बगैर ,दस आदमीके ભૂત, પ્રેત, જિન્નાત,ચૂડેલ .વગેરેમાં એકલા ભારતના લોકો માને છે .એવું નથી .દુનિયાના ઘણા દેશોના લોકો ભૂત યોનીમાં મને છે.મારા પોત્રની અમેરિકન ગ્રાન્ડ મધર બહુ માને છે .હું ઘણા એવા અમેરિકનોને ઓળખું છું કે જેઓ ભૂત પીશાચમાં માને છે .ફ્લોરીડા (અમેરિકા)માં એક સ્થળ ભૂતની ટેકરી તરીકે ગુજરાતી લોકો ઓળખે છે આ સ્થળનો મને જાત અનુભવ છે જે હું આપને કહું છું .અહી એક ભૂતને લગતી વાતનું બોર્ડ માર્યું છે .અને સફેદ કપડાની આકૃતિ લટકાળી છે. ખૂબી એ છેકે નજીકથી નાનકડી ટેકરી ઉપરથી એક રોડ પસાર થાય છે .આ ટેકરી ઉપરથી કાર નીચે ઉતરે ત્યાં એક સફેદ પટો મારેલો છે ત્યાં તમે કાર ઉભી રાખો .ગેસ આપવો બંધ કરો કારને ન્યુટન માં મુકી ઉભી રાખો એટલે કાર એની મેળે રિવર્સમાં ટેકરી ઉપર ચડી જશે .મારા ગ્રાન્ડ સનની નાની ચેલેસ્તિ અબ્દાલાને મેં ભૂત ટેકરીની વાત કરી અને તુને જોવા લઈ જવી છે. એમ વાત કરી,એણે ત્યાં જવાની ખુશી દર્શાવી પણ પોતાની કાર લઈ જવાની સખત ના એવું કહીને પાડી કે ભૂત કદાચ મારી કાર ભાંગી નાખે .
આપ વાચક ભાઈઓ પોતાના ભૂત અનુભવની વાતો કોમેન્ટમાં મૂકી શકવા હું સૌ ને ભાવ ભીનું આમંત્રણ આપું છું.એક વયોવૃદ્ધ વડિલની વાત હું લખું છું .તેઓ મને વાત્ કરતા હતા કે એક વખત હું (આ વાત અમેરિકાની છે.)બસની વાટ જોતો બાંકડા ઉપર બેઠો હતો .એટલામાં એક યુવતી આવી અને મને ભેટી પડી અને બોલી અંકલ તમે અહી ક્યાંથી ?દાદા કહે હું તો હેબતાઈ ગયો .અને કીધું દિકરી તારી સમજ ફેર થાય છે .હું તારો કાકો નથી .હુતો ભારતનો પંજાબનો છું .
ઘણું સમજાવ્યા પછી છોકરી મહામુશીબતે માની કે હું એનો કાકો નથી .પછી એને મેં પૂછ્યું તારો કાકો ક્યાં રહે છે . તોતે કહે એતો મરી ગયા છે.જીવિત નથી .દાદાએ મને કિધુકે છોકરી કહે તમારામાં મને મારા પ્રેમાળ કાકાનાં દર્શન થયા છે.હવે મને તમે તમારી ભત્રીજી તરીકે ગણી લો અને મને પ્રેમ ભૂખીને તમારો પ્રેમ આપતા રહો એવું બોલી એણે પોતાનું નામ ,ઠામ ,સરનામું ફોન # ઈમેલ એડ્રેસ વગેરે આપ્યું .અને એવી રીતે મેં પણ મારું ઠામ ઠેકાણું આપ્યું .એક વખત એણે મને પોતાની બર્થડે પાર્ટીમાં આવવા આમંત્રણ આપ્યું તે વોશીન્ગ્ટન સ્ટેટમાં રહે છે.ત્યાંથી મને પ્લેનની ટીકીટ મોકલી .મને ત્રણ અઠવાડિયાં પોતાને ઘરે રાખ્યો .મારું ખુબ સ્વાગત કર્યું. દાદા કહે હું દાઢી મુછ રાખું છું .મેં દાઢી મુછ કદી કપાવી નથી અને કપાવવા માંગતો પણ નથી મને ઘણા લોકોએ કીધું કે ઈરાકમાં લડાઈ ચાલે છે મોકો મળ્યે અરબો અમેરિકન સોલ્જરોને મારી નાખે છે .એટલે અમેરિકનોને આરબો ઉપર બહુ દાઝ છે.એટલે તમે આરબ જેવા લાગો છો .માટે તમે તમારી દાઢી મુછ કઢાવી નાખો નહીતર તમને લોકો મારી નાખશે આવું કહીને મને લગભગ દસેક માણસોએ ડરાવ્યો .હું મક્કમ રહ્યો મેં મારી દાઢી મુછ કઢાવી નહિ .એક વખત મારે હોસ્પીટલમાં જવું પડ્યું .ડોક્ટરોએ મને દાઢી મુછ કાઢવાની જરૂર છે .એવું કીધું .મેં ડોકટરોને કીધું સાહેબ હું ભલે મારી જાઉં પણ દાઢી મુછ નહિ કઢાવું .આવખતે મારો પોત્ર મારી પાસે હતો તે મારી અમેરિકન દત્તક ભત્રીજીને ઓળખતો હતો .તેણે છોકરીને ફોન કર્યો અને વાત કરીકે તારો કાકો હોસ્પીટલમાં છે .એને દાઢી કઢાવી નાખવી જરૂરી છે એવું ડોકટરો કહે છે ઓલા કાંઠાનો તારો કાકો દાઢી નથી કઢાવવા દેતો .છોકરીએ કીધું કાકાને ફોન આપ મને ફોન આપ્યો અને છોકરીએ મને હુકમ કર્યો કે દાઢી કઢાવી નાખો ફક્ત એટલું બોલી ફોન મૂકી દીધો .પછી દાદા કહે મેં ડોકટરોને કીધું કે સાહેબ મારી દાઢી કાઢી નાખો મારી વાત સાંભળી ડોકટરો અને નર્સો હેરત થઈ ગયા .અને પછી દાઢી નાખી કાઢી .હું હોસ્પીટલમાં હતો ,અને છોકરીએ મારી ખબર પૂછવા ફોન કર્યો પોત્રે જવાબ આપ્યો કે ઓપરેશન સફળતા પૂર્વક થઈ ગયું છેકાકા હોસ્પીટલમાં છે.અઠવાડિયામાં ઘરે આવી જશે .છોકરીએ પોત્રને કીધુકે મેં ફોન કર્યો છે .એવું દાદાને નો કેતો .દાદાને આવી પરી સ્થિતિમાં છોકરી યાદ આવતી હતી .છોકરીએ હોસ્પીટલનું મારું થમ ઠેકાણું લઇ લીધું .અને એક દિવસ ઓચિંતાની છોકરી અને એની બેનપણી બંને જણી આવી પહોંચી .છોકરીઓને જોઈ દાદાકે હું એટલો તો ખુશી થયો કે કહેવાની વાત નહિ .હુંતો ખાટલામાં બેઠો થઇ ગયો . ==જેની જોતાં વાટ ઈ વણ કીધે આવી ચડે તો ઉઘડે હૈયાનાં હાટ ઈને કુંચી ન જોયે કામની દાદા પણ આતા જેવા કવિ હતા તેને લખ્યું કેदस आदमीके कहनेसे दाढ़ी न निकाला लड्किका मान कहना हमने निकल डाला .લોકો દાદાને ભડકાવવા લાગ્યાકે દાદા તમને આ છોકરીઓ ફોસલાવીને તમારી મિલકત પડાવી લેશે .એ લોકોને એ ખબર નથી કે છોકરીઓ દાદાને અવાર નવાર પૈસા મોકલે છે.જયારે છોકરિયું દાદાને હોસ્પીટલમાં અચાનક મળવા આવીઓ ત્યારે એમણે કીધું કે હવે દાઢી મુછ ઉગવા દેજો દાઢી વગરનું મોઢું સારું નથી લાગતું .એટલે દાદાએ ફરી દાઢી ઉગવા દીધી .
Like this:
Like Loading...
Related
પુરુષના મુખ પર ગાલ પ્રદેશ તથા ડોક પર ઉગતા વાળના સમુહને દાઢી તરીકે ઓળખવામાં આવે છે. દાઢી પુરુષોના ચહેરાની પ્રતિભા વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. દાઢીના અભ્યાસ ને અંગ્રેજીમાં પોગ્નોલોજી (pogonology) કહે છે, જેના પ્રમાણે વાળના રંગ, લંબાઇ, ઘાટીલાપણું તેમ જ વિસ્તારના આધારે અલગ અલગ પ્રકારો પાડવામાં આવેલ છે. જગતના બધા જ વિસ્તારોમાં રહેતા લોકોમાં દેખાવની બાબતે દાઢી મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાં પણ પૌરાણિક કાળથી દાઢી ધરાવતા મુનિઓ અને રાજવીઓનાં વર્ણન તેમ જ ચિત્રો જોવા મળે છે.પ પૂ શ્રી યોગેશ્વરજીએ કહ્યું હતું કે
‘ફૂલોની ફોરમની ભરપૂર એવા એકાંત ઉદ્યાનમાં બે પ્રેમીઓ એકમેકને અઢેલીને બેઠાં હતાં. સમીપમાં જ સરોવર હતું ને તેમાં કમળો ખીલી ઊઠ્યાં હતાં. એકાંત ઉદ્યાનમાં એવી જ રીતે ખીલી ઊઠીને બે પ્રેમીઓ પ્રેમાલાપ કરતાં બેઠાં હતાં.
સ્ત્રીએ કહ્યું : ‘તમે મારા પ્રાણ છો, દેવ છો, ને મને ખૂબ ખૂબ પ્રિય છો.’ ને પુરુષની ચરણરજને તેણે અંતરના ઉમળકાથી પોતાને માથે ચઢાવી દીધી. પુરુષે પ્રસન્નતામાં ડૂબી તેને સુધામય શબ્દોથી ભીની કરી.
‘આપણો પ્રેમ આવો જ રહેજો.’ સ્ત્રીએ કહેવાનું શરૂ કર્યું : ‘તમારા વિના હું લેશ પણ જીવી નહિ શકું. મારું કમનસીબ છે કે તમે દૂર દેશમાં જઈ રહ્યા છો.’
પુરુષે તેને આશ્લેષ આપીને કહેવા માંડ્યું કે આપણો પ્રેમ આવો જ રહેજો. દિનપ્રતિદિન વધતો રહેજો.
ને પ્રેમીઓ પોતપોતાને ઘેર જવા છૂટાં પડ્યાં.
એ વાતને વરસો વહી ગયાં. દીન, હીન ને કંગાળ જેવો બનીને ભિક્ષુના રૂપમાં પેલો પ્રેમી એક વાર એજ ઉદ્યાનમાં પોતાની વિરહઘેલી પ્રેમિકાની પાસે હાજર થયો, ને તેના પ્રેમની માગણી કરવા માંડ્યો : ‘તારા વિના મારું કોઈ નથી. તું જ મારી દેવી – પ્રેરણા ને પ્રશાંતિ દેનારી દેવી છે. તારા વિના મારું કોઈ નથી.’ ને તેને હાથ લંબાવીને આગળ વધવા માંડ્યું.
પ્રેમિકા પાછી હઠી ગઈ ને કહેવા માંડી : ‘અરે, તમે તો બદલાઈ ગયા છો ! આ બિહામણી લાંબી દાઢીને પહેલાં કાઢી નાખો. તમે તો બદલાઈ ગયા છો.’
‘હું એ જ છું, બદલાયો નથી.’ પ્રેમીએ ખુલાસો કર્યો. પણ સ્ત્રી ત્યાંથી ચાલવા માંડી. પ્રેમીની છાતી આઘાતથી ભારે થઈ ગઈ.
પ્રેમના એ એકાએક મળેલા પાઠને તાજો રાખવા એણે ત્યારથી જ દાઢી વધારવાની ચાલુ જ રાખી.’
એક દવાની દુકાને અંગ્રેજી ન જાણનાર માટે આવું બોર્ડ છે.તેનો થોડો ભાગ
deodorant શરીર માટેનુ અત્તર
aftershave દાઢી કર્યા પછીનુ અત્તર
comb કાંસકો
hairbrush માથા માટેનુ બ્રશ
razor દાઢી કરવા માટેનુ સાધન
razor blade દાઢી માટે બ્લેડ
shaving foam દાઢી માટે સાબુ
shaving gel દાઢી માટે જેલ
shaving cream દાઢી માટે ક્રીમ
shaving brush દાઢી માટે બ્રશ
face powder મોઢા માટે પાઉડર
hair gel માથાનુ જેલ
hair spray માથાનુ અત્તર
hair dye વાળ માટે કલર
એક સમાચાર વોશિંગ્ટનમાં શીખ પોલીસકર્મીઓને તેમની પાઘડી, દાઢી સહિત અન્ય ધાર્મિક ચિન્હો સાથે કામ કરવાની મંજૂરી મળી ગઈ છે
એક રમુજ
તમે દિવસમાં કેટલીવાર દાઢી કરો છો ?
ચમન – પચીસથી ત્રીસવાર.
રમણ – તમે ગાંડા છો કે શુ ?
ચમન – ના હુ વાળંદ છુ
ભૂત મેં તો માત્ર ટીવી સીરિયલોમાં અને ફિલ્મોમાં જોયાં છે, પણ વાતો ઘણી સાંભળી છે. The Ghost ફિલ્મ સારી લાગી. આખી દુનિયામાં ભૂતપ્રેતમાં માનનારા લોકો છે. કાગડા બધે કાળા.
પ્રજ્ઞા બેન
તમારી બધીજ વાતો મને ગમીજાય એવી હોય છે .
મને મારી દાઢી, તારા જેવીજ ગમે છે. એમ મેં મારી પ્રેમિકાને કીધું .
પ્રેમિકા બોલી ,અને મને તું તારી દાઢીને લીધેજ વહાલો લાગે છે.
दाढ़ी बगैर चेहरा अच्छा न लगता मुझको
फिरसे होने दो दाढ़ी आरजू है मेरी तुझको
દીપકભાઈ
હું સિંધમાં હતો ત્યારે એક સિંધી અમારો આર્મીના જવાનોનો માસ્તર હતો તે ભૂતના પોતાને થએલા અનુભવોની અદ્ભુત વાતો કરતો .
એક વખત એણેઅમારી આગળ વાત કરીકે એક વખત મને રસ્તે ચાલતાં વાયોલીન મળ્યું ઘેર આવીને જોયું તો લોહી નીતરતો ઊંટનો પગ થઇ ગયો
ભૂતોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના
અતુલભાઈ
અને હું એવી પ્રાર્થના કરું છું કે ભૂતોને મોક્ષ મળી જાય .અને હવેથી કોઈને દેખાડો નો દ્યે.
wah dada wah khubaj maja avi
અંકીતભાઈ તમે મારું લખાણ ધ્યાનથી વાંચતા હોય એવું લાગ્યું . આતા
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________