છડે ડે છડે ડે કથડે કે છડે ડે .આઉં તાં છડા તો પણ હિ કથડો નથો છડે .

1857ના  બળવાની આજુ બાજુની વાત છે .આ વખતે ઓખાના વાઘેર લોકોએ ગાયકવાડ સરકાર સામે બંડ ઉઠાવેલું .અને મુળુ માણેક અને જોધા માણેક બહારવટે  ચડયા .એ સમયે આપણા દેશી લોકો ગોરા અંગ્રેજોના પ્રભાવથી ખુબ દબાયેલા હતા .ફક્ત વાઘેર લોકો અંગ્રેજોને તુચ્છ સમજતા .તેઓ પોતાની ભાષામાં કહેતા કે” ચીંથ ર ડેજા પગેવારા અને વાંદર જેડા મું વારા અસાંકે વાઘેરકે કુરો કરંદા “મતલબ કે ચીંથરાના પગ વાળા (મોજાં પહેરેલા )અને વાંદરાના મોઢાં જેવાં ગોરાં મોઢાં વાળા આપણને વાઘેરને શું કરી શકવાના હતા .

જયારે ગાયકવાડ સરકારના મરાઠા સૈનિકો વાઘેરના બળવાને ન દાબી શક્યા .ત્યારે ગાયકવાડ સરકારે બ્રિટીશ સરકાર મદદ માગી .બ્રિટીશ સરકારે વાઘેર સામે ગોરા સોલ્ઝર ઉતાર્યા ત્યારે” ચીથર ડેજા પગેવારા “વાક્ય પ્રચલિત થએલું. પણ વાઘેરના લંઘા લોકોએ વાઘેરના પરાક્રમને બિરદાવતો દુહો કીધો કે “માણેકે સીચોડો માંન્ડીયો વાઘેર ભરડે વાડ  સોઝરની કીધી શેરડી ,ધધકે લોઈની ધાર “પછી વાઘેર લોકોએ પોતાનો પ્રદેશ ઓખો (ઓખામંડળ )છોડયો અને કોઈ પણ રાજ્યમાં લુંટ ફાટ કરવા લાગ્યા .સરકારની ભીંસ વધી કોઈ આશરો આપે નહિ .પણ બાંટવાના બાબી દરબારોએ આશરો આપ્યો .પછી વાઘેરો બાબી દરબારોના આભારના ભાર નીચે દબાયા અને  બાબીઓ એ આ નબલાયનો પુરો લાભ લીધો .અને માણેક શાખાના વાઘેરોની ખુબસુરત દિકરીઓ સાથે લગ્ન કરવા માંડ્યા .વાઘેર હિંદુ એટલે એની દીકરીયું બાબીને  પરણે પણ પોતાનો ધર્મ છોડતી નહિ .બાબીઓ પણ એના ધર્મનું સન્માન કરતા .દરબાર ગઢમાં સત્યનારાયણની કથા પણ વંચાય અને વાઘેરાણીઓ   દેવ દર્શને પણ જાય .

આવા એક વાઘેરની દિકરી  દેશીંગાના બાબી દરબારને પરણેલી .પછી એના સગા વહાલા વાઘેરો દેશીંગામાં રહેવા લાગ્યા .દેશીંગાની  નદીમાં પુર આવે ત્યારે ઘણી વસ્તુ નદીમાં તણાયને આવે ,અને દેશીંગાના તરવૈયા જુવાનો નદીમાં પડીને વસ્તુ લઇ આવે .નદીમાં બરાબર પાણી આવતું હોય ત્યારે લોકોને ખુબ હર્ષ હોય એ નદીને કાંઠે ઉભા ઉભા પણ હોય અને નદીમાં ધસમસતું પાણી આવતું હોય એ જોતા હોય ,અને કોઈ વસ્તુ તણાતી આવતી જુવે તો તે વસ્તુ લેવા માટે નદીમાં ખાબકે પણ ખરા .એકવખત વરસો પહેલાં ધોરાજી ગામમાં નદીએ તારાજી સર્જેલી પાર વગરની વસ્તુ નદીમાં તણાય  તણાયને આવવા માંડેલી .મેં આવી ધોરાજીની તણાય ને આવતી વસ્તુ જોએલી છે,આ વખતે વરજાંગ મસરીભાઈ કન્ડોરીયાયે  ઘણી વસ્તુ કાઢેલી .પણ બિન વારસી મિલકતનો ધણી બાંટવાનો તાલુકદાર થાય એટલે વરજાંગે અને બીજા જુવાનીયાઓએ કાઢેલી વસ્તુના ધણી તાલુકદાર થઈ ગયા.એક વખત નદીમાં રીંછ તણાઈને આવતું હતું ,નદીકાંઠે ઉભેલા માણસોમાં કેટલાક વાઘેર જુવાનો પણ હતા .રીંછને  કામળો સમજીને એક વાઘેર કાઢવા ,નદીમાં પડ્યો . કામળાને વાઘેરની ભાષામાં કથડો કહેવાય,વાઘેર જેવો રીંછ પાસે ગયો એટલે થાકેલું રીંછ વાઘેર ઉંપર ચઢી બેઠું .વાઘેર રીંછની  પકડમાંથી છુટવા મહેનત કરવા માંડ્યો .પણ અકળાઈ ગએલું રીંછ વાઘેરને છોડતું નોતું .વાઘેર કોઈ હિસાબે છટકી  શકે એમ નોતો .અને ડુંબીજવા જવા લાગ્યો .એટલે કાંઠે ઉભેલા વાઘેરે બુમ મારીકે “છડે ડે છડે ડે  કથડાકે”  સંભાળીને   ડુબતો વાઘેર બોલ્યો  આઉં તાં  છડાતો પણ હિ કથડો નથો છડે .મતલબકે કાંઠે ઉભેલ વાઘેર બોલ્યો કે કામળાને છોડી દે અને  નદીની બહાર નીકળી જા એટલે ડૂબતો વાઘેર બોલ્યો કે હું તો છોડી દઉં છું પણ આ કામળો મને નથી છોડતો . રામરામ

7 responses to “છડે ડે છડે ડે કથડે કે છડે ડે .આઉં તાં છડા તો પણ હિ કથડો નથો છડે .

  1. pragnaju નવેમ્બર 3, 2012 પર 5:07 એ એમ (am)

    ‘છડાતો પણ હિ કથડો નથો છડે .’
    દુઃખનું મૂળ અપેક્ષા છે એવું કહેવાયું છે.
    દુઃખનું મૂળ ઉપેક્ષા છે એવું અનુભવાયું છે.
    આ અપેક્ષા અને ઉપેક્ષા બંનેના મૂળ માણસના મનમાં છે. મન આપણું છે ને આપણને જ દુઃખી કરી જાણે છે. એની શક્તિ તો માત્ર આપણને જ નહિ, આપણાં હોય એમનેય દુઃખ પહોંચાડી શકવાની છે. મન અપેક્ષા રાખે છે. મન ઉપેક્ષા અનુભવે છે. અપેક્ષા રાખે છે એટલે ઉપેક્ષા અનુભવે છે. ને પરિણામે આપણને દુઃખી કરે છે. આપણાંને દુઃખી કરે છે.
    અપેક્ષા એટલે ઈચ્છા. ઈચ્છા અમરવેલ છે. અમરવેલે ઉછરવા માટે જમીનમાં મૂળ નથી નાખવા પડતા. એ પીળી વેલ જ્યાં પડે ત્યાં ચોંટીને એ ડાળમાંથી રસકસ ચૂસી લે છે. જ્યાં વસે છે એનો જ નાશ કરે છે. એને સમયસર દૂર ન કરો તો એ વધતી – વિસ્તરતી જાય છે ને એક જાય છે ને એક દિવસ આખા વૃક્ષને ભરખી જાય છે. ઈચ્છાનેય સમયસર રોકો કે ટોકો નહિ તો એ અટકવાનું નામ નથી લેતી. અને એની અવિવેકસરની અમર્યાદ ગતિ અંતે દુઃખી કરે છે.
    અપેક્ષાની એક વિશેષતા એ છે કે અપેક્ષા છે આપણી, પણ એને પૂરી કરવાાનું અન્યને ભાગે છે. એ અર્થમાં, અપેક્ષા આપણી છે છતાં આપણી નથી. એની પૂર્તિ બીજા પર આધાર રાખે છે ને બીજી વ્યક્તિનેય પોતાનું મન હોય છે, ને એ મનનેય પોતાની અપેક્ષા હોય છે. એને માટે અન્યની અપેક્ષાપૂર્તિ કોઇ જ મહત્વની નથી.
    તો અપેક્ષાને કારણે દુઃખી ન થવાનું હોય તો? એક તો અપેક્ષા જ ન રાખવી. પણ, એ તો શક્ય જ નથી. મન છે એટલે અપેક્ષા પણ રહેવાની જ. તો, બીજી રીત છે કે પૂરી થઇ શકે એવી જ અપેક્ષા રાખવી. પણ એય ક્યાં આપણા હાથની વાત છે? તો પછી દુઃખી થવું. કમ સે કમ આપણે જ કારણે આપણે દુઃખી છીએ, કોઇે આપણને દુઃખી નથી કર્યા.
    દુઃખનું બીજું કારણ છે ઉપેક્ષા. ઉપેક્ષા એટલ ઈન્કાર. અવગણના. અનાદર. આપણા હોવાનો. આપણી ઈચ્છાનો. આ અસ્વીકાર સહન કરવો આકરો છે. અસ્વીકારથી આપણો અહંકાર ઘવાય છે. ને લાચારીનો આ અનુભવ અપમાનિત કરે છે, દુઃખી દુઃખી કરી મૂકે છે. અસહાયતા, વિવશતા, અસમર્થતાનું દુઃખ વધારે પીડે છે. માર્ગ જાણવા છતાં ડગલું ન ભરી શકવાનું દુઃખ મોટું છે. ઉપેક્ષા સહન કરવાનું અઘરું છે.
    પોતાની પાસે અન્યોએ રાખેલી અપેક્ષા પોતે પૂર્ણ કરી છે. પણ આપણી અપેક્ષાની ઉપેક્ષા થઇ રહી છે એવો અનુભવ કડવાશ જગાવે છે. દરેક વ્યક્તિને પોતાનું સુખ સપનું હોય છે. એ સિધ્ધ થવાની એની અપેક્ષા હોય છે. સપનું પૂરું થાય પણ ખરું ને નય થાય. પણ સપનું એ આંખનું અંગત છે. પૂરું ન થાય તોય જગતને જાણ નથી થતી એની રાહત છે. સપના કરતાં અપેક્ષા વધુ આકરી છે. સ્વપ્ન તૂટવા કરતાં અપેક્ષા તૂટવાની પીડા વધારે છે. તૂટેલા સ્વપ્ન આંખમાં હોય છતાં જીવી જવાય છે. અપૂર્ણ અપેક્ષાઓ જીવતરને દોહ્યલું બનાવી દે છે.
    ઉપેક્ષિત અપેક્ષાનો કડવો સ્વાદ જીવનમાં કટુતા ભરી દે છે. દુઃખનું આય એક કારણ છે. દરેકને પોતાની અપેક્ષા સહજ ને સામાન્ય લાગે છે. જેના તરફથી એ પૂર્ણ થવાની અપેક્ષા છે એની બેદરકારી અક્ષમ્ય લાગે છે. આપણે એ માટેના કારણો વિચારવાની ધીરજ ધરાવતા નથી. ને જો કોઇ કારણો જણાવે તો ય એ આપણી અપેક્ષાની તુલનામાં સાવ નગણ્ય લાગે છે. બહાનાંબાજી લાગે છે. બેદરકારી હેતુપૂર્વકની બેદરકારી, સ્વાર્થપ્રેરિત બેદરકારી લાગવા માંડે છે.
    અપેક્ષા અને ઉપેક્ષાની આ સ્થિતિનો સહજ પ્રતિઘોષ છે ક્રોધનો. આ અભિવ્યક્તિ યોગ્ય છે કે નહિ એ જુદી વાત છે પણ આ રીતે પોતાનો ભાવ વ્યક્ત કરનારને પોતાને થોડીક રાહત લાગે છે. પણ કેટલાક લોકો ગુસ્સો કરવાને બદલે મૂંગા થઇ જાય છે. અને પરિણામે કેટલીક વાર, સામેની વ્યક્તિને એમની મનોસ્થિતિની જાણ જ નથી થતી. અને એને લીધે જ બીજી ત્રીજી વાર પણ ઉપેક્ષિત થવાનું બને છે. સહન કરવાના પ્રસંગો વધતા રહે છે.

    જ્યારે કામળાને છોડી દે અને નદીની બહાર નીકળી જા સમજાશે ત્યારે દુઃખનું કારણ ઉપેક્ષા, એને દૂર કરવાનો માર્ગ શું લેવો? વ્યક્ત થવું સારું કે મૂંગા થઇ જવું યોગ્ય? સમયસરનો વિરોધ સારો કે વ્યથાને ભીતર ભંડારી લેવી યોગ્ય? કે પછી આપણો આપણા દુઃખી હોવાના દર્દને અન્ય કોઇ રીતે પણ ઓછું કરી શકીએ છીએ? દરેકને પોતાની પીડા ગાવાનો અધિકાર છે. દરેકને માટે પોતાનું દુઃખ સૌથી મોટું છે. પણ, એક વાર આપણાથીય વધુ મુશ્કેલીમાં જીવનાર વિષે વિચારી જોવા જેવુંય ખરું! જેની અપેક્ષાઓ ઠોકરે મરાઇ છે, જેની સતત ઉપેક્ષા જ થઇ છે એનો વિચાર કરીએ તો આપણે આપણા દુઃખ વિષે નવેસરથી વિચારી શકીએ. દુઃખ ભલે દૂર ન થાય, ઓછું તો જરુર લાગશે.

  2. aataawaani નવેમ્બર 3, 2012 પર 7:43 એ એમ (am)

    પ્રિય પ્રજ્ઞા બેન અપેક્ષા અને ઉપેક્ષા વિષે તમે વિસ્તારથી વાત કરી, ઘણું બધું જાણવા મળ્યું .

  3. Vinod R. Patel નવેમ્બર 3, 2012 પર 1:53 પી એમ(pm)

    છડે ડે છડે ડે કથડે કે છડે ડે .આઉં તાં છડા તો પણ હિ કથડો નથો છડે .

    આતાજી, આ કચ્છી ભાષાના શબ્દો લાગે છે , એ બરાબર છે ?

    ડાકુ મુળુ માણેકની તો ગુજરાતી ફિલ્મ પણ બની છે.

    • kanakraval નવેમ્બર 3, 2012 પર 4:35 પી એમ(pm)

      મેઘાણીભાઈની “સૌરાષ્ટની રસધાર ” વાર્તાઓમાં પણ તેમણે
      લખેલી
      મુળુ માણેકની અભ્યાસ પુર્ણ કથા વાંચો

    • aataawaani નવેમ્બર 4, 2012 પર 12:17 એ એમ (am)

      વિનોદભાઈ તમારી વાત સાચી છે. એ કચ્છી ભાષા છે.સૌરાષ્ટ્રમાં વસતા વાઘેર .એના ગોર બ્રાહ્મણો,ભડેલા, જુના વખતમાં સિંધથી આવેલા સંધી મુસલમાનો ,મોરબી તરફના જાડેજા રજપૂતો,મિયાણા,તુમ્બેલા ચારણો,વગેરે લોકો આવી ભાષા બોલે છે.

  4. vimala નવેમ્બર 5, 2012 પર 7:23 પી એમ(pm)

    માનન્ય આતાજી,
    સાદર પ્રણામ,
    આતાવાણી પર આપના દર્શન થાય ત્યારે-ત્યારે પુજય વિનોબાજીના દર્શન થયાજેવી શાંતિ લાગે છે.
    અને આ વાંચતા મેઘાણીજીની “સૌરાષ્ટ્રની રસધાર”ની વાર્તાઓ યાદ આવી ગઈ.આભાર આતા.
    આવા રસ પાન કરાવતા રહો એ અશા સહ પ્રણામ.

  5. aataawaani નવેમ્બર 6, 2012 પર 12:26 એ એમ (am)

    પ્રિય વિમલા બેન
    તમારા જેવાં પ્રશન્શકો મારામાં જુસ્સો ટકાવી રાખે છે ,અને નવો જુસ્સો પૈદા કરે છે .તમારો ઘણો બધો આભાર

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: