સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમ જમ

“આ સોટી વાગે ચમ ચમ “એ કહેવત જૂની છે .મારું માનવું છે કે  જેની બુદ્ધિ કામ કરતી નથી એને ગમે એટલી સોટી મારો એ કઈ શીખવાનો નથીઉલ્ટો વધુ જડ જેવો થઈ જાયजिस्को नहीं है बोध तो गुरु ज्ञान क्या करे ,बंदा न करे भजन तो भगवान क्या करे ?મારા ગામ દેશીંગા માં ગુજરાતી પાંચ ધોરણ સુધી ભણાવતા .વધારે ધોરણ રાખે તો વધારે માસ્તર રાખવો પડે ,અને ઈ બાપુને એક ગામના ધણીને પોસાય નહિ .દેશીંગા થી નજીકના ગામ  મરમઠમાં અંગ્રેજી વિના સાત ધોરણ સુધી ભણાવતા .મરમઠ એ માણાવદર દરબારના 24  ગામ માનું  એક્ગામ  હતું એ બાપુને ઈંગ્લીશ ભણાવનાર માસ્તર પોસાય એમ  ન હતું  મરમઠ ની બાજુના સરાડીયા અને માંડવા જુનાગઢ રાજ્યનાં ગામ , આ ગામ  મોટાં પણ જુનાગઢ નવાબના કોઈ ગામડામાં  નિશાળજ  નહિ .ફક્ત કસ્બાઓમાં નિશાળ  ખરી .એટલે સરાડીયા ,દેશીંગા ,અને માંડવા ગામના છોકરાઓ( છોકરીઓ નહીં)મરમઠ ભણવા આવે .તે સમયે નિશાળમાં ભણવાનો કાયદો એવો હતોકે સવારે આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી ભણવાનું અને પછી બે કલાકની ખાવા પીવાની રજા પડે અને બે વાગ્યે સ્કુલ ચાલુ થાય તે ઠેઠ પાંચ વાગ્યા સુધી .દેશીંગામાં નુંનારડાથી એક છોકરો એની માસીને ઘરે રહેતો અને મરમઠ ભણવા આવતો .આ છોકરો જટાશંકર મને દુરનો સગો થાય .તે સમયે વાહન વહેવારની સગવડ નહીં એટલે લોકો ઘોડાં રાખતા ઘોડાં ધણશેરમાં (ગોચરમાં )ઘોડાના એક બાજુના બંને પગને દામણ દઈને રેઢા ચરવા મુકે .મને અને જટાશંકરને વિચાર આવ્યોકે આપણે બાર વાગ્યે ઘરે જમવા જઈએ ત્યારે ઘોડા ઉપર ચડીને જઈએ અને ઘરે ગયા પછી ઘોડાને ડામણ દઈ આપણા ગામના ધણશેરમાં ચરવા મુકીએ ,અને જમી પરવારીને પાછા મરમઠ ભણવા આવીએ ત્યારે ઘોડેસ્વાર થઈને આવીએ .અને આમ “ઘોડી દરબારી અને રાંગ પરબારી “કરી લેતા .
અમને ભણાવનારા માસ્તર દેવશંકર ત્રિકમજી દવે ભણાવે પણ સારું અને મારવાનું પણ સારું છોકરાની જરાક ભૂલ પડે તો એ જેવી ભૂલ એવો માર મારતા ,ગોઠણ નીચે ચીટલો ભરવો ,તમાચો મારવો ,હાથ પકડી વાંકાવાળી વાંસામાં ધુંબો મારવો ,અંગુઠા પકડાવી સાથળ ઉપર અને એનાથી ઉંચે જ્યાં માંસ હોય ત્યાં આંકણી thi marvu ramsing કરીને એક ઠોઠ નિશાળીયો હતો .તેને આ ચારેય પ્રકારના મારનો પાકો અનુભવ .
હું એકવખત સાબની ઝપટે ચડી ગએલો .મને ઉઠ બેસ કરાવી ,અંગુઠા પકડાવ્યા અને આંકણી થી માર્યો .ભણવા બાબત નહીં પણ મેં માસ્તર સાબની ભૂલ કાઢી એ માટે ,શિક્ષ્કો ભૂલો કાઢવાથી ટેવાયેલા હોય ભૂલ કઢાવવાથી ટેવાયેલા ન હોય .અમારે “હલ્દીઘાટનું યુદ્ધ “એ પાઠ હતો આ યુદ્ધ અકબરના દીકરા સલીમ અને મહારાણા પ્રતાપ વચ્ચેનું હતું .પ્રતાપ હમેંશા પોતાના માથા ઉપર છત્ર રાખતો ,એટલે તેને ઓળખાવો સહેલો રહેતો .યુદ્ધ વખતે તેના સાગરિત ઝાલા રાણા માનસિંગે છત્ર પોતાને આપી દેવા માટે પ્રતાપને કહ્યું તે વખતે તે માનસિંહ એવું બોલેલોકે હવે તું છત્ર મને આપી દે અને મને “મહિમાવાન થવા દે ” અમારા માસ્તર એવો અર્થ કરતા કે મી એટલે પૃથ્વી અને માવાન એટલે ભેટવું .મેં સૌ સંભાળે એમ જોરથી કહ્યુકે માનસિંહ એવું કહે છેકે પ્રતાપ મને તારું છત્ર આપીડે અને મેં તુને બચાવ્યો અને મેં તુને બચાવ્યો એ બાબત મને મહિમા વાળો થવાદે . સાબને છીંકણી સુંઘવાની ખસી ટેવ હતી ,જયારે એ વિદ્યાર્થીને મારવા વછૂટે ત્યારે ઉતાવળે છીક્ણીના સડાકા બોલાવીલ્યે અને પોતાની ધોતીથી છીકણી વાળી ચપટી લુંન્છીને મારવા વળગે .પણ બાપુ આપણને વિદ્યાર્થી ઉપર દયા આવે હો .રામસિંહ ઠોઠનો ઠોઠજ રહ્યો। બહુ સોટી ચમ ચમ વાગી તે છતાં . ,

Advertisements

8 responses to “સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમ જમ

 1. yuvrajjadeja November 9, 2012 at 12:15 am

  તમારા ગામની વાતો , તમારા જીવનના પ્રસંગો વાંચવાની મજા આવે છે , હવે તો દેશીન્ગા જોડે મને આત્મીયતા થવા લાગી છે ….

  • aataawaani November 9, 2012 at 5:07 am

   ઘણી ખમ્મા મારા દેશીંગાના ચાહક યુવરાજ જાડેજાને હવેતો મને પણ યુવરાજ પોતીકા લાગવા માંડ્યા .
   કોઈ વખત તમે દેશીંગાની મુલાકાત લેજો ,હું તમને દેશીંગા ના વતની તરીકે આગ્રહ કરું છું . ત્યાં તમે અમેરિકા રીટર્ન વિજય કન્ડોરીયાને મળો .પરબતભાઈ કારા ભાઈ ના ભત્રિજા ,દીકરાઓને મળો .દિપ રામશી ને મળો બધા તમારા જેવા જુવાનીયા છે .

   • yuvrajjadeja November 9, 2012 at 10:31 am

    મને ખરેખરમાં ખુબ ઈચ્છા થઇ છે દેશીન્ગની મુલાકાત લેવાની, પણ પછી થયું કે તમને કહીશ ને પછી મારા થી નહિ જવાય તો તમને કદાચ એવું લાગે કે આતો ખાલી અમથી વાતો કરે છે ! અને મને સૌથી વધારે ઈચ્છા તમને મળવાની છે, ખબર નહી આ જનમમાં એ ઈચ્છા પૂરી થાય ના થાય એથી જ મને દેશીન્ગા જવું છે , ત્યાં જઈ ને મારે ત્યાની હવામાં આતાને અનુભવવા છે

    • himmatlal November 9, 2012 at 11:44 am

     હું ગઈ ફેબ .માં દેશમાં ગયો હતો .પણ સગા વહાલાઓને મળવામાં દેશીંગામાં એક રાત રોકાઈ શકેલો .પણ ફરીથી હું આ ડીસેમ્બરમાં જાઉં તો જાઉં . મયુર અને માલદે કન્ડોરીયા કોમ્પુટર થી વધુ સંપર્કમાં છે પણ એ બીજે ગામ નોકરી કરે છે .મેં તમને નામ આપ્યાં એ દેશીંગા માજ રહે છે પરબત ભાઈ મારાથી દસેક વરસ નાની ઉમરના હશે .તે તમને મારા બાબત આખી રામાયણ સંભળાવે એમ છે .ગામના બીજા લોકો મને પરબત ભાઈ જેવા વડીલને લીધે ઓળખે છે . આપણા ગામડાના સગપણ પ્રમાણે હું મયુરના અને માલદેના દાદાનો કાકો થાઉં . પરબત નો એક દીકરો રાજસી ઉપલેટામાં રહે છે .તેને મારા ઉપર બહુજ હેત છે .તમને વાંધો ન હોય તો તમારું સરનામું મને આપો .મારા બે દીકરા અમેરિકામાં રહે છે મોટા દિકરાની પ્રથમની વહુ જર્મન હતી .તેને એક દીકરો છે તે રશિયા ગયેલો અને ત્યાની છોકરીને પરણી આવ્યો .એને એક દીકરો છે .તે આ નવેમ્બરની 23 તારીખે 4 વરસ પુરા કરશે .નાના દીકરાની વહુ જુનાગઢ ને છે .તેની દિકરી ડોક્ટર છે .અને દીકરો ગવર્મેન્ટ નોકરી કરે છે . તે ઈજીપ્ત ની કહેરો યુની .માં અરબી ભાષા ભણેલો છે .મારા કુટુંબમાં આ દીકરા સિવાય બીજું કોઈ અરબી ભાષા જાણતું નથી .અને મારા સિવાય કોઈ ઉર્દુ ભાષા લખી વાંચી શકતું નથી .મારા મોટા દીકરાનો મોટો દીકરો (જેની માં જર્મન છે) તે તે જર્મન ,સ્પેનીશ,ઈંગ્લીશ અને બીજી કોઈ બે ભાષા જાણે છે .મારા બંને દીકરા દેશીંગા માં જન્મેલા છે એ જરાક મારી વધુ ઓળખાણ તમને આપી . તમારી ઓળખાણ પણ મને આપશો તો ગમશે।

 2. pragnaju November 9, 2012 at 7:27 am

  યાદ
  અમારા બાળપણની વાત

  સોમવારે પારણુ બંધય છે
  બોખા દાદીમા બહુ હરખાય છે
  ઘુઘરા વાગે છે મંગળવારના
  ને પછી હાલરડું પુરું થાય છે
  બુધવારે સોટી ચમચમ વાગતી
  વિદ્યા ઘમઘમ કરતી આવી જાય છે
  ને ગુરુવારે મળે રુમઝુમ પરી
  શુક્રના પ્રભાતે ઉડી જાય છે
  થાક શનિવારના લાગે બહું
  ને કબરમાં ટાંટિયા લંબાય છે
  હા રવિવારે તો છુટ્ટી પાળીએ
  ત્યાં જ મૃત્યુઘંટ વાગી જાય છે
  હવે તો…………………ક્રુષ્ણ દવેનું

  આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,

  પતંગિયાને કહી દો સાથે દફતર લાવે,

  મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,

  સ્વીમિંગપુલમાં સઘળા નિયમોનું પાલન કરવાનું,

  દરેક કૂંપળને કોમ્પુટર ફરજિયાત શીખવાનું,

  લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું,

  આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,

  કોયલને પણ કહી દેવુ ના ટહુકે ભરબપોરે,

  અમથું કૈં આ વાદળીઓનું એડમિશન દેવાનું?

  ડોનેશનમાં આખ્ખે આખ્ખુ ચોમાસું લેવાનું.

  એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કુલો,

  ‘આઉટડેટ’ થયેલો વડલો કાઢે મારી ભૂલો!
  છેલ્લા સમાચાર
  વર્ગખંડમાં પોતાના પ્રભાવ માટે બ્રિટનમાં શિક્ષકો ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઝમઝમ’ની પેલી જૂની શિક્ષાની હિ‌માયત કરતા કહી રહ્યા છે કે બ્રિટનમાં વિદ્યાર્થીઓને અનુશાસિત કરવા માટે સોટીપ્રયોગ પર પ્રતિબંધ આવતાં વિદ્યાર્થીઓની વર્તણુંક કથળી છે અને તેમણે વિદ્યાર્થીઓને અંકુશમાં લેવા કેટલીક શિક્ષાત્મક બાબતોને માગણી કરી છે.એસોસિએશન ઓફ ટીચર્સ એન્ડ લેક્ચરર્સની પરિષદમાં શિક્ષકો પોતાનો બળાપો ઠાલવતા કહી રહ્યા હતા…

  • aataawaani November 9, 2012 at 8:38 pm

   ઠોઠ હોય,. અલ્પ બુદ્ધિનો હોય એવા બિચારાને સોટી મારી મારીને વિદ્યાને બોલાવી શકાય નહિ .પણ અટકચાળા તોફાની હોય માથાભારે હોય માબાપના કે કોઈના કહ્યામાં ન હોય ,એવાને તો સોટી મારીનેજ સીધા કરાય કેમકે એ લાતોના ભૂત વાતોથી ન માને .મારા દીકરાનો દિકરો ડેવિડ કે જેની માં લેબોનનના ખ્રિસ્તી અરબની દીકરી છે ,ડેવિડ ભયંકર તોફાની એની માનું તો માનેજ નહિ ,એક દિવસ મારે ભાઠે ભરાણો મેં જોરથી બે તમાચા મારી દીધા .એને બરાબર ગુરુ બોધ લાગી ગયો .એની માં પાસે ફરિયાદ કરી કે મને દાદાએ માર્યો .એની મા કહે વેરી ગુડ .
   અમદાવાદમાં હવેલી પોલીસ સ્ટેશનમાં રતન સિંહ રાઓલ પો.ઇન્સ હતા .માથા ભારે ગુંડા એનાથી થરથર કાંપે . સોટી મારીને વિદ્યા બોલાવવી એ ખોટું છે મેં મારા બ્લોગમાં રામસિંહ વિષે લખ્યું છે .તેને માસ્તર ખુબ મારતા પણ એને વિદ્યા રૂમ જુમ કરતી તો નો આવી પણ ધીરે ધીરે નો આવી તે નોજ આવી .સાઉદી અરેબીયામાં ગુન્હાનું પ્રમાણ બહુ નથી એ દેશમાં કસાબ જેવા ગુન્હેગાર ને વર્ષો સુધી ખુબ ખર્ચો ભોગવીને પાલણ પોષણ કરતા નથી .આયાતોલાના સમયમાં ઈરાનના કેટલાક જુવાનો મક્કાનો કબજો કરવા ગયા .સૈનિકોને હાથે કેટલાક મરી ગયા .64 જણા પકડાઈ ગયા .બીજે દિવસે બધાને જુદે જુદે ગામે તલવારના ઝાટકે ધડથી માથાં જુદાં કરી નાખ્યાં .

 3. સુરેશ જાની November 9, 2012 at 3:14 pm

  આ યાદો દેશિંગાના ઈતિહાસના એક નવા પ્રકરણ તરીકે મૂકો તો? સંમત હો તો કરી આપીશ.

  • aataawaani November 9, 2012 at 9:13 pm

   સુરેશભાઈ
   મારા આવા દેશીંગા ને લગતા મને યાદ આવે એમ કોઈને જવાબ દેવામાં લખતો જાઉં છું ,તમને આવા મારા લખાણોને તમારા તરફથી દેશીંગા ના ઇતિહાસમાં લખવાની પૂરી સંમતિ છે.
   પરબતભાઈ કન્ડોરિયા મારાથી ઉમરમાં સાતેક વરસ નાના છે તે મારા પરમ મિત્ર છે .તે મારા વિષે ઘણું જાણે છે બહુ પ્રેમાળ માણસ છે ,તેનો દીકરો રાજસી ઉપલેટામાં રહે છે .અશોક મને રાજ્સીને ઘરે મળવા આવેલો .
   એક વખત હું અને પરબત ભાઈ ભાદરને કાંઠે ઉભાહતા .એટલામાં અમે ઓખાના ભોપા (રબારી )ને ઉંટના ટોળા સાથે જોયો , પરબતભાઈએ મને પુછ્યું ઊંટનું દુધ પીવું છે ?મેં હા પાડી ,એટલે પરબત ભાઈએ ભોપાને હુકમ કર્યો કે અમને થોડું દૂધ પીવા માટે આપ ભોપો દૂધનું બોઘરું ભરી લાવ્યો .અને બોલ્યો જેટલું પિવાય એટલું પીજો ,બાકીનું બોઘરામાજ રહેવા દેજો .હું આખું બોઘરું દૂધ ગટ ગટાવી પી ગયો .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: