જગજ્જીવનની દૃઢ પ્રતિજ્ઞા મરઘલીએ તોડી

દેશીંગા જેવડા એક નાનકડા ગામમાં એક અતિ રૂઢી ચુસ્ત બ્રાહ્મણ રહે .રૂઢીચુસ્ત તો હતો .પણ બહુજ જેને “વેદિયો “કહેવાય ,એને સંતાનમાં એકજ દિકરો હતો.વેદીયાએ એવું મનોમન નક્કી કરેલું કે આ મારા દિકરાને શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે તે 24 વરસની ઉમરનો થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળે અને વિદ્યાભ્યાસ કરે ,અને પછી લગ્ન કરે ,લગ્ન કર્યા પછી પુત્રને ત્યાં પુત્ર જન્મે અને એ પુત્ર પાંચ વરસની ઉમરનો થાય ,પછી પોતાની પત્ની સાથે દિકરાથી જુદો રહે અને વાનપ્રસ્થ ધર્મનું પાલન કરે અને પછી  અમુક સમયે એટલેકે અનુકુળ સમયે પોતાની પત્ની દિકરા વહુ સાથે રહે અને પોતે સન્યાસી ધર્મ પાળે .અને ગામોગામ વિચરણ કરે અને પ્રત્યેક ગામમાં એક રાત થી વધુ ન રોકાય અને લોકોને સદોપદેશ આપે.

દિકરો જગજજીવન  પોતાનો અભ્યાસ પૂર્ણ કરી ઘરે આવ્યો .ગામલોકોએ મોટી પાર્ટી રાખી જગજજીવન નું ભવ્ય સ્વાગત કર્યું .એક દિવસ અનુકુળ  સમયે વેદિયા બાપે મુહુર્ત જોઈ ,પોતાના વહાલા પુત્ર પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો ,કીધું કે દિકરા ,ઘણા માબાપો પોતાની દિકરીનાં તારી સાથે લગ્ન કરવા માટે મને આગ્રહ કરે છે.એક સમય એવો હતોકે  દિકરા માટે યોગ્ય કન્યાની શોધમાં ઘણું ભટકવું પડતું .મારા બાપા મને ઘણી વાર કહેતાકે તારા સગપણ માટે કન્યા શોધવામાં મારા પગના જોડા ઘસાઈ ગયાહતા .અને અત્યારના સંજોગો એવા છેકે  તારી વિદ્વતા જોઈ લોકો સામે ચડીને પુછવા આવે છે .માટે તું કહે ત્યારે લગ્નનું નક્કી કરીએ .દિકરાએ પોતે લગ્નનાં બંધનમાં પડવા માંગતો નથી .હું મારી આવડતનો ઉપયોગ લોક કલ્યાણ અર્થે કરવા માંગુ છું .લગ્ન કરીશ તો મારી ઉત્તમ શક્તિનો ઉપયોગ સ્ત્રી બાળકોના લાલન પાલન માં વેડફાઈ જશે .

ગામના વડિલ એવા ભોજાબાપાએ પણ જગજજીવન ને સમજાવવામાં  ઘણી મહેનત કરી ,પણ સફળતા નો મળી .છેલ્લે ગામના દરબાર મુજ્જ્ફરખાં બાપુએ જગજજીવન ને પોતાના દરબાર ગઢમાં બોલાવી સમજાવી જોયો પણ જગજ જીવન એકનો બે ન થયો .પણ બાપુએ મનોમન નક્કી કર્યું કે   મેં એ નાદાન છોકરેકી  શાદી ના કરાઉતો   મેરાનામ મુજફ્ફરખાં નહિ .

ગામમાં એક ભીમડા નામનો ચમાર રહે ,એની એક અતિ સોંદર્ય વાન 20 વરસની મેનકાને ટક્કર મારે એવી મૃગાક્ષી નામે દિકરી હતી .એને સૌ મરઘલી નામે બોલાવતા .મરઘલી  અતિ રૂપાળી હોવાથી એની નાતનો કોઈ યુવક આ સાપના ભારાને પરણવા તૈયાર નોતો .બાપુએ મરઘલીને પોતાની પાસે તેડાવી અને પુછ્યું ,તારા લગ્ન હું આ જગજ? જીવન સાથે કરાવી આપુતો ગમે ?મર ઘલી કહે હા બાપુ મને આ કામદેવના અવતાર જેવો છોકરો શામાટે ન ગમે .પણ એ મને અછૂત કન્યાને પરણવા તૈયાર થશે ખરો ?બાપુ કહે  સ્ત્રી શક્તિમાં અલ્લાહ તાલાએ એવું આકર્ષણ મુક્યું છેકે એને જોઇને ભલ  ભલા   પાણી પાણી થઈ જાય છે .એકદિવસ જગજજીવન નદીમાં નહતો હતો .અને મરઘલી બચાવો બચાવોની બુમો પાડતી નદીમાં પડી અને જગજજીવનને વળગી પડી .પછી જોરથી હસવા લાગી .અને જગજજીવનની પ્રતિજ્ઞા ભાગવા લાગી .કહ કહાકા તીર કલેજેમે ચુભ ગયા જાલિમ તુનેતો દિલકા મેરા કબ્જા કર લિયા .અને બાપુએ લગ્ન ધામ ધૂમ થી કરાવી આપ્યાં .કોઈએ કંઈ વિરોધ કર્યો નહિ .અને બંનેએ સફળ લગ્ન જીવન માણ્યું .મિયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી

4 responses to “જગજ્જીવનની દૃઢ પ્રતિજ્ઞા મરઘલીએ તોડી

  1. kanakravel ઓક્ટોબર 18, 2012 પર 5:16 એ એમ (am)

    વાહ મોટા વાહ.આ તમારી ટચુકડી પણ રમ્ય વાર્તા તાજગી આપે તેવી છે.
    કવિએ એમ પણ ઉમેર્યું છે કે,
    “દીલ લગા જો મેડકીસેતો (કે ગધીસે) પદ્મિની ક્યા ચીઝ હે?”

    काव्येषु रम्या कथा !

  2. pragnaju ઓક્ટોબર 18, 2012 પર 6:32 એ એમ (am)

    જગજજીવન
    * રફતા રફતા દીલ સે દર્દ કમ હુઆ ન તેરે આને કે ખુશી ન જાને કા ગમ હુઆ,
    લોગ જબ પુછતે હૈ મુજસે પ્યાર કી બાતે મે કહ દેતા હુ એક ફસાના થા જો ખત્મ હુઆ.
    જુનાગઢ વિસ્તારમા વર્ણભેદ ઓછો હતો . સંતો નું પ્રદાન જોઇએ તો…
    રામાનુજે ઉત્સવ પ્રસંગે હરિજનોને મંદિર પ્રવેશનો અને રથસેવાનો અધિકાર આપ્યો. વલ્લભાચાર્યના અનુયાયીવૃંદમાં તેજબીબી અને રસખાનનો સમાવેશ થાય છે. ‘જાતપાત પૂછે નહીં કોઇ, હરિકો ભજે સૌ હરિકા હોઇ’ તેવા અભિગમના કારણે સંતસાહિત્યના સમર્થ સર્જકોમાં બધા વર્ણ, વર્ગ અને જાતિના લોકોનો સમાવેશ થાય છે.
    સંતસાહિત્યમાં વર્ણભેદ નથી તેમ લિંગભેદ પણ નથી. લલ્લા, મીરાં, મહાદેવી, પાનબાઇને સહજભાવે સમાનસ્થાન અપાયું છે.
    સમાજજીવનમાં નાતજાતની સજ્જડ નાગચૂડ જરાપણ ઢીલી પડી નથી. ભક્તિમાર્ગથી અથવા સંતસાહિત્યના સેવનથી દલિતો કે નીચી ગણાતી જ્ઞાતિઓ અને સ્ત્રીઓને સામાજિક, કૌટુંબિક, આર્થિક અથવા શૈક્ષણિક ક્ષેત્રે તલમાત્ર પણ લાભ મળ્યો નથી. તેમની અવહેલના અને શોષણ યથાવત્ ચાલતાં રહ્યાં છે. સ્વાર્થ સાધવો હોય ત્યારે અઘ્યાત્મ અને વ્યવહાર વચ્ચે લોખંડી પડદો પાડી દેવામાં આપણે પાવરધા છીએ. જે ધર્મ અને જે સિદ્ધાંત રોજબરોજનાં જીવનમાં ચરિતાર્થ ન થાય તે લાંબા ગાળે દંભ બની જાય છે. વિદ્યાની દેવી તરીકે સરસ્વતીની, સંપત્તિની સ્વામિની લક્ષ્મીની અને સામર્થ્યના પ્રતીક તરીકે કાલીની ઉપાસના કરનાર હિંદુ સમાજે સ્ત્રીઓને વિદ્યા ભણવાની, સંપત્તિ ધરાવવાની કે સામર્થ્યનો વપરાશ કરવાની સગવડ કે પરવાનગી આપી નથી.
    આનો દોષ સંતો કે સંતસાહિત્યને આપી શકાય તેમ નથી. તેમણે તો પોતાની વિચારધારાની રજૂઆત અતિશય સ્પષ્ટતાથી અને ધારદાર રીતે કરી છે, પણ આપણા દંભી સમાજે તેમનો સ્વીકાર માત્ર શાબ્દિકરૂપે જ કર્યો છે. ત્યારે
    “અને બાપુએ લગ્ન ધામ ધૂમ થી કરાવી આપ્યાં .કોઈએ કંઈ વિરોધ કર્યો નહિ .અને બંનેએ સફળ લગ્ન જીવન માણ્યું”

    બહુ મોટી વાત છે.

    • aataawaani ઓક્ટોબર 18, 2012 પર 12:55 પી એમ(pm)

      બેન મેં એક ગુજરાત times માં લેખ આપેલો .તેમાં સ્ત્રીઓને થતા અન્યાયની વાત લખેલી .એ અરસામાં એક ૪ વરસની અબુધ બાલિકાને જૈન સાધ્વીની dixa  આપેલી એ વાત પણ લખેલી  .  

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

      • aataawaani ઓક્ટોબર 18, 2012 પર 10:15 પી એમ(pm)

        ધન્યવાદ કનકભાઈ તમને હવે ઉર્દુમાં રસ લાગ્યો
        એક શાયરે એટલે સુધી કીધું કે અલ્લાહે પોતાના વહાલા નબીને ખાતર કુરાન અરબી ભાષામાં ઉતાર્યું .નહીતર કુરાન પણ ઉર્દુમાં ઉતરત .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: