Daily Archives: નવેમ્બર 3, 2012

છડે ડે છડે ડે કથડે કે છડે ડે .આઉં તાં છડા તો પણ હિ કથડો નથો છડે .

1857ના  બળવાની આજુ બાજુની વાત છે .આ વખતે ઓખાના વાઘેર લોકોએ ગાયકવાડ સરકાર સામે બંડ ઉઠાવેલું .અને મુળુ માણેક અને જોધા માણેક બહારવટે  ચડયા .એ સમયે આપણા દેશી લોકો ગોરા અંગ્રેજોના પ્રભાવથી ખુબ દબાયેલા હતા .ફક્ત વાઘેર લોકો અંગ્રેજોને તુચ્છ સમજતા .તેઓ પોતાની ભાષામાં કહેતા કે” ચીંથ ર ડેજા પગેવારા અને વાંદર જેડા મું વારા અસાંકે વાઘેરકે કુરો કરંદા “મતલબ કે ચીંથરાના પગ વાળા (મોજાં પહેરેલા )અને વાંદરાના મોઢાં જેવાં ગોરાં મોઢાં વાળા આપણને વાઘેરને શું કરી શકવાના હતા .

જયારે ગાયકવાડ સરકારના મરાઠા સૈનિકો વાઘેરના બળવાને ન દાબી શક્યા .ત્યારે ગાયકવાડ સરકારે બ્રિટીશ સરકાર મદદ માગી .બ્રિટીશ સરકારે વાઘેર સામે ગોરા સોલ્ઝર ઉતાર્યા ત્યારે” ચીથર ડેજા પગેવારા “વાક્ય પ્રચલિત થએલું. પણ વાઘેરના લંઘા લોકોએ વાઘેરના પરાક્રમને બિરદાવતો દુહો કીધો કે “માણેકે સીચોડો માંન્ડીયો વાઘેર ભરડે વાડ  સોઝરની કીધી શેરડી ,ધધકે લોઈની ધાર “પછી વાઘેર લોકોએ પોતાનો પ્રદેશ ઓખો (ઓખામંડળ )છોડયો અને કોઈ પણ રાજ્યમાં લુંટ ફાટ કરવા લાગ્યા .સરકારની ભીંસ વધી કોઈ આશરો આપે નહિ .પણ બાંટવાના બાબી દરબારોએ આશરો આપ્યો .પછી વાઘેરો બાબી દરબારોના આભારના ભાર નીચે દબાયા અને  બાબીઓ એ આ નબલાયનો પુરો લાભ લીધો .અને માણેક શાખાના વાઘેરોની ખુબસુરત દિકરીઓ સાથે લગ્ન કરવા માંડ્યા .વાઘેર હિંદુ એટલે એની દીકરીયું બાબીને  પરણે પણ પોતાનો ધર્મ છોડતી નહિ .બાબીઓ પણ એના ધર્મનું સન્માન કરતા .દરબાર ગઢમાં સત્યનારાયણની કથા પણ વંચાય અને વાઘેરાણીઓ   દેવ દર્શને પણ જાય .

આવા એક વાઘેરની દિકરી  દેશીંગાના બાબી દરબારને પરણેલી .પછી એના સગા વહાલા વાઘેરો દેશીંગામાં રહેવા લાગ્યા .દેશીંગાની  નદીમાં પુર આવે ત્યારે ઘણી વસ્તુ નદીમાં તણાયને આવે ,અને દેશીંગાના તરવૈયા જુવાનો નદીમાં પડીને વસ્તુ લઇ આવે .નદીમાં બરાબર પાણી આવતું હોય ત્યારે લોકોને ખુબ હર્ષ હોય એ નદીને કાંઠે ઉભા ઉભા પણ હોય અને નદીમાં ધસમસતું પાણી આવતું હોય એ જોતા હોય ,અને કોઈ વસ્તુ તણાતી આવતી જુવે તો તે વસ્તુ લેવા માટે નદીમાં ખાબકે પણ ખરા .એકવખત વરસો પહેલાં ધોરાજી ગામમાં નદીએ તારાજી સર્જેલી પાર વગરની વસ્તુ નદીમાં તણાય  તણાયને આવવા માંડેલી .મેં આવી ધોરાજીની તણાય ને આવતી વસ્તુ જોએલી છે,આ વખતે વરજાંગ મસરીભાઈ કન્ડોરીયાયે  ઘણી વસ્તુ કાઢેલી .પણ બિન વારસી મિલકતનો ધણી બાંટવાનો તાલુકદાર થાય એટલે વરજાંગે અને બીજા જુવાનીયાઓએ કાઢેલી વસ્તુના ધણી તાલુકદાર થઈ ગયા.એક વખત નદીમાં રીંછ તણાઈને આવતું હતું ,નદીકાંઠે ઉભેલા માણસોમાં કેટલાક વાઘેર જુવાનો પણ હતા .રીંછને  કામળો સમજીને એક વાઘેર કાઢવા ,નદીમાં પડ્યો . કામળાને વાઘેરની ભાષામાં કથડો કહેવાય,વાઘેર જેવો રીંછ પાસે ગયો એટલે થાકેલું રીંછ વાઘેર ઉંપર ચઢી બેઠું .વાઘેર રીંછની  પકડમાંથી છુટવા મહેનત કરવા માંડ્યો .પણ અકળાઈ ગએલું રીંછ વાઘેરને છોડતું નોતું .વાઘેર કોઈ હિસાબે છટકી  શકે એમ નોતો .અને ડુંબીજવા જવા લાગ્યો .એટલે કાંઠે ઉભેલા વાઘેરે બુમ મારીકે “છડે ડે છડે ડે  કથડાકે”  સંભાળીને   ડુબતો વાઘેર બોલ્યો  આઉં તાં  છડાતો પણ હિ કથડો નથો છડે .મતલબકે કાંઠે ઉભેલ વાઘેર બોલ્યો કે કામળાને છોડી દે અને  નદીની બહાર નીકળી જા એટલે ડૂબતો વાઘેર બોલ્યો કે હું તો છોડી દઉં છું પણ આ કામળો મને નથી છોડતો . રામરામ