મહેમાન હો તો આવા હજો

મને  હાર્ટનો એટેક થયોછે.  એવું ડોક્ટરોએ કહ્યું .એટલે મારે હોસ્પીટલમાં  થોડા દિવસ સારવાર લેવી પડેલી .આ  ખબર સુરેશજાનીને  અને  રાજેન્દ્ર ત્રિવેદીને તાત્કાલિક આપવામાં આવી ,રાજેન્દ્ર ત્રિવેદીએ તુર્તજ બ્લોગર મિત્રોને જાણ કરી દિધી .મિત્રોએ પરમેશ્વરને પ્રાર્થના કરીકે અમારા  આતાને સાજા નરવા વહેલા ઘરે પહોંચાડી દ્યો .શકીલ મુનશી જેવાએતો  અલ્લાહને દુઆ કરીકે  હમારી ઉમર આતાકો લગ જાય મગર આતાકો ઝિંદા રખો.મુર્તુઝા પટેલે તો મને એવું કીધું કે તું હિંમત હૈ ઘર આતા હૈ કિ નહિ.તેરે બિના હમકો યહાં ફાતા  નહિ .અશોક મોઢ વાડિયા અને વલીદા એ એવું કીધું કે તમે ભૂદેવ છો .તમારે પૃથ્વી ઉપરજ રહેવાય સ્વર્ગમાં જવાયાજ નહિ .વળી કોઈ પ્રેમાળે એવું કીધું કે તમે જલ્દી સાજા થઈ ,તલવાર તાણી બ્લોગમાં  ધિંગાણે આવી જાઓ .અને સૌ ની ખરા હૃદયની પ્રાર્થના અલ્લાહ તાલાએ    સાંભળી અને તમે સૌ જુવો છો એમ રણ મેદાનમાં મુકી દિધો .

મારા હોસ્પીટલમાં દાખલ થયાના સમાચાર સાંભળી મારો મોટો દિકરો હરગોવિંદ (રેડિયો એલાઉન્સર તરીકેનું નામ દેવ જોષી )મોઘું પ્લેન ભાડું ખર્ચી મોટેલમાં રીજર્વેશન કરાવી ભાડાની કાર લઈ તુર્ત મને મળવા આવ્યો .મારા ઓલા ભવનો  દિકરો અમેરિકન પાડોશી chirs મને  હોસ્પિટલ માંથી થયા પછી પોતાને ઘરે લઈ ગયો.અને મને પોતાને ઘરે એક મહિનો રાખ્યો .એની પત્ની પણ મારી ઘણી કાળજી લેતી .અને મારા અતિ  આગ્રહ પછી મહામુશીબતે મને મારે ઘરે જવા દીધો.થોડા દિવસ પછી મને મળવા માટે આપણા બ્લોગર મિત્ર સુરેશ જાની ઠેઠ texas થી આવ્યા .મારું તો એવું ખાતુંકે અપાશરે  ઢોકરાં હોય તો મારા ઘરમાં કંઈ હોય ,મેં સુરેશ ભાઈને કીધુકે મારા ઘરમાં ભલે કંઈ ના હોય પણ મહેમાન માટે હું બનતું કરી છુટીશ. તમે મદિરાપાન કરતા  હશોતો હું જે પ્રકારની શરાબ તમને જોઇશે ,એ પ્રકારની હું લાવી આપીશ .તમને મસાલા વાળી ચા જોઇશે તો હું તેપણ લાવી આપીશ .તેઓએ મને કિધુકે તમે જે ખાતા પીતા હશો એ હું ખાઇશ માટે મારી કૃપા કરીને ચિંતા નાં કરો .

મારા ઘરમાં બધી અવ્યવસ્થિત પડેલી વસ્તુઓ જોઈ ,એણે મને પૂછ્યું આબધી વસ્તુ હું તમને વ્યવસ્થિત કરી આપું ?મેં કીધું બાપુ તો તો તારી ભલાઈ .અને પછી એન્જી.સુરેશજાની વળગી પડ્યા અને એવું વ્યવસ્થિત કરી આપ્યું કે મારે જે વસ્તુ જોઈએ એ તુરત હાથ આવે .પાછા મને કહેતાજાય કે તુર્ત જોઈએ એ બુકો અહી છે .તમારા ઓઝારો અહી છે.વગેરે સમજણ આપે .હુંતો દરરોજ એમને યાદ કરું છુકે મારા બાપ ભલે તું અહી આવ્યો .

એકડી હું તેમને સિનીયર સેન્ટરમાં લઇ ગયો ત્યાં આપના દેશી ભાઈઓ ને મળ્યા ત્યાં તેમની ઓરીગામીની કળા દેખાડી લોકોએ તેમની ઓળખાણ માગી તો  તેમણે કિધું કે હું હિમ્મત કાકાનો દીકરો છું. લોકો મને કહેવા લાગ્યાકે  કાકા તમે તો એવું કહો છોકે મારે બેજ દીકરા છે. અને આવા અનહદ પ્રેમાળ દીકરા વિષે તમે અમને કોઈ દિવસ કેમ કંઈ નોકીધું.

થોડી જદુકી કલા ઔર થોડી માલા બીજ્કી (ખજૂરના ઠળિયા ની માળાઓ ) બાદ મરનેકે આતાકે  ઘરસે એ સામાં (સામાન )નિકલા

આ બધા  દિકરા તો  મારા થવા માંડ્યા  છે .પણ એમને મારા પ્રેમ સિવાય કઈ મળવાનું  નથી બહુ બહુ તો હું વૃદ્ધ થાઉં ત્યારે મારી સેવા કરવાનું મળે

10 responses to “મહેમાન હો તો આવા હજો

  1. સુરેશ જાની ઓક્ટોબર 14, 2012 પર 8:07 એ એમ (am)

    આતા, હવે મારી આગલી પેઢીમાં એક પણ જણ રહ્યું નથી. આથી તમને મારા ધરમના બાપા બનાવ્યા છે. ફરી સેવા કરવા આવી શકીશ કે કેમ , એની તો ગેરન્ટી નથી આપી શકતો; પણ હમ્મેશ તમે યાદ આવો જ છો.

    આવો જ પ્રેમ કરતા રહેજો. અને આશિર્વાદ ….

  2. pragnaju ઓક્ટોબર 14, 2012 પર 8:12 એ એમ (am)

    વાહ
    યાદ………………………………………..
    મહેમાનો! ઓ વા’લા! પુનઃ પધારજો!
    તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો!
    કરજો માફ હજારો પામર પાપ, જે
    દિનચર્યામાં પ્રભુ પાસે પણ થાય, જો!
    મહેમાનો! ઓ વા’લા! પુનઃ પધારજો!

    ઉન્નત ગિરિશૃંગોનાં વસનારાં તમે ઃ
    ઊતર્યા રંક ઘરે શો, પુણ્યપ્રભાવ જો!
    શુશ્રૂષા સારી ના અમને આવડીઃ
    લેશ ન લીધો લલિત ઉરનો લા’વ જો!

  3. jjkishor ઓક્ટોબર 14, 2012 પર 6:50 પી એમ(pm)

    આતાવાણીને આંગણે તો અમે આંય દેહમાં રહ્યેય મળતા રહીએ છયેં. પણ સુરેશભાઈ તો હરુભરુ પોંતી ગ્યા ઈનો લાભ તમને ઠીક મળ્યો.

    ઘરવખરીને સરખી કરીને ગોઠવવાનું કામ તો ઓરીગામીવાળાને ફાવે. પણ કટંબના આધાર બનાવવાનું કામ સાચા સંતાન શા કોઈક ને જ ફાવે. તમારા આ નવા સંબંધને સલામ.

    (ને હા, આતાજી, હમણાંકો હું મેમાનુંની જ વાતું બલોગ ઉપર કરું છું, ને કરતો રેવાનો છું. તમને ઠીક પડે તો મારા બ્લૉગને followingનું બટન દબાવીને નજર સામે રાખજો જેથી કેટલાક મારા મહેમાનો તમનેય મળી શકશે.)

  4. aataawaani ઓક્ટોબર 14, 2012 પર 8:34 પી એમ(pm)

    જુગલ કિશોર ભાઈ
    તમે મને ફોલોવિંગ નું બટન દબાવવાનું કીધું પણ મને મળ્યું નહિ

    • jjkishor ઓક્ટોબર 14, 2012 પર 10:39 પી એમ(pm)

      મારા બ્લૉગની આ એડ્રેસલીંક છે. http://jjkishor.wordpress.com/ તેના પર જશો એટલે મારો બ્લૉગ ખુલશે. તેમાં સૌથી ઉપર ફોલોઈંગ following નું બટન છે.

      વળી જમણી બાજુ પર “ ‘NET-ગુર્જરી’નાં લખાણો મેળવવા માટે –
      You are following this blog (manage).
      લખેલું છે ત્યાં (manage) પર ક્તલીક કરીને તમારા બ્લૉગનું એડ્રેસ લખશો તેથી પણ આ કામ થશે.

      – જુ.

      • aataawaani ઓક્ટોબર 15, 2012 પર 5:53 એ એમ (am)

        જુગલકિશોરભાઈ  ઘણું બધું વાંચ્યું .અમે મારા નાના દીકરા સતીશ સાથે (સતીશ હાલ અમેરિકા છે. અને સારી રીતે સ્થિર છે .તેની દીકરી દૈવતી ભારદ્વાજ નેચરો પથી ડોક્ટર છે. અને કનક રાવલ રહે છે .એ ગામ પોર્ટ લાંડ ઓરેગન અમેરિકામાં રહે છે. )એક નવાઈ લાગે એવી વાત  મારા કુટુંબમાં ત્રણ જાતના લાસ્ટ નેઈમ છે . સતીશનું લાસ્ટ નેઈમ ભારદ્વાજ .મારા  મોટા   દીકરા અને બે નાના દીકરા  અને મારું જોશી અને એના મોટા દીકરા અને એના પરિવારનું  હોપેર છે. મારા કુટુંબમાં હું અને સતીશનો દીકરો જે બે  ભાષા જાણીએ છીએ એ મારા કુટુંબમાં બીજું કોઈ નથી જાણતું.સતીશનો દીકરો અરબી ,અને હું ઉર્દુ. સતીશનો દીકરો અરબી ભણવા ઈજીપ્ત ની કહેરો  યુનિ માં ગએલો. અને હું પંજાબી ઉદાસી સાધુ  પાસેથી લખતા વાંચતા ઉર્દુ શીખ્યો .પણ પછી મારી પોતાની આવડતથી  બહુ થોડું સમજતા શીખ્યો .અને પછી દેશીંગામાં ડોબા ચારતો આતા  જેવી તેવી અગડમ બગડમ ઉર્દુમાં શેર શાયરી લખવા મંડી ગયો .અને તમારા અને સુરેશ જાની .પ્રજ્ઞાબેન,. કનક રાવલ  . જેવા ઉત્સાહ  પ્રેરક  મળ્યા . અને આતા કુદકા મારવા માંડ્યો .પોતાની કેટલી ઉમર છે એ ભૂલી  જઈને .जहाँ तक  हो “आता “तू  दिलमे रख आला खायालोको                                                                                                                                                                                                                                      हसद मगरुरी दिलमेसे  निकाल देने के काबिल है .

          Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

        ________________________________

        • jjkishor ઓક્ટોબર 15, 2012 પર 6:12 પી એમ(pm)

          આતા તમારું જીવન વીવીધતા અને સભરતાથી છલોછલ છે. ગામડાનો એક એવરેજ બ્રાહ્મણ આવું અને આટલું સભર જીવન મેળવી ન શકે ને જીવી ન શકે. ધરતી હાર્યે બથોડા ભરનારો જીવ અમેરીકા જેવી ભુમી પર જાય અને ત્યાં જઈને આટઆટલાં ક્ષેત્રોમાં ખેલી જાણે તે સાનંદાશ્ચર્યનો જગતને બતાવવા જેવો દાખલો છે.

          મને ફરી કહેવાનું મન થાય કે તમે આત્મકથનાત્મક લખાણો દ્વારા નાનપણથી લઈને આજ સુધીનું જે જીવ્યા તેને અક્ષરોમાં મુકો તો આ દાખલો બહુ કીમતી બની રહે તેમ છે. નરેન્દ્રભાઈનાં બેએક લખાણો વાંચીને જ મને થયેલું કે એમની કને શબ્દોમાં પ્રગટ થવાની જબરી તાકાત છે. તમારી પાસે સમૃદ્ધ જીવનાનુભવ છે.

          મારા બ્લૉગ પર જઈને તમે કેટલું બધું વાંચ્યું ! તમારી ‘લાઈક્સ’ નીશાનીઓ જોઈને હું રાજી રાજી થયો. ખુબ જ આભાર.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: