Daily Archives: ડિસેમ્બર 11, 2012

પ્રાણીઓની સમજશક્તિનો જાત અનુભવ

ગધેડો બહુ સમજદાર પરની છે પણ બાપડાને લોકોએ બહુ વગોવી નાખ્યો છે .મુર્ખ માણસને ગધેડાની ઉપમા આપે છે .મધ્ય પૂર્વના દેશોમાં ગધેડા પાસે ખેતી કરાવે છે અરબ ઘોડાનું માંસ ખાય છે . પણ અભાગિયા ગધેડાનું માંસ પણ નથી ખાતા ,એતો ભલું થજો ચીન જેવા દેશોનું કે તેઓ ગધેડાનું માંસ ખાય છે .
અમદાવાદ એલીસબ્રીજ વિસ્તારમાં નવાં મકાનો બનતાં હોય તેમાં રેતી ગધેડા મારફત પહોંચતી કરવામાં આવે છે .નદીમાંથી રેતી ગધેડાં ઉપર લાદીને જ્યાં મકાન બનતું હોય ત્યાં પહોંચતી કરવામાં આવે। .ગધેડાને પ્રથમ વાર જ્યાં રેતી નાખવાની હોય એ સ્થળ બતાવવામાં આવે .પછી નદીમાંથી ગધેડા ઉપર રેતી લાદી એને રવાના કરવામાં આવે .અવશ્ય એની પાછળ હાંકનારૂ માણસ હોય છે .
અમારી બાજુના ગામડાઓમાં જુના વખતમાં સ્ત્રી પુરુષો ભિખારીઓ આવતા ,ગામમાં પ્રવેશ કરે ત્યારે ભજન ગાતા ગાતા આવે એને સાંભળીને કુતરાં ભસતાં ભસતાં એની પાછળ ફરે .એકવખત મારા દોલતભાઈ અમારે ઘરે મેમાન બન્યા .તેઓને ભજનો ગાવાનો બહુ શોખ તેનો પહાડી અવાજ લોકોને બહુ ગમે એવો હતો .અમારી ખડકી બંધ હતી પણ સાંકળ વાસેલી નોતી .દોલત ભાઈએ ભજન લલકાર્યું સાંભળીને કુતરું આવ્યું .પગભારાવીને ખડકી ખોલી નાખી . દોલતભાઈને ગાતા જોઈ કુતરું તુર્ત પાછું જતું રહ્યું .કુતરું સમજી ગયું કે આ ભિખારી નથી .
હું નાનો હતો ત્યારે દેશીંગા માં બાવળની ઘાટી ઝાડી હતી એમાં બકરાં ચરાવવા માટે બહાર ગામથી લાખો અને દેવો બે ભાઈઓ બકરાં એક વરસ ચરાવવાનું નક્કી કરીને આવ્યા અમારી બાજુ વર્ષા ઋતુમાં નદીમાં મોટું પુર આવે બધાં ગામડાં ટાપુઓમાં ફેરવાય જાય એટલે ચોમાસામાં રબારીઓ પોતાના બકરાં લઈ બિલેશ્વર તરફ બરડા ડુંગરમાં જાય એક વખત દેવાઈ એક રોઝ્ડીને (નીલ ગાય )વ્યાતાં જોઈ તેને બે બચ્ચાં આવ્યાં એમાંનું એક બચ્ચું દેવે લઈ લીધું અને એક કાબરા રંગની બકરીને ધવડાવી ઉછેરીને મોટું કર્યું .જયારે બચ્ચાંને ધવડા વવું હોય ત્યારે ત્યારે કાબરી બકરીને કાબરડી કાબરડી કહીને બુમ મારીને બોલાવે આ અવાજ સાંભળીને રોઝ બચ્ચું પણ દોડતું આવે .પછીતો વખત જતાં રોઝ મોટો થઈ ગયો પણ એને કાબરડી શબ્દ યાદ રહી ગયો અને એણે આ શબ્દને પોતાના નામ તરીકે સ્વીકારી લીધો .કાબરડી બકરીતો રબારીએ સોનારાને આપી દિધેલી રબારી કસાઈ માટે સોનારો (સોની)શબ્દ વાપરે છે .
મારી દિકરી મિતિ ગામ સાસરે હું એને ઘરે જાઉં ત્યારે એક કરસન ભીમા વાઘ નામના મેરની વાડીએ નાવા જાઉં વાડી ઘરથી ઘણી દુર હતી પણ મને ત્યાં નાવાની મજા આવતી એટલે હું ત્યાં જતો કરસન ભાઈને વહુ સાજણ બેન મારા માટે દરરોજ માખણ મોકલે .એમના દિકરા વહુઓ પણ બહુ પ્રેમાળ .
હું નાહીને ઘરે આવવા રવાના થાઉં ત્યારે મને ગાડું જોડીને મારી નાં હોવા છતાં મુકવા આવે ગાડું જોડવું હોય ત્યારે શાંતિથી બેસીને ઓગાળ વાળતા બળદને ઉઠાડે અને ગાડે જોડે જયારે બળદને ઉઠાડે ત્યારે એ બળદ મને મારવા દોડે એને ઉઠાડીને ગાડે જોડનારને ન મારવા દોડે પણ મને મારવા દોડે કેમકે આ માણસને મુકવા માટે આપણે શાંતિથી બેઠેલાઓને જવું પડે છે .
હું અમદાવાદ કેમ્પ ચોકી ઉપર નોકરી કરતો હતો . ત્યારે વગડામાંથી મને એક નોળીયાનું નાનું બચ્ચું હાથ આવ્યું મેં એને પાળ્યું .પણ ઘરે મારી મા અને પત્નીના વિરોધને લીધે નોતો લઈ ગયો .મારીમાં અને પત્ની આવા આઝાદીથી રહેતાં પ્રાણીઓને પાળીને ગુલામ બનાવવાના સખત વિરોધી હતાં ,એટલે નોલીયાના બચ્ચાંને મેં ચોકી ઉપરજ રાખેલું મારી નોકરી પૂરી થાય એટલે જે નોકરી ઉઅપર આવે એ નોલીયાને સાચવવાની જવાબદારી પણ સાંભળી લ્યે તેઓને પણ બચ્ચું ખુ બ ગમતું હું એને મારી સાથે ફરવા લઇ જાઉં .કેમ્પ ચોકી ઉપર નોકરી જેવું કઈ હ તુંજ નહિ હું એને ફરવા લઇ જાઉં ત્યારે એ મન ફાવે એમ આડા અવળું રખડતું હોય એને હું એના નામ થી બુમ મારીને બોલવું એ એકદમ મારી પાસે આવી જાય .
ફ્લોરીડામાં મારા પોત્રે એક કુતરી પાળેલી છે .એક વખત એ એના મિત્રને ઘરે મુકીને પોતાના બીજે કામે વળગ્યો .કામ પૂરું થયું એટલે એ ઘરે આવી ગયો .તેનું ઘર વિશાળ અપારમેંટ માં ત્રીજે મળે છે .અચાનક કુતરી એના મિત્રને ઘરેથી નીકળી ગઈ અને ઘરે આવી ગઈ પણ ત્રીજા મળે ઘર ઉપર ન આવી શકે એટલે તે રૂમની બારી તરફ નીચે ઊભીને ભસવા માંડી .મને એના ઘર પાછળની કઈ બારી છે એની હજી પણ ખબર નથી બધું સરખુંજ દેખાય .દેશીંગા ના ધણ ખુંટ ને એક વખત પોરબંદર દેશીંગા થી ચલાવીને આંખે પાટા બાંધીને પાંજરા પોળમાં મુકવા લઇ ગયા એ ધન ખુંટ તેજ દિવસે દેશીંગા આવતો રહેલો