ઢોલ ,ગમાર ,શુદ્ર નો બાકી રહેલો ભાગ

નાખતો .એના પતિએ રામાયણમાં એક ચોપાઈ લખીને ઘૂસેડી દીધી તે ચોપાઈ આમ હતી ઢોલ, ગંવાર ,શુદ્ર,પશુ નારી એ સબ તાડન કે અધિકારી .

એક એ ક્રોધી વિદ્વાન પતિની પત્નીએ તેને પૂછ્યું કે તમો નહિ જેવી બાબતમાં મને કેમ સખત મારો છો ?એક બીજા વિદ્વાનનો દાખલો આપી તેણે કહ્યું કે એ એક વખત કથામાં એવું બોલેલાકે મનુ સ્મૃતિ માં એવું લખ્યું છેકે   જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન,આદર થતો હોય એવા ઘરમાં દેવતાઓ ઉત્સવ મનાવવા આવે છે .પત્નીની વાત સાંભળી ક્રોધી પતિ બોલ્યો .એ વાતો હવે જુનીયું થઇ ગયું .હવે  રામાયણ અને ખાસ કરીને તુલસી કૃત રામાયણ પ્રમાણ ભૂત મનાય છે .માટે તુને હું જે મારું છું એ તારા માટે કલ્યાણ કારી છે .મૃત્યુ પછી પણ તુને સ્વર્ગમાં લઇ જશે ,મને સંસ્કૃત ભણાવનાર .બિહારના પંડિત હતા . તેણે મને કહ્યું કે ઓલી ,ઢોલ ગંવાર વાળી ચોપાઈના બદલે આવી ચોપાઈ હોવી જોઈએ . આલસ યુક્ત કુટિલ વ્યભિચારી એ સબ તાડન કે અધિકારી . પૂર્ણ

10 responses to “ઢોલ ,ગમાર ,શુદ્ર નો બાકી રહેલો ભાગ

  1. pragnaju ઓક્ટોબર 10, 2012 પર 4:47 એ એમ (am)

    આલસ યુક્ત કુટિલ વ્યભિચારી એ સબ તાડન કે અધિકારી .

    સરસ

    • aataawaani ઓક્ટોબર 10, 2012 પર 6:05 એ એમ (am)

      સુરેશ ભાઈ
      મેં કનકભાઈ ને એના પ્રશ્નનો જવાબ આપેલો, એ તેમને કેમ મળ્યો નહિ હોય ?
      હજી મારાથી ઘણું ભૂલી જવાય છે.
      મેં “ઢોલ ,ગમાર “,વાળો પહેલો ભાગ લખેલો ,એ મને કોમ્પુટર માં જગ્યા ન હોવાથી પૂરો લખી નો શક્યો .એટલે બીજો અધુરો ભાગ લખવો પડેલો .
      લોકો લાંબુ લાંબુ લખાણ કેમ લખી શકતા હશે ?

  2. jjkishor ઓક્ટોબર 10, 2012 પર 6:13 પી એમ(pm)

    મને આ પંક્તિઓનો અર્થ આવો સુઝે છે :

    ઢોલ, ગંવાર, શુદ્ર, પશુ, નારી આ બધાં દાંડી પીટી પીટીને, રાડો પાડી પાડીને પુરુષો–વિદ્વાનો સૌને પોતાનો અધિકાર બતાવવાની લાયકાત ધરાવે છે. પશુ, નારી વગેરે સૌ એમને હેરાન કરનારાઓની સામે થવાના અધિકારી છે. તેઓ અન્યાય કરનારાઓની તાડના કરવાનો અધિકાર ધરાવે છે. (એટલે માર ખાવા માટે તૈયાર રહો એમ તુલસીદાસ કહે છે)

    આવો અર્થ કરીએ તો જ સાચી વાત કહેવાય !!

    • aataawaani ઓક્ટોબર 11, 2012 પર 5:20 એ એમ (am)

      જુગલકિશોરભાઈ તમને જે અર્થ સુજ્યો  એને વ્યાજબી કહેવાય .

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

    • kanakravel ઓક્ટોબર 17, 2012 પર 4:58 એ એમ (am)

      આજના ‘મહાબાવાઓ’ બધા પુરાણિક લખાણૉને મનભાવન રીતે ઘટાવી લે છે.

      આવી વરસમાં 8 માસ માત્ર ‘ફોરિન’માં વિચરણ કરતી વ્યક્તિને પુચ્છ્યું,

      “મહારાજજી, એક આદર્શ શિષ્ય એક્લન્યનો અંગુઠો દ્રોણ ગુરુએ કેમ કપાવી નાખ્યો?”

      જરાય ખચ્કાયા વીના તેમણે જવાબ આપ્યો,

      “નારે ના એતો ગુરુદક્ષીણાના મહાત્મ્યનું તેમણે એક દ્રષશ્ટાંત આપ્યું.

      જુજ સમયમાં નવો અંગુઠાના આષિર્વાદથી તેને સાજો પણ કરી નાખ્યો”

  3. jjkishor ઓક્ટોબર 17, 2012 પર 8:58 એ એમ (am)

    અમારે એમ એમાં મુનશીનું ‘પૌરાણિક નાટકો’ ભણવામાં હતું. મેં એનાં લગભગ બધાં જ નાટકોને આધારે શ્રી કનુભાઈ જાની સમક્ષ ટીકા કરેલી કે મુનશીના લગભગ બધા જ દેવપાત્રો દગાખોર, સ્વાર્થી અને લુચ્ચાઈ કરતાં જોવા મળે છે ! જ્યારે આ નાટકોમાંના દાનવોમાં ઘણી વાર દેવત્વ જોવા મળે છે !!

    આપણા દેવો પોતાને લાભ મળે તે માટે ગમે તેવાં અર્થઘટનો કરીને દાનવોને છેતરવામાં પાછા પડતા જ નથી. ઢોલ તો સમજાય પણ નબળા મનના માનવી (ગંવાર), પશુ, શુદ્ર અને નારીને કારણ વગર તાડન કરવા માટેનાં પાત્રો બનાવી દેનારી વૃત્તીને કઈ રીતે સ્વીકારી શકાય ? આપણાં “શાસ્ત્રો” ઘણી વાર તો દુબળાંઓને મારવા માટેનાં “શસ્ત્રો” જેવાં બની રહે છે.

  4. aataawaani ઓક્ટોબર 17, 2012 પર 10:14 એ એમ (am)

    ભારતના જુના સાહિત્યો શાસ્ત્રો વગેરે ઘણી વખત તિરસ્કાર ઉપજાવે એવા લાગે .પૂર્વમીમાંસામાં જાનવરોને કેવીરીતે મારવું એના શરીરના કેવી રીતે ટુકડા કરવા વગેરેનું વિગતવાર વર્ણન છે . આવું વાચ્યા પછી પ્રાણીઓ ઉપર કરુણા વાળા ઉભા થાય કે ન થાય .સૌ પ્રથમ ચાર્વાક દર્શન લખનાર બૃહસ્પતિ ઉભો થયો .(ઈસુથી આશરે ૬૦૦ વરસ પહેલા ) તેણે વેદને પણ ઘેટા બકરા વાળાઓના રાગડા તાણીને ગાવાના ગીતોથી વિશેષ નથી .એવું કીધું. કોઈ શાસ્ત્ર વિશ્વાસ પાત્ર નથી.ફક્ત માણસની બુદ્ધિજ વિશ્વાસ ફક્ત માણસની બુદ્ધિજ વિશ્વાસ પાત્ર છે. સ્વર્ગ કે નર્ક જેવું કોઈ સ્થળ નથી .પુનર્જન્મ નથી .પાપકે પુણ્ય પણ નથી .પરમેશ્વરને એ જુદી રીતે માનતો હતો . માંસાહાર કરવો એ માણસ માટે નથી .સાથે સાથે એવું પણ કીધું કે માણસની બુદ્ધિ એવું સાબિત કરે કે માંસાહાર જરૂરી છે .તો માંસાહાર કરવો યોગ્ય છે. પણ બૃહસ્પતિનો મત ચાલ્યો નહિ .એના પછી બોદ્ધ જૈન આવ્યા .એણે પુનર્જન્મ સ્વર્ગ નર્ક પાપ પુણ્ય છે .એવું કબુલ કર્યું .જોકે તેઓ પરમેશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા નથી .
    જુગલકિશોર ભાઈ મેં ઘણા વખત પહેલા બૃહસ્પતિ વિષે દેવનાગરી લીપીમાં ઉર્દુ ભાષામાં લખ્યું છે.જેના અઘરા શબ્દોના અર્થ પણ લખ્યા છે.

  5. aataawaani ઓક્ટોબર 17, 2012 પર 7:25 પી એમ(pm)

    બાવો હુશિયાર કહેવાય
    ચાર્વાક વાળાએ સનાતની પંડિતને પછ્યું .તમે આ યજ્ઞમાં જીવતા પ્રાણીને હોમી દ્યો છો. એ કેટલું ખરાબ કહેવાય ? પંડિતે જવાબ દીધો .એ પરની સ્વર્ગમાં જવાનું. ચાર્વાક બોલ્યો .તો પછી તારા બાપને હોમી દે તો એ પણ વગર પુણ્ય કર્યે સ્વર્ગ ભેગો ટેસડા કરવા જતો રહે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: