વ્યાસથી લખાણા નઈ પ્રેમ તણા પુરાણ

આ હું જે લખીશ એ મેં નજરે જોએલા  કિસ્સા નથી. પણ વિશ્વાસ પાત્ર માણસોથી સાંભળેલા છે.અમદાવાદમાં ઘીકાંટા રોડ પર કહેવાતી નીચ જાતિનો માણસ પોતાનો ધંધો કરી રોટલા રળી ખાતો હતો .તે પરણેલો હતો ,અને બે બાળકોનો પિતા હતો .તેનાથી સામેની બાજુ એક બહુ પ્રતિષ્ઠિત અને પૈસાપાત્ર માણસ ઊંચા મકાનમાં કહેવાતી ઉચ્ચ જાતિનો  માણસ પોતાના કુટુંબ સાથે રહેતો હતો .માણસોની અંદરો અંદર કે પ્રાણીઓની અંદર જાતિઓની રચના ફક્ત સ્ત્રી અને પુરુષ એવી કરી છે .એક ફિલ્મી ગીતની કડી લખું છું .मालिकने हर इन्सानको इन्सान बनाया ,हमने यहाँ हिंदु या मुसलमान बनाया .પ્રતિષ્ઠિત માણસ કે જે નીચ માણસની સામે રહેતો હતો ,તેને બાવીસ વરસની એક કુંવારી કન્યા હતી .પ્રેમ એક એવું તત્વ છે ,કે જે કોઈ જાતિ ,ધર્મ,ઉમર ,રંગ ,દેશ એમાંના કોઈ વાડામાં પુરાએલો નથી .એને બધું પોતાનું આગવું છે.એને ભાષાની પણ જરૂર નથી .ભુદરજી લાલજી જોશીનો એક દુહો લખું છું .”પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત ,કંઈક હલ્કી હેમાળે જાત ભગવાં પેરીને ભૂધરા “એમ આ કુંવારી કન્યા અને પરણેલા પુરુષ સાથે આંખોના   ઈસારાથી વાતો થઈ ગઈ .અને એ પ્રમાણે બંને જણાં એક દિવસ ભાગી ગયાં ,અને મદ્રાસમાં સ્થિર થઈ ગયાં .કન્યાના બાપે પોલીસમાં ફરિયાદ નોંધાવી કે મારી દિકરીને આ સામેનો માણસ ભગાડી ગયો છે .પોલીસે કીધુંકે  બંને જણાં પુખ્ત વયના છે .એટલે અપહરણનો ગુન્હો બનતો નથી .પોલીસે એનો ચા પાણી પીધા પછી એક આઈડિયા બતાડયો કે જો તું ચોરીની ફરિયાદ નોધાંવ કે મારી દિકરી અને આ માણસે સાથે મળીને મારા ઘરમાંથી  રોકડ રૂપિયા અને  દાગીનાની ચોરી કરી છે.આવી ફરિયાદ થયા પછી પોલીસે મદ્રાસ જઈને  પકડ્યા અને અમદાવાદ લઈને આવતી હતી .અને વચ્ચે ચામાં ઝેર નાખીને ચા પીને મરી ગયાં .પોલીસ કસ્ટડીમાં  ઝેર ક્યાંથી આવ્યું એ એક રહસ્ય છે.એ બાબત કલ્પના કર્વાનીજ રહી.

બીજી એક ઘટનાં  અમદાવાદ નીજ છે .જેમાં એક ઉચ્ચ જાતિની છોકરીને નીચ જાતિના યુવક સાથે પ્રેમ થઈ ગયો બાપે દિકરીને  સમજાવી કે દિકરી આ યુવક ને તું છોડી દે આ યુવકથી અતિ રૂપાળો ,પૈસાદારનો દિકરો મારા ધ્યાનમાં છે .તેની સાથે હું ધામ ધુમથી તારા લગ્ન કરી આપીશ તુને પુષ્કળ કરિયાવર આપીશ .પણ “પ્રેમ “છોકરી મક્કમ રહી, એકની બે ન થઈ .છેવટે બાપે છોકરીને આપઘાતની ધમકી આપી કે જો તું એ છોકરા સાથે સબંધ નહિ છોડે તું હું આપઘાત કરીને મરી જઈશ , દિકરી કે જેને “વહાલનો દરિયો “કહેવામાં આવે છે .તેણે બાપને કીધુકે  તમે એકદી ને એકદી મરવાના તો છો .તો ભલે હમણાં આપઘાત કરીને મરી જાઓ .અને બાપે ઝેર પીધાં ,અને બાપ મરી ગયો પ્રેમનો વિજય થયો.આપે પણ આવા પ્રેમ કિસ્સા ઘણા સાંભળ્યા હશે .હવે આ પ્રેમ પ્રકરણ હું પુરું કરીશ પણ એ પહેલાં કવિ “સાગર “નો છંદ કહીશ.अंबर ते अति ऊँची वहे अरु नीची रसातल हु ते अथारि ,तुहिन ते गिरसे अति शितल  पावकसे अति जारन हारी .मारहु ते कटु मीठी सुधा हुते जीनी अणु ते सुमेरुते भारी ,मानत मान अजान न मानत “सागर “बात सनेहकी न्यारी

premno marag “aataai”koithi n puro thyo  majnu jangal  farhad  pahadomaa  rahi gayo .

Advertisements

15 responses to “વ્યાસથી લખાણા નઈ પ્રેમ તણા પુરાણ

 1. yuvrajjadeja November 1, 2012 at 3:08 am

  ખરેખર , પ્રેમ આંધળો હોય છે , અને દીકરી બાપને એવું કહે કે જીવ દઈ દો એને તો હું પ્રેમ નહીં પણ વિકૃતિ કહીશ , જડતા કહીશ

 2. pragnaju November 1, 2012 at 4:49 am

  યાદ
  કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે
  અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે
  નથી એ ધર્મનાં ટીલાં કલંકો છે મનુષ્યોનાં
  વિરાટોને લલાટે અલ્પતાની ભાત ખટકે છે
  કદી ડંખે છે દિન અમને, કદી ખુદ રાત ખટકે છે
  જુદાઈમાં અમોને કાળની પંચાત ખટકે છે
  સમંદરને ગમે ક્યાંથી ભલા બુદબુદની પામરતા
  અમોને પણ મારા દેહની ઓકાત ખટકે છે
  વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં
  ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે.
  કરી વર્ચસ્વ સૃષ્ટિ પર ભલે રાચી રહ્યો માનવ?
  અમોને દમ વિનાને શૂન્ય એ સોગાત ખટકે છે

 3. vimala November 1, 2012 at 7:01 am

  દીકરી બાપને એવું કહે કે જીવ દઈ દો!!!!!!!!! એને તો હું પ્રેમ નહીં પણ વિકૃતિ કહીશ , જડતા કહીશ
  યુવરાજજી સાથે સંપુર્ણ સહમત.

  • હિમ્મતલાલ June 11, 2013 at 5:39 am

   યુવરાજ બાપુ આતો હલાહલ કલિયુગ
   મહેસાણા જીલ્લાના એક ગામડામાં એક તપોધન બ્રાહ્મણ ની વહુએ એની દિકરી અને દેરાણીએ મારાને પાંચસો રૂપિયા આપીને ભાર ઊંઘમાં સુતેલા પતિના ક્કડા કરાવી નાખ્યા .અને આ કકડા ને કોથળામાં ભરી દિકરીએ પોતાના માથે ઉપાડી કુવામાં નાખી દીધો .

 4. Vinod R. Patel November 1, 2012 at 10:45 am

  લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
  દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

  એની બહુ નજીક જવાની સજા છે એ,
  મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

  રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
  મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

  સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
  દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?

  એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
  જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

  એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
  એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

  સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
  પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

  કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
  કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

  –‘મરીઝ’

  આતાજી, એટલેતો પ્રેમને આંધળો કહ્યો છે.Love is blind.

  • હિમ્મતલાલ June 12, 2013 at 7:46 pm

   વિનોદભાઈ “મરીજ”ની ગજલ બહુ ગમી
   એક ઉર્દુ શેર ઇક માહજબીં કો જ્લ્હ્મ હુવા મર હમ લગને હમ ગએ
   વોતો અચ્છી હો ગઈ લેકિન મર હમ ગએ માહજબી = ચંદ્રમુખી મરહમ =મલમ

 5. aataawaani November 1, 2012 at 7:23 pm

  પ્રજ્ઞા બેન તમારી ગઝલ બહુ ગમી મને પણ માનવીનો ઉત્પાત ખટકે છે.
  મારે મારા બ્લોગમાં “વ્યાસ પણ લખી નો શક્યો “એમાં ઘણું લખવું હતું પણ મને કમ્પ્યુટર રે નો લખવા દીધું .
  એક ઈંગ્લેન્ડના શીખ રેલ્વે ગાર્ડની વાત હવે લખું છું.
  જેમ હિન્દુમાં ઘણી જાતિઓ છે .એમ મુસલમાન માં પણ છે અને શીખ લોકોમાં પણ છે, શીખોમાં જટ્ટ શીખ ઉંચી જાત કહેવાય છે અને મજહબી શીખ હલકી જાત કહેવાય છે .જે હરીજન કહેવાયછે .જે નામ એ લોકોને પસંદ નથી એમાં એમાં મેઘવાળ ,અને વાલ્મીકી સમાજ એમ બે જાતિ છે .અલોકો શીખ બને તો એને મજહબી શીખ કહે છે.
  ઈંગ્લેન્ડના રેલ્વે ગાર્ડ શીખની દીકરી બીજી જાતિના શીખ સાથે પરણી એ એના બાપને મંજુર નોતું એટલે બાપે એ “વહાલના દરિયા “દીકરીના કટકા કરી ચાલતી ગાડીએ અકેક ટુકડો ફેંકી દીધો .

 6. aataawaani November 1, 2012 at 7:28 pm

  વિનોદભાઈ તમારી વાત ખરી છે .પ્રેમ આંધળો છે.
  મરીઝ ની ગઝલ બહુ સરસ છે.

 7. aataawaani November 1, 2012 at 8:07 pm

  યુવરાજભાઇ
  મારે મારા બ્લોગમાં ઘણું લખવાનું હતું .પણ કોમ્પુટર કહે હવે બંધ કરો .એટલે મુક્યું .જે વાત લખવાની રહી ગઈ એ હવે લખું છું .
  મહેસાણા જીલ્લાના એક ગામડામાં મિલીટરીનો નિવૃત માણસ રહે .તેની સાથે તેની વહુ , ભરજુવાન દીકરી અને નાના ભાઈની વહુ રહે .નાનો ભાઈ મુંબઈ રહે ,આ ત્રણેય બાઈઓ બદ ચાલની હતી .પણ પુરુષ બહુ કડક હોવાથી તેની બહુ ત્રણેય ને બહુ બીક રહેતી .એટલે પોતાના કુકર્મ લહેરથી કરી શકાતા નહિ .એકદી ત્રણેય જણીઓએ પુરુષનું કાસળ કાઢવાનું નક્કી કર્યું .એક મારા ને નક્કી કર્યો . એક દિવસ પુરુષ પોતાની વાડીએ ઝાડ નીચે ભર ઊંઘમાં સુતો હતો .મારા સાથે ત્રણ જણીઓ ત્યાં ગઈ ,મારાએ ઊંઘતા પુરુષના કુહાડીથી કટકા કરી નાખ્યા .આ કટકાને કોથળામાં નાખી .જુવાન તાકાત વાળી દીકરીના માથા ઉપર મુક્યો .અને દુરના અવાવરું કુવામાં બાપના શરીરના કટકા ભરેલો કોથળો નાખી દીધો .અને ત્રણેય જણીઓએ નિરાંતનો દમ લીધો .પણ પાપ પીપરે ચડીને પોકારે છે. એ કહેવત પ્રમાણે ત્રણેય જણી યુ પકડાઈ ગયું .

 8. ગોવીંદ મારુ November 2, 2012 at 8:48 am

  ઉચ્ચ કે નીચ કોઈ જાતી હોતી નથી…!!!

  • aataa November 2, 2012 at 10:15 am

   ગોવિંદ ભાઈ
   જાતિઓ માણસોએ બનાવી છે.ગુજરાતના પટેલોમાં અમીન અને દેસાઈ ઉંચી જતી ગણાય છે .ગરાસીયોમાં પણ ઊંચ નીચના ભેદ છે
   दुनियाको नफ़र तोने दोज़ख बनादिया
   जन्नतसा था जहां उसे जहन्नुम बनादिया आता

 9. pravinshastri November 2, 2012 at 12:53 pm

  ગાયિકા:- લતા મંગેશકર ફિલ્મ:- નૌ બહાર

  એરી મૈં તો પ્રેમ દિવાની મેરા દરદ ના જાને કોય

  ના મૈં જાનું આરતી બંધન ના પુજાકી રીત
  હૈ અનજાની દરસ દિવાની મેરી પાગલ પ્રીત
  લી એરી મૈને દો નૈનોકે દિપક લીયે સંજોય
  એરી મૈંતો પ્રેમ દિવાની મેરા દરદ ન જાને કોય

  આશા કે ફૂલોંકી માલા સાંસોકે સંગીત
  ઈન પર ફૂલી ચલી રિઝાને અપને મનકા મીત
  લી એરી મૈંને નયન ડોરમેં સપને લીયે પીરોય
  એરી મૈંતો પ્રેમ દિવાની મેરા દરદ ન જાને કોય
  આતાજી! પ્રેમ..ગાંડપણ..દિવાનગી…બધી જ મુર્ખાઈ માફ.
  પ્રવીણ શાસ્ત્રીના સાદર વંદન.
  http://pravinshastri.wordpress.com

 10. priteshmmodi December 1, 2012 at 10:38 am

  દાદા મને તો આ વાંચી ને લેખ યાદ આવી ગયો જે નીચે હું લખું છું જેમાં એક છોકરી અને છોકરા વચે ની વાત છે .

  છોકરો : ખુદા કરે હર લડકિયો કો બાપ માર જાયે ઔર ઇસ બહાને હુમ ઉનકે ઘર જ સકે …
  છોકરી : હે નાદાન એસ મત બોલ પાપ લગેગા ,તું ભી એક દિન કિસી લડકી કા બાપ બનેગા .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: