ભુત અને જાદુગરી વિષે

હાલના વિજ્ઞાનના યુગમાં કોલેજ ગ્રેજયઉએટો પણ ભૂત અને મેલી વિદ્યા .મંત્ર તંત્ર  માને  છે .બધા નહિ પણ અલ્પ સંખ્યા માં માને  છે .અમારા ગામમાં હું નાનો હતો ,ત્યારે વડીલો પાસેથી ભૂતની વાતો બહુ સાંભળેલી .એક વડીલ ભૂતના પોતાને થએલા અનુભવોની ખુબ લડાવી લડાવીને વાતો કરતા .હું પાંચમું ધોરણ ભણતો ત્યારે ભુત મંત્ર તંત્ર મુઠ ચોટ ,ભુત ચુડેલ વગેરેની વાતો ખોટી છે .એવું હું માનવા લાગેલો ,મારા ગામ દેશંગાના એક વડીલ હતા .તેઓ પોતાને ભુતના ,થએલા અનુભવો વિષે બહુ વાતો કરતા  હું એને કાકા કહેતો .એકવખત મેં એ મારા કાકાની ભૂત સબંધી વાતો ખોટી છે એવું એમને મેં કીધું .આથી પોતે મારા ઉપર ખુબ ગુસ્સે થઇ ગએલા ,મારા બાપાએ મને કહ્યું કે એની વાતો ચુપચાપ સાંભળી લે પણ વિરોધ ન કર કોઈ વખત એ થપ્પડ મારી બેસશે .તો અમારા બે વચ્ચે ઝઘડો થઈ પડશે .આમતો તે બહુ ભલા  માણસ  હતા  .ઘણી વખત એ બાળકોને સાકરની લહાણી કરતા .મને એ બહુ ગમતા કેમકે જયારે એ સાકરની લહાણી કરતા ત્યારે એ બીજાં છોકરાંઓ કરતાં મને વધારે આપતા .તેઓનું હું નામ આપવા માગતો નથી .કેમકે હાલ એની પાંચમી પેઢીના વારસદારો ભણીને આગળ નીકળી ગએલા હોય .તેઓ મને ઠપકો આપેકે  અમારા વડવા સ્વર્ગમાં છે .એમની મૂર્ખાઈની જૂની વાતો હવે ન કરોતો સારું ,એમણે કહેલો ભુતનો એક દાખલો આપું છું.તેઓ વાત કરતા હતાકે એક વખત હું બહાર ગામથી ઘરે આવી રહ્યો હતો .અર્ધી રાત વીતી ચુકી હશે એટલું મોડું થઈ ગયું હશે .નદી કિનારે મેં જોયું તો એક વેજું સુકાતું હતું .મેં એને લઈ લેવા  વિચાર્યું .અને હું ઘોડા ઉપરથી ઉતરી વેજું સંકેલવા મંડ્યો .પણ અંતજ નો આવે .એક મોટો  ઢેર થઈ ગયો ,પછી મેં થોડુંક કાપીને લઈ જવા વિચાર્યું અને કાપવા માટે મેં ખિસ્સામાંથી સુડી કાઢી અને હું જેવો કાપવા ગયો અને કાપ મુક્યો કે તુરત ભડકો થઈને ઉડી ગયું .

હવે મારા લંગોટિયા ભાઈ બંધ છાપાઓના કટાર લેખક સ્વ. નરભેરામ સદાવૃત્તિ ના મોઢેથી સાંભળેલી ભુતની વાત કહું છું .તે મને વાત કરતા હતા કે એમના એક સગા ઘોડા ઉપર બેસી બહાર ગામથી આવતા હતા .ત્યારે એમણે એક રસ્તા ઉપર સાતેક વરસની રડતી છોકરીને જોઈ .પોતે ઘોડા ઉપરથી નીચે ઉતરી છોકરી પાસે ,ગયા અને છોકરીને રોવાનું કારણ અને બીજા પ્રશ્નો પૂછ્યા .છોકરી કંઈ બોલીજ નહીં .એટલે તેમણે ઘોડા ઉપર બેસાડી પોતાને ઘરે લઈજવા વિચાર્યું અને છોકરીને પાતાની સાથે ઘોડા ઉપર બેસાડી અને રવાના થયા .થોડી વારે છોકરી વધવા માંડી એના પગ જમીન ઉપર ઘસડાવા લાગ્યા એટલે પોતે સમજી ગયા કે આ ભૂત છે.એટલે એના થોડા વાળ કાપીને પોતાના ખિસ્સામાં મુકી દીધા .એટલે ભુત પોતાના અસલી રૂપમાં આવી ગયો .અને મને કામ આપો કામ આપો એવી બુમો પાડવા લાગ્યો .એટલે એના પાસેથી સખત ખેતી કામ વગેરે કામ લેવા લાગ્યા .ભુત થાકેજ નહિ .એટલે એક કહેવત કરી છે.એટલે જેબહુ કામ કરતો હોય એને “હાળો આતો ભુત જેવો છે.”ભુતના વાળને બહુ સંતાડીને રાખવા પડે જો વાળ ભૂતને હાથ આવીજાય તો પછી એ વાળ લઈને જતો રહે .એક વખત આ ભૂતને ખોરડા ઉપર નળિયા ચાળવા ચડાવ્યો ભુતના વાળ નળિયાંમાં સંતાડેલા હતા,જે ભૂતને હાથ આવી ગયા એટલે  તે    વાળ લઈને ભાગી ગયો .નરભેરામ આ વાતને સત્ય માનતા .હજી એનાં સગાં પણ આભુતની કથાને  સત્ય મને છે.હવે મને કમ્પ્યુટર જાજું લખવા નહિ દ્યે  હું નથી થાક્યો પણ કમ્પ્યુટર થાક્યું .હું તો ભુતનીજેમ  વળગ્યો રહુછું .

9 responses to “ભુત અને જાદુગરી વિષે

 1. pragnaju ઓક્ટોબર 15, 2012 પર 6:27 પી એમ(pm)

  જુનાગઢ શહેરમાં આવેલ ઉપરકૉટ કિલ્લાની દક્ષિણમાં આવેલ ગુફાની બાજુમાં એક ઝાડ ઉપર ભુત સ્વરૂપે વસવાટ કરતા હતાં. જેમ શાસ્ત્રૉમાં કહ્યુ છે, તેમ ગત જનમનાં પૉતાના કર્મ ને ભૉગવીને સમય પસાર કરતા હતાં. કહેવાય છે કે કૉઈપણ જીવ જે સ્વરૂપે હૉય, તેના સ્વભાવ પ્રમાણે વર્તન કરે છે.

 2. Vinod R. Patel ઓક્ટોબર 15, 2012 પર 8:50 પી એમ(pm)

  સારંગપુરના મંદિરમાં મેં ઘણી બેનો જેમને ભૂત વળગ્યું હોય એને ધુણતી જોઈ છે.સારંગપુરના હનુમાનજીનું

  મ્ન્ત્રેલું પાણી એના ઉપર છાંટે એટલે એ ધુણતી બેન ભૂત જતું રહેતા ઉભી થઈને માથે ઓઢી લે.

  આ એક ન સમજાય એવી નજરે જોએલી વાત છે.

  • aataawaani ઓક્ટોબર 15, 2012 પર 9:20 પી એમ(pm)

   વિનોદભાઈ તમારી વાત સાચી છે .કે એ  ન સમજાય  એવી વાત છે .ઊંજા પાસે ઉનાવા કે કોઈ ગામમાં મીરાં દાતાર પીરની દરગાહ છે ત્યાં પણ ભૂતના વળગાળને કાઢી મુકવામાં આવે છે. એક મેં ગુજરાતી બુક વાંચેલી જે મુસલમાને લખી છે.તેનો દોહરો ///લોકોએ પ્રેતોમાં પણ જાતિ ભેદ મુક્યો છે.                                                                                                         હિન્દુને ભૂત મુસલમાનને જીન્નાત વળગે છે.   અને ખાસ કરીને બૈરાઓનેજ વળગાળ હોય છે .ભારત સિવાય બીજા દેશોમાં નથી હોતું . એક વાત મારા જાત અનુભવની તમને ફોન ઉપર કહેવાય એવી છે.

     Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

   ________________________________

   • aataawaani ઓક્ટોબર 15, 2012 પર 11:36 પી એમ(pm)

    પ્રિય પ્રજ્ઞા બેન
    હું ગામડામાં જન્મ્યો ઊછર્યો.છું. ભૂત પ્રેતોની અનેક વાતો મેં સાંભળેલી .
    છતાં મારાથી એ કબુલ થઇ શકતું નથી કે ભૂત જેવું કૈક છે.
    બેન તમને મારા કાનજી બાપા વિષે ખબર છે.એને મારા દાદા પ્રેમજી બાપા સહીત પાંચ દીકરા હતા .એક વખત એ રાતના વખતેપાંચેય ભાઈઓ ચાલીને ઘરે આવી રહ્યા હતા .ત્યારે દેશીંગાની સીમમાં આવ્યા,. ત્યારે એક કેરડાની મોટી ઝાડીમાં (જેનું થડ દેખાતું નોતું )કૈંક ખખડાટ થતો હતો .આઝાડીમાં ભૂત રહે છે એવી માન્યતા હતી . મારા વડવાઓ તેઓ ભૂતમાં માનતા નોતા પણ આઝાડીમાં કદાચ ચોર લોકો છુપાયા હોય એવો વહેમ ખરો .દરેક પાસે હથિયાર તરીકે કુહાડીયો હતી .અને ચોરને પહોંચી વળીશું એવી હિંમત પણ હતી .તેઓ ઝાડી માં શું છે .એ તપાસ કરવા ગયા .જેવા નજીક ગયા. એટલે જોયું ,,તો ભયભીત થએલું .સુવરનું ટોળું ભાગ્યું . આ કેરડા ને મેં પણ જોએલો.પણ હવે તેનું નામ નિશાન રહેવા નથી દીધું . ગુજરાતમાં કેરડા ને કેરાંકહેછે. આ ઝાડી વટાવ્યા પછી મારવાડી વાવ તરીકે ઓળખાતી વાવ આવે છે તેની આજુ બાજુ પીલુડીના ઝાડ છે .તેમાં મામો નામનો ભૂત રહે છે .એવું લોકો માનતા

    એક વખત હું અંધારી રાતે ભેંસોનું પહર ચારતો, હતો,ત્યારે મેં એક સફેદ ગોળ કુંડાળું જોયું હું ભૂત માં માનતો હોત તો તેને ભૂતની પથારી માની લેત .તે શું છે એ જોવા તારાઓના અજવાળા માં હું ગયો. જોયું તો માતાના ઉત્સવ માટે ફંડ ઉઘરાવવા વાળા રબારીઓ સુતા હતા .

 3. Suresh Jani ઓક્ટોબર 16, 2012 પર 5:54 એ એમ (am)

  ફિનીક્સમા ભૂત બતાવવાની ગેરન્ટી આપતા હો તો , ફરી આવી જઉં !

  • aataawaani ઓક્ટોબર 16, 2012 પર 6:04 એ એમ (am)

   પરમેશ્વરની અદ્ભુત કૃતીયોમાં જો વિચિત્ર પ્રાણી જો કોઈ બનાવ્યું હોય તો તે છે.મનુષ્ય!
   જાનવરોમાં કોઈને ભૂત કે ચુડેલ વળગી હોય એવું મારી જાણમાં નથી .અવતારો, સુધારકો હોસ્પિટલો, કોલેજો .જાનવરોની સૃષ્ટિમાં થયા હોય એ મેં સાંભળ્યા નથી .
   એક તોલા વજનના શરીર વાળી સુઘરી ઘાસના તુચ્છ તણખલાથી અદ્ભુત ઘર બનાવી જાણે છે. सुबहान तेरी कुदरत पे “आता ” कुर्बान है .કળા અપરમ પાર વાલા એમાં પહોંચે નહિ વિચાર

  • aataawaani ઓક્ટોબર 16, 2012 પર 6:22 એ એમ (am)

   સુરેશ ભાઈ
   મારી ઝપટે કોઈ ભૂત ચડી ગયો તો હું એની ચોટી કાપી લઈશ ,એટલે ભૂત મારો ગુલામ બની જશે તો હું એને તમને ફિનિક્ષ લઇ આવવા વળ્ગાલીશ એટલે તમને એ ફિનિક્ષ લઇ આવશે .પ્લેનથી વધુ ઝડપે ઉડાળીને એટલે તમારે પ્લેનનું ભાડું નહિ ખરચવું પડે, અમદાવાદ જમાલપુરમાં ભૂતની આંબલી છે . અહી અમેરિકામાં મને ભૂત નહિ મળે તો હું ભૂતની આંબલી વાળો ભૂત પકડી લાવીશ .

 4. mehboobudesai જુલાઇ 10, 2013 પર 10:34 પી એમ(pm)

  મા. હિંમતભાઈ
  આપના બલોગ પર આવ્યો અને ઘણું પામ્યો. મજા પડી. હમ ખ્યાલ માનવીઓ સાથે મળવાનો આનંદ જ કઈ ઔર હોય છે.
  મહેબૂબ દેસાઈ

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: