શંકરભારથીને ત્યાં જોડકું જન્મ્યું (દિકરો અને દિકરી )

દેશીંગામાં વર્ષો પહેલાં ત્રણ અતિત બાવા ભાઈઓ રહેતા હતા .એમાં શંકરભારથી ગરીબ રોગી અને આળસુ એને ત્યાં બે છોકરાં હતાં તે બારેક વરસની ઉમરનાં હતા એના પછી જન્મેલાં થોડાંક બાળકો મરી ગએલાં એ પછી એક છોકરું જન્મ્યું એ અપૂરતા પોષણના લીધે ખુબ નબળું હતું . આ પછી .એને ત્યાં જોડિયાં દિકરો દિકરી જન્મ્યાં ત્યારે શંકરભારથીને લોહીની ઉલટીઓ થઇ અને શંકર કૈલાસ વાસી થઇ ગયા .ઘરમાં કંઈ ખાવાનું નહિ .ગામલોકોએ સુવાવડ ખર્ચો ભોગવ્યો .સેવાભાવી લોકોએ બાવળિયો ગુંદ ઘી . ,ગોળ અઢીશેર સુંઠ અને બીજો મરી મસાલો નાખી કાટલું બનાવી સુવાવડીને ખવડાવવા મંડ્યા .રબારી સુવાવડીને શેક કરવા બકરીની સુકી લીન્ડીયું આપવા મંડ્યા .બધાં સારા વાનાં હતાં .પણ દુર્ભાગ્યે સુવાવડીને પુરતું ધાવણ નોતું આવતું .એટલે બાપડાં નવજાત શિશુ ભૂખથી ધલવલતાં। .આવું બાળકનું દુ:ખ જોયું જાય એમ નોતું .એટલે સુવાવડીએ ગણેશ પરમેશ્વરનું નામ લઈ બાળકોના મોઢામાં જરાક ગોળ મોક્યો .અને બાળકો ગોળને ચઘરીને ગળે ઉતારી ગયાં અને રોતાં બંધ થયાં .અને બાળકોની મા રાજીના રેડ થઇ ગઈ .પછી એક વખત બાળકોના મોઢામાં શીરો મુક્યો .અને શીરો પણ ધીરે ધીરે ગળે ઉતારી ગયાં . માતા તો ખુશી ખુશી થઈ ગઈ .લોકોને પોતાના આનંદ ની વાત કોઈને કહેવાનો હર્ષ થતો હોય છે .પણ વાત સાંભળી રાજી થનારાં ઓછાં હોયછે .પણ ઈર્ષાળુ વધારે હોય છે . એનો મને જાત અનુભવ છે .બાળકોની માતાએ બાળકોને પોતે શીરો ખવડાવે છે .એ વાત સૌ પ્રથમ એણે મારી મા આગળ કરી .મારી માએ એને કીધું કે આવું કામ કરીશ નહિ .બાળકો મરી જશે, બાળકોની માએ મારી માને જવાબ આપ્યોકે મરી જાય તો ભલે મારી જાય જેવી ભગવાનની મરજી “રહે ઈ રામનાં અને મરે ઈ ગામનાં “બાળકો શીરો ખાય છે . એ વાત ગામ પરગામમાં વાયુ વેગે ફેલાય ગઈ .એક વખત રુડીમાં લુવાર બાળકોને જોવા ગયાં .તે વખતે એક જે દોઢેક વરસની ઉમરનું હતું પણ અપૂરતા પોષણના લીધે બહુજ નબળું હતું .તેને ઉંચે પડાર માં જોળી બાંધી એમાં મૂકી રાખેલું .તે બાળકે થોડો અવાજ કર્યો . કશુક બોલ્યું .રુડીમાં સમજ્યાં કે આ નવાં જન્મેલાં બાળકમાનું કોઈ બાળક બોલ્યું .અને અફવાએ વેગ પક્ડ્યોકે બાળકો બોલે પણ છે . અને બાળકોની માતાએ લોકોને કહ્યું કે બાળકો હું એકલી હોઉં છું ત્યારે મારી સાથે વાતો કરે છે .અને પછીતો લોકોએ બાળકો”સુભદ્રાનોઅને કૃષ્ણનો અવતાર છે . એવું ઠોકી બેસાડ્યું અને પછીતો લોકો દુર દુરથી બાળકોનાં દર્શન કરી કૃતાર્થ થવા આવવા લાગ્યાં . અને બાળકોના ચરણમાં પૈસા ધરવા લાગ્યાં .એક ખેડૂત ગોળનું માટલું લઈને બાળકોને ચરણે ધર્યુંકોઈ ઘી લઇ આવ્યો .એક ઓખાના ભોપાએ પૂછ્યું .ભગવાન બકરીનું ઘી ખાશે ? બાળકોની નજીક ઉભેલા હરિશંકર મહારાજે કીધું .આ ભગવાન બધુંજ ખાય છે પછીતો દેશીંગામાં માનવ મેરામણ ઉભરાણો . બાળકોની માતાએ કીધું કે રાતના વખતે ભગવાન સરૂપ બદલે છેઅને ઘરમાં હડિયા પાટિયું કાઢે છે . વળી માળા ફેરવતાં ફેરવતાં એક 85 દિવાળીઓ જોઈ ચુકેલાં માજી બોલ્યાં એકદી મારી સામે વાતું કરી .મેં ભગવાનને કીધું પરભુ બધાય હાર્યે વાતુ કરોને ? ભગવાન બોલ્યા .હું ફક્ત ધાર્મિક ,પુણ્ય શાળી માણસો સાથે બોલું છું .આ અવતારી કળજગના કૃષ્ણ સુભદ્રાએ માતાની ગરીબીના ચકના ચુર કરી નાખ્યા .ખુબ માણસોને આવતા જોઈ જીવાભાઇએ ચા વેચવાનું ચાલુ કરી દીધું બે કાવડિયાચાનો ભરીને આપવા લાગ્યા .અને સાંજ પડ્યે કમાણીમાંથી કૃષ્ણ સુભદ્ર ના ચરણોમાં ફૂલ નહીતો ફૂલ પાંખડી મુકવા લાગ્યા .કેમકે આ પરભુના પરતાપ્એ જીવાભાઈ થોડુક રળી શકતા હતા .
એક વખત રાજકોટથી પ્રાંત સાબનો કોઈ માણસ કે પ્રાંત સાબ પોતે પોતાની ગોરી મઢમ લઈને બાળકો વાળું કુતુહલ જોવા આવ્યા .તેઓએ કીધું કે બાળકોને શીરો ન ખવડાવો બાળકો મરી જશે .એને મુજફ્ફર દરબારને ભાર દઈને કીધુકે આ ધાવણ આવે એવો પોષ્ટિક ખોરાક ખવડાવો .એક વખત માણાવદર દરબારની બેગમે કે જુનાગઢના નવાબની બેગમે બાળકોને જોવાનો આગ્રહ કર્યો પણ આ બાળકો રાત્રે ઘરમાં હડીયું કાઢે છે અને વાતું કરે છે એ વાતખરી છે? એની ખાત્રી કરવા રાતના વખતે નજરે જોવા માટે નિષ્ઠાવાન માણસોને બાઈના ઘરે ઘરેમુકવા માટે દરબારને કહેણ મોકલ્યું . બાપુએ માણસો મુક્યા સવારે માણસોએ બાપુને વાત કરી કે અમે આખી રાત જાગ્યા પણ કઈ ચમત્કાર જોયો નહિ .
પછી શાંત પડ્યું શંકર ભારતીના ભાઈ એક રુખડ ભારથી હતા તેઓ એની બાયડી અને આગલા ઘરના દિકરા કરણને બહુ મારતા મારતી વખતે પોતાના હાથનો ઉપયોગ નકારે પણ લાકડી વાપરતા આ લાકડીનું નામ ગેડીયો હતું ગેડિયાને રૂખડ ભાઈ ઘરની આડીમાં ખોસી રાખતા( કહેવાય આડી અને આડ્સર આડ્સર કોને કહેવાય એ હાલની દેશીંગાની નવી પેઢી ખબર પણ નહિ હોય) ખોસી રાખતા .એક વખત ગેડીયો લઈને એના દિકરા કરણને મારવા મંડ્યા .કરણ અઢાર વરસની ઉમરનો જુવાન હતો .ઓલી કહેવત છેકે આંતરી બિલાડી વાઘણ થાય અને ત્રાઠઈ તરીયા નાગણ થાય એમ કારણ વિફર્યો અને રૂખડ ભાઈને એકજ થપ્પડ મારી અને રૂખડ ભાઈ ને ભોઈ ભેગા કરી દીધા અને રૂખડ ભીની છાતી ઉપર કરણ ચડી બેઠો અને જોર જોર થી મારવા મંડ્યો . જો કોઈ સજ્જને રુખડ ભાઈને મારમાંથી નો તો કરણ રુખડભાઈને કૈલાસ ભેગા કરી દેત આ પછી રુખડભાઈનો ગેડીયો આડીમાંથી બરો નીકળ્યો નહિ .
આ કરણ પછી એના દીકરા રાજન અને વહુને લઈને પોરબંદર રહેવા જતો રહેલો .અહી એને કલજુગી કૃષ્ણ અને તેની માને પોરબંદર બોલાવી લીધાં ,અને ધંધે વળગાળી દીધાં પછી સુભદ્રા પહેલી અને કૃષ્ણ પછી વૈકુંઠ જતા રહેલાં .મારા વહાલા બ્લોગર ભાઈઓને મારાં શરાબી ગીતો ઘણાને નથી ગમ્યાં એવું લાગ્યું . એક શેર લખું છું કમાયે ધન ઓર નામ કૈસે કૈસે શરાબ પી ગઈ સાયગલ જૈસે કૈસે . રામ રામ

2 responses to “શંકરભારથીને ત્યાં જોડકું જન્મ્યું (દિકરો અને દિકરી )

  1. pragnaju ડિસેમ્બર 24, 2012 પર 1:02 પી એમ(pm)

    પહેલાના જમાનાની ગામડાની વાતો ત્યારના વહેમો વિ વિષે સારી માહિતી
    આવી વાતોનો કે વસ્તુનો સંગ્રહ પુરાતત્વ સંશોધનમા કામ લાગે!

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: