Daily Archives: ડિસેમ્બર 15, 2012

રૂઘનાથ ધનજીની અહિંસક ફિલોસોફી

મારો રૂઘનાથ બાળપણનો મિત્ર મારાથી ઉમરમાં થોડો નાનો હશે .મારી ઓળખાણ મેં લખી છે .એમાં મારી સાથે તપ કરવા હાલી નીકળેલો તે આ રૂઘનાથ મારી સાથે એ થોડો વખત મરમઠ ભણવા આવતો પણ તેના બાપે ભણતા અટકાવ્યો અને મરમઠ વાળા મેમણ કરીમ શેઠની બીડીયું વાળવા મોકલી દીધો .તેના બાપ ધનજી ઉર્ફે પોલો આ મારા પોલાકાકા એવું કહેતા કે બીડીયું વાળવા વાળાના ઘરનાં નળિયાં હું સોનાના જોઉં છું .તેનો આગ્રહ હંમેશા વેપાર બાબત રહેતો .એ કહેતા કે લેખાં શીખો “જેટલે રૂપિયે મણ તેટલા આનાનું અઢી શેર “આવું ગોખી રાખવું એ તમને કામ આવશે ,સિંદુ નદી બે હાજર માઈલ લાંબી છે। .એવું યાદ રાખવાની જરૂર નથી .તમારે એ નદીમાં તરવા જવું છે ?
એક વખત દેશીંગામાં જૈન સાધુ વિચરણ કરતા કરતા આવી પહોંચ્યા (રુઘનાથે)રુઘે એ સાધુનું પ્રવચન સાંભળ્યું .બીજે દિવસે મને વાત કરીકે મચ્છરને પણ મારી નો નખાય એને પણ જીવવાનો હક્ક છે .
મરમઠ થી ભણીને અમે સાથે ઘરે આવતા હોઈએ ત્યારે દેશીંગાની સીમ આવે ત્યારે અમો રસ્તે ન ચાલતાં બાવળની ઝાડીમાં ચાલીયે એક વખત અમો બંને જણા ઝાડી માંથી પસાર થતા હતા ત્યારે રુઘાએ એક કાકીડાને મકોડા ખાતાં જોયો મકોડાની લાઈન હાલી જતી હતી .એમાં થી કાકીડો વિણી વિણી ને મકોડા ખાતો હતો . રુઘને વિચાર આવ્યો કે જો આ એકજ કાકીડાને મારી નાખ્યો હોય તો એની વધારે ઉત્પતિ નો થાય અને કેટલા બધા જીવો મકોડા જેવા બચી જાય .કકીદાને મારી નાખવાની વાત મને રુઘાએ કરી મેં સખત ભાષામાં વિરોધ કર્યો .પણ એને મારી વાત ગળે ઉતરી નહિ .એણે તો કાકીડા જેવા ગરોળી વગેરે જીવડા ખાનારા પ્રાણીઓને મારી નાખવાનો વિચાર અમલમાં મુક્યો અને આવા પ્રાણીઓને મારી નાખવાનું ચાલુ કરી દીધું એક વખત રુઘો મારે ઘરે આવ્યો .અને જોયું તો ચકલી એના માળામાં બેઠેલાં બચ્ચાને જીવડાં ખવડાવી રહી હતી .અમારું કોઈનું ધ્યાન નોતું ત્યારે નિસરણી લઇ રુઘો ચકલીના માળા સુધી પહોંચ્યો અને માળામાંથી ત્રણ બચ્ચા કાઢી નીચે ફેંકી દીધાં અને પગ વડે ચગદી નાખ્યાં . આ વાત મારી માએ જાણી તેને ઘણું દુ:ખ થયું .અને રુઘને ઘરે ન આવવા તાકીદ કરી અને મને તેની સંગત છોડી દેવા સમજાવ્યો .રુઘાથી નાનો ભાઈ મગન હતો .પોલાકાકાને પણ દીકરા અને એક દીકરી સંતાનમાં હતાં .એ અરસામાં રાજકોટમાં જૈનોએ એવી સંસ્થા સ્થાપીકે જેમાં જૈન બાળકોને ભણવું રહેવું ખાવું પીવું કપડા લત્તાં સ્કુલ ફી વગેરે ઘણો ખર્ચો આપવાનો .ગરીબના છોકરાને બધી સગવડ મફત બાકીનાને આવક પ્રમાણે ખર્ચ આપવાનો .પોલાકાકાને ખર્ચ બચાવવા મગનને રાજકોટ તે સંસ્થામાં મુક્યો પોલા કાકાને મગનને ભણાવવામાં ખાસ રસ નોતો પણ ખર્ચ બચાવવાના હેતુથી મગનને રાજકોટ એ સંસ્થામાં મુકેલો મગન વગર ખર્ચે m .a
થઇ ગયો પછી એ કલકત્તા ગયો .ત્યાં એને સારી નોકરી મળી .આ વખતે પોલાકાકા સ્વર્ગવાસી થઇ ગયેલા .આ સિવાય મગને આખા કુટુંબને કલકત્તા તેડાવી લીધું અને પોતાની અટક માટલીયા હતી તે બદલાવી અને શાહ રાખી .દેશીંગા માં ચોરાનો જીર્ણોદ્ધાર કરીને રામ મંદિર નામ આપ્યું છે એ પોપટલાલ ધરમશી મગનના બાપ પોલાકાકાના કાકાના દીકરા ભાઈ થાય .આ વાત ભેગી એક વાત બહુ જાણવા જેવી છે એ હું આપને કહું છું .પોપટકાકાની એક બેન સુવાવડ કરવા દેશીંગા આવી તેણે દ્ક્રને જન્મ આપ્યો દીકરો પંદર દિવસનો થયો ત્યારે એ મારી ગઈ .નાના બાળકને ઉછેરવાનો સવાલ ઉભો થયો .આજ અરસામાં પોપટકાકાની વહુએ દીકરાને જન્મ આપ્યો .હતો એટલે પોપટકાકા ની વહુએ પોતાની નણંદ ના દીકરાને ઉછેરવાની જવાબદારી લઇ લીધી .આ અમેરિકન સ્ત્રી નોતી કે બાળકને ધાવણ પૂરું નો થાય અને બેબી ફૂડ ખવડાવવું પડે .વખત જતા આ દીકરો જુવાન થયો અને કોચીનમાં જબરો બીજ્નીસ ધરાવે છે .પોપટકાકા દેશીંગા છોડીને રાજકોટ જતા રહ્યા છે . અને હાલ તેઓ સ્વર્ગ વાસી છે .આતો ગરવા ગિરનારની છાયાનો પ્રદેશ .
ભેગાભેગી એક બીજી વાત કહી દઉં ઓખાના બરડિયા ગામના વાઘેર રવા સમા ના પડોશમાં બરડિયા ગામમાં એક માજોઠી (મુસલમાન ધર્મી કુંભાર )રહે તેને ત્યાં એક દીકરાનો જન્મ થયો .અને અભાગિયા દીકરાના માબાપ મારી ગયા .દિકરો થોડોક મોટો હતો તેને ધાવણની જરૂર નોતી પણ એના સગા વહાલાં માંથી કોઈએ આ દીકરાનો હાથ જલ્યો નહિ .આ નાનકડા બાળક લાખાનો ઉછેર રવા અને તેની વહુએ કરેલ લાખો જીવ્યો ત્યાં સુધી પોતાના બાપના નામ તરીકે રવાનું નામ લખાવતો .
વાર્તારે વાર્તા ભાભો ઢોર ચારતા ભાભો ગો મરે ઢોર આવ્યાં ચરે હેવ બીજી વાતુ કાલુંનાદી કેડે આવજો હંધાયને રામરામ