ये इश्क़ इश्क़ है इश्क़ जोशीसे हो गया इश्क़

મારા  આગળના “અમેરિકન  વહુની ભારતીય  સાસુ “લેખ નું આ અનુસંધાન  છે .એટલે એ લેખ ઉપર જરાક દૃષ્ટિ ફેરવી જવા કૃપા કરશો.

પ્રભાશંકર સાથે એલીઝાબેથની  ગાઢ  મિત્રતા થયા પછી એક બીજાના વિચારોની આપલે થઈ .મતભેદ પડ્યા સમાધાન થયાં .એલીઝાબેથ માંસાહારી હતી .એનો વિરોધ પ્રભા શંકરે ન કર્યો,અને એલિઝાબેથે એને માંસાહાર કરવાનો આગ્રહ ન કર્યો .મારી મા અમેરિકામાં આવ્યા પછી ધીમે  ધીમે એલિઝાબેથે માંસ ખાવું છોડી દીધું .તે એટલી હદે કે કોઈ એને   માંસ કે પ્રાણી હિંસાની વાત કરેતો તુરત એને વાત કરતો અટકાવી દ્યે ,એલિઝાબેથને ગીતો ગાવાનો શોખ છે,મારા ભાઈ પાસેથી શીખ્યા પછી એ ગુજરાતી ગીતો પણ ગાય  છે .”ઓ નીલ ગગનના પંખેરુ મને તારી યાદ સતાવે “એ ગીત એનું પ્રિય ગીત છે .પ્રાણી પ્રત્યેતો એને પ્રેમ છે.પણ ઝાડવાં પ્રત્યે પણ એટલીજ લાગણી ધરાવે છે.પણ એમાં અપવાદ છે.અહીના ઠંડા પ્રદેશમાં એક પોઈઝન આઈવી નામની વેલ થાય છે .એ જે ઝાડ ઉપર ચડે તેનો રસ ચૂસી લ્યે છે.છેવટે એ ઝાડ મરણને શરણ થાય છે.આ પોઈઝન આઈ વી ને એલીઝાબેથ જુવે તો એને કાપી નાખ્યા પછી જંપે ,પોઈઝન આઈવી નો સ્પર્શ માણસને થાય તો એનું શરીર તતડી જાય છે .એ સુકાઈ ગઈ હોય .તોપણ તેનો સ્પર્શ થાય તો શરીરે નાની નાની ફોડકીયો  થઈ જાય છે .જોકે કોઈને પોઈઝન આઈવીની  વધુ ઓછા પ્રમાણમાં થતી હોય છે.કોઈને એની અસર બિલકુલ થતી પણ નથી .અરે એને બાળી નાખો .અને એનો ધુમાડો જો અડીજાય તો પણ શરીરે ફોડ્કીયું થઈ જાય છે. મેં એનું એક આપ જોડિયું બનાવ્યું છે.”આડી કરડે ઉભી કરડે કરડે કાપી નાખી ,બાળી નાખો તોય કરડે એવી આઈવી કાકી “એલિઝાબેથને બોલીને ફરી જવું બહુ ફાવતું નથી ,એવીરીતે ખોટુ  બોલવા બાબત ,જોકે મને જે અમેરિકન લોકોનો અનુભવ થયો છે. એ બધા એવા લાગ્યા છે ,

હુપણ ભારતમાંજ જન્મ્યો છું જિંદગીનો મોટો ભાગ મેં ભારતમાંજ કાઢ્યો છે .હું કઈ અમેરિકન નથી ,કે અમેરિકાની પ્રશંશા અને ભારતની  નિંદા કરું છું .અને મેં જો વધુ બોલાવવા માગતા હો તો હું ચાલીસ કરતાં વધુ વરસથી અમેરિકામાં રહું છું .પણ હું અમેરિકન સિટીજન નથી થયો .મને ઘણા આપણા દેશી ભાઈઓએ કહેલુકે તમે જો અમેરિકન સિટીજન નહિ હો તો તમને સો,સિ ના પૈસા અને બીજા લાભો નહિ મળે .હું એવા  હિતેચ્છુ ,મિત્રોને નમૃતાથી જવાબ આપતો કે મારે સિટીજન નથી થવું એટલે નથી થવું .

એલીઝાબેથ મારું બહુ માન જાળવે . મારા માટે એણે એક કવિતા (ઇંગ્લીશમાં )બનાવી છે.જે મેં મારા કમ્પ્યુટરમાં મૂકી રાખી છે.મારા ભીની એ બહુ સેવા કરે છે.કોઈ એને એવું કહે કે હવે પ્રભાશંકરને નર્સીંગ હોમમાં મુકવા જોઈએ જો એ  નર્સિંગ હોમમાં હોય તો તારે થોડી ઓછી તકલીફ રહે ,તો તે જવાબ આપેકે મને કોઈ તકલીફ નથી પડતી બલકે  પ્રભાશંકર ઘરે હોયતો મારો સમય  આનંદ થી પસાર થાય .મારી 98 વરસની ઉમરના નર્સિંગ હોમમાં મુકવાનો વિરોધ કરેલો .માં ઘરેજ મૃત્યુ પામ્યા .ઘણા લોકો પોતાના માબાપને  ભારે ના પડતાં  હોય  પોતાની જાતે પાણી પેશાબ કરી આવતાં હોય સ્નાન પણ જાતે કરી લેતા હોય છતા નર્સિંગ હોમમાં મુકી દેતા હોય છે.મેં એક ભજન બનાવ્યું છે તેની એક કડી લખું છું .

બાળક સાચવવા માને તેડાવે માતા થોડા દિવસ હરખાશે બાળક  મોટાં થયાં ગરજ નથી માતા પાંજરા પોળ માં જાશે (નર્સિંગ હોમ ) લાંબુ લખાણ વાંચવા

આપવા બદલ ક્ષમા કરજો.

5 responses to “ये इश्क़ इश्क़ है इश्क़ जोशीसे हो गया इश्क़

 1. pragnaju ઓક્ટોબર 26, 2012 પર 7:17 એ એમ (am)

  અમેરિકાના નર્સીંગહોમ ઘણા સારા હોય છે અને કોઈ અસાધ્ય રોગ કે અપંગ બની જવાય ત્યારે કોઈને પણ બોઝારૂપ બનવા કરતાં“નર્સિંગહોમ:નો આસરો લેતા ખચકાવું ના જોઈએ પણ આપણા ભારતીઓ બહોળા કુટુંબમા રહેવા ટેવાયલા હોય છે અને ઘણા ખરાને ઘેર પણ સારી સારવાર મળી રહેતી હોઇ ઘેર સારવાર લે છે.પણ એલીઝાબેથ જેવાની બીન સ્વાર્થી સહજ ભાવ સાથે સેવાનું જાણી તેને માટે દુઆ કરવા સહજ હાથ ઉંચકાઇ જાય,,,
  મધર ટેરેસા યાદ આવે………………

 2. સુરેશ ઓક્ટોબર 26, 2012 પર 7:28 એ એમ (am)

  આપણે ત્યાં પીળા રંગની અંતરવેલ થાય છે – તે પણ આ જ ?
  ઈલીઝાબેથ માટે માન થઈ ગયું.

 3. Atul Jani (Agantuk) ઓક્ટોબર 27, 2012 પર 7:04 એ એમ (am)

  શ્રી એલિઝાબેથનું ગમતુ ગીત નીચેની લિંક પરથી સાંભળી શકાશે :
  http://www.mavjibhai.com/MadhurGeeto/onilgaganna.htm

 4. Vinod R. Patel ઓક્ટોબર 27, 2012 પર 8:18 પી એમ(pm)

  વિદેશી હોવા છતાં શ્રીમતી એલીઝાબેથની પતી સેવાની ભાવના અને ભારતીય નારીના

  સંસ્કારો ખરેખર વખાણવા લાયક છે.ગુજરાતી ગીતો પણ ગઈ શકે એટલી હદે તેઓ

  ગુજરાતી બની ગયાં એથી આશ્ચર્ય ઉપજે છે.

 5. aataawaani ઓક્ટોબર 27, 2012 પર 9:54 પી એમ(pm)

  વિનોદભાઈ
  એલીઝાબેથ કેટલાક ગુજરાતી શબ્દો પણ બોલતાં .અને લખતાં પણ ખરાં.
  એક જોક એના માટેનો યાદ આવ્યો .જે આપના માટે લખું છું .
  અમે તમારા જેવા એક ગુજરાતી સ્નેહીને ત્યાં હું ,મારો ,ભાઈ,અને એલીઝાબેથ .ગએલાં મેત્યાં વાત કરીકે એલીઝાબેથ થોડાક ગુજરાતી શબ્દો બોલે છે.
  ઘર ધણીએ પૂછ્યું બોલો જોઈએ .એલીઝાબેથ બોલ્યાં “મને બહુ ભૂખ લાગી છે.”

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: