તું તારે દલ સાચું માને વાત કહું મંદોદરી

રામ રાવણ વચ્ચે યુદ્ધના પડઘમ વાગી રહ્યાં હતાં .લોકો યુદ્ધ ન કરવા વિષે રાવણને સમજાવી રહ્યાં છે.છેલ્લે વિભીષણ જેવો સંત પોતાના સગા ભાઈ રાવણને છોડી ,ભાઈના દુશ્મન રામના પક્ષમાં ભળી જાય છે.છેલ્લે મંદોદરી રાવણને યુદ્ધ ન કરવા વિષે સમજાવતાં કહે છે ,કે હે રાવણ તેં સીતાનું  અપહરણ કરીને તારી બેનનાં નાક કાન કાપ્યા .એનું વેર વાળી લીધું કહેવાય . હવે તું સીતાને રામને સોંપી દઈને એની સાથે મિત્રતા કરીલે અને યુદ્ધને પાછું ઠેલી કુળનો નાશ થતો અટકાવી દે રામને તું કોઈ સંજોગોમાં પહોંચી શકે એમ નથી .ત્યારે અભિમાનનો દૈત્ય જેના ઉપર સવાર છે ,         એવો રાવણ  મંદોદરીને જવાબ આપે છે .

તું તારે દલ સાચું માને વાત કહું મંદોદરી તું તારે દલ સાચું માને  …..1

ઇન્દ્રજીત જેવા દિકરા મારા કુંભકરણ જેવા ભાઈ ગઢ સોનાની લંકા મારી ફરતી સમદર ખાઈ રે …..તું તારે દલ …..2

નવ ગ્રહ મારે ઢોલિયે બાંધ્યા સુર અજવાળાં કરતા રે ,અપ્સરા મારે આંગણે નાચે ગાંધર્વ ગાન ઉચારતા  રે ….તું તારે …3

બ્રેહસ્પતિ મારી ભેંસો ચરાવે ,વાયુ વાસીન્દા કરતા રે ઇંદર મારે આંગણે વરસે શંકર ખેતી કરતા રે (બાપડા નંદીને લઈને )વિષ્ણુ મારા ઘઉં વાઢે ને બ્રહ્મા ઘઉં વાવલતા રે ….તું તારે દલ ….4

રામચંદ્ર ને હું બાંધી મગાવું સીતા કરું પટરાણીરે લખમણ પાસે રસોઈ કરાવું હડમાન ઠામ વીંછળ તા રે।..તું તારે દલ ..5

“આતા “મને ઇના બ્લોગમાં મુકે લોકો પ્રશંસા કરતારે રામ કરતાં હું સારો લાગ્યો મુલ્ક મશહુર કરતા રે …તું તારે દલ …6

7 responses to “તું તારે દલ સાચું માને વાત કહું મંદોદરી

  1. kanakravel October 9, 2012 at 4:45 am

    વાહ,વાહ આબાદ,સાબાશ હિમ્મતભાઈ

    • aataawaani October 12, 2012 at 11:27 am

      તમારો આભાર કનકભાઈ  

      તમારો આભાર કનકભાઈ  

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  2. સુરેશ જાની October 9, 2012 at 5:47 am

    વાહ! કવિરાજ વાહ !

    • aataawaani October 9, 2012 at 12:24 pm

      સુરેશ જેવા એન્જી .મારા ગુરુએ મારી પ્રશંશા કરી એતો મારા માટે અમુલ્ય છે. 

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

    • aataawaani October 9, 2012 at 12:36 pm

      તમારે લીધે હું ઠેકડા મારું છું .નહીતર મારું ગજું નથી . એક સીનીયર બેન બોલ્યાં કાકા તમને ઈંગ્લીશ તો આવડતું નથી .તમે કોમ્પુતેરમાં આખો દિવસ શું કરો છો? મેં કીધું, કમ્પ્યુટર પાસે દુનિયાની કોઈ પણ ભાષામાં   હું લખાવી શકું છું.

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  3. yuvrajjadeja October 9, 2012 at 11:14 pm

    કમાલ કરી દીધી આતા , બહુ મસ્ત

    • aataawaani October 12, 2012 at 4:28 pm

      યુવરાજભાઇ તમે મારા કાવ્યની કદર કરી જાણો છો એથી હું ખુશ છું.

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: