Daily Archives: નવેમ્બર 12, 2012

ગોમતીમાનો લાલો ગાંડો થયો

દેશીંગામાં લખમણબાપા નામે એક સુતાર રહે .ગુજરાતમાં સુથાર કહે, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમારી બાજુ ફારસી ,અરબીભાષાની અસર આ ભાષાઓમાં “થ” નો ઉચ્ચાર નથી ,એટલે અફઘાનિસ્તાન એટલે અફઘાન લોકોને રહેવાનું સ્થાન “ઠેકાણું ”
લખમણ બાપાની વહુનું નામ ગોમતીમા ગોમતીમાને લાલો અને દિવાળી એમ સંતાન થયાં અને લખમણબાપા મૃત્યુ પામ્યા ગોમતીમા યુવાન વયે વિધવા થયાં .હવે નાતના એવા કાયદા કે જો વિધવા બીજેલગ્ન કરે તો એના સંતાન પતિના કુટુંબીઓ લઈ લે ,ગોમતીમાને સંતાન પ્રેમે બીજાં લગ્ન કરતાં અટકાવ્યાં .અને ગોમતીમાયે પોતાનાં બાળકો માટે ભવ બાળ્યો .દિવાળી વેરાવળ પાસેના ગામ ભાલપરે સાસરે ગઈ,લાલો અને ગોમતીમા આંનદથી રહેતાં હતાં એ જમાનામાં દેશીંગાની નજીકના ગામ સરાડીયાથી શાપુર સુધી રેલ્વે હતી જે સવારે જાય અને સાંજે પાછી આવે . (જે લાઈન હવે કાઢી નાખવામાં આવી છે)લાલો એક દિવસ હટાણું (ખરીદી )કરવા બાંટવે ગયો અને વળતી ગાડી ચુકી ગયો . એટલે બાંટવે થી ચાલતો દેશીંગા આવતો હતો જ્યાં રત્નાગરને કાંઠે આવ્યો તેને ખુબ પેશાબ લાગેલો હતો એટલે એ પેશાબની હાજત રોકી ના શક્યો અને રાત્નાગરને કાંઠે પેશાબ કરી લીધો રાત્નાગરને કાંઠે ચારણઆઈનું સ્થાનક છે એટલે રાત્નાગરમાં સ્નાન નોકરાય આજુબાજુમાં ઝાડે જંગલ નો જવાય રાતના વખતે ચારણ આઈ ચોકી કરતાં હોય છે એવી દૃઢ માન્યતા જો તમે આઈના કાયદાનો ભંગ કરો તો ચારણ આઈ એને પારાવાર દુ:ખ આપે ભયભીત લાલે બુમરાણ શરુ કરી” એ આઈ મને માફ કરો ” બુમ બરાડા પાડતો લાલો માંડ ઘરે પહોંચ્યો જમ્યો .અને ખાટલા ભેગો થયો બુમો પાડતાં પાડતાં ઉંઘી તો ગયો અને પછી ઉઠ્યો એટલે બુમો મારવી ચાલુ કરી દીધી લાલાની બુમે ગામ ગજવ્યું ગોમતીમાં ત્રાસી ગયાં જે માતાએ પોતાના દિકરા માટે થઈ લગ્ન ન કરીને ભવ બાળેલો એજ માતા ભગવાનને પ્રાર્થના કરવા માંડી કે હે ભગવાન તું લાલાના પ્રાણ લઈલે અને લાલાને મને અને ગામને લાલાના ચસ્કામાંથી મુક્તિ આપ જુદા જુદા દેવોના કેટલાય ભૂવાઓ આવ્યા ડાકલાં વાગ્યાં દૂહ દૂહ દખાક પણ લાલાની બુમો ઓછી ન થઈ ઉલટાની બુમો વધી ગઈ છેલ્લે મિતિ ગામની બાવીસ આઇયુ ચારણ આઇઓનો ભૂવો આવ્યો .અને મરમઠ ગામનો જાગરીયો એટલેકે ડાકલું વગાડનાર ગીગલો રાવળ આવ્યો અને ડુંહ ડુંહ ડખાક ડાકલુ વગાડ્યું વગાડ્યું અને ભૂવાના અને ભૂવાના સરમાં (શરીરમાં )બાવીસ આઇયુ આવી અને લોઠકો ભૂવો જમીન ઉપર જોર જોરથી હાથ પછાડી ચસકા નાખી ધુણવા લાગ્યો ધુણતાં ધુણતાં એવું બોલેકે રત્નાગર વાળી આઈ તું લાલાને હેરાન ના કર નહીતર અમે બાવીસ આઇયુ તારી સત્તા આંચકી લઈશું .
જયારે ભૂવો ધુણી રહ્યો હતો ત્યારે લાલો શાંત થઈ ગએલ અને ભુવાના બરાડા શાંતિથી સંભાળતો હતો લાલાએ માનસિક શાંતિ અનુભવી કે હવે મને રત્નાગર વાળી ચારણ આઈ મારો વાળ વાંકો નહિ કરી શકે .અને પછી લાલાનું ગાંડપણ જતું રહ્યું અને લાલો લાકડાં ઉપર કુવાડો ચલાવવા માંડયો અને છોડિયા પાડવા પાડવા માંડ્યો .બાવીસઆઇયુ વાળા ગામ મિતીમાં મારી દિકરીનું સાસરું એક વખત હું અમદાવાદથી મિતિ આવતો હતો ત્યારે મને એક ભાઈએ નાળીયેલ બાવીસ આઇઓને વધેરવા આપ્યું મેં તેને કહ્યુકે હું મિતિથી નાળીયેલ લઈને બાવીસઆઇઓને વધેરી દઈશ તો તે કહે આ જે છે એજ નાળીયેર વધેરવાની માનતા માનેલી છે પછી મેતો રકઝક કર્યા સિવાય નાળીયેલ લઇ લીધું અને હું મિતિ પહોંચ્યો મારી દિકરીના ખોડીયાર આઈની મૂર્તિ છે આ નાળીયેલ તેના માટે છે એવું સમજી ખોડીયાર મા આગળ નાળીયેલ વધેરી નાખ્યું આ નાળીયેલની શેષા અમદાવાદ નાળીયેલ વાળાને આપી એક માણસની ગાય વ્યાય ત્યારે એકાદ દિવસ દુધની સાથે લોહી નીકળે એના માટે તાવીજ કરાવવા માટે મને ગાય વાળા ભાઈએ સવા રૂપિયો આપ્યો .હું તાવીજ કરાવવાનું ભૂલી ગયો હું જયારે પાછો આવતો ત્યારે ત્યારે જેને ઘરે ગએલો .ત્યાંથી રવાના થઈ ગયો અને તાવીજ કરવા વાળા પાસે જવાનું ભૂલી ગયો જયારે હું ગાડીમાં બેસવા રેલ્વે સ્ટેશન આવ્યો યાદ આવ્યું કે હું તાવીજ બનાવવાનું તો હું ભૂલીજ ગયો ?પછી મેં કચરા માંથી કાગલીયો લઈ ચોરસ વાળી ગાયવાળા ને આપ્યો અને એને કીધું કે આ તાવીજને સીવી ગાયને ખીલે બાંધજો મારા કહેવા પ્રમાણે એણે તાવીજ ખીલે બાંધ્યું થોડા દિવસ પછી ગાય વ્યાણી અને ચોખ્ખું દૂધ આંચળ માંથી નીકળ્યું .मन एव मनुष्यानाम कारणं बंध मोक्षयो: . .