પોલીસની કમર ઉપર લટકતો રહેતો કાળો ડંડો )ઠોકી દીધું અને પછી ભાગીને ચોકી ઉપર આવી ગયો અને પોતાના કૃત્યની જન કરી .બીજી બાજુ છારી એના ભાઈભલુ પાસે ગઈ અને પોતાને પોલીસે મારી એ વાત કરી અને લોહી દેખાડ્યું .ભલુએ તેનું લોહી ચૂસ્યું .અને હાતમાં ધારીયું લઈ ચોકી ઉપર ધુંવા ફૂવાં થાતો ચોકી ઉપર આવવા રવાના થયો .અને એની પાછળ છારાનું ટોળું પણ આવ્યું .આ જોઈ ચક્રસુદર્શને હરિભાઈને વાત કરી ફાયારકા હુકમ ડો અગર ગોળી નહિ ચલાયન્ગે તો કોકી ઉપર આકે હમ સબકો માર ડાલેગા હરિભાઈ ગેંગે ફેંફે થવા માંડ્યા .અને ચક્ર્સુદરશને બરાબર ટાંકીને બંદુકનો ઘોડો દબાવ્યો અને ગોળી વછૂટી અને ભલુની છાતીની આરપાર નીકળી ગઈ ભલુ જમીન ઉપર ઢાળી પડ્યો .અને છારાનું ટોળું કબુતર ચણતાં હોય અને કાંકરી નાખો અને ઉડે એમ ભાગી ગયું જતું રહ્યું ભાલુંની લાશ પાસે પણ આવ્યું નહિ .પોલીસેતો જે કામ કરવું હતું એ કર્યું .
છારા આપણી દૃષ્ટિએ એક છે પણ એમાં દરેકના જુદાજુદા રીવાજ હોય છે . ભલુંપ્રતાપના મરણ પછી બે વરસે એની વહુ મને મળી મેં એને પૂછ્યું .તે ભલુના મૃત્યુ પછી લગન કર્યાં ? તે બોલી અમારામાં વિધવા વિવાહ નથી થતા સ્ત્રીની ઈચ્છા હોવા છતાં પર સ્ત્રી સાથે સંભોગ કરનારને છારાની જાતિમાં ગુનેગારને ફસીને માંચડે લટકાવી દેવામાં આવતો . છારાઓ પ્રદેશ પ્રમાણે જુદી જુદી રીતે ઓળખાય છે

4 responses to “ભલુ પ્રતાપને પોલીસે ગોળી ધરબી દીધી .

  1. pragnaju ડિસેમ્બર 26, 2012 પર 6:50 એ એમ (am)

    જૂના જમાનાની સારી માહિતી
    હૂર લોકોની વાત આવી અને આ ગઝલ યાદ આવી
    જો કે જગને પ્રકાશ આપું છું,
    જો કે વદનમાં નૂર નથી…
    એટલું શુષ્ક છે જીવન મારું,
    મારે આંસુની પણ જરૂર નથી…
    મારા ડૂબવાનું એ જ કારણ છે,
    એમની લાગણીમાં પૂર નથી…

    નહિ મળે એ મરણ પછી બેફામ,
    માનવી છે એ કાંઇ હૂર નથી… –

    • aataawaani ડિસેમ્બર 26, 2012 પર 11:05 એ એમ (am)

      પ્રિય પ્રજ્ઞાબેન હૂર વિષે જે મેં લખ્યું છે .તે હુર લોકોને મેં સિંધ હું હતો ત્યારે જોએલા ઘણા હુર લોકો માથાના વાળ કપાવતા નથી . પણ દાઢી રાખે છે .અરબી ભાષામાં હુર એટલે અપ્સરા થાય છે .પણ તે હુર શબ્દમાં વપરાતો” હ ” જુદો હોય છે  જયારે આ હુર લોકોનો” હ ” જુદો હોય છે   حور   આ અપ્સરાનો હ  મેં હુર લખ્યું છે .સિંધના હુર  هور  આમ લખાય   માફી  આપજો મેં તમારો ટાઇમ વપરાવવા બદલ પ્રિય પ્રજ્ઞાબેન હૂર વિષે જે મેં લખ્યું છે .તે હુર લોકોને મેં સિંધ હું હતો ત્યારે જોએલા ઘણા હુર લોકો માથાના વાળ કપાવતા નથી . પણ દાઢી રાખે છે .અરબી ભાષામાં હુર એટલે અપ્સરા થાય છે .પણ તે હુર શબ્દમાં વપરાતો” હ ” જુદો હોય છે  જયારે આ હુર લોકોનો” હ ” જુદો હોય છે   حور   આ અપ્સરાનો હ  મેં હુર લખ્યું છે .સિંધના હુર  هور  આમ લખાય   માફી  આપજો મેં તમારો ટાઇમ વપરાવવા બદલ Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  2. અશોક મોઢવાડીયા ડિસેમ્બર 27, 2012 પર 7:51 એ એમ (am)

    આતા, આપની આગવી સ્ટાઈલમાં લખાયેલો આ પ્રસંગ, ખાસ તો સાંપ્રત ઘટનાઓનાં સંદર્ભે મનમાં એકાદ બે ચમકારા કરી ગયો !
    ’એના કાયદા પ્રમાણે પોતાની જાતિનો માણસ પોતાની જાતિ વાળાનું ખૂન કરેતો ભોગ બનનારના વાલી વારસને 1600 રુપિયા આપી દેવા પડે ,અને વ્યભિચાર કરેતો તેને ફાંસીની સજા કરવામાં આવતી.’

    તથા, ’સ્ત્રીની ઈચ્છા હોવા છતાં પર સ્ત્રી સાથે સંભોગ કરનારને છારાની જાતિમાં ગુનેગારને ફસીને માંચડે લટકાવી દેવામાં આવતો’ જેવા કાયદાનો ઉલ્લેખ હાલ તો આત્યંતિક લાગે છે પણ પછાત કે ગુનેગાર ગણાતા આ સમાજોમાં પણ કેટલીક બાબતોમાં કેટલી કડકાઈ હતી જાણવા મળે છે. સ_રસ વર્ણન. આભાર.

    • himmatlal joshi ડિસેમ્બર 27, 2012 પર 10:30 એ એમ (am)

      પ્રિયપ્રિય અશોક તારા માટે થોડી વધુ માહિતી

      છારાઓને આપણી

      બાજુ આડોડીયા કહેતા મહારાષ્ટ્રમાં કંજર કહેતા દિલ્હી તરફ કંજર ભાટ કે એવો કોઈ શબ્દ વાપરતા .આ જાતિ પાકિસ્તાનમાં પણ છે .વર્ષો પહેલાં કચ્છના રણ રસ્તે કેટલાક છારા પાકિસ્તાન કસબ અજમાંવ્વાગયા ત્યાં અહીંથી ગએલા છારાઓની ચોરીયોનો માલ રાખનારા મળ્યા એ બોલ્યા કે માલ ભારતમાં અહી તમને કઈ મળશે નહિ .એટલે પછી તેઓ પાછા આવતા રહેલા .

      એક મનુ સોલાપુરીયો મને વાત કરતો હતો કે આ લોકોને પદ્ધતિસરની ચોરી કરતા મેં શીખવ્યું છે .એવી બડાઈ હાંકતો .

      એક અનુ વાઘજીના હાથ ઉપર છુંદણાં થી “રામ નામ જપના પરાયા માલ અપના “ત્રોફવેલું જે પાછળથી છેકી નખાવેલું .છારા કેવી કેવી તરકીબો અજ્માંવેછે . એ હું બ્લોગમાં મુકીશ આ તારા જવાબથી મને ઘણો આંનદ થયો .એટલે હું વેળાસર હું મુકીશ નહીતર એક મારી રચેલી કવિતા (છંદ )મુકવાનો હતો .એક ટુચકો સંભળાવું “.સંધીયાણી સતિ થાય નહિ પારધી ન્હોય પીર

      છારા ભગત હોય નહિ એમ કેતા ગયા કબીર

      અશોક તારા માટે થોડી વધુ માહિતી

      છારાઓને આપણી

      બાજુ આડોડીયા કહેતા મહારાષ્ટ્રમાં કંજર કહેતા દિલ્હી તરફ કંજર ભાટ કે એવો કોઈ શબ્દ વાપરતા .આ જાતિ પાકિસ્તાનમાં પણ છે .વર્ષો પહેલાં કચ્છના રણ રસ્તે કેટલાક છારા પાકિસ્તાન કસબ અજમાંવ્વાગયા ત્યાં અહીંથી ગએલા છારાઓની ચોરીયોનો માલ રાખનારા મળ્યા એ બોલ્યા કે માલ ભારતમાં અહી તમને કઈ મળશે નહિ .એટલે પછી તેઓ પાછા આવતા રહેલા .

      એક મનુ સોલાપુરીયો મને વાત કરતો હતો કે આ લોકોને પદ્ધતિસરની ચોરી કરતા મેં શીખવ્યું છે .એવી બડાઈ હાંકતો .

      એક અનુ વાઘજીના હાથ ઉપર છુંદણાં થી “રામ નામ જપના પરાયા માલ અપના “ત્રોફવેલું જે પાછળથી છેકી નખાવેલું .છારા કેવી કેવી તરકીબો અજ્માંવેછે . એ હું બ્લોગમાં મુકીશ આ તારા જવાબથી મને ઘણો આંનદ થયો .એટલે હું વેળાસર હું મુકીશ નહીતર એક મારી રચેલી કવિતા (છંદ )મુકવાનો હતો .એક ટુચકો સંભળાવું “.સંધીયાણી સતિ થાય નહિ પારધી ન્હોય પીર

      છારા ભગત હોય નહિ એમ કેતા ગયા કબીર

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: