Daily Archives: ડિસેમ્બર 2, 2012

નોકની ડોંડી ભણી હેંડ્યો જા .

ગામડાના દરબારોના ખોટા ખર્ચા બહુ હોય, ખુબ પૈદાશ થતી હોય છતાં દરબારો કરજે પૈસા લેતા હોય ,હું મારા ગામ (મારું ગામ નો કહો હું જે ગામમાં જન્મ્યો છું એ ગામ એમ કહો ,તમે એ ગામના જા ગીરદાર નથી કે ત।મે મારું ગામ મારું ગામ કહોછો .)દેશીંગા ના દરબારની વાત કરું તો તેમના આંધળા ખર્ચ ઉપર કંટ્રોલ લાવવા વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજન્સી ગવર્નર જનરલ કે જે ગુજરાતીમાં પ્રાંત સાહેબના ટુંકા નામે ઓળખાતો ગામ ઉપર જપ્તી બેસાડે .દરબારને બીજે ગામ રહેવાની ફરજ પાડે .અને ગામનો વહીવટ કરવા પ્રાંત સાહેબ પોતાનો અમલદાર રાખે અને દરબારને નકકી કરેલા માસિક રુપિયા આપે .અને પછી દરબારના ખુબ પૈસા જમા થઈ જાય એટલે દરબારને ગામ અને તેના પૈસા જે જમા કર્યા હોય એ આપે .દરબારને ગામની કેટલી આવક હોય ખબર છે? અધધધ દરેક ખેડૂતની પૈદાશમાં ચોથો ભાગ દરબારનો ઉપરાંત દરવરસે વેરો (ટેક્સ )રોકડા રુપિયાથી ભરવાનો આ વેરો ગામના દરેક માણસોને ભરવાનો પણ બ્રાહ્મણ ,સાધુ ,ફકીર સૈયદભાંડ ભવાયા, વગેરે લોકોને વેરો ભરવાનો નહિ .
એક વખત મુજફ્ફર બાપુના વખતમાં દેશીંગા ઉપર જપ્તી બેઠી ગામનો વહીવટ કરનાર તરીકે ચરોતરનો કોઈ અમલદાર આવ્યો .એને રહેવા માટે બાપુ રહેતા હતા એ ઘર આપ્યું .દરબારના ઘરમાં સાફ સફાઈ કરવા જે માણસ આવતા હોય એજ માણસો આવે .વહીવટદારની પત્નીને મળવા એક વખત આહેર જાતિની સ્ત્રીઓ આવી .આહેર જાતિની સ્ત્રીઓ કપાળમાં ચાંદલો નો કરે હાથમાં બંગડી પહેરે નઈ ,માથા ઉપર કાળા રંગની ઉનની ઓઢણી ઓઢે લાલ કે પર્પલ રંગનું કાપડું અને ઘાઘરાની જગ્યાએ લાલ રંગનું જાડું પેરણું પહેરે .આયરકે “નોકની ડોંડી ભણી હેન્દોય બેનો મળવા આવી ત્યારે ગોવો કરીને એક માણસ ઘરમાં સાફ સુફ કરતો હતો .અમારી બાજુની ભાષા બહારના માણસોને તોછડી લાગે આવા ઘરકામ કરવા વાળા નોકરોને તોછડાઈથી બોલાવે જે અમલદાર હોય એ લોકો પણ ગુજરાતી ભાષા વિવેક વાળી નામની પાછળ ભીનો પ્રત્યય લગાડીને બોલે .પણ હવે પરિસ્થિતિ બદલાય ગઈ છે .હું જુનો માવેરો ભરવાનો ણસ છું એટલે જૂની વાતો આપની આગળ કરી રહ્યો છું
કામદારની વહુને મળવા આવેલી આહેર બેનો મળીને જતી રહી ત્યારે કામદારની વહુએ ગોવલાને બોલાવ્યો( આ મોટા અમલદારો નાના માણસ માટે વપરાતો શબ્દ છે
.હૂતો એને મારા ગામ સગપણે કાકો કહીશ )ગોવાભાઈ અહી મારી પાસે આવોને?ગોવાકાકા એની પાસે ગયા .બેને ગોવાકાકાને પૂછ્યું આબધી બેનો મને મળવા આવેલી એ બધી વિધવાઓ હતી ?ગોવાકાકાએ કીધું હાબેન એબધી બાઈઓ વિધવા હતી .ઘણા માણસને પોતાને નથી આવડતુંકે મને ખબર નથી .એમ કહેવામાં સંકોચ થતો હોય ,એટલે હા એ હા કહી દ્યે અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક મોહનસિંગ કરીને હેડ કોન્સ્ટેબલ હતા .નામ તો એનું મોહન હતું એનું મોહન હતું પણ એના ઉપર જરાય મોહ થાય એવું એનું મોઢું હતું બાયડી ઓથી તો ભૂલમાં એનું મોઢું જોવાય જાય તો મો મચકોડે ,આ મોહનસિંગ પોલીસવાળાઓને શિખામણ આપેકે તમે તમારા પોલીસ ડ્રેસમાં ઉભાહોય ત્યારે અજાણ્યો કોઈ માણસ રસ્તો પૂછે .અને તમને એ રસ્તાની ખબર ન હોય તો તમારે એમ નો કહી દેવું કે મને ખબર નથી .એને એમ કહી દેવાનું “નોકની ડોંડી ભણી હેંડ્યો જા”એમ આ ગોવાકાકાએ બેનના જવાબ માં હા ભણી દીધી બેન વિચાર કરતાં થઇ ગયાં કે ગામમાં આટલી બધી વિધવાઓ કેમ છે .કોઈ મોટું ધીગાણું થયું હશે પુરુષો બધા મારી ગયા હશે ?સૌરાષ્ટ્રના ધિંગાણાંની ઘણી વાતો બેને ઘણી સાંભલીયુ હોય .જયારે પતિ ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે બેને તેમને પૂછ્યું આ ગામમાં આટલી બધી વિધવાઓ કેમ છે?પતિએ ચોખવટ કરી એટલે બેનને નિરાંત થઇ .દરબારોને એક વધુ વેરો ભરવાનો આવતો એને ધ્રુબક વેરો કહેતા દરબારને ત્યાં લગ્ન હોય ત્યારે આ ધ્રુબક
રાષ્ટ્ર