સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,295 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
સુંદર
યાદ આવ્યું
उर्दू के महान शायर और गीत लेखक कैफ़ी आज़मी
कर चले हम फिदा जानो तन साथियों_कैफी आज़मी
अब तुम्हारे हवाले वतन साथियों
सांस थमती गई, नब्ज जमती गई
फिर भी बढते कदम को न रुकने दिया
कट गए सर हमारे तो कुछ गम नहीं
सर हिमालय का हमने न झुकने दिया
मरते-मरते रहा बांकपन साथियों
जिन्दा रहने के मौसम बहुत हैं मगर
जान देने की रुत रोज आती नहीं
हुस्न और इश्क दोनों का रुसवा करें
वह जवानी जो खूं में नहाती नहीं
आज धरती बनी हैं दुल्हन साथियों
राह कुरबानियों की न वीरान हों
तुम सजाते ही रहना नए काफले
फतह का जश्न इस जश्न के बाद हैं
जिन्दगी मौत से मिल रही हैं गले
बांध लो अपने सिर से कफन साथियों
खेंच दो अपने खून से जमीन पर लकीर
इस तरफ आने पाये न रावण कोई
तोड दो हाथ अगर हाथ उठने लगे
छूने न पाये सीता का दामन कोई
राम ही तुम, तुम ही लक्ष्मण साथियों
આતાજી, તમારા જેવા સદા બહાર અને રમુજી વ્યક્તિને નિરાશા ભર્યા વિચારો કેમ ?
ભવિષ્યની ચિંતા છોડી જે પળ જીવતા હોઈએ એ દિલથી જીવવાનું તો અમે તમારામાંથી જ શીખ્યા છીએ
અને તમે થઈને નિરાશામાં ગરકાવ થાઓ એ કેમ ચાલે ?
મારા એક કાવ્યની થોડી પંક્તિઓ પેશ કરું છું .
ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી
વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.
આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને
જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે.
પ્રિય વિનોદભાઈ
હું નિરાશ નથી થઇ ગયો .પણ મને આખા શરીરે દુ:ખાવો થાય છે .ફેફસાં બાજુ દુ”ખતું હોય છે .આથી હું કઈ ગભરાય નથી જતો .અને ઈમરજન્સી હોસ્પીટલમાં કે ડોક્ટર। પાસે દોડ્યો નથી .
બીજી વાત એ કે ભૂલકણા પણું બહુ વર્તાય છે.એટલે આલાને દેવાનું દેવાય માલાને દેવાય જવાય છે.જુના મિત્રોના નામ પણ ભૂલી જવાય છે.અને એ બાબતનો મને હર્ષ કે શોક નથી .તને પગ બાબત તકલીફ છે મારી માફક જીવન સંગીની ગુમાવી છે.છતાં તમે બ્લોગ દ્વારા કેટલી ઉત્તમ સાહિત્ય વાનગી પીરસી રહ્યા છો .
પરમેશ્વરે આપેલી તંદુરસ્ત શરીરની ભેટ સાચવી રાખવા કોશિષ કરીશ .છતાં ડોકટરો પાસે દોડી જઈને દવાનો ઢગલો આરોગીને શરીર ને સાચવવા પણ માંગતો નથી .તો હું પરમેશ્વરને કહી દઈશ કે આવા શરીરને સાચવી રાખીને હિતેચ્છુઓને ,સ્વજનોને દુ:ખી કરવા માંગતો નથી . અને પછીતો
પ્રાણ નીકળ્યો દેહથી ત્યારે એવું કેહતો ગયો
ઝીર્ણ થઈ ગયો આ મહલ રેહવાને લાયક નો રહ્યો . ગાલિબે કીધું છેકે लाई हयात आई कज़ा ले चली चले ,
अपनी खुशीसे आये ना अपनी ख़ुशी चले તો વિનોદભાઈ હું આનંદમાં છું .તમારા જેવા સ્નેહીઓ આનંદમાં રાખે છે .
ગભરાઈ જાઉં, અને રોદણાં રડવા માંડું ,એવી જેવી તેવી માટીનો મને બ્રહ્માએ ઘડ્યો નથી તમે મને જેવો ધારો છો એવોજ હું શાર્દુલ રહેવા મારી તૈયારી છે.
તમને લાંબુ લખાણ લખીને તમને મેં વાંચવાની વાંચવાની તકલીફ આપી છે એવું હું જરાય માનતો નથી .મારા વિનોદભાઈને મારી વાતોથી કોઈ તકલીફ હોયજ ના શકે .. રામ રામ
…….
પ્રજ્ઞાબેન તમારા તરફથી ઘણું જોવા જાણવાનું મળે છે। તમારા જેવી સ્ત્રી શક્તિ મને ખુબ આનદ બક્ષે છે. તમારો હું આભાર માનું છું.
પ્રજ્ઞાબેન
તમે કૈફી આજ્મીની સરસ પ્રેરણા દાયી ,મુર્દામાં પ્રાણ પૂરે એવી ગઝલ વાંચવા આપી ત।મારો હું આભારી છું .ધન્યવાદ
સુધારો કરું તો ખોટું ન લગાડશો.
આ ગઝલ
लायी हयात आये कज़ा ले चली चले
ना अपनी ख़ुशी आये ना अपनी ख़ुशी चले |
दुनिया ने किसका राहे-फ़ना में दिया है साथ
तुम भी चले चलो यूं ही जब तक चली चले |
कम होंगे इस बिसात पे हम जैसे बदकिमार
जो चाल हम चले वो निहायत बुरी चले |
-“ज़ौक” इब्राहिमની છે
‘ભૂલકણાપણું’…એક રીતે સારું છે.
કાલ જારણમ…
ભૂતકાળ ભૂલી જઇ વર્તમાનમા જીવવાની બધા જ સંતો કહે છે.
અને આપની આ વાત
પરમેશ્વરે આપેલી તંદુરસ્ત શરીરની ભેટ સાચવી રાખવા કોશિષ કરીશ’
બધાએ યાદ રાખવા જેવી છે.શરીર જ નહીં મન પણ સ્વસ્થ રાખવું જરુરી
છે.તબિબિ તપાસ અને તેમના સૂચનોનો અમલ કરવો જરુરી છે જ.જેથી
બને તો લકવા જેવી બિમારી ટાળી શકાય.
ચિંતા ન કરવી પણ ચિંતન તો કરવું જ
me ek liti gajalni lakhi પણ તમે આખી ગજલ લખી એ મને ઘણું ગમ્યું .
નામથી જ ‘હિંમતલાલ’ હોય ઈને નાહિંમત કરવા માટે તો ઉપરવાળાનેય તકલીફ પડી જાય. અમરીકામાં બેઠે બેઠે હિન્દવાણને જીવી રહેલા તમ જેવા શાર્દૂલનો તો ખોંખારોય ડૉક્ટરને બળ આપે !!
આતા, તમારા જુનાણાને ને ગર્યને જીવંત કરી મુકનારી કથા “અકૂપાર” બીજી વાર વાંચી ગયો છું ને હવે પુરી તૈયારી સાથે ગર્યને ને ઈના સ્હાવજુંને અંગે મારે લખવું છે. વાંચતાં વાંચતાં કેટલીય વાર આંખ્યે પાણી વહી ગયાં’તાં. આ કથા મને આપણા ભેરુ અશોકે ભેટ કરી’તી. મારે એમનું ને લેખક ધ્રુવ ભટ્ટનું ઋણ ચુકવણું કરવું છે એ કથા અંગે લખીને…..તમ જેવા મરદને વારંવાર હંભારવાનું બને છે આ કથા વાંચતાં !
તમે તનમનથી ને (તમારી રચનાઓ વડે) શબ્દોથીય ધબકતા રહેશો તેવી ખાત્રી છે.
જુગલકિશોર ભાઈ
તમે મને ધ્રુવ ભટ્ટની ચોપડી વાંચતાં મને યાદ કર્યો .તમે મારામાં વધારે જુસ્સો પૈદા કર્યો .તઅને તમારા જેવા અન્ય પ્રેમાળ મિત્રો મને જીવતાં તો ધબકતો રાખો છો .પણ મને મારા મૃત્યુ પછી પણ મરવા નહિ દ્યો એવું મને અત્યારથીજ સુઝે છે . તમારો ઘણો આભાર
એ…રામ રામ આતા ! ઉપર “લાઈક” તો કરતાં કરી દીધું પણ આ વાત “લાઈક” નથી ! મારો બાપ, દેહનાં ધરમ છે, કયેંક પાંહરું હાલે, કયેંક આડું ય હાલે. જેમ શાર્દૂલ વનને મારગે પોતાની મોજમાં વયો જાતો હોય ને અડખે પડખે શિયાળવાં ધોડાધોડ થાતાં હોય. પણ વનનો રાજા ઈ ને ગણકારે નઈં. ઈ તો ઈ ની મસ્તીમાં પડ્યો જાય. આ દરદ, આ દુઃખ, ઈ બધાં શિયાળવાં જેવા ! ઘેરી શકે પણ પુગી નોં શકે !
બાકી તાં આતા જેવા ગ્નાની ને મારે કાંઉ લખવાનું હોય ! ઉપર માનનિય મિત્રોએ સુંદર અને પ્રેરણાદાયક વાતુ લખી જ છે. મારો બાપ, એય ને એક ભજન યાદ કરાંવે દાં (મળશે તો મેઇલ પણ કરીશ.)
“મોજ માં રે‘વું, મોજ માં રે‘વું, મોજમાં રેવું રે;
અગમ અગોચર, અલખ ધણીની ખોજમાં રેવું રે…”
પ્રિય અશોક
તું કહે છે એમ રોગ રૂપી શિયાળિયા મારી તારા કહેવા પ્રમાણે શાર્દુલની આજુબાજુ હડીયું કાઢે છે .પણ એમાં એની બખ બુડતી નથી .
મને લાગે છેકે જમ પણ ઘરે મળતા નથી, એવું ચિત્ર ગુપ્તને કહી દેતા હશે .અને ઘરે ધક્કો ખાયને પાછા જતા રહેતા હશે .
મને શરીર દુ:ખે છે . હું એને લાડ લડાવતો નથી .એટલે એ પણ ભાગે છે .અત્યારે હું સ્વસ્થ છું .પણ આ તુને લખીને આરામ કરવા જતો રહીશ .હું કોઈ પણ બાબતમાં જાજુ ખેંચતો નથી .ઘણા સ્નેહીઓને જવાબ પણ નથી લખી શકતો અથવા મોડો જવાબ આપું છુંતો તે બદલ દરગુજર કરજો .હું નિશ્ચિંત છું .મને ચિંતા મુક્ત થવાની ઓષાધીની જરૂર નથી .તમે મને સિંહનો ઈલ્કાબ આપ્યો છે .અને મારું નામ હિમ્મત છે .એ હું ટકાવી રાખવા માગું છું.મારાથી સૌ ને પ્રેરણા મળે એવો હું તમારા સૌ ના ઉત્સાહથી ટકી રહીશ એવી શક્તિ પરમેશ્વર મને આપશે એવી મને શ્રદ્ધા છે .
ધન્ય !
hu mojthij rahu chhu પણ શરીર સાથ આપવાનું માંડી વાળતું હોય એવું લાગે છે .બાકી હું નિશ્ચિંત છું ,નિરાશ નથી .તારા જેવા જવાનો મને ક્યા નિરાશ થવા દ્યે છે . જોયું ને પાછો ગર્જના કરવા માંડ્યો।
આદરણિય અશોકભાઇની પૂર્તિ હાથવગી છે તેથી રજુ કરું
મોજમાં રેવું મોજમાં રેવું, મોજમાં રેવું મોજમાં રેવું રે.
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું
સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઇ રે,
યુગ વિત્યા ને યુગની પણ જુઓ સદીયુંથઇ ગઇ રે
મરમી પણ ઇનો મરમ ન જાણે કૌતુક કેવું રે….મોજમાં….
ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે.
ઇ રે હરી ભગતું ને હાથવગો છે પ્રેમ પરખંદો રે
આવા દેવ ને દીવો કે ધૂપ શું દેવો દિલ દઇ દેવું રે…મોજમાં …
લાયલાગે તોયે બળે નહીં એવા કાળજા કીધા રે
જીવન નથી જંજાળ જીવન જીવવા જેવું રે….મોજમાઁ…
રામક્રૂપા એને રોજ દિવાળી રંગના ટાણા રે
કામ કરે એની કોઠી એ કોઇ દિ’ ખૂટે ન દાણા રે
કીએ અલગારી કે આળસુ થઇ ભવ આયખું ખોવું રે…મોજમાઁ…
ધન્યવાદ, પ્રજ્ઞાબહેન.
દાનબાપુ ’અલગારી’ની આ રચના, આખે આખી યાદ કરાવવા બદલ હાર્દિક આભાર.
શું શબ્દો છે ! ’સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઇ રે,’ અને આ; ’લાય લાગે તોયે બળે નહીં એવા કાળજા કીધા રે..જીવન નથી જંજાળ જીવન જીવવા જેવું રે…’ અને આ પણ, ’કામ કરે એની કોઠી એ કોઇ દિ’ ખૂટે ન દાણા રે..’ વાહ ! વાહ !!
લોકસાહીત્ય કેટલું સહજ ને સચોટ હોય છે તેનું આ પણ એક ઉદાહરણ છે…શબ્દો ક્યાંથી આવતા હશે ?! આપણને તો શબ્દો ગોતવા પડે. ગઝલમાં તો કવીઓ ઘણી વાર રદ્દીફની યાદી બનાવી રાખતા હોય છે !
જુગલકિશોરભાઈ તમારો આભાર આતા