सुनाने वाले सबको सुनाना चाहते है ,अगर ना मिला कोई गधेको सुनाते है

અમેરિકાના ફિનિક્ષ શહેરમાં એક જુવાનનો બાપ ભારત્તથી ઘણી વખત પોતાના દિકરાને મળવા આવે .તેને ગાવાનો શોખ હતો .અને પોતે કવિ છે ,એવું પણ લોકોને તે કહેતો ફરે ,ફિનિક્ષમાં ભારતના લોકોની માલિકીનો એક વિશાળ હોલ છે .હપ્તામાં એક વખત વડીલો (ભાઈઓ અને બહેનો) ભેગાં થાય ,વાતો ચિતો કરે ગીતો વગેરે ગાય અને આનંદ કરે.અહિ ઓલા ભારત વાળા ભાઈ આવે એણે સૌ સિનિયરોને વાત કરીકે હું ભજનો,ગીતો ગાઉ છું .અને હું કવિ છું એટલે કવિતાઓ બનાવી પણ જાણું છું .એક વખત એક વડિલે ગીત ગાયું તેનો અવાજ ઘેરો અને બુલંદ હતો .ભારત વાળા  ભાઈનું નામ હું ભુલી ગયો છું .એટલે આપણે એને પુંજા ભાઈ કહીશું . પુંજા ભાઈનો અવાજ ઝીણો હતો .બુલંદ અવાજ વાળો  ગાઈ ત્યારે જોરદાર  તાળીયુ પડે .પુંજા ભાઈ ગાઈ ત્યારે લોકો બહુ ધ્યાન નો આપે અને તાળીયુ પણ બહુ નો પાડે ,પુંજાભાઈને થયું કે આ માણસ જોરથી ગાઈ છે .માટે એ અવાજ પહાડી છે ,એવું વિચારી પુંજાભાઈએ જોર જોરથી ગાવાની પ્રેક્ટીસ ચાલુ કરી .કોઈકે તેમને સમજાવ્યા કે પુંજાભાઈ  અવાજ,,ઉંચાઇ પહોળાઈ  રૂપ રંગ , એ બધું ભગવાનની ભેટ છે .લતા મંગેશકરનો  અવાજ મન મોહક છે .આવો સરસ અવાજ શિખવા માટે એ કોઈ કોલેજમાં ભણવા નથી ગઈ. એનો અવાજ એ કુદરતી બક્ષીસ છે .   પણ પુંજા ભાઈને એ શાણા માણસની વાત ગળે ઉતરી નહિ .એમણે તો જોર જોરથી ગાવાની પ્રેક્ટીસ ચાલુજ રાખી.પછીતો એ ચિત્તભ્રમ થઈ ગયા ,જે કોઈ માણસ એમને ઉભા રાખી ગાવાનું  સંભળાવ વાનું ચાલુ કરી દ્યે .એક દિવસ અમદાવાદના લો ગાર્ડન પાસે સુરેશ દાની જેવા સજ્જન ને અચાનક   મળી ગયા .સુરેશદાનીને  અને પુંજાભાઈને  વરશો જુની ઓળખાણ પુંજાભાઈ તો સુરેશદાનીને જોઈ નાચવા માંડ્યા .અને બોલ્યા .એલા સુરેશ ઉભો રહે તુને હું એક ભજન સંભળાવું .બળિયાબાપજી નું છે .હમણાજ તાજેતરમાંજ રચ્યું છે .સુરેશદાની બહુ ઉતાવળમાં હતા પણ જુના મિત્રનું માન રાખી ઉભારહ્યા .સુરેશ કહે ટૂંકમાં પતાવજો મારે એક ભાઈની સ્મશાન યાત્રામાં જાવાનું છે .પુંજા ભાઈએ પુછ્યું શું બિમારી હતી સુરેશ કહે આમતો તેને ખાસ કોઈ રોગ નોતો પણ તેમને મોટેથી ગાવાની ટેવ હતી .ડોકટરે નિદાન કરેલું અને  કિધેલું કે એના ફેફસાં થાકી ગયાં હતાં .એની વાત સાંભળી પુંજા ભાઈએ તો રાગડા તાણીને ગાવાનું શરુ કર્યું .સુરેશે પુંજાભાઈને કીધું ટૂંકમાં પતાવજો ,કેમકે મારે પછી મોડું થઈ જશે પુંજા ભાઈ કહે બહુ લાંબુ નથી .ફક્ત વીસજ કડીયુંનું  છે.કોઈ સજ્જને કહ્યું કે ભાઈ તમે લો ગાર્ડનની અંદર બાંકડા ઉપર બેસીને ગાઓ તમારો કર્કશ સાંભળવાને લીધે લોકો મોટરના હોર્ન નથી સાંભળી શકતા એટલે કદાચ એક્સીડેન્ટ થઈ જશે .પછી પુંજાભાઈ અને સુરેશભાઈ બંને જણા લોગાર્ડન  ની અંદર ગયા .અને પુંજાભાઈએ લલકાર્યું ,થોડે દુર એક પ્રેમી યુગલ બેઠું હતું તે ઉઠીને હાલતું થયું .પુંજાભાઈ કહે કેમ જાઓછો .આ ભજન પુરું થશે એટલે હું તમારા માટે ખાસ આશિક માશૂકની ગજલ સંભળાવિશ બહુ લાંબી નથી સત્તરજ કડીની છે.આમ વાતો થતી હતી .એટલામાં એક ભાઈ આવ્યો અને સુરેશભાઈને કહે ચાલો ઉઠો સ્મશાન યાત્રામાં જવા માટે બધા તમારી વાટ જોઈ રહ્યા છે .સુરેશભાઈએ પુંજા ભાઈની રજા લીધી અને જવા રવાના થયા.એટલે પુંજાભાઈ કહે આ ભાઈ જે તમને બોલાવવા આવ્યા છે .એને પણ કહો કે તે પણ ભજન ભલે સાંભળે બહુ સરસ ભજન છે .ભાઈ અમારાથી તમારું ભજન સાંભળવા  નહિ રોકાવાય એમ કહી સુરેશભાઈ અને તેમને બોલવ વા આવેલો માણસ ચાલવા માંડ્યા .તો તેની પાછળ જઈને પુંજાભાઈએ ગાવાનું ચાલુ એટલે સુરેશભાઈ અને તેને બોલવવા આવેલો માણસ દોડવા માંડ્યા .એટલામાં પુંજાએક બિમાર ગધેડાને ઉભેલો જોયો તેને પુંજા  ભાઈએ પૂછ્યું .ભાઈ તું મારું ભજન સાંભળીશ .?ગધેડાએ માખી ઉડાડવા માથું નીચું .  કર્યું .અને પુંજાભાઈએ ગાવાનું શરુ કર્યું .પુંજા ભાઈને થયું કે માણસો કરતાં પશુને મારા ગીતની વધુ કદર છે ,પુંજાભાઈએ ગીત ગાવાનું શરુ કર્યું .અને  ગધેડો ભડકીને ભાગ્યો .પુંજા ભાઈને થયું કે મારા ભજનમાં બિમારને સારા કરવાની શક્તિ છે.सुनाने वाले सबको सुनाना चाहते है .अगर न मिला कोई गध्धेको  सुनाते है .खुदा हाफिज

9 responses to “सुनाने वाले सबको सुनाना चाहते है ,अगर ना मिला कोई गधेको सुनाते है

  1. Atul Jani (Agantuk) ઓક્ટોબર 22, 2012 પર 4:33 એ એમ (am)

    બે મુસાફર એક સીટમાં પાસે પાસે બેસીને મુસાફરી કરતાં હતા.
    એક મુસાફર કહે કે હું કવિ છું.
    બીજા મુસાફરે કહ્યું કે હું બહેરો છું.

    પુંજાભાઈનું ભજન સાંભળીને ગદ્ધામાં ભાગી છુટવાની શક્તિ આવી આ પુંજાભાઈની કમાલ કહેવાય 🙂

  2. pragnaju ઓક્ટોબર 22, 2012 પર 4:34 એ એમ (am)

    मधुर मधुर गा रे मनवा
    मधुर मधुर गा
    नई धड़कन की
    गीत मिलन की
    सुर में मन के तार देदे
    मन का सन्देसा
    मधुर मधुर गा …

    सपन सुहाना मेरा
    मधुर तराना तेरा
    रहूं ना होश में
    मन होश से बेहोश बना
    ऐसा रंग जमा
    ऐसा रंग जमा
    मधुर मधुर गा …
    मधुर मधुर गा रे मनवा
    मधुर मधुर गा …
    एक भेद है, सुन मतवाले, दर्द न खोल कहीं जा,
    मन में मन की आह पचाले, जहर खुशी से पी जा।
    व्यंजित होगी व्यथा, गीत में खुद मत कभी समा।

    मनवा धीरे-धीरे गा।

    • aataawaani ઓક્ટોબર 22, 2012 પર 5:50 પી એમ(pm)

      પ્રજ્ઞા બેન મેં રહીમાંનનો દોહરો લખીને જવાબ આપેલો એ કોઈ બીજા ઈ મેલ ઉપર રીપ્લાય થઇ ગયું.

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

    • aataawaani ઓક્ટોબર 22, 2012 પર 6:31 પી એમ(pm)

      મને કાવ્યનું પધ્ધતિ સરનું જ્ઞાન નથી . મેં એક કવિતા બનાવી છે .તેમાં આખી કવિતાને બધા છેલ્લા પ્રાસ સરખાજ થઇ ગયા છે .એમાં” તાહે” પ્રાસ છેલ્લે સુધી થઇ ગયો છે. તે  યોગ્ય  ન કહેવાય ,પણ રાગથી ગાઈ શકાય છે ખરી સ્ત્રીની પ્રશંશા  છે .એટલે મારા જેવડી મોટી ઉમરનો આવું લખે એ સારું ન કહેવાય .પણ આતો મારા એકલા  માટે  છે. અને મને ગમે છે.હું પ્રાસ બાબત વાત કરું છું .એટલે તમને નહિ ગમે એ જાણવા છતાં લખું છું. मुसिबतमे हर  इन्सांको इलाही याद आता है माशूक तू याद आती है मुझे जब गम सताता है निगाहे नाज तेरी मेरा दिल जख्मी होता है पिताहू याद कर तुझको पानी अक्सीर होता है तबस्सुम देख कर तेरा दिल मखमूर होता है तेरी कातिल अदाए पर दिल कुर्बान होता है परीशाँ ज़ुल्फ़की   सायामें मुझको लुत्फ़ आता है जब आबेगुलगूं  देती हो सुरूर तब आही जाता है तू है एक नाज़नी ओरत तेरा रूप हूरसा लगता है “अताई”देख कर तुझको तसद्दुक होही जाता है 

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  3. સુરેશ જાની ઓક્ટોબર 22, 2012 પર 6:10 એ એમ (am)

    આતા,
    તમને સાચી વાતની ખબર નથી. સુરેશ જ વળીને ગધેડો બનીને આવ્યો હતો !

    • aataawaani ઓક્ટોબર 22, 2012 પર 5:05 પી એમ(pm)

      એટલેજ  ઓલા  શાયર –ગાયકનું ગીતનો એક ટહુકો સાંભલિયો    અને   હળી કાઢીને ભાગી ગયો.  

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  4. Pingback: પુંજાભાઈ અને સુરેશ દાની | હાસ્ય દરબાર

  5. dhirajlalvaidya ઓક્ટોબર 23, 2012 પર 12:31 એ એમ (am)

    પ્રિય આતાજી, કોઇપણ ઉંમરે બાળક થઇ શકાય છે. તેમ યુવાન પણ થઇ શકાય છે. રંગીન જીવન જીવનાર જ સ્વસ્થ દીર્ઘાયુષ્ય ભોગવી શકે છે. તે મોટેભાગે ભોળા અને નિખાલસ હોવા ઉપરાંત નિરૂપદ્રવી હોય છે. હંમેશા ગંભીર અને ભારમાં રહેનારા કે ખટપટીયા કે કાવાદાવાના ખેલાડીઓના અંગો વહેલાં ઘસાઇ જાય છે. અને અનેક રોગોની નિગેહબાની હેઠળ જીવે છે. અથવા તેઓ ઘડપણ જોવા સુધી રોકાતા જ નથી.તમારી હિંમત, જોમ, ઉત્સાહ, નિખાલસતાં, અને કડવું+મીઠ્ઠું ગળી જવાની સહિષ્ણુતા સ્તુત્ય છે. મરા સાદર પ્રણામ.

  6. aataawaani નવેમ્બર 5, 2012 પર 6:42 એ એમ (am)

    ધીરુ ભાઈ
    તમારી વાત તદ્દન ખરી છે .ઈર્ષાળુ , ખટપટિયા ,પોતાનું દુ:ખનાં રોદણાં રડનારા ,મુસીબતોનો સામનો નથી કરી શકતા ,તેઓને હાર્ટ એટેક આવે એટલે તુર્તજ ઢળી પડે છે .જિંદાદિલ ,આનંદિત કોઈનું સુખ જોઈ રાજી થનારાઓને ,હાર્ટ એટેક આવે તોય મળ્યા વગર પાછો જતો રહે છે.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: