આતા તમે કેસીનોમાં જાઓ છો?…..હા .

આતા તમે આવા સજ્જન માણસ થઈ ભગત માણસ થઈ જુગાર રમો એ સારું ન કહેવાય ,સમાજમાં તમારી કેટલી ખરાબ છાપ પડે?એલા ભઈ મેં તારા પ્રશ્નનો જવાબ આપ્યો. તેં મને એવું ક્યાં પુછેલું કે તમે જુગાર રમો છો? કેસીનામાં  જોછો?ફક્ત એવુંજ તેં પુછેલું .જો હું હવે કેસીનામાં જવાનો મારો હેતુ તુને કહું છું .

હું ન્યુ જર્સીમાં રહેતો હતો ત્યારે સિનીયર સેન્ટરમાં નિયમિત જતો સેન્ટર વાળા મહિનામાં એક વખત કેસીનોમાં જવાની વ્યવસ્થા કરે કેસીનાની બસ આવે તે મફતમાં લઈ જાય , કેસીનામાં જાઓ એટલે કેસીના વાળા રમવા માટે દસ ડોલર આપે ખાવા માટે પાંચ ડોલરની કિમતનો પાસ આપે જે કેસીનોના રેસ્તોરામાજ ચાલે ,જો તમો રેસ્ટોરામાં ન જમોતો એ પૈસા તમારા ગયા .મારી સાથે એક અમદાવાદના નવનીત ભાઈ હતા,અમે બંને જણા પાંચ પાંચ સેન્ટથી રમવા વાળા મશીન પાસે બેઠા .પહેલેજ ધડાકે મને ત્રણ ડોલર અને પંચોતેર સેન્ટ મળ્યા .હું પૈસા ખીસામાં નાખીને હાલતો થઈ ગયો નવનીતભાઈ કહે કેમ ઉઠી ગયા આતો સારાં શુકન થયાં કહેવાય .મેં કીધું આટલું ઘણું થઇ ગયું .લોકોને મારે કહેવા થશે કે હું કેસીનોમાં જીતેલો .નવનીતભાઈ રમ્યા કર્યા અને હાર્યા ,ખીસામાં એક પૈસો નો રહ્યો ,ત્યારે ઉભાથયા . કેસીનાએ આપેલા એ અને પોતાના દસેક ડોલર હાર્યા પછી ઉભા થયા .

હું એરિઝોનામાં રહેવા આવ્યો ,ત્યારે કેસીના વાળી વાતમે કનકભાઈ રાવળને કરી ,અને કીધું કે હું કેસીનામાં જીતેલો  મેં કીધું હું ત્રણ ડોલર અને પંચોતેર સેન્ટ જીતેલો .કનકભાઈ કહે ફક્ત હું ત્રણસો પંચોતેર જીત્યો એમ કહેવાનું ,તમારે જુઠું ક્યાં બોલવાનું છે .કોઈ ખંતીલો પુછે કે ત્રણસો પંચોતેર ડોલર જીત્યા ?તો તમારે સાચું કહેવાનું .હું એરિઝોના રહેવા આવ્યા પછી કેસીનોમાં ગયો .દોઢ કલાક બસમાં મુસાફરી કરવાની કેસીનોમાં પહોંચ્યા પછી જેવા બસમાંથી ઉતરો એટલે એક બાઈ દસ ડોલરનું ચેક જેવું કાગળિયું આપે ,એલઈ તમે કેસીનોમાં પ્રવેશ કરો એટલે ત્યાં એક બાઈ હોય એ આ કાગળિયાના રોકડા ડોલર આપે આ લઈ તમે રમવા બેસો .મફત કોફી પીવાની કેસીનામાં સગવડ હોય છે.

હું બસમાંથી બહુ શાંતિથી ઉતરું કેટલીક વખત મને પૈસાનું કાગળિયું આપવા વાળી બાઈ બસમાંથી મને બોલાવે કહેકે હવે કેસીનો આવી ગયો બસમાંથી બારા પધારો શું કરતાતા  ઊંઘતા તા ? પછી મને પૈસા વાળું કાગળિયું આપે આ લઇ હું કેસીનામાં પ્રવેશ કરું ત્યારે કાગલીયાના  રોકડા આપવા વાળી બાઈ જતી રહી હોય અને પોતાના બીજા કામે વળગી ગઈ હોય એ મારી વાટ જોઇને બેસી રહે ?પછી હું કેસીના વાળા કર્મચારીને કાગળિયું દેખાડીને પુછું કે આને મારે હવે ક્યાં વટાવવું ?તે કહે હવે તમે ઓફિસે જાઓ .હું ઓફીસ ગોતવા ખોટે ખોટાં ફાંફાં મારું .વળી કોઈને પૂછું એ આંગળી ચીંધીને ઓફીસ દેખાડે તોય હું ફાંફાં મારું એટલે ઓલો મને ઓફીસ પાસે આવીને મુકી જાય હું ત્યાંથી રોકડા પૈસા લઈ ખીસામાં મુકી .પાણી પેશાબ કરવાની જગ્યા પુછું આંધળો વાંચી શકે એટલા મોટા અક્ષરે પેશાબ કરવાના સ્થળનું નામ લખ્યું હોય .પણ મારેતો સમય પસાર કરવો હોય ,બહુ વાર લગાડીને પેશાબ કરું હાથ મો ધોઉં ,પછી એક પેનીથી રમવા વાળું મશીન ગોતું એટલામાં બસમાં જતાં પહેલાં બે ત્રણ ડોલર હારું એટલો રમું અને પછી સાતેક ડોલર બચાવીને બસની વાટ જોતો બહાર બેસું .પણ એ પહેલા કોફી વાળા સ્થળે જાઉં હું કોફી પીતો નથી .પણ અહિં જરાક કોફી લઇ ક્રીમર નાખી આખો કપ ભરું અને ચમચીથી હલાવી આઈસ્ક્રીમ ખાતા હોઈએ એમ ઠાઠથી ખાઈને ધરવ કરું .આવાત હું એક મોટી ઉમરના પાંચ ડોલરથી રમવા વાળા પૈસાદાર જુગારીને કહું તે મને કહે .જો તમારા જેવા જુગારી હોયતો બહુ થોડા સમયમાં કેસીના વાળા ભીખ માંગતા થઈ જાય  લ્યો આ મારા બ્લોગર ભાઈઓ તમારી આગળ પેટ છુટી વાત કરી દીધી  जोभी आता है यहाँ

,हारकेही जाता है कोई किस्मत वाला जित जाता है येतो कसिना है मालिकको  मज़ा देताहै हारने वालाभी हारनेकी मज़ा लेता है .

7 responses to “આતા તમે કેસીનોમાં જાઓ છો?…..હા .

  1. સુરેશ ઓક્ટોબર 19, 2012 પર 5:25 એ એમ (am)

    અમારે ત્યાં આમ મફત લઈ નથી જતા. ૧૫ ડોલર લે છે ; અને રમવાના અને ખાવાના ડોલર આપણે કાઢવાના.

    • aataawaani ઓક્ટોબર 19, 2012 પર 11:00 એ એમ (am)

      ઈવા કસીનામાં જવાનું મારું કામ નહિ . અને ઘરે ૪ ડોલરનો  ચેક મોકલે (.કોઈ વખત હો  )કોઈ વખત રમવાના પાસા આપે એમાં જીતો તો ઈ વધારાના

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  2. pragnaju ઓક્ટોબર 19, 2012 પર 7:17 એ એમ (am)

    આવા ઘણા અનુભવો સાંભળ્યા હતા અમે સીનીયર પણ હજુ નથી ગયા
    …પણ હવે ચૂંટણી વખતે અમારે સવાલ ૭ નો ઉતર આપવાનો છે.સામાન્ય રીતે બધા ભેગા થઇએ ત્યારે કોને મત આપવો તેની ચર્ચા થતી નથી.બધા ચર્ચિલ જેવા થઇ ગયા છે.સામું પૂછશે કે તે કોને મત આપવાનો છે અને પછી કહેશે તે પણ તેને જ આપશે! પણ અહીં કેસીનો લાવવાની વાત પર મતભેદ થયા છે !
    બીજી તરફ જોઇએ તો આપણા એવા આળસુ છે કે મત આપવા જ ઑછા જાય છે! તેવું જાણી હવે તો અમે આ ૨૭ ૨૮ કે ૨૯મી એડવાન્સમા આપી શકીએ એવો કાગળ આવ્યો છે.હવે જોવાનું છે અમારી પડોશે કેસીનો આવે છે કે કેમ?

    • aataawaani ઓક્ટોબર 19, 2012 પર 10:14 એ એમ (am)

      પ્રજ્ઞાબેન
      કસીનાની ટેવ પડી જાય એ બહુ ખતરનાક હોય છે. હું જતો ત્યારે કેટલાક માણસો બસમાંથી જલ્દી નીકળી અને પોતાનું માનીતું મશીન હાથ કરી લેતા હોય છે. ખુબ હારતા હોય છે. કેમકે રમવામાં ઝડપ કરતા હોય છે.મારા બ્લોગમાં લાંબુ લખાણ કેમ લખાય એ મને હજી આવડતું નથી .એટલે મારે જલ્દી કરવું પડે છે. એટલે મારે ઘણું લખવાનું રહી જાય છે .કસીનામાં આપણા નામ ઠામ વાળું કાર્ડ આપે છે .એ કાર્ડને લાંબી દોરી હોય છે. એની હુક કાર્ડમાં હોય અને બીજી પોતાના ખિસ્સામાં હોય આ કાર્ડ મશીનમાં નાખીને રમવાનું હોય છે.આ કાર્ડને લીધે આપણે કેટલા રમ્યા એની ખબર ઓફિસમાં પડતી હોય છે. જો કાર્ડ ન મુક્યું હોય તો લખાયને આવે કાર્ડ મુકો .જ્યાં સુધી કાર્ડ ન મુકીએ ત્યાં સુધી લખાણ સતત આવ્યા કરતુ હોય છે.એક પૈસાથી રમવાના મશીન ઉપર વધારે પૈસાથી પણ રમી શકાય છે.પાંચ ડોલરવાળા મશીન ઉપર પાંચથી ઓ છું નો રમી સહાય પણ વધુ પૈસાથી રમી શકાય .એવી રીતે બીજા મશીનો ઉપર પણ
      મશીન ઉપર બહુ ઉત્સાહ પ્રેરક લખાણો આવ્યા કરતા હોય છે. ખૂબી એવી હોય છે કે હારવા છતાં આપણને કંટાળો નથી આવતો .એટલે મેં લખ્યું કે
      हारने वाला भी हारनेकी मज़ा लेता है.

  3. aataawaani ઓક્ટોબર 19, 2012 પર 10:56 એ એમ (am)

    ઈવા કસીનામાં જવાનું મારું કામ નહિ .
    અને ઘરે ૪ ડોલરનો ચેક મોકલે (.કોઈ વખત હો )કોઈ વખત રમવાના પાસા આપે એમાં જીતો તો ઈ વધારાના

  4. kanakraval ઓક્ટોબર 20, 2012 પર 3:51 પી એમ(pm)

    આ હેમત આતા બહુરુપી છે તેતો હું કહી ચુક્યો છું પણ જુવો તેમની એક વકિલબાજ હાજર જવાબી,
    સુજાએ પુચ્છ્યુ: “આતા તમે આવા સજ્જન માણસ થઈ ભગત માણસ થઈ જુગાર રમો એ સારું ન કહેવાય ,સમાજમાં તમારી કેટલી ખરાબ છાપ પડે?”
    હિમ્મત વકિલે, વિકેટ પાડી,
    “એલા ભઈ મેં તારા પ્રશ્નનો જવાબ આપ્યો. તેં મને એવું ક્યાં પુછેલું કે તમે જુગાર રમો છો?
    કેસીનામાં જાવ છો? ફક્ત એવુંજ તેં પુછેલું .
    જો હું હવે કેસીનામાં જવાનો મારો હેતુ તુને કહું છું ”

    જોયું, કેવા જડ્બાતોડ જવાબ આપે છે?”

    • aataawaani ઓક્ટોબર 20, 2012 પર 4:26 પી એમ(pm)

      કનક ભાઈ મને તમે અને સુજા અને બીજા તમારા જેવા સ્નેહીઓ .મને અડીખમ રાખે છે . મને સુજાએ અને તેના ઘરનાએ દત્તક લઇ  ઇના ઘરનો બાપો બનાવી દીધો છે .હું કેટલો ભાગ્યશાળી   કહેવાઉં .સુજાને મારા ઘરમાં શું મિલકત છે .એની ખબર છે એટલે   એણે મારી મિલકત  માટે બાપો બનાવ્યો છે કે બાપો હાલ્યોજાય, તો એના ઘરમાંથી  ભાંગેલી કાચલીયું ,ખજૂરના ઠળિયા નાં આભુંશન  મારા  હાથમાં આવી જાય .

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

Leave a reply to સુરેશ જવાબ રદ કરો