દરબાર મુજફ્ફરખાં ની વાતો

દેશીંગાના દરબાર ગઢની ડેલી હતી પણ તેને બારણાં નોતાં ડેલીમાં પ્રવેશ કરો એટલે જમણી બાજુના ઊંચા ઓટા ઉપર મુજફ્ફરખાની બેઠક અને ડાબી બાજુના ઊંચા ઓટા ઉપર ભોજાપટેલ (આહેર )ની બેઠક અને એની પાછળ પોલીસ પટેલની બેઠક પોલીસ પટેલ કાયમ બેસી ન રહે પણ મોટાબાપુ (મુજ્ફ્ફરખા )અને ભોજા બાપા અખોદિવસ બેસી રહે ફક્ત રાતના મોટાબાપુ પોતાના શયન ખંડ માં જાય અને ભોજા બાપા પોતાને ઘરે જાય .આ નિત્યનો કાર્યક્રમ ડેલીમાં તમે આગળ વધો એટલે મોટા બાપુનો ડેલો આવે જમણી તરફ અને ડાબી બાજુ જીણકા બાપુ (મોટાબાપુના દિકરા નવરંગખાં )ના ઘરનો ડેલો આવે પોલીસ પટેલની બેઠક હતી ત્યાં એક વજનદાર વિશાળ બાવળના થડની ” હડ “હતી . તેમાં માણસના પગની પીંડી માંડ આવીશકે એવા ચાર ફાંકા હતાં હડનો કરે પછી ખેતરનો પેટીની જેમ ઉઘાડ ભીડ થઇ શકે એવી બનાવી હોય ,ગુન્હેગારનો એક પગ હડ ના કાણા માં ઘાલી પછી હડને બંધ કરી તાળું વાસી દેવામાં આવે
ભોજા બાપા બેસતા તે ઓટો ગાર માટીનો હતો જયારે બાપુ બેસતા એ ઓટો ચુનાથી ચણેલો પાકો હતો
બાપુ વાતો કર્યા કરે અને ભોજાબાપા હોંકારો દીધે રાખે ,બાપુના બંને પગે ફેકચર હતું એટલે બાપુ બહુ ચાલી નોતા શકતા
એક વખત બાપુએ વાત વેતી કરીકે ભોજાપટેલ મેં એક દિન શિકાર કરને ગયાથા એક કાલીયલકો બંદુકકી ગોલી લગી મગર કાલીયલ પડા નહિ .વો ભાગતા હુવા સરાડીયાકી સીમમે ચલા ગયા ઓર મેભી ઉસકે પીછે સરાડીયાકી સીમમે ઘૂસ ગયા .તો સરાડીયાકે ભાટ દરબારુને મેરએકું દેખા ઓર સાલુંને મેરેકું પકડ લિયા ઓર દોમાંથોડા ઊંચા થોરકાબાપાને વાડા થા ઉસમેં પુર દિયા .ઓર જબ શામકું સબ ભાટ ભેલી હોવે તબ મેરા ઇન્સાફ કરેંગે કી ક્યાં મેરેકું સજા કરના .
ફિર મેં ભોજપટેલ વાડ કુદકે ઘરું ચલા આયા .ભોજબાપા બોલે હા બાપુ હા તમે કુદી જાવ ખરા .ભોજબાપાથી એમ નો કહેવાય કે બાપુ આટલી ઉંચી લગભગ બાર તેર ફૂટ ઉંચી વાડ નો કુદાય .
કાનાબાપા રબારી પસાયતા હતા .તેને એક વખત મોટાબાપુએ પૂછ્યું કાના તેરીજાતકે રબારી જબ ભડક્તે હૈ તો આદમીકા બડા ટોલા ભાગ જાતે હૈ .એ ભડક્નેકા મતલબ ક્યા હોતા હૈ .કાનોબાપો બાપુને જવાબ આપે બાપુ અમારી કુમ ગાંડી કહેવાય ,કોકના ખેતરમાં જો ખેતર રેઢું હોયતો ખેતરમાં ચરવા માટે બકરા ઘેટાં ઘુસેડતા વાર નો કરે .પછી માલિકને ખબર પડીજાય એટલે માણસોનું મોટું ટોળું લઈને આવે રબારી માણસોને આવતાં જુવે એટલે બકરાને ખેતરમાંથી કાઢી લ્યે .સામેનું ટોળું પંદરેક માણસનું હોય સામે રબારી ચાર પાંચ જણા હોય લોકનું ટોળું બકરાંને ડબામાં પુરવાની તૈયારી કરતુ હોય,ત્યારે રબારીનો એક્ માણસ ઓચિંતાની બુમાબુમ કરે “મારો મારો દ્યોદ્યો “એવું બોલે એટલે રબારીઓ લાકડીયોથી ટોળાં ઉપર તૂટી પડે। ટોળું ભય ભીત થઈને ભાગવા માંડે .આ ક્રિયાને રબારી ભડક્યા કહેવાય .મોટાબાપુ હોકાના અને અફીણના પુરા બંધાણી બાપુ વીંછી ઉતારવાના ,સાપ ઉતારવાના માનતો જાણે મારા બાપાને વીંછી ઉતારવાનો મંત્ર શીખવેલો બાપાએ,મને શીખવેલોઅને આમંત્ર હજુ મને યાદ છે તમારે કોઈને શીખવો હોયતો મારે ઘરે આવો .મારા બાપા આવા મંતર તંતરમાં મને નહિ પણ બાપુનું માન રાખી મંત્ર શીખેલા
મારે ત્યાં એક વખત દિકરો દિકરીનું જોડકું જન્મેલું એમાં દિકરો 4 મહિનાનો થઈને મરી ગયો અને દિકરી આઠ મહિનાની હતી ત્યારે વીંછી કરડવાથી મારી ગએલી અને વીંછી પણ ઘરના નળિયા ઉપર થી સુતેલી દિકરીના ઘોડિયામાં પડ્યો અને કરડેલો એક વખત મોટા બાપુને એક કાંટા લાગેતો કાંટો કાંટો ઓગળી જાય એવો મંત્ર એક કચ્છનો ફકીર શિખવી ગએલો . બાપુ જયારે વીંછી ઉતારતા હોય ત્યારે દર્દીને ઘડી ઘડી પૂછતાં જાય દુખાવો ઓછો થયો જો દર્દી નાં પાડેકે બાપુ કંઈ ફેર પડ્યો હોય એવું લાગતું નથી તો બાપુનો પિત્તો જાય અને ગાળ્યું દેવા માંડે
એક વખત બાપુએ વાત દાયરામાં વેતી કરીકે મેરે દાદા બહુત તાકાત વાલે થે એક દફા ઘોડેસવાર હોકે ઘૂમને ગયે ઘોડા બરાબર દોડતા થા જબ બડકે પેડ્કે નીચુસે પસાર હુવે તો બડકી બડવાઈ પકડલી ઓર ઘોડાકો ડો પેરોમે દબાલીયા ઓર ઘોડા પગુમે લટક ગયા .

4 responses to “દરબાર મુજફ્ફરખાં ની વાતો

 1. pragnaju ડિસેમ્બર 1, 2012 પર 2:25 પી એમ(pm)

  “બાપુનો પિત્તો જાય અને ગાળ્યું દેવા માંડે….
  આખો દિવસ સતત ક્રોધ માં જીવી ના શકાય,અને કોઈ નવરું પણ ના હોય ક્રોધ માં જીવવા.પણ ! જો તમને કોઈ મારવા આવે તો ક્રોધ જરૂરી છે.

 2. Vinod R. Patel ડિસેમ્બર 1, 2012 પર 6:58 પી એમ(pm)

  આતાજી તમારી જુના જમાનાના ગામના બાપુઓની વાતો વાંચવામાં

  રસ પડે એવી બળુકી હોય છે .તમારી આ ઉંમરે તમારી યાદ શક્તિમાંથી આવી જૂની વાતો

  એક પછી એક આવતી જ રહે છે એથી આશ્ચર્ય થાય છે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: