જુના વખતમાં ગામડાઓમાં ભવાયાઓ આવતા ,તેઓ સમીસાંજથી રમવાનું ચાલુંકરે ઠેઠ દિ ઉગ્યાસુધી ,દર વરસે રમવા આવે ,દર વરસે એનો એ ડિંગ ડફો હોય ,સૌ પ્રથમ ભૂંગળ વગાડે એટલે લોકો જોવા માટે આવે ,હું આ વાત દેશીંગાની કરું છું .ભવાયા ,વ્યાસ તરગાળા ,નાયક વગેરે નામોથી ઓળખાય દેશીંગામાં બેચર નારણ રહેતા હતા .તેઓ ભવાયાની ટોળીમાં રમવા જતા .જે ગામનો ભવાયો ટોળીમાં હોય એ ટોળી એના ગામમાં રમવા આવે ,એટલે તે મોટા મોટા આગળ પડતા માણસો હોય .એને ઘરે જઈને ભવાઈ જોવા બોલાવી લાવે કેમકે આવા લોકો વધારે પૈસા આપતા હોય છે.ભવાયાનો ખેલ જોવાની ટિકિટ હોતી નથી .લોકો પોતાના મોભા પ્રમાણે પૈસા આપતા હોય છે .ભવાયાઓ એ રમતાં પહેલાં ગામના આગેવાન મુખી જેવાની પરવાનગી લેવી જરુરી હોય છે .દેશીંગામાં રમવા આવે ત્યારે દરબારની પરવાનગી લ્યે .મોટા દરબાર મુજ્ફ્ફરખા ભવાયા જોવા પણ નો જાય અને એની પરવાનગીની જરૂર નહિ ,એમના દિકરા નવરંગખાં ભવાયા જોવા બહુ ઠાઠથી જાય ,અને રમવાની પરવાનગી પણ ખુશી થઈને આપે .ભવાયા રમવા આવે ત્યારે પટેલોને ઘરે અકેક ભવાયો જાય અને પોતે આજે તમારે ત્યાં જમવા આવશે એવું કહી આવે .પછી બાપુને કહે કે બાપુ મુજરો જોવા પધારજો .એટલે કે રાતના મુખ્ય રમત કરતાં પહેલાં સૂર્યાસ્ત થતાં પહેલાં બાપુના બગીચામાં કે કોઈ ખેડૂતની વાડીએ નાનકડો તમાશો કરે .ટોળીમાં એક વિદુષક જેવું કામ કરતો હોય એને ડાગલો કહેવાય .ડાગલો આખે શરીરે રાખ ચોપડી .ભીંડીના રેસાની જટા બનાવી લંગોટી વાળી મુજરા વાળી જગ્યાએ પલાંઠી વાળી બેસે બાપુ અને બીજા બે ચાર માણસો જોવા આવ્યા હોય .ટોળીનો એક માણસ સાધુ વેશધારી ડાગલા પાસે આવે અને ભાંગેલી હિન્દીમાં બોલે ,બાપુ એક માજી આઈ હૈ ઉસકો ઉસ્કે બેતેને ઘરસે નિકાલ દિ હૈ .બિચારી ચલ નહીં સકતી બહરી ઓર અંધી ભી હૈ .ગામ લોક ઉસ્કા ખર્ચ ભુગત લેંગે .સિર્ફ ઉસકો આશરાકી જરૂર હૈ ,આપ યહાં રખલો . બાવો કહે બેટે મેરી પાસ જગા કહાં હૈ,યે તુલસી છોડ એ ભગવાનકી મુર્તિયા મેરી પુસ્તકે .મેરે બરતન એ સબ કહા રખું .તો વો ડોસીકે લીએ મેરે પાસ જગા નહીં હૈ .થોડીવારે એક બીજો માણસ આવે અને કહે ,બાપુ એક કવારી લડકી માબાપકા ઘર છોડકે ભાગ નીકલી હૈ ,એ અઠારા સાલકી લડકીકો આશરાકી જરૂર હૈ , વો બિચારી કહાં જાય ,એટલે બો બોલે અરે બીચારીકો યહાં લે આવો ત્યારે ઓલો માનસ બોલે બાપુ યહાં આપકે પાસ જગા કહા હૈ ? અરે બેટે ઉસકે લીએ મૈ જગા કરુંગા એ તુલસી છોડ પતેલકી બાડીમે જયગા એ મુર્તિયા ગાંવ કે મંદરમેં ભેજ દુંગા ઓર દૂસરી ચીજે મેં ઇધર ઉધર કરકે જગ્યા કર ડાલુંગા .
પછી વાળુ પાણી કરીને ખેલ ચાલુ થાય ,એક માણસ હાથમાં દિવો લઈને ખોટે ખોટા મંત્ર બોલીને રમવાના સ્થળે ચક્કર લગાવે .અને કહે કે હવે અમારા ઉપર કોઈનો જાદુ નહીં ચાલે પછી તબલાં વાળો તબલાં વગાડે . ડાગલો કહે આ અવાજમાં તબલાં “ઘેલ સફા ઘેલસફા “એમ કહે છે.પછી સિતાર વાળો સિતાર વગાડે “કુન કુન ” પછી આરતી વાળો બોલે “આ આ આ આ “પછી ડાગલો કહે આબધા ઘેલ સફા છે જે અમારો ખેલ જોવા આવ્યા છે.એ અને એક માણસ જોનારાઓ વચ્ચે ફરતો હોય ,અને લોકોને ફુલાવી ફુલાવીને ,પૈસા કઢાવતો હોય .અને કોઈ પૈસા આપે એટલે મોટા અવાજે બોલે આ તાતીયા ટોપે બાપુના પાંચ રૂપિયા ,હેઈ ખરાં .ભૈર ભૈર બહુચર માતકી જે
દેશીંગામાં ભવાયા રમતાતા ત્યારે હરિશંકર ભાઈ જોવા નોતા ગયા એ કોઈ દિવસ ભવાયા જોવા જાય નહીં કેમકે પોતે વહીવટદાર એટલે પૈસા વધારે આપવા પડે .અમારા ગામનો બેચર નારણ, હરિશંકર ભાઈ એની ઓફિસમાં ઉંઘતા હતા ત્યાં આવ્યો અને ખાટલાની પાંગત ઉપર બેસી ઉઠાડવા માંડયો .ભાઈ ,ભાઈ , જોવા પધારો શું શું ખેલ ચાલુ છે ઝંડા ઝૂલણના, પુરબીયાના ,બરાબર ખેલની જમાવટ છે.હરિ શંકર ભાઈને ખબર પડી ગઈ કે બેચર મને ઉઠાડી રહ્યો છે. એટલે ખોટે ખોટાં નાખોડાં જોરથી બોલાવવા લાગ્યા .એટલે બેચરે હરિ શંકર ભાઈના પગનો અંગુઠો દબાવ્યો .હરિશંકર ભાઈને થયું કે આ લપ મને ઉંઘવા નહીં દ્યે .એટલે હરિશંકર ભાઈ ઝડપથી બેઠા થઇ જોરથી એક થપ્પડ બેચરને મારી અને બેચરને ખાટલાથી નીચે પાડી દિધો .નીચે પડ્યો પડ્યો બેચર ભાઈ હું બેચર અરે બેચરભાઈ તમે ?હરિશંકર ભાઈ કહે મને એવું ભયંકર સ્વપ્નું હતું કે મને એમ થયું કે મને ભૂત વળગ્યું છે એટલે મારાથી તમાચો મારી ગયો .પણ બાપુ એવો જોરથી વાગ્યો કે મારા ત્રણ ગામના મોરલા બોલી ગ્યા .
વરસાદ ગાજે કે બંધુક ફૂટે તેનો અવાજ સાંભળી મોરલા બોલતા હોય છે .પણ બેચારને થપ્પડ વાગી એનો અવાજ ત્રણ ગામના મોરલાઓએ સાંભળીયો.
હવે એવા ભવાઈના વેષ કરનારા જતા રહ્યા .ભવાયા જોક પણ કહે ગીતો ,પણ ગાઈ જાતિ ઓની મશ્કરી પણ કરે ,છતાં કોઈ દુઃખ નો લગાડે .કેટલાક નમુના હું આપને કહું છું .વાગડ સગું ન ધારીએ દેખાવે વિકરાળ .આપણ જાએ એક બે ઈ આવે દસ બાર .===ગરાસીયા રાણા કેમ કેવાણા આગળ ઓટા પાઘડ બાંધે સૌ થી મોટા પણ મનના ખોટા . ડાગલા ને કહે આયા કણે દરબારુના બેસણા છે .પટેલ બાપા હોકો ગડગડાવતા બેઠા છે .કંઈ વગર વિચાર્યું નો બોલતો .ડાગલો કહે નહિ બોલું .પછી એવું બોલેકે જુવાન ઘાલે ઉભાં ઉભાં ઘરડો ઘાલે બેસી બે આંગળીએ પોળી કરે તો ઝટ જાય પેસી .એલા આ ભૂંડું નથી .જુવાન માણસ જોડા પહેરેતો ઉભો ઉભોજ જોડામાં પગ ઘાલીને પહેરી લ્યે પણ ઘરડો માણસ નીચે બેસી બે આંગળીઓ વતી જોડો પહોળો કરીને પગ જોડામાં ઘાલે , ઉભાં ઉભાં ઘમ ઘમાવી પછી વાળી વાંકી રસ કસ કાઢી લીધો પછી દિધી ઢાંકિ આ છાશ વલોણાં ની ઉક્તી .સોરાષ્ટ્રમાં બેનો છાશ ઉભાં ઉભાં ફેરવે છે.જયારે પંજાબમાં બેનો બેઠા બેઠાં છાશ વલોવતી હોય છે .ડાગલો કોઈ વખત ઉર્દુ શેર પણ કહેતો હોય છે
एक माहे ज़बीं को ज़ख्म हुवा मरहम लगाने हम गए वोतो अच्छी हो गई लेकिन मर हम गए
Like this:
Like Loading...
Related
આદરણીય વડીલ શ્રી આત્તા ,
જય હો અમારા માર્ગ દર્શક આત્તાની જય હો.
ભેર ભેર બહુચર માતાની જય
પરાર્થે સમર્પણ
બીજાના ભલા માટે સમર્પણ કરવાની તમારી વૃત્તિનો વિકાસ થશે .
તમારા શબ્દો મારામાં જોમ પૈદા કરે છે.
एक माहे ज़बीं को ज़ख्म हुवा मरहम लगाने हम गए वोतो अच्छी हो गई लेकिन मर हम गए !
આતા તમારી ઉંમર હજી ૧૯ (ટીનએજર) ની જ છે. અદ્ભુત !!!
વાહ! દેશીંગાની ભવાઈ ઘેર બેઠા માણી.
હજી મારે આપણા બ્લોગર ભાઈઓના નામ આમાં ગોઠવવાં હતાં .પણ પછી અમુક કારણોસર માંડી વાળ્યું .
બહુચર માતકી જય
અને મારા ઉત્સાહ પ્રેરક પ્રજ્ઞા બેનકી પણ જય
અમિત ભાઈ
મેં ઘણે ભાગે જવાબ આપી દીધો છે.