ગામડાના ગરીબ માણસની નીતિ

અમારી બાજુ અને એવે ઘણે ઠેકાણે કપાસનું વાવેતર કરતા આ વાત હું વર્ષો પહેલાંની કરું છું .તે વખતે કપાસના છોડ ઉપરથી સીધો કપાસ નો લેવાતો પણ કપાસના પાકી ગએલા ફળને છોડવા ઉપરથી તોડી લેવામાં આવતાં ,આવાં ફળોને કાલાં કહેતા, આવાં કાલાંને છોડ ઉપરથી તોડી લાવવા માટે ખેડૂતો મજુર રાખતા આવાં કાલાં તોડવા માટે કાલાં તોડવાને બદલે” કાલાં વીણવા “શબ્દ વપરાતો
દેશીંગામાં એક વખત રુડીમા લુવાર કોઈના ખેતરમાં કાલાં વિણવા ગયાં .કાલાં વીણતી વખતે તેના કાનનું સોનાનું ડુલ નીકળી પડ્યું અને ખોવાઈ ગયું બહુ ગોતવા માટે મહેનત કરી પણ ડુલ જડ્યું નહિકાકાએ ,કાલા વીણવાનું કામ પૂરું થયા પછી નિરાશ વદને રૂડીમાં ઘરે આવ્યાં .કાલાં વિણાય ગયા પછી ખેડૂત કાલાનું ગાડું ભરી ખળાવાડમાં ખેડૂત પોતાની જગ્યાએ ગાડું ઠાલવે .ખેતરનાં બધાં કાલાં વિણાય ગયા પછી દરબાર પોતાનો ચોથો ભાગ લ્યે આમાટે બધાં કાલાનું વજન કરવામાં આવે અને દરબારનો ચોથો ભાગ જુદો રાખે .પછી વેપારી કાલાં ખરીદી લ્યે ,એવીરીતે ખેડૂતનાં કાલાં પણ વેપારી ખરીદી લ્યે .પછી વેપારી કાલાં ફોલાવવા માટે મજુરો રાખે .અને એક વિશાળ મંડપ નીચે કાલાં ફોલવા માટે મંડપ નીચે ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકો પોત પોતાની નક્કી કરેલી જગ્યાએ બેસે અને કાલાંમાંથી કપાસ કાઢે, અને મણના હિસાબે વેપારી પૈસા આપે ,હું ઘણી વખત મારી મા માણસ સાથે કાલાં ફોલવા ગએલો છું ,તે વખતે એક મણ કપાસ કાઢવાના ચાર આના આપતા ,હું રમત રાળા કરતાં કાલાં ફોલું મહામુસીબતે એક મણ જેટલો કપાસ કાઢી શકતો ,કોઈ વખત મારી મા પોતાના કાઢેલા કપાસમાંથી મારા કપાસમાં નાખીને એક મણ કપાસ પૂરો કરી આપતી .
કાલાં ફોલવા વાળાઓને બેસવા માટે જે મંડપ કર્યો હોય, એ મંડપને આડ કહેવાય .કાલાં ફોલવા આવનારાંઓને કાલાના વિશાળ ઢગલામાંથી જરૂર પ્રમાણે આપવા વાળો માણસ વેપારીએ રાખ્યો હોય .એક ઠેકાણે આડમાં કાલાં આપવા માટે મારા મકા કાકા બારિયા રાખેલા .
રુડીમાનું ડુલ ખોવાઈ ગયેલું ,એ વાત આખા દેશીંગામાં વાયુ વેગે ફેલાઈ ગએલી હતી .અને એ વાતને બે મહિના થઇ ગયા હશે .
કાલાં ફોલનારાઓને આપતી વખતે મકા કાકાને રુડીમાંનું ડુલ હાથમાં આવ્યું .મકા કાકાને ડુલ મળ્યું એ વાત ફક્ત મકા કાકા એકલાનેજ ખબર હતી .મકા કાકાએ એ ડુલ પોતાના ખિસ્સામાં મુકવા ધારત તો મૂકી શકત ,પણ મકા કાકાએ એવું ન કર્યું તેઓ રુડીમાને ઘરે જઈ ડુલ રુડીમાને હથો હથ આપીઆવ્યા “.જેને ક્યેછે નિખાલસતા જેને ક્યેછે પ્રેમભાવ કૂબાઓમાં હશે પણ પાકા મકાનોમાં નથી .

10 responses to “ગામડાના ગરીબ માણસની નીતિ

  1. yuvrajjadeja નવેમ્બર 23, 2012 પર 9:29 પી એમ(pm)

    દેશીન્ગા રોક્સ આતા 🙂 જય હો ….

  2. અશોક મોઢવાડીયા નવેમ્બર 23, 2012 પર 11:34 પી એમ(pm)

    હજુ ગઈ કાલે જ આપણાં ભુપેન્દ્રસિંહજીના (http://raolji.com/2012/11/22/i-sank-in-a-tank/) બંધુશ્રીએ લખેલું એક અંગ્રેજી કાવ્ય માણ્યું. જેમાં બહુ ગમેલા શબ્દો હતા;
    ’they are cloth-less but not direction less,
    they are naked but their minds are covered,
    and protected with wisdom,…

    તેઓ દિગંબર છે પણ દિશાહીન નથી,
    તેઓ નાગાં છે પણ તેઓનાં મન ઢંકાયેલાં છે,
    અને રક્ષાયા છે ડહાપણથી…

    આપણે ત્યાં કોઈકનું પચાવી પાડનાર “નાગો માણહ” કહેવાય છે. એ અર્થને ધ્યાને લેતાં આ તનથી નાગા પણ મનથી ઢંકાયેલા માનવીયુની સામે ઓલા હજાર રૂપીયે મીટર વાળા લુગડાં પહેરેલાંઓ ક્યારેક મનથી વધુ નાગા જણાશે ! બહુ સરસ અને ભાવવાહી ઘટના આલેખી છે. આભાર, આતા.

    • aataawaani નવેમ્બર 24, 2012 પર 6:04 પી એમ(pm)

      શ્રી મુરજી ભાઈ ગડા આપની વાતો ઉપરથી ઘણું જાણવા મળ્યું .ઈસુથી આશરે છસ્સો વરસ પહેલા ભારતમાં જન્મેલ બૃહસ્પતિએ ઘણી સત્ય વાતો કહેલી . જે તે વખતના દંભી વિદ્વાનોએ માન્ય નહતી એટલે એના પુસ્તકને બાળી નાખવામાં આવ્યું અને તેને ક્રુરતાથી મારી નાખવામાં આવેલો .લગભગ સિત્તેર વરસ પહેલાં મેં એક ઉર્દુ બુક વાંચેલી તેમાં બૃહસ્પતિના થોડાક વિચારો દર્શાવેલા .जब इन्सान मरता है तब उसका वजूद ख़त्म होजाता है .उस्के जिस्मसे कोई शे निकल कर ज़िंदा नहीं रह सकती .इन्सान एक गैर फानी रूह नहीं रखता . આપનો અને ભાઈ ગોવિંદ મારુનો આભાર

    • aataawaani નવેમ્બર 24, 2012 પર 7:06 પી એમ(pm)

      શ્રી વિનોદભાઈ
      તમે મારું લખાણ બરાબર વાંચ્યું .અને તમારા પિતાશ્રી આવો કાલાકપાસનો ધંધો કરતા એ યાદ દાસ્ત મારા લખાણને તમને તાજી થઇ .આથી મને ઘણો આનંદ થયો .
      મારા ગામ દેશીંગાના જુવાનિયાં છોકરા છોકારીયું ને મારા ગામની વાતો બહુ ગમે છે . અને હું મારા મગજમાં સંઘરેલી વાતું અનુકુળતાએ વહેતી કરતો રહું છું.
      એક કચ્છી દોહરો લખું છું તમને અને સૌ ને ગમશે .
      ગુઢાર્થજી ગાલીયું વધીને વડ થયું
      તાણે કે ન પૂછીયું માં પણ કે ન ચયું . વિનોદભાઈ તમારા જેવા ઉત્સાહ પ્રેરક મિત્રો મારામાં જે અલ્પ આવડત છે.તે કાઢવી શકે છે અને હું તેમનો આભારી છું .
      કચ્છી દોહરાનો અર્થ ====ગુઢા રથ ની વાતો જે મારા મનમાં હતી તે વધી વધીને વડલા થઈ ગયું પણ મને કોઈએ પૂછ્યું નહિ અને મેં કોઈને કીધીયું નહિ .

  3. ગોવીંદ મારુ નવેમ્બર 23, 2012 પર 11:48 પી એમ(pm)

    મકા કાકાને નમન…

    • aataawaani નવેમ્બર 24, 2012 પર 6:01 પી એમ(pm)

      શ્રી મુરજી ભાઈ ગડા આપની વાતો ઉપરથી ઘણું જાણવા મળ્યું .ઈસુથી આશરે છસ્સો વરસ પહેલા ભારતમાં જન્મેલ  બૃહસ્પતિએ  ઘણી સત્ય વાતો કહેલી . જે તે વખતના દંભી વિદ્વાનોએ માન્ય નહતી એટલે એના પુસ્તકને બાળી  નાખવામાં આવ્યું અને તેને ક્રુરતાથી મારી નાખવામાં આવેલો .લગભગ સિત્તેર વરસ પહેલાં મેં    એક  ઉર્દુ બુક  વાંચેલી તેમાં બૃહસ્પતિના થોડાક વિચારો દર્શાવેલા .जब इन्सान मरता है तब उसका वजूद ख़त्म होजाता है .उस्के जिस्मसे कोई शे निकल कर ज़िंदा नहीं रह सकती .इन्सान एक गैर फानी रूह नहीं रखता . આપનો અને ભાઈ ગોવિંદ મારુનો આભાર

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

    • aataawaani નવેમ્બર 29, 2012 પર 11:27 એ એમ (am)

      tamaro aabhar govind bhai

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  4. Vinod R. Patel નવેમ્બર 24, 2012 પર 6:23 પી એમ(pm)

    ગામના અભણ માણસોમાં પણ પ્રમાણિકતા ભારોભાર પડેલી હોય છે એનો મકા કાકા પુરાવો છે .

    ભગવાનથી ડરીને ચાલતા આવા ગામડાના અદના માણસો ઘણા જોયા છે અને એવા ધરતીના લાલોને જોઇને

    થાય છે કે હજુ માનવતા મરી પરવારી નથી .જીવે છે .

    મારા પિતાશ્રી અમારા ગામમાં કાલાં અને કપાસ અને રૂ નો વેપાર કરતા એટલે ખેતરમાંથી કાલાં

    વીણવાથી માંડીને એમાંથી લોકો પાસે કાલાં ફોલાવીને કાઢેલ રૂને કસ્બાના વેપારીના ખટારામાં ભરાતું

    મેં નજરે નિહાળ્યું છે .એટલે આતાજીએ આ પોસ્ટમાં જે સુંદર વર્ણન કર્યું છે એને વાંચતા મને ખુબ રસ

    પડ્યો અને આનંદ થયો .આતાજી આપનો આભાર .

  5. pragnaju નવેમ્બર 25, 2012 પર 2:18 પી એમ(pm)

    ગામડાના ગરીબના ઝુંપડામાં સાંભળેલ
    નારાયણ નું નામ જ નૌતમ,
    ના ભજે નરને નારી રે;
    ધીક્ધીક્જનુની તેની કહીએ,
    જન્મ્યો તે ઝખ મારી રે. નારાયણ૦૧

    આઠપહોર આશકની વૃતિ,
    રામ ના રાખ્યા હૈયે રે;
    જેના પુત્ર પ્રભુના ભજતા,
    ગોકુળ વાળ્યું છૈયે રે. નારાયણ૦૨

    હરી મળવાને આવ્યો અવસર,
    ઉંઘે અમથો ખોયો રે;
    વાસીદામાં ગયું મુસળું,
    જુઠે જન્મ વગોયો રે. નારાયણ૦૩

    પરમાર્થની પેર ના પ્રીછે,
    સ્વાર્થમાં છે શુરો રે;
    નાક વિના નારાયણ ભૂલ્યો;
    અર્થ રહ્યો અધુરો રે. નારાયણ૦૪

    નુઘરા જનના ભારે ભૂતરમાં,
    ભારે ભૂમી ધ્રૂજેરે;
    નીરાંત કહે નારાયણ ભજતાં,
    પૃથ્વી પગલાં પૂજે રે. નારાયણ૦૫

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: