જુનાગઢના નવાબે પીદપાપડો ખરીદ્યો

જુના વખતમાં દેશી રજવાડાં પરદેશી પ્રજાને જેવી કે બલોચ,(મકરાણી )તુર્ક,પઠાણ ,અરબ ,અફઘાન ..નોકરીએ રાખતા ,તે વખતે આ પ્રજા બહુ ગરીબ હતી બહુ ઓછા પગારમાં નોકરી કરતા .કચ્છના રાજાને ત્યાં ખાસ કરીને તરક (તુર્ક)આવતા કચ્છમાં ખારેકનું વાવેતર થાય છે.એનું બી તરક લોકો લાવેલા ઢાલ સાથે દાંડીયારાસ રમવી એ તરક લોકોએ શીખવ્યું છે .હું માનું છું ત્યાંસુધી “ખજુર”તુર્કી શબ્દ છે .કેમકે અરબીમાં ખજૂરને તમીર ,અને ફારસીમાં ખરમાર કહે છે .જોધપુર ,શિરોહી ,ઈડર ,દાંતા ,જામનગર ,  જુનાગઢ ,પાલનપુર ,રાધનપુર ,વગેરે રાજ્યો પઠાણ ,મકરાણી વગેરે પ્રજાને નોકરીએ રાખતા .આવા લોકો ખાસ કરીને પઠાણ હિંગ અને એવી બીજી વસ્તુ વેચતા  કેટલાક  રમજાન મહિના જેવા ધાર્મિક તહેવારોમાં ફકીર તરીકે ભીખ પણ માગી લેતા .ઇસ્લામમાં  ધર્માદો કરવાનું ફરજીયાત છે .

વાત છે.  રાજા ,નવાબોને એક એવી ટેવ હોય છેકે એ ગમે તેવી વાત કરતા હોય . . એની વાત સાચીજ છે.એમ કહેવું પડે .આવા બાપુની હા એ હા કરનારા લોકોને માટે હજુરિયા કહેવાય .આવા હજુરિયા હમેશાં બાપુની  સાથેજ રહેતા હોય છે.એક  કહેવત છે “જિસકે રાજમે રીજીયે ઉસ્કી હાજી હાજી કીજીએ ઊંટ બિલાડી લેગઈ તો ભી હાજી હાજી કીજીએ .બાપુ કહે કે આજ ફજરા ફજર એક બિલ્લી  ઊંટકો  ઉસકી ગરદન પકડકે ખીંચ કે લેજાતી થી .હા બાપુ બિલ્લી  લેજાવે . એમ કહેવું પડે

એક પઠાણ પીદ પાપડો લઈને નવાબને મળ્યો .અને પીદ પાપડો દેખાડ્યો .અને કીધું કે બાપુ કાબુલી ખાસ બદામ છે અફઘાનિસ્તાનના બાદશાહો આ જાતની બદામ ખાય છે આવી બદામ ક્યાંય જોવા નો મળે .મારી પાસે થોડાં બી હતાં. પાલનપુરના  નવાબે ખરીદ્યાં છે હવે એકજ બી મારી પાસે છે .આપ ખરીદો તો ભલે નહીંતર હું નિજામ ને આપી દેવાનો છું .પાંચ વરસ પહેલાં મેં નિજામને આપેલું એણે વાવ્યું હવે એનો મબલખ પાક ઉતરે છે,નવાબે ખૂબ પૈસા આપીને ખરીદ્યું અને હજુરીયાને કહેવા લાગ્યા મારા બાપદાદા આવીજ  બદામ ખાતાતા .ખાખરો જુનાગઢ બાજુ બહુ થાય છે.હજુરિયા ઓળખી ગયા કે આ ખાખરાનું બી છે .પણ બાપુને કહેવાય નહિ  એની  ભુલ કઢાય નહિ નહિતર હજૂરિયાઓ ની ગરદન ધડથી જુદી થઇ જાય .

6 responses to “જુનાગઢના નવાબે પીદપાપડો ખરીદ્યો

  1. vkvora Atheist Rationalist ઓક્ટોબર 7, 2012 પર 6:36 એ એમ (am)

    મીયાભાઈની ટંગળી ઉંચી તો કહે હાજી.

    માથા વગરનું ધડ ત્રણ દી લડ્યું તો કહે હાજી…

  2. iastphonetic ઓક્ટોબર 7, 2012 પર 3:20 પી એમ(pm)

    “જિસકે રાજમે રીજીયે ઉસ્કી હાજી હાજી કીજીએ ઊંટ બિલાડી લેગઈ તો ભી હાજી હાજી કીજીએ .બાપુ કહે કે આજ ફજરા ફજર એક બિલ્લી ઊંટકો ઉસકી ગરદન પકડકે ખીંચ કે લેજાતી થી .હા બાપુ બિલ્લી લેજાવે .

  3. સુરેશ ઓક્ટોબર 8, 2012 પર 5:16 પી એમ(pm)

    એટલા માટે જ મેં તમે લીધેલી બી પારખવાની પરીક્ષામાંથી રાજીનામું આપી દીધું હતું !

    • aataawaani ઓક્ટોબર 8, 2012 પર 5:25 પી એમ(pm)

      તમારું રાજીનામું મંજુર કરવા વાળો  આ પૃથ્વીના પદ ઉપર છે કોણ ?

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

    • kanakravel ઓક્ટોબર 9, 2012 પર 3:45 પી એમ(pm)

      હિમ્મતભાઈઃ
      વૈદક્મા ‘પલાશ પાપડો’ જે કેસૂડાના ઝાડ પર થાય તેજ ને?
      અને તેજ ‘નેપાળો’ નહિ? ‘સોનામૂખી’ની જેમ સખત રેચક .
      સાંજ પડે ગાભા કાઢી નાખે . વાર્તા થઈ “લે પાશેર નેપાળો ને ઉપર અચ્છેર દંહી”

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: