પ્રાણીઓની સમજશક્તિનો જાત અનુભવ

ગધેડો બહુ સમજદાર પરની છે પણ બાપડાને લોકોએ બહુ વગોવી નાખ્યો છે .મુર્ખ માણસને ગધેડાની ઉપમા આપે છે .મધ્ય પૂર્વના દેશોમાં ગધેડા પાસે ખેતી કરાવે છે અરબ ઘોડાનું માંસ ખાય છે . પણ અભાગિયા ગધેડાનું માંસ પણ નથી ખાતા ,એતો ભલું થજો ચીન જેવા દેશોનું કે તેઓ ગધેડાનું માંસ ખાય છે .
અમદાવાદ એલીસબ્રીજ વિસ્તારમાં નવાં મકાનો બનતાં હોય તેમાં રેતી ગધેડા મારફત પહોંચતી કરવામાં આવે છે .નદીમાંથી રેતી ગધેડાં ઉપર લાદીને જ્યાં મકાન બનતું હોય ત્યાં પહોંચતી કરવામાં આવે। .ગધેડાને પ્રથમ વાર જ્યાં રેતી નાખવાની હોય એ સ્થળ બતાવવામાં આવે .પછી નદીમાંથી ગધેડા ઉપર રેતી લાદી એને રવાના કરવામાં આવે .અવશ્ય એની પાછળ હાંકનારૂ માણસ હોય છે .
અમારી બાજુના ગામડાઓમાં જુના વખતમાં સ્ત્રી પુરુષો ભિખારીઓ આવતા ,ગામમાં પ્રવેશ કરે ત્યારે ભજન ગાતા ગાતા આવે એને સાંભળીને કુતરાં ભસતાં ભસતાં એની પાછળ ફરે .એકવખત મારા દોલતભાઈ અમારે ઘરે મેમાન બન્યા .તેઓને ભજનો ગાવાનો બહુ શોખ તેનો પહાડી અવાજ લોકોને બહુ ગમે એવો હતો .અમારી ખડકી બંધ હતી પણ સાંકળ વાસેલી નોતી .દોલત ભાઈએ ભજન લલકાર્યું સાંભળીને કુતરું આવ્યું .પગભારાવીને ખડકી ખોલી નાખી . દોલતભાઈને ગાતા જોઈ કુતરું તુર્ત પાછું જતું રહ્યું .કુતરું સમજી ગયું કે આ ભિખારી નથી .
હું નાનો હતો ત્યારે દેશીંગા માં બાવળની ઘાટી ઝાડી હતી એમાં બકરાં ચરાવવા માટે બહાર ગામથી લાખો અને દેવો બે ભાઈઓ બકરાં એક વરસ ચરાવવાનું નક્કી કરીને આવ્યા અમારી બાજુ વર્ષા ઋતુમાં નદીમાં મોટું પુર આવે બધાં ગામડાં ટાપુઓમાં ફેરવાય જાય એટલે ચોમાસામાં રબારીઓ પોતાના બકરાં લઈ બિલેશ્વર તરફ બરડા ડુંગરમાં જાય એક વખત દેવાઈ એક રોઝ્ડીને (નીલ ગાય )વ્યાતાં જોઈ તેને બે બચ્ચાં આવ્યાં એમાંનું એક બચ્ચું દેવે લઈ લીધું અને એક કાબરા રંગની બકરીને ધવડાવી ઉછેરીને મોટું કર્યું .જયારે બચ્ચાંને ધવડા વવું હોય ત્યારે ત્યારે કાબરી બકરીને કાબરડી કાબરડી કહીને બુમ મારીને બોલાવે આ અવાજ સાંભળીને રોઝ બચ્ચું પણ દોડતું આવે .પછીતો વખત જતાં રોઝ મોટો થઈ ગયો પણ એને કાબરડી શબ્દ યાદ રહી ગયો અને એણે આ શબ્દને પોતાના નામ તરીકે સ્વીકારી લીધો .કાબરડી બકરીતો રબારીએ સોનારાને આપી દિધેલી રબારી કસાઈ માટે સોનારો (સોની)શબ્દ વાપરે છે .
મારી દિકરી મિતિ ગામ સાસરે હું એને ઘરે જાઉં ત્યારે એક કરસન ભીમા વાઘ નામના મેરની વાડીએ નાવા જાઉં વાડી ઘરથી ઘણી દુર હતી પણ મને ત્યાં નાવાની મજા આવતી એટલે હું ત્યાં જતો કરસન ભાઈને વહુ સાજણ બેન મારા માટે દરરોજ માખણ મોકલે .એમના દિકરા વહુઓ પણ બહુ પ્રેમાળ .
હું નાહીને ઘરે આવવા રવાના થાઉં ત્યારે મને ગાડું જોડીને મારી નાં હોવા છતાં મુકવા આવે ગાડું જોડવું હોય ત્યારે શાંતિથી બેસીને ઓગાળ વાળતા બળદને ઉઠાડે અને ગાડે જોડે જયારે બળદને ઉઠાડે ત્યારે એ બળદ મને મારવા દોડે એને ઉઠાડીને ગાડે જોડનારને ન મારવા દોડે પણ મને મારવા દોડે કેમકે આ માણસને મુકવા માટે આપણે શાંતિથી બેઠેલાઓને જવું પડે છે .
હું અમદાવાદ કેમ્પ ચોકી ઉપર નોકરી કરતો હતો . ત્યારે વગડામાંથી મને એક નોળીયાનું નાનું બચ્ચું હાથ આવ્યું મેં એને પાળ્યું .પણ ઘરે મારી મા અને પત્નીના વિરોધને લીધે નોતો લઈ ગયો .મારીમાં અને પત્ની આવા આઝાદીથી રહેતાં પ્રાણીઓને પાળીને ગુલામ બનાવવાના સખત વિરોધી હતાં ,એટલે નોલીયાના બચ્ચાંને મેં ચોકી ઉપરજ રાખેલું મારી નોકરી પૂરી થાય એટલે જે નોકરી ઉઅપર આવે એ નોલીયાને સાચવવાની જવાબદારી પણ સાંભળી લ્યે તેઓને પણ બચ્ચું ખુ બ ગમતું હું એને મારી સાથે ફરવા લઇ જાઉં .કેમ્પ ચોકી ઉપર નોકરી જેવું કઈ હ તુંજ નહિ હું એને ફરવા લઇ જાઉં ત્યારે એ મન ફાવે એમ આડા અવળું રખડતું હોય એને હું એના નામ થી બુમ મારીને બોલવું એ એકદમ મારી પાસે આવી જાય .
ફ્લોરીડામાં મારા પોત્રે એક કુતરી પાળેલી છે .એક વખત એ એના મિત્રને ઘરે મુકીને પોતાના બીજે કામે વળગ્યો .કામ પૂરું થયું એટલે એ ઘરે આવી ગયો .તેનું ઘર વિશાળ અપારમેંટ માં ત્રીજે મળે છે .અચાનક કુતરી એના મિત્રને ઘરેથી નીકળી ગઈ અને ઘરે આવી ગઈ પણ ત્રીજા મળે ઘર ઉપર ન આવી શકે એટલે તે રૂમની બારી તરફ નીચે ઊભીને ભસવા માંડી .મને એના ઘર પાછળની કઈ બારી છે એની હજી પણ ખબર નથી બધું સરખુંજ દેખાય .દેશીંગા ના ધણ ખુંટ ને એક વખત પોરબંદર દેશીંગા થી ચલાવીને આંખે પાટા બાંધીને પાંજરા પોળમાં મુકવા લઇ ગયા એ ધન ખુંટ તેજ દિવસે દેશીંગા આવતો રહેલો

3 responses to “પ્રાણીઓની સમજશક્તિનો જાત અનુભવ

 1. pragnaju ડિસેમ્બર 12, 2012 પર 11:53 એ એમ (am)

  ગધેડાની વાત પરથી યાદ
  ગુજરાત રાજ્યનો વનવિસ્તાર ઓછો હોવા છતાં વન્યપ્રાણી સૃષ્ટિની બાબતમાં આ રાજ્ય ઘણું જ સમૃદ્ધ છે. દેશ, ખંડ કે વિશ્વકક્ષાએ દુર્લભ અને નાશપ્રાયઃ ગણાતાં ઘણાં વન્યપ્રાણીઓ ગુજરાત રાજ્યમાં અસ્તિત્વ અને સંરક્ષણ ધરાવે છે જંગલી ગધેડાં ! તે સમગ્ર વિશ્વમાં માત્ર કચ્છમાં જ જોવા મળે છે.ગુજરાતીમાં તેને “જંગલી અથવા રાની ગધેડાં(ખર)” અને “ઘુડખર” કહેવામાં આવે છે
  આપણે ત્યાં કેટલાક લોકો ઘુડખરને ખચ્ચર કહે/ગણે છે. કેમ કે, ઘુડખર પણ ખચ્ચરની જેમ ઘોડા અને ગધેડા બંનેનાં લક્ષણોની યાદ અપાવે છે. વળી તેના ગુજરાતી નામ ઘુડખરમાં પણ આ બંને પ્રાણીઓનો ઉલ્લેખ થયેલો છે, ઘુડ(ઘોડો) અને ખર(ગધેડો). પણ હકીકતમાં એવું નથી. ખચ્ચર અને ઘુડખરને કશો જ સંબંધ નથી. જીવશાસ્ત્રીય-વૈજ્ઞાનિક રીતે જોઇએ તો ઘુડખર એક સ્વતંત્ર પ્રાણીજાતિ છે.
  આપણે ત્યાં ઘુડખર ખાસ કરીને કચ્છના નાના રણમાં જોવા મળે છે. ઘુડખર માંસલ અને ખડતલ પ્રાણી છે. તેનો વજન ૭0 થી ૯0 કિલોગ્રામ જેટલો હોય છે, અને તેની ઊંચાઈ પાંચેક ફૂટ (આશરે ૫૫ થી ૬0 ઇંચ) હોય છે. તેના કાન મોટા અને લાંબા હોય છે. તેની પૂંછડી ઉપર ઘોડાના પૂંછડા ઉપર હોય છે તેવા વાળ નથી હોતા પણ પૂંછડીના છેડે થોડાક વાળનો ગુચ્છ હોય છે. ઘુડખરના શરીરનો ઉપરનો ભાગ પીળાશ પડતા રંગનો હોય છે, જ્યારે તેનાં જડબાં, મોં પાસેનો ભાગ તથા પેટ અને પગની અંદરના ભાગો સફેદ રંગના હોય છે. તેના હોઠ અને નાક કાળા રંગનાં હોય છે. ગધેડાં અને ઝીબ્રાના પગ ઉપર અંદરના ભાગમાં હોય છે તેવું એક ગોળ કાળુ ચાઠું/ધાબું ઘુડખરના પગ ઉપર પણ હોય છે. તેની પીઠ પર ખભાથી લઈને છેક પૂંછડી સુધી એક લાંબો કાળા રંગનો પટ્ટો હોય છે. કેટલાક (ઓછી ઉંમરના) ઘુડખરોમાં આ પટ્ટો છીંકણી રંગનો હોય છે. ઘુડખરમાં નરમાદા બંને સરખાં રંગરૂપ ધરાવે છે.હંમણા એક ગંમ્મત ચાલે છે
  પ્રશ્ન: ગુજરાતમાં જંગલી ગધેડાઓનું અભયારણ્ય ક્યાં આવેલું છે?
  ઉત્તર: ગાંધીનગરમાં?
  “જશ્ન-એ-જુલૂસ માં,`ખર` થી ખરેખર રહો અતિ દૂર..!!
  નવ કરશો,ચરણસ્પર્શ એના,કે નથી કર્ણપ્રિય સુર..!!”
  એક બોધ કથા યાદ આવે….
  અકબર કહે ‘ગધેકો સલામ-પ્રજા કો દુવા….એ મજાક નહિ તો શું છે ?’
  બિરબલ કહે ઃ ‘હું કંઈ બધા ગધેડાને સલામ કરતો નથી. માત્ર જોધપુરના ગધેડાને જ સલામ કરું છું. અને ગધેડાને સલામ કરવી પડે છે, માટે બિચારી પ્રજાના રક્ષણની પ્રાર્થના પણ કરવી જ રહી.’
  અકબરના મગજમાં કંઈક વાત આવી ગઈ.
  વાત એવી હતી કે રાણી જોધાબાઈની લાગવગથી જોધપુરથી એક રાજપૂત આવ્યો હતો. મહારાણી જોધાબાઈનો એ સગો હતો. મહારાણીના કહેવાથી બાદશાહ અકબરે એને મોટો હોદ્દો આપ્યો હતો.
  હવે એ હોદ્દેદાર પોતાની રીતે જોધપુરિયા માણસોને ભર્યે જ જતો હતો. લાયકાત હોય કે ન હોય ! પ્રજાજનોને એ બધાને સલામ કરવી જ પડતી હતી.
  જોધપુરી વાતનો એ પ્રવાહ એવો ચાલ્યો હતો કે જે કોઈ હોય તો બધા પોતાની જાતને જોધપુરી કહેવડાવવા લાગ્યા હતા, તરી જવા લાગ્યા હતાં.
  બિરબલે એ વાતના અનુસંધાનમાં ગધેડાને સલામ કરીને કહ્યું ઃ ‘જહાંપનાહ ! આ ગધેડો પણ જોધપુરનો છે ! કોને ખબર છે ક્યારે એ મોટો અમલદાર બની જાય નહિ. માટે અત્યારથી જ એને સલામ કરવી રહી. અને આ કુંભાર પણ આપની સમક્ષ એટલે જ રજૂ થયો છે. એના ગધેડાનું નસીબ જાગે તો સાથે એનો પણ ઉદ્ધાર થઈ જાય. આજકાલ તો ગધેડાની સાથે માનવીનું નસીબ જોડાયેલું છે. હા, ગધેડો જોધપુરનો હોવો જોઈએ.’
  બિરબલે ફરીથી પેલા જોધપુરી (?) ગધેડાને સલામ કરી અને પ્રજાની દુવા ચાહી.
  અકબરના મનમાં વાત આવી ગઈ. તે કહે ઃ ‘હમણાં જ હું એ બધા ગધેડાને સીધા કરું છું.’
  ધીમે રહીને બિરબલ કહે ઃ ‘બધા ગધેડાને નહિ નામવર ! ક્યારેક ગધેડા પર વઘુ પડતો વિશ્વાસ રાખી તેને શાસન સોંપનાર પણ એમાં સામેલ થઈ જતા હોય છે. કુંભારના આ ગધેડાને પણ નહિ. કેમકે એણે તો આંખો ઉઘાડી છે – માણસની.’
  એ કુંભારને ઈનામ આપવામાં આવ્યું.
  જોધપુરી જમાદારનો પ્રવાહ ત્યાર બાદ ધીમો પડ્યો અને બંધ થઈ ગયો.

  ઘુડખર ટોળામાં રહેવા ટેવાયેલું છે. તે હંમેશાં 25/30 લઈને 50/60 ના ટોળામાં જ જોવા મળે છે. કાળિયારની જેમ ઘુડખરના ટોળામાં પણ નેતા-સરદારપ્રથા જોવા મળે છે. પ્રત્યેક નર ઘુડખર આશરે 20 થી 25 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર (ટેરેટરી) ધરાવે છે. પોતાના ચરિયાણ અને સંવનનની સુવિદ્યા માટે મોટાભાગનાં શિકારી પ્રાણીઓ, હરણો અને ઝીબ્રા જેવાં પ્રાણીઓ પણ આ રીતે કોઇ એક ચોક્કસ વિસ્તાર પર પોતાનો કબજો-હક જમાવે છે. તેઓ પોતાના વિસ્તારની હદ નક્કી કરવા તીવ્ર અને વિશેષ પ્રકારની વાસ મારતા, મળ-મૂત્ર તથા શરીરના ખાસ ભાગોમાં આવેલી ગ્રંથિઓમાંથી ઝરતા ચિકણા પ્રવાહી પદાર્થોની મદદથી નિશાન (ટેરેટરી માર્કસ) કરતાં હોય છે. ઘુડખર આ નિશાન કેવી રીતે કરે છે તે તો જાણવા મળ્યું નથી, પણ તેનો પોતાનો એક ચોક્કસ વિસ્તાર હોય છે તે વાત નિઃસંદેહ છે. વળી આ વિસ્તારમાં રહેતાં તમામ ઘુડખરો, નેતા-સરદાર (જે તે વિસ્તાર પર આધિપત્ય ધરાવતા નર ઘુડખર)ની આજ્ઞાઓને શિરોમાન્ય ગણે છે. વધુમાં નેતા ઘુડખર પોતાના વિસ્તારની તમામ માદાઓને પોતાની પત્નીઓ બનાવવાનો અબાધિત હક ધરાવે છે. અન્ય નરોને માદાઓની પાસે જવાની પણ છૂટ નથી હોતી. ખડતલ અને ઝડપી ગતિવાળું હોવા છતાં ઘુડખર સ્વભાવે શરમાળ અને અત્યંત ડરપોક પ્રાણી છે. શક જેવું લાગતાં કે માણસને જોતાંવેંત તે પવનવેગે ભાગી છૂટે છે. તે કલાકે 60 થી 70 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. દોડતી વખતે ઘુડખર હરણોની જેમ વચ્ચે વચ્ચે છલાંગો પણ મારે છે. તેની શક્તિ અને ઝડપી ગતિ જોતાં તેને કેળવીને ઉપયોગમાં લેવામાં આવે તો તે માણસ માટે ખૂબ જ ફાયદાકારક બની રહે તેમ હોઇ પહેલાંના જમાના(સમય)માં તેને પકડવાના અને કેળવવાના પ્રયાસો ઘણી વખત થઇ ચૂક્યા છે. પણ તેમાં નિષ્ફળતાઓ જ મળી છે. તેને પકડવાનું કામ ભારે કઠિન છે, તેમ છતાં ભૂતકાળમાં ઘોડા કે ઊંટ ઉપર સવાર થઇ તેનો પીછો પકડીને તેને ખૂબ દોડાવવામાં આવતું, આખરે તે જ્યારે થાકીને જમીન પર ફસડાઇ પડતું ત્યારે તેને પકડી લેવામાં આવતું.
  ખોરાક

  આશરે 20 (એક અન્ય અંદાજ મુજબ 50)વર્ષનું સરેરાશ આયુષ્ય ધરાવતું ઘુડખર સૂર્યોદય પહેલાં, મળસ્કે ચરવાનું પસંદ કરે છે. તે પોતાના ખોરાકમાં રણમાં ઊગતી વનસ્પતિ-ઘાસનો ઉપયોગ કરે છે. ચોમાસા દરમ્યાન રણમાં ઠેર ઠેર ઘાસ અને અન્ય લીલોતરી ઊગી નીકળે છે. જે ઘુડખરનો મનભાવન અને પૌષ્ટિક ખોરાક બને છે. લીલોતરી ઓછી થાય છે ત્યારે ઘુડખરનાં ટોળાં પોતાના વિસ્તારમાં આવેલા એક બેટથી બીજા બેટ પર ખોરાકની શોધમાં ફરતાં રહે છે. આવી રીતે ખોરાક શોધવા માટે ક્યારેક તેઓ માત્ર એક જ દિવસમાં 100 થી 150 કિલોમીટરનો લાંબો પ્રવાસ પણ ખેડી નાખે છે. તેઓ માટે ચોમાસા પછી, જ્યારે ક્યાંય ઘાસ બચતું નથી ત્યારે તેઓ રણમાં થતા ગાંડા બાવળ (કેટલીક જગ્યાએ તેને “હડકાયો બાવળ”ના નામથી ઓળખવામાં આવે છે તે)ની કુંપળો અને શિંગો (પૈડિયા)નો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

  • aataawaani ડિસેમ્બર 12, 2012 પર 6:24 પી એમ(pm)

   pragnabenતમે જંગલી ગધેડા વિષે સરસ માહિતી આપી એવું સાંભળ્યું છે કે આવાં જંગલી ગધેડાં ઈરાનમાં પણ થાય છે।બસ ઈરાન અને કચ્છ સિવાય દુનિયામાં બીજે ક્યાંય નથી થતા .વીકી કે એવા કોઈ સાહિત્યમાં જોજો તો વધુ નક્કી થઇ શકે। તમારો આભાર

 2. patel p ડિસેમ્બર 12, 2012 પર 7:43 પી એમ(pm)

        I can’t read your text font so pls give me your text font    

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: