બાપને બેટો હારી લારી મેક્ફર લાંડ

હું અમેરિકા આવ્યો , પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરીમાં રહ્યો .આ નોકરી મારી  મુખ્ય હતીએક માણસને બગીચામાં કામ કરવા માટે માણસની જરૂર છે .એવી  જાહેર ખબર છાપામાં મારા ભાઈએ વાંચી ,અને મને વાત કરી કે  જો તમારો વિચાર હોય તો આપણે નોકરીનું નક્કી કરીએ ,મેં હા પાડી એટલે નોકરીએ રાખવાવાળા માણસને ઘરે અમે  ગયા .અમારી ઓળખાણ આપી ,અને એણે પોતાની ઓળખાણ આપતા કહ્યું કે મારુનામ  હારી  મારા દીકરાનું નામ લારી અને મારી વાઈફ ને તમો મીસીસ મેક્ફરલાંડ ના નામે ઓળખાજો .મારે શું કામ કરવાનું છે .એ બતાવવા માટે એક ઝાડ પાસે લઈ ગયો અને મને કીધું કે આ ઝાડને ફરતું કુંડાળું કરી અંદરથી ઘાસ વગેરે વીડ કાઢી .પછી એમાં પીટ્મોસ પાથરવો

તેને કુલ 7 એકર જમીન હતી ,જેમાં 5 એકરમાં સફરજન વગેરે ફળ ઝાડ અને લોન (શોભા માટેનું ઘાસ )હતી .મારે સવારના 8 થી સાંજના સાડા ચાર વાગ્યા સુધી કામ કરવું ,અને રોજના તેત્રીસ ડોલર આપવાનું નક્કી કર્યું .જયારે મારું કામ પુરું થયું એટલે મને પાંત્રીસ ડોલર આપ્યા .હું તો બહુ રાજી થઈ ગયો .અને મેંતો બાપુ .એક રાસડો બનાવી નાખ્યો જે હું આપ મારા ઉત્સાહ વધારનાર વહાલા મિત્રોને વાંચવા લખું છું .

બાપને બેટો હારી લારી મેક્ફરલાંડ ,મીઠાં બોલી મિસિસ મેક્ફરલાંડ  રે રામ મયારામ ,મેક્ફરલાંડે કુંડાળાં કઢાવ્યા રામ ,

એક દિના ડોલર થર્ટી ફાઇવ રે રામ મયારામ ,આઠે જાવું નોકરીએ રામ મયારામ સાડા ચારે વળવું ઘેર રે રામ મયારામ

કામ પૂરું થ્યે કાવડિયા રામ મયારામ પેની બાકી રાખે નઈ રે રામ મયારામ

ચિંતા છોડો ભારતમાં રામ મયારામ “આતા “કરજો અમેરિકામાં લહેર રે રામ મયારામ

એકરાતે મેક્ફર લાંડ  સુતો ઈ સુતો  સવારમાં ઉઠ્યો નહિ .સીધો સ્વર્ગમાં ગયો એની વાઈફે મારા ભાઈને કીધું કે તમારા ભાઈને વાત કરજો કે મેક્ફરલાંડ હવે તમને જોવા નહીં મળે .મેં એના મરસીયા બનાવ્યા .મરતાં મેક્ફરલાંડ ઈનાં ઝાડવાં ઝાંખાં પડ્યાં રાતે આહુંડે રડ્યાં ઈનો પ્રીતાળ પોઢી ગ્યો

14 responses to “બાપને બેટો હારી લારી મેક્ફર લાંડ

 1. સુરેશ ઓક્ટોબર 12, 2012 પર 6:00 એ એમ (am)

  પ્રજ્ઞાબેન વ્યાસે ઈમેલથી મોકલેલે કોમેન્ટ…
  એક દિના ડોલર થર્ટી ફાઇવ રે રામ મયારામ અને રાતે આહુંડે રડ્યાં ઈનો પ્રીતાળ પોઢી ગ્યો યાદ કરી આખા લખશોજી. ગયા વર્ષે અમારા સગા-સ્નેહીઓ મા ઘણા વિદાય થયા.સામાન્ય રીતે ગવાતા ભજનોમા મરસીયાનો ઉલ્લેખ થયો ત્યારે ઘણાએ આ શબ્દ વિષે જાણ્યું !
  તેમા અમારા પૌત્ર કહે…અમેરિકાની હાવર્ડ યુનિર્વિસટી અને સ્પેનની મરસીયા યુનિર્વિસટીના સંશોધકોએ શોધી કાઢયું છે કે હાઈ ટ્રાન્સફેટ ધરાવનાર … મરસીયા યુનિવર્સિટી દ્વારા ૧૮૮ યુવકોને આવરી લઈને આ અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી…ત્યારે જાણ્યું કે યુનિવર્સિટીએ આ નામ પેટન્ટ કરાવ્યું છે.
  અમારા એક સ્નેહી લગ્નને શહિદી કહેતા-અને લગ્નગાંઠ શહિદ દિન તરીકે ઉજવતા.સાંભળ્યું તેમ તેમણે વરઘોડામા મરસીયા ધૂન વગડાવી હતી.
  અમારા સુરતીલાલાઓએ રડતી ગઝલમાંથી હસતી હઝલ શોધી તેમ રમુજી મરસીયા પણ શોધાયા અને તેનો રાગડો તાણી હસાવતા….
  ઓ મારા વ્હાલા કાકાજી તમે રોજ મંદિરે જતા રે,
  અને આરતીમા પૈસો ચઢાવી પાવલુ ઉપાડતા રે !
  છેલ્લે મારા વધુ પડતા વખાણ થાય ત્યારે ખાસ કહું કે,’હું હજુ જીવું છું !’ એક પ્રસંશકે તો મારા વખાણ કરતી કવિતા બનાવી.મને થયું આ મરશીયામા કામ લાગશે.

 2. સુરેશ ઓક્ટોબર 12, 2012 પર 6:09 એ એમ (am)

  કેટલી નોકરીયું કરી આતા? આઠ કલાકના ૩૫ ડોલર ઓછા કહેવાય.

  • aataawaani ઓક્ટોબર 12, 2012 પર 6:59 એ એમ (am)

   સુરેશભાઈ એ વખતે કલાકના બે ડોલરનો રેટ હતો .
   હું આવાં મેક્ફરના ઘર જેવાં પાંચ બીજાં કામ કરતો .એક એકલી રહેતી બાઈના વિશાળ ઘરની પ્રોપર્ટીમાં કામ કરતો .એક વખત એણે મને એના બાપની જૂની જાતની કાતરથી ઘાસ કાતરવાનું કીધું .આવી કાતર મેં ઘેટાનું ઉન કાતર વાના કામ માટે વપરાતી જોઈ છે . .મેં એને કીધું કે કાલે હું મારે ઘરેથી કાતર લઇ આવીશ. એનાથી હું ઝડપથી કાતરી શકીશ .પણ એણે એના બાપની કાતરથી ઘાસ કાપવાનો આગ્રહ રાખ્યો. અને મેં તેનું માન રાખ્યું .જો મારી કાતરથી મેં કામ કર્યું, હોત તો એક કલાકમાં પૂરું થાત. પણ એના બાપની કાતરથી કાપવાથી ચાર કલાક થયા .એના બાપની કાતરથી ઘાસ કાપવા માટે મારે બંને હાથનો ઉપયોગ કરવો પડે ,અને મને થાક પણ વધુ લાગે .मुझे कातारसे से क्या मतलब है .तेरी हो या मेरी हो, मुझे पैसेसे सिर्फ मतलब है तेरे बापकी हो या मेरी हो

  • aataawaani ઓક્ટોબર 12, 2012 પર 7:49 એ એમ (am)

   સુરેશભાઈ મેં આ મેક્ફર્લાંડ જેવી પાંચ નોકર્  યું કરી .તે વખતે પગારનો રેટ મીનીમમ  કલાકના બે ડોલર હતો આ બધો મારા ભાઈનો પ્રતાપ મને નોકરી ઉપર લઇજવા લાવવાનું કામ એ કરતો એના ભેગો રાખ્યો .એની વહુ  અમેરિકન હોવા છતાં મદદ કરતી .મારા અતિ આગ્રહથી એ મારો ખર્ચ લેતો ખરો , બાકી મેં એને કીધેલું, કે દેશમાં  હું હતો તું અમેરિકા હતો તારી મને ઘણી મદદ કરવાની ઈચ્છા હતી. પણ   મેં   તારી મદદ નહિ લીધેલી મારા તેજસ્વી દીકરાઓ પાસે ઉઘાડા પગે બકરીઓ ચરવડાવી .હવે આ દેશમાં હું આવ્યો,. કમાવા માંડ્યો .હવે હું શામાટે મારો ખર્ચ તારે માથે પાડવા  દઉં .એટલે એ મારી પાસેથી થોડ્સા પૈસા લેતો ખરો. 

     Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

   ________________________________

  • aataawaani ઓક્ટોબર 12, 2012 પર 10:56 એ એમ (am)

   તમારો ઘણો બધો આભાર સુરેશ ભાઈ  

   Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

   ________________________________

 3. aataawaani ઓક્ટોબર 12, 2012 પર 6:30 એ એમ (am)

  પ્રજ્ઞા બેન
  mcfarland વિષે તમારી અને સૌની જાણખાતર થોડું વધુ લખું છું .
  મેક્ફર લાંડ ને ઝાડવાં ખુબ ગમતાં .હું વિડ કાઢતો હોઉં ત્યારે બીથી ઉગી નીકળેલા છોડ પણ કાઢી નાખતો .કેમકે મારે કુંડાળું સાફ કરવું હોય .મેક્ફર લાંડ આવા છોડને જુવે એટલે મને કહે
  આ બાળકને વિડ સાથે ફેંકી ન દો એનાં મૂળ માટીથી ઢાંકી ઉપર પાણી છાંટી રાખી મુકો .હું આવીશ ત્યારે લઇ જઈશ ,અને મારા જંગલમાં વાવી આવીશ .
  ગુજરાત ટાઈમ્સ શરૂઆતમાં લેખકો માટે ઇનામો આપતા .મેં “ઝાડવાનો પ્રેમી “એ શીર્ષક થી લેખ લખેલો મને પચ્ચીસ ડોલરનો મધુરાય ની સહી વાળો ચેક મળેલો .
  મરસીયા “એ મૂળ અરબી ભાષાનો શબ્દ છે. અમારી બાજુ મૃતક પાછળ રુવે છે એ મર્સીયાની રીતે રુવે છે .અમારા ગામની એક વાણીયાની બાઈ મરી ગયાં .ત્યારે એની પંદર વરસની દીકરીએ લીલી એ જે મરસીયા ગાયા. એ ભલ ભલા મર્દોને હૈયા ફાટ રોવડાવી દ્યે એવા હતા .હું આ વખતે ઘણો નાનો હતો પણ મને યાદ છે. હવે મેં લખેલા મેક્ફર લાંડ ના ત્રણ મરસીયા, મરતાં મેક્ફર લાંડ ઈનાં ઝાડવાં ઝાંખાં પડ્યાં
  રાતે આહુંડે રડ્યાં ઈનો પ્રીતાળ પોઢી ગ્યો….૧
  મરીને મેક્ફર લાંડ ,સામાન વિણ સરગે ગ્યો
  ઈનો પૈસો પડ્યો ર્યો ઈ લારી વાપરશે લેરથી ….૨
  માયા મેક્ફર લાંડની કોક જાણકારે જાણીતી
  મેંતો માણી તી પાથારતે કુંડાળે પિટમોસ …૩ હું જયારે કામ કરતો હોઉં ત્યારે ઘણો દુર હોઉં .અહી મેક્ફર લાંડ આવે મને પાણી ભરેલું થર્મોસ આપીજાય .એને મારા કામ કરતાં મારી સાથે વાતો કરવી ગમતી તી હું કામ ઉપર આવું એટલે વાતોએ વળગે .મારે પોતાને કહેવું પડેકે હવે મારે કામ ઉપર જવું પડશે .દર વરસે મને ક્રીસ્ત્માસ ગીફ્ટ ના ૨૫ ડોલર આપે .કામના પૈસા વધારતો જાય અને કામના કલાકો ઘટાડતો જાય .છેલ્લે છેલ્લે એણે મને ૯૧ ડોલર રોજના આપેલા અને સાડાસાત કલાક કામ કરાવેલું .

 4. jjkishor ઓક્ટોબર 14, 2012 પર 1:20 એ એમ (am)

  નરેન્દ્રભાઈની જેમ તમે પણ તમારાં સંભારણાં વિગતે લખો તો ? તમારી પાસેનો ખજાનો લખલૂટ છે એને લખીને લુંટાવી દિયો ને !

  હમજણાં થિયા તીયારથી આજદન હુધીનાં હંભારણાંને વે’તાં કરો, બાપલા. પછી જુઓ મઝો થઈ જાય ઈ.

 5. aataawaani ઓક્ટોબર 15, 2012 પર 4:54 એ એમ (am)

  જુગલકીશોર ભાઈ મારી આવડતનો યશ હું તમારા જેવા ઉત્સાહ પ્રેરક મિત્રોને આપું છું.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: